Operation Chakravyuh - 1 - 16 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 16

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 16

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-16

શાંઘાઈ, ચીન

યાંગ લી સાથેની મુલાકાતનું પરિણામ પોતાની ઈચ્છા મુજબનું આવવાથી ખુશ અર્જુન અને નાયક હોટલ શાંઘાઈ પેરેડાઈઝનાં પોતાના રૂમમાં આવીને નિંદ્રાધીન થઈ ગયાં.

એ બંનેની સવારે આંખ ખૂલી ત્યારે અર્જુનના મોબાઈલ પર એક ટેક્સ મેસેજ આવીને પડ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિ હતો યાંગ લી અને એને મેસેજમાં મોકલાવેલી વસ્તુ હતી એનો બીટકોઈન એકાઉન્ટ નંબર.

સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિની પુર્ણાહુતી બાદ અર્જુન અને નાયકે સેટેલાઇટ ફોનની મદદથી રૉ ચીફ રાજવીર શેખાવત જોડે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી. ફાતિમા દ્વારા અર્જુનને જે સેટેલાઇટ ફોન આપવામાં આવ્યો હતો એ સારી ગુણવત્તાનો હોવાથી અર્જુન સરળતાથી દિલ્હી ખાતે આવેલી રૉની મુખ્ય ઓફિસમાં બેસેલા વેણુ જોડે સંપર્ક સાધવામાં સફળ રહ્યો.

"હેલ્લો કોણ?" ફોન રિસીવ કરતા જ વેણુ બોલ્યો.

"હરિકેન..!" અર્જુને જવાબ આપ્યો.

"સાથી કોણ?"

"ટોર્નેડો."

"ગતિ કેટલી?"

"220 કિમિ પ્રતિ કલાક.!"

"બોલો ઓફિસર અર્જુન." અર્જુન દ્વારા એમને આપવામાં આવેલા કોડ સાચા બોલાતા વેણુએ કહ્યું. "શું માહિતી છે.?"

"શક્ય હોય તો શેખાવત સરને કોનફરન્સમાં લેવા વિનંતી." અર્જુનની વિનંતીનું માન રાખતા વેણુએ રાજવીર શેખાવતને કોલ કોનફરન્સમાં લીધા.

"સર અર્જુન શાંઘાઈથી લાઈન પર છે." શેખાવતે કોલ રિસીવ કરતા જ વેણુએ જણાવ્યું. "અર્જુન, શેખાવત સર ઈઝ નાઉ ઓન લાઈન."

"હેલ્લો યંગમેન..!" જોશભેર શેખાવતે કહ્યું. "શું ચાલી રહ્યું છે ત્યાં?"

જવાબમાં અર્જુને યાંગ લી સાથેની મુલાકત અંગેની બધી વિગતો ટૂંકમાં આપી દીધી, જે સાંભળી શેખાવત મનોમન ખુશીથી ઝૂમતા બોલ્યાં.

"ગ્રેટ વર્ક..! મને તમારાથી આ જ ઉમ્મીદ હતી. લીની ઓફિસમાં તમારે બધાં જ જાસૂસી ઉપકરણો સાથે જવાનું છે, ત્યાં શું થઈ રહ્યું છે એ જાણવું જિયોન્ગ લોન્ગને મળવા કરતા પણ વધુ અગત્યનું છે."

"મને ખબર છે સર, મારે ત્યાં શું કરવાનું છે." અર્જુને કહ્યું. "પણ, આપણે આજે જ એને આપેલા બીટકોઈન એકાઉન્ટ નંબર પર બસો પાંત્રીસ બીટકોઈન ટ્રાન્સફર કરવાના છે."

"એની તું ચિંતા ના કર.." શેખાવતે કહ્યું. "મને બપોર બે વાગ્યા સુધીનો અમય આપ, હું ગમે તે કરીને એની વ્યવસ્થા કરી આપું છું.'

"ઓકે સર, જ્યારે બીટકોઈન ટ્રાન્સફર થાય એટલે મને ગમે તે કરી મેસેજ આપજો..હું આજે જ લીને મળવા જવાનો છું તો જેવા બીટકોઈન ટ્રાન્સફર થાય એ સાથે જ હું એને મળવા નીકળી જઈશ."

"ઓકે..ધ્યાન રાખજો તમારું." શેખાવતના અવાજમાં દેશ માટે જીવ જોખમમાં મૂકનાર અર્જુન અને નાયક માટેની ચિંતા સાફ વર્તાતી હતી. "વેણુ, તું બીટકોઈન ટ્રાન્સફર થઈ ગયાનો મેસેજ અર્જુનને કઈ રીતે આપીશ એ તારે નક્કી કરવાનું છે."

"અર્જુન, તારા મોબાઈલમાં હગો (HAGO) નામક એક ગેમ એપ્લિકેશન છે..એમાં બપોરે દોઢ વાગ્યા પછી આપણે બંને એમાં નાઈફ હીટ નામક ગેમ રમીશું. જેવા બીટકોઈન ટ્રાન્સફર થઈ જશે હું ગેમના પર્સનલ ચેટમાં બિંગો લખીશ; તમારે સમજી જવાનું કે બીટકોઈન ટ્રાન્સફર થઈ ગયાં છે. વારંવાર સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવો ચીનમાં જોખમી સાબિત થઈ શકે છે માટે આ ગેમમાં મળતા પર્સનલ ચેટના માધ્યમથી આપણે એકબીજા જોડે સંપર્ક સાધીશું તો કોઈને શંકા નહીં જાય."

"સરસ આઈડિયા છે..!" અર્જુને વેણુના વિચારને વખાણતા કહ્યું. "તો પછી હું અત્યારે કોલ ડિસ્કનેક્ટ કરું છું, આશા છે કે બીટકોઈન સમયસર ટ્રાન્સફર થઈ જશે."

"ટેંશન નોટ.." આટલું કહી વેણુએ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

યાંગ લીની ઓફિસમાં જઈને પોતાને જે જાસૂસી ઇકવુપમેન્ટ સેટ કરવાના હતાં એ બધા જ ઇકવુપમેન્ટ અર્જુને પોતાના સામાનમાંથી નીકાળી એનું સરખી રીતે પરીક્ષણ કરવાનું શરૂ કર્યું. છેલ્લી ઘડીએ પોતાના કાર્યમાં કંઈક લોચા પડે એવું અર્જુન નહોતો ઈચ્છતો.

"સાહેબ, આ બીટકોઈન નામ તો ઘણી વખત સાંભળ્યું છે પણ એના અંગે ઝાઝી જાણકારી મને નથી." ઇકવુપમેન્ટ તપાસવામાં અર્જુનની મદદ કરી રહેલો નાયક બોલ્યો.

નાયકની આ મૂંઝવણ દૂર કરતા અર્જુને નાયકને બીટકોઈન અંગે જાણકારી આપવાનું શરૂ કર્યું.

વર્ષ ૨૦૦૮માં જાપાનના સાતોશી નાકામોટો દ્વારા બિટકોઈનની શોધ થઇ અને ધીમે ધીમે તેને ડિજિટલ ચલણમાં અમલમાં મુકવામાં આવ્યું. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકોને પ્રત્યેક ખરીદી પર બેન્ક દ્વારા અમુક રીવોર્ડ પોઈન્ટ્સ અપાય છે એ જ રીતે વિમાનની ટિકિટ્સ બુક કરવા પર પણ બેન્ક અમુક પોઈન્ટ્સ આપે છે જેનો ઉપયોગ ટિકિટનો ક્લાસ અપગ્રેડ કરવા અથવા તો બિઝનેસ ક્લાસ લાઉન્જનો ઉપયોગ કરવા માટે કરી શકાય છે, બસ આ જ રીતે બિટકોઈન્સ પણ કામ કરે છે. ફરક એટલો છે કે તમારે બિટકોઈન્સની ખરીદી કરવી પડે અને તમે તેનું વેચાણ પણ કરી શકો છો.

બિટકોઈન્સ પણ હકીકતમાં સામાન્ય કરન્સીની જેમ જ કામ કરે છે તથા તેના ભાવમાં પણ વધારો કે ઘટાડો સતત જોવા મળતો હોય છે. બિટકોઈન્સ એટલા માટે અલગ છે કે તમે તેને કોઈ ફિઝિકલ રીતે એટલે સ્પર્શી શકાય તે રીતે નથી મેળવી શકતા. સામાન્યતઃ બિટકોઈન્સની કિંમત તેને વેચનાર તથા ખરીદનાર જ નક્કી કરે છે અને તેનું યોગ્ય વળતર આપવું એ તે બંને ઉપર નિર્ભર કરે છે, માર્કેટમાં બિટકોઈન્સની હાજરી તથા તેની માંગ ઉપર બિટકોઈન્સની કિંમતમાં નોંધપાત્ર વધારો કે ઘટાડો જોવા મળતો હોય છે.

બિટકોઈન્સ માટે તમારે કોઈ અલગ બેન્ક કે અલગ જગ્યાએ જવાની જરૂર નથી. ગુગલ પરથી તમને અઢળક વેબસાઇટ્સ મળી જશે જેમાંથી તમે બિટકોઈન્સ ખરીદી શકો છો. ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયાથી ખરીદી કરવી એ જરૂરી છે. બિટકોઈન્સની ખરીદી કરતા પહેલા તમારે તમારું આઈડી વેરીફાય કરાવવું પડશે.

બીટકોઈનનું વેચાણ કરતી સાઇટ્સ પર રજીસ્ટ્રેશન કરાવતા જ તમને એક યુનિક આઈડી મળે છે જે તમારા બીટકોઈન વોલેટનું એડ્રેસ છે અને એ યુનિક આઈડી દ્વારા જ તમે કોઈ પણ બીટકોઈનની ખરીદી કે વહેંચાણ કરી શકો છો. લી દ્વારા આપણને જે અઠ્ઠાવીસ આંકડાનું આઈડી અપાયું એ હકીકતમાં એનું બીટકોઈન વોલેટ આઈડી છે, જે છવ્વીસથી પાંત્રીસ આંકડાનું હોય છે અને નંબર અને આલ્ફાબેટના મિશ્રણથી બને છે.

બિટકોઈન્સ ચલણમાં એટલે પણ ખુબ પ્રખ્યાત છે કેમ કે એક વખત તે ચલણની ખરીદી કે વેચાણ થયું તે પછી તેને ટ્રેસ કરવા એટલે ગોતવા ખુબ જ અઘરા છે. ધીમે ધીમે લોકો બિટકોઈન્સને અપનાવી રહ્યા છે કેમ કે તેના દ્વારા થતા વ્યવહાર માટે તમારે કોઈ જ એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો નથી. ના કોઈ સર્વિસ ચાર્જ, ના કોઈ જી.એસ.ટી કે અન્ય કોઈ પણ પ્રકારના ટેક્સનું ચુકવણું કરવું ન પડે એટલા માટે હવે બે નંબરનો ધંધો કરતા વેપારીઓ ધીમે ધીમે બિટકોઈન્સને સ્વીકારતા થયા છે.

દરેક કરન્સીની એક લિમિટ નક્કી કરવામાં આવી હોય છે અને એ જ રીતે બિટકોઈન્સ ની પણ લિમિટ નક્કી થયેલી છે કે કોઈપણ સંજોગમાં એ લિમિટ એકવીસ મિલિયનને ક્રોસ કરવી ના જોઈએ, હાલ તેર મિલિયન બીટકોઈન ઉપલબ્ધ છે.

"નાયક તને ખબર છે એક બીટકોઈનની કિંમત ઇન્ડિયન કરન્સીમાં શું છે.?" બીટકોઈન અંગેની સમજણ આપ્યા બાદ અર્જુને નાયકને સવાલ કર્યો, જેના જવાબમાં નાયક માથું ખંજવાળતો રહી ગયો.

નાયકને નિરુત્તર ઉભેલો જોઈ અર્જુન એના પ્રશ્નનો જવાબ આપતા બોલ્યો.

"એક બીટકોઈનની કિંમત છે સાત લાખ વીસ હજાર રૂપિયા.. આ કિંમત દરરોજ બદલાતી રહે છે..ક્યારેક વધીને એક દિવસમાં આઠ લાખ તો ક્યારેક ઘટીને છ લાખ સુધી પણ પહોંચી જાય છે."

"આ તો જબરી માયા છે..!" નાયક હજુપણ બીટકોઈનની રહસ્યમય દુનિયા અંગે વિચારી રહ્યો હતો. "આપણે તો રોકડ જ સારા."

"હજુ તો ભાઈ આવું ઘણું બધું છે જે આપણી સમજ બહારનું છે." અર્જુને હસીને કહ્યું.

બપોરનું જમવાનું પૂર્ણ કરી અર્જુને વેણુના કહ્યાં મુજબ મોબાઈલમાં હગો એપ ઓપન કરી અંદર નાઈફ હીટ નામક ગેમ ખોલીને બેસી ગયો. થોડીવારમાં અર્જુનના મોબાઈલમાં એક રિકવેસ્ટ આવી જે વેણુએ મોકલાવી હતી, અર્જુને રિકવેસ્ટ સ્વીકારી લીધી અને વેણુની સાથે ગેમ રમવાનું શરૂ કર્યું. વીસેક મિનિટ ગેમ રમ્યા બાદ અર્જુને મોબાઈલ નાયકને પકડાવી દીધો, નાયકને મોબાઈલમાં ગેમ રમવાનો શોખ હોવાથી એને તો મજા પડી ગઈ.

એક વાગે અને ચાલીસ મિનિટે વેણુએ નાયકને મેસેજ કર્યો.

'બિંગો'

મેસેજ જોતા જ નાયકે ફોનની સ્ક્રીન અર્જુન તરફ ઘુમાવી, મેસેજ જોતા જ અર્જુન સમજી ગયો કે બીટકોઈન ટ્રાન્સફર થઈ ગયાં છે. અર્જુને નાયક જોડેથી મોબાઈલ લઈને ગેમ એપ્લિકેશન બંધ કરી દીધી.

અર્જુને તુરંત યાંગ લીનો નંબર ડાયલ કર્યો..લી એ જેવો કોલ રિસીવ કર્યો એ સાથે જ અર્જુને કહ્યું.

"બીટકોઈન આવી ગયાં ને?"

"વેઈટ.." લી એ કહ્યું. "હું જોઈ લઉં."

"હા આવી ગયાં." બે મિનિટના મૌન બાદ લી એ કહ્યું.

'બોલો હવે બીજું કંઈ?" અર્જુને પૂછ્યું.

"બસ આજે સાંજે આવો..મળીએ." લીએ કહ્યું.

"કેમ નહીં." અર્જુન બોલ્યો. "હું અને મારો ભાઈ બંને સાંજે છ વાગ્યા આજુબાજુ આવીએ છીએ, ઓફિસનું ગુગલ લોકેશન મોકલી આપજો."

"ચોક્કસ.." લીએ કહ્યું. "હું જે લોકેશન મોકલાવું ત્યાં આવીને ઊભા રહેજો, મારો માણસ તમને ત્યાંથી ઓફિસ સુધી લેતો આવશે."

"ઓકે..!" અર્જુને આટલું કહી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

એક તરફ અર્જુન અને નાયક લીની ઓફિસમાં જઈને પોતાની યોજનાને આગળ ધપાવવાનાં મનસૂબાને સાકાર કરવાના પળોજણમાં લાગી ગયાં હતાં તો બીજી તરફ રૉની આઈ.ટી ટીમનાં વેણુ સહિતના મેમ્બર્સ લીના બીટકોઈન એકાઉન્ટ નંબર પરથી એના અન્ય એકાઉન્ટ સાથેનાં લિંક અપ વિશેની માહિતી શોધવાનાં પ્રયત્નોમાં જોતરાઈ ગયાં.

ચીની ડ્રેગનને માત આપવાની ભારતીય સિંહપુરુષોની આ કોશિશ આખરે શું રંગ લાવશે એ તો નજીકમાં સમજાઈ જવાનું હતું.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)