તમે જાણવા ઉત્સુક છો ને કે આખરે તન્મય કોની વાત કરી રહયો હતો. ચાલો જોઈએ.
જેટલા તત્પર તમે છો એટલી જ તત્પર નિયતિ પણ છે કે આખરે એ કોની વાત કરી રહયો છે?
નિયતિ એ તન્મય ને પૂછયું, "તમે કહેવા શું માંગો છો?"
તન્મય એ કહ્યુ, "હું એમ કહેવા માંગું છું કે તું અને વિવેક લગ્ન કેમ નથી કરી લેતા. તમારા બંને નું સારું બને પણ છે. એની પાસે શું નથી??? દેખાવે ખૂબ સરસ છે. સ્વભાવ પણ સારો છે. પૈસા ની કોઇ કમી નથી."
તન્મય ની આ વાત થી એને ઘણું જ દુઃખ થાય છે. એ વિચારે છે કે, "તન્મય આમ કઇ રીતે કહી શકે??? ભલે એની પાસે બધું છે. હું પૈસા અને દેખાવ જ જોતી હોત તો હમણાં અહીં ના હોત."
નિયતિ તન્મય ને કહે છે,"પરંતુ અમારી વચ્ચે એવું કઇ જ નથી. મને વિવેક માટે એ પ્રકારની લાગણી નથી."
તન્મય એ કહ્યુ, "ઠીક છે, તારી મરજી. હું તને કોઇ જબરજસ્તી નહી કરૂં. બસ જયાં રહે ત્યાં ખુશ રહે."
નિયતિ એ કહયું, "તમે તો રહેવા જ દો. તમે લગ્ન ની વાત ના કરો એ જ સારું રહેશે." આમ કહી નિયતિ પડખું ફેરવીને સૂઇ જાય છે. તન્મય પણ સૂઇ જાય છે.
નિયતિ અને તન્મય દરરોજ સાથે કામ કરતા, સાથે જ જમતા, સાથે સૂતા, સાથે મજાક મસ્તી કરતા, સાથે ગેમ પણ રમતા. કોઇ વાર વિવેક પણ રમવામાં જોડાય જતો. આ રીતે જોતજોતામાં દિવસ પસાર થઇ ગયા અને એ દિવસ નજીક આવી ગયો જયારે નિયતિ અહીંથી જવાની હતી.
એક દિવસ સાંજના સમયે નિયતિ ગીત વગાડતા બેડ પર બેસીને કામ કરી રહી હતી. થોડી વાર પછી તન્મય રૂમમાં આવ્યો અને બાથરૂમમાં જઇ મોઢું ધોઇ રહયો હતો. ત્યાં જ મોબાઇલ માં female voice માં ગીત આવે છે. "તુજે કૈસે પતા ના ચલા... કે મેં તેનું પ્યાર કરદા હૈ....તેરે અલાવા જાન ગયે સબ, તુજ પે મેં.. કિન્ના મરદા... એ."
આ ગીત જાણે નિયતિ ની દિલ ની વાત કહી રહયું હતું.
આ ગીત પતવા જ આવવાનું હતું ત્યાં જ તન્મય લેપટોપ લઇ બેડ પર બેઠો અને બીજું ગીત આવ્યું. "દો દિલ.... મીલ રહે હૈ... મગર, ચૂપકે ચૂપકે... સબકો... હો રહી હૈ (2) ખબર, ચૂપકે ચૂપકે..."
બંને બેડ પર બેસી પોતપોતાનું કામ કરી રહ્યા હતા. ત્યાં જ બીજી લાઇન આવે છે, "એસે ભોલે બન કર હૈ બેઠે.... જૈસે કોઈ બાત નહી... સબ કુછ નઝર આ રહા હૈ... દિન હૈ યે રાત નહી.."
નિયતિ ને આ ગીતોની અસર મનમાં થઇ. એ ખૂબ જ અસ્વસ્થ થઇ ગઇ હતી. એ વિવેક પાસે જાય છે અને કહે છે, "વિવેક, વ્હીસ્કી છે?"
વિવેક એ કહ્યુ,"હા, છે ને."
નિયતિ એ કહયું,"તો લઇ આવ. આજે તો મન ભરીને પીવું છે."
હવે કાલે નિયતિ પોતાના સપના માંથી પોતાની સાચી દુનિયામાં આવવાની હતી. એનું સપનું હવે પુરું થવાનું હતું. નિયતિ અને વિવેક લિવિંગ રૂમમાં બેઠા છે. તન્મય બેડરૂમમાં છે.
એ છોકરી જે કયારેય પીતી ન હતી. એને એનો પ્રેમ આ રીતે પીવડાવશે. એવો નિયતિ ને પણ ખ્યાલ ન હતો. નિયતિ એક પેગ મારે છે. બીજો પેગ મારે છે. ત્રીજો પેગ મારે છે. એ ચોથો પેગ મારવા જ જાય છે ત્યાં જ વિવેક બોટલ લઇ લે છે. નિયતિ ઘણી માંગવાની કોશિશ કરે છે. પણ વિવેક નથી આપતો અને કહે છે, "આ તારા શરીર માટે સારું નથી."
નિયતિ ઉઠીને રૂમમાં ગઇ. તન્મય હજુ પણ લેપટોપ માં કામ કરી રહયો હતો. એ બાજુ માં બેડ પર ઉલટી થઇ સૂઇ જાય છે.
ખરેખર દિલ ના તૂટવામાં પણ એટલી જ પીડા થાય છે જેટલી આપણા શરીરમાં વાગવાથી થાય. તન્મય તો અજાણતા માં જ નિયતિ ને પીડા આપી રહયો હતો.
આ વસ્તુ જ કહી જાય છે. "જો જીવનમાં ખુશ રહેવું હોય ને દોસ્તો તો કયારેય પોતાની ખુશી નો રીમોટ બીજા ને ના આપતા." નિયતિ એ પોતાની ખુશી નો રીમોટ તન્મય ને સોપયો. તન્મય દ્વારા જ ખુશી અને તન્મય દ્વારા જ દુખી. કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે ખુશ થશુ કે દુખી થશુ એ આપણે નકકી કરવાનું હોય. બીજા આપણને કઇક કહે અને આપણે દુખી થઇએ એનો મતલબ એવો જ થયો કે આપણા સુખ દુખ નું રીમોટ એના હાથમાં જતું રહ્યું.
નિયતિ બેડ પર આડી પડી હતી. તન્મય લેપટોપ માં કામ કરી રહયો હતો.
આ વખતે નિયતિ થી ના જ રહેવાયું. એણે તન્મય ને કહયું,"મારે તમને કઇક વાત કહેવી છે."
તન્મય એ કહ્યુ,"હા.. બોલ શું વાત કહેવી છે?"
નિયતિ થોડી વાર મૌન થઇ પછી બોલે છે,"મારે તમને કહેવું છે કે...."
તન્મય નિયતિ તરફ નજર કરે છે.
નિયતિ એ કહયું, "હું હમણાં એ હાલત માં નથી કાલે કહીશ."
આમ કહી એ સૂઇ જાય છે.
કાલે લોકડાઉન પૂરું થવાનો પણ છેલ્લો દિવસ હતો. પછી એ ઘરથી નીકળી રહી હતી. તેથી ગમે તે રીતે નિયતિ એ તન્મય ને વાત કરવી જ રહી.
કેવો રહેશો એમનો કાલનો દિવસ? તન્મય નિયતિ ની વાત માનશે કે નહીં?
એ જાણવા માટે મારી વાર્તા નો છેલ્લો ભાગ જોવાનું ભૂલતા નહિ. મને જરૂર થી અનુસરો. અભિપ્રાય જરૂર થી આપજો તમારો એક એક અભિપ્રાય મારા માટે ઘણો કિંમતી છે. ગમે તો બીજા ને પણ મોકલજો.
આભાર.