Premdiwani - 15 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | પ્રેમદિવાની - ૧૫

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

પ્રેમદિવાની - ૧૫

જિંદગી પ્રેમમય બની અચાનક જ,
દરેક સ્વપ્ન ખરા બન્યા અચાનક જ,
અધૂરપ એની પૂર્ણ બની અચાનક જ,
જોને મીરાં પ્રેમથી ખીલી ઉઠી અચાનક જ!

મીરાં અને અમન બંને એકબીજાથી ખુબ દૂર હતા છતાં બંનેની આત્મા સાથે જ હોય એવી અનુભૂતિ મેળવી શકે એટલા બંને પ્રેમમાં સક્ષમ બની ચુક્યા હતા. જવલ્લે જ આવો પ્રબળ અને નીસ્વાર્થ પ્રેમ જોવા મળે એવો બંનેનો પ્રેમ હતો. અને અચરજ તો એ થાય કે બંનેનો આત્મા સાથે પ્રેમ હતો નહીં કે શારીરિક ઈચ્છાનો... કોઈ પણ બંનેની લાગણીને જાણે તો સહજ મનુષ્યરૂપી ઈર્ષા મનમાં જાગે જ એવી બંનેની લાગણી હવે પ્રથમના મનને ડંખવા લાગી હતી. કારણકે પ્રથમ સિવાય કોઈ જ મીરાં અને અમનના પ્રેમને જાણતું નહોતું. મીરાંની બહેન પણ આ વાતથી અજાણ હતી કે મીરાંએ અમનના પ્રેમનો સ્વીકાર કરી લીધો છે.

મીરાંને કોલેજમાંથી ધુળેટીની રજા અને પરીક્ષાની વાંચવાની રજા પડી હતી. મીરાં અમનના પ્રેમથી તો રંગાય જ ગઈ હતી છતાં અમનને મીરાંના ચહેરા પર પણ ગુલાબી ગુલાલ પોતાના હાથે લગાવવો હતો. મીરાં પોતાને ઘરે લાંબી રજા હોવાથી આવી હતી. અમને પ્રથમને કહ્યું કે, 'આવતીકાલે ધુળેટી છે મારે સૌથી પહેલા મીરાંના ચહેરા પર ગુલાલ લગાડવો છે.' અમન મિત્રભાવે બધી જ વાત પ્રથમને કરતો હતો. આથી પ્રથમ સમય જતા મીરાં અને અમનના પ્રેમને જોઈને ઈર્ષા અનુભવતો હતો. અમનની વાત સાંભળીને પ્રથમ ખુબ વ્યાકુળ થઈ ગયો હતો. પ્રથમને એ બંનેના પ્રેમમાં રહેલ સંતોષ હવે ખટકવા લાગ્યો હતો. પ્રથમની આંખમાં રહેલ ઈર્ષાની લાલાશ અમનને દેખાણી જ નહીં. કારણ કે અમન પ્રથમને પોતાની મનની વાત કહેતા એ વિચારમાં ખોવાયેલ હતો કે એ પોતાની મીરાંને ગુલાલ લગાવવાની ઈચ્છા કેમ પુરી કરે?

મીરાં રાત્રી દરમિયાન હોલિકા દહનના દર્શન કરવા આવી ત્યારે અમન મીરાંને જોઈ જ રહ્યો. ખુબ સુંદર દેખાતી મીરાં સાડી પહેરીને આવી હતી. અમને મીરાંને આજ પહેલી વાર સાડી પહેરેલી જોઈ હતી આથી અમન એને એકીટસે જોઈ જ રહ્યો, આ તરફ મીરાં અમનને શોધી રહી હતી કારણકે જ્યાં સુધી અમનની દ્રષ્ટિ એના પર ન પડે ત્યાં સુધી મીરાંના મતે પોતાનો સંપૂર્ણ શૃંગાર પણ અધૂરો જ હતો. અચાનક બંનેની નજર એક થઈ હતી. મીરાંના ચહેરા પર શરમની લાલી છવાય ગઈ હતી. આજ અમન પોતાના મનને અંકુશમાં રાખવા સક્ષમ નહોતો જ. એ મીરાંની નજીક આવીને હળવેકથી બધાનું ધ્યાન ચૂકવીને ગુલાલ મીરાંને સૌથી પહેલા એ લગાવશે એવી જાણ મીરાંને કરીને જતો રહ્યો અને મીરાંએ સુંદર હાસ્ય દ્વારા મૂક અનુમતિ અમનને આપી દીધી હતી. બધા જ અમન અને મીરાં વચ્ચેની વાતચીતથી અજાણ હતા સિવાય કે પ્રથમ. પ્રથમથી હવે બંનેનો નિર્દોશ પ્રેમ આંખમાં ખટકતા કચરાની જેમ જ ખટકવા લાગ્યો હતો. એ ખુબ ઈર્ષા અનુભવતો હતો.

અમન જે ક્ષણની રાહ જોતો હતો એ ક્ષણ એને અનાયસે મળી જ ગઈ.. મીરાં વહેલી સવારે દૂધ લેવા બહાર આવી ત્યારે તેની કાગડોળે રાહ જોતા અમને મીરાંના ગાલ પર હળવેકથી ગુલાબી ગુલાલ લગાવી જ દીધો હતો. મીરાં પણ અમનની ઈચ્છાને માન આપી રહી હોય એમ શાંતિથી એક ક્ષણ પૂરતી એમ જ સ્થિર અમનની આંખમાં રહેલ પોતાની તસ્વીર જોતી રહી. મીરાંએ પણ અમનને ગુલાબી તિલક તેના કપાળ પર કર્યું અને અમનની રજા લઈ ફટાફટ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું હતું. અને વહેલી સવાર હોવાથી શેરીમાં પણ કોઈ હાજર નહોતું કે મીરાંને કોઈ પણ જાતની તકલીફ થાય એ વાતની પણ અમને દરકાર લીધી હતી.

અમન પોતાની ઈચ્છા પુરી થઈ હોવાથી ખુબ જ ખુશ હતો આથી એ પોતાની ખુશી જતાવા પ્રથમ પાસે ગયો અને તેણે પ્રથમને પોતાની ખુશીનું કારણ ખુબ જ ઉત્સાહી થઈને જણાવ્યું હતું. આ તરફ પ્રથમ માટે અમનની ખુશી જોઈ શકાતી નહોતી એને અમનના એક એક શબ્દ સોયની જેમ ખૂંચતા હતા. એક એવો સમય હતો કે જયારે પ્રથમ ખુદ બંનેને ખુશ જોવા ઈચ્છતો હતો અને હવે આજ એ સમય હતો કે પ્રથમથી બંનેની સમજણ અને એકબીજા પ્રત્યેની લાગણી જોઈ શકાતી નહોતી. શું આટલી હદ સુધી મિત્રતા બદલાઈ જતી હશે? હા, બદલાય શકે.. પ્રથમની મિત્રતા ઇર્ષામાં બદલાય જ ગઈ હતી. અને પ્રથમના આ બદલાવથી અમન અને મીરાં બંને અજાણ જ હતા.

ધુળેટી વીતી ગયા બાદ પ્રથમના મનમાં કેટકેટલાં વિચારોએ તેનું વ્યક્તિત્વ જ સાવ બદલી નાખ્યું હતું. એને ગમે તેમ કરીને અમન અને મીરાંના પ્રેમની વાત જગજાહેર કરવી હતી. તે એના મનમાં એજ ઝેર ભરીને બેઠો હતો કે, મેં જ આ બંનેને મેળવ્યા તો હું જ જુદા કરું એમાં કઈ જ ખોટું નહીં.

દિનાંક : ૧૦/૪/૨૦૧૩

આજરોજ પ્રથમ બજારમાં કોઈ કામથી જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં સામેથી મીરાંના પપ્પાને આવતા જોઈને એ પોતાના મનને ઠાઢ઼ક પહોંચાડવાનો રસ્તો જાણે પામી ગયો હોય એવો હાશકારો પ્રથમને થયો હતો. પ્રથમે ખુબ વિવેકથી કહ્યું, ' જઈ શ્રી કૃષ્ણ! તમને ઘણા સમય બાદ આજ જોયા.. તબિયત તો સારી છે ને?'

મીરાંના પપ્પાએ પણ એટલા જ વિવેકથી પ્રતિઉત્તર આપ્યો કે, 'હા તબિયત સારી છે. તારું સ્ટડી કેવું ચાલે છે?'

પ્રથમે કહ્યું કે, 'સારું ચાલે છે. ઘણા સમયથી તમને મળીને એક વાત જણાવવી હતી સમજાતું નહીં કે કેમ તમને જણાવું?

મીરાંના પપ્પાએ ખુબ સહજતાથી કહ્યું 'બોલને બેટા...સંકોચ રાખ્યા વગર કહે તું મારા દીકરા સમાન જ છે.'

મિત્રતામાં પણ શું આવી ખોટ આવતી હશે?
શું એક મિત્ર જ પીઠ પાછળ વાર કરતો હશે?
શું મિત્રના મનમાં ઝેર એટલી હદે વહેતુ હશે?
દોસ્ત! મિત્રતાને લજ્જિત કરતા મન કેમ ચાલતું હશે?

શું પ્રથમ મીરાંના પપ્પાને કોઈ એવી વાત કહેશે કે જે મીરાં અને અમનને જુદા પાડશે?
શું હશે મીરાં અને અમનનું ભવિષ્ય?

જાણવા વાંચતા રહો 'પ્રેમદિવાની'...