An idea in Gujarati Short Stories by Anil Patel_Bunny books and stories PDF | એક વિચાર

Featured Books
Categories
Share

એક વિચાર

મન માં એક વિચાર આવ્યો તો વિચાર્યું કે આપ લોકો સમક્ષ તે વિચાર ને રજૂ કરું, આશા રાખું છું આપ લોકો આપનો કિંમતી સમય કાઢીને આ વિચાર પર જરૂર વિચાર કરશો,

જે દિવસ થી કોરોના સંક્રમણ વિશે લોકો ને જાણ થઈ છે, તે દિવસ થી જ સોશિયલ મીડિયા માં અફવાઓ નું બજાર હંમેશા ધમધમતું રહે છે. એમાં કંઈ નવાઈ નથી આ પહેલા ભી આવું થતું હતું અને થતું રહેશે, પણ અહીં આપણે અફવા ફેલાવતા તત્ત્વો વિશે વાત નથી કરવી પણ વાત કરવી છે એ લોકો વિશે જે લોકો તે અફવા ના તથ્ય જાણ્યા વિના લોકો સમક્ષ એ મેસેજ ને ફોરવર્ડ કરે છે. આ કોઈ એવા લોકો નથી કે જેને કંઈ સમજણ પડતી નથી, પણ મોટા પાયે (કહેવાતા) સુશિક્ષિત વર્ગ છે. એક વર્ગ એવો છે જે અફવા ની તપાસ કર્યા વિના તેને લોકો વચ્ચે ફેલાવે છે, એમાંની અમુક વાત પાયાવિહોણી હોઈ છે અને સમાજ માં નકારાત્મક અસર ઉપજાવે છે, તો સામે બીજો વર્ગ એવો છે જે અફવા જ ફેલાવે છે પણ એ અફવા વધારે પડતી હકારાત્મક અસર ઉપજાવે છે. સમાજ માટે આ બન્ને વર્ગ ખતરા ની ઘંટડી સમાન છે. આ એક ઉદાહરણ પર થી સમજીએ, થોડા સમય પહેલા દેશ ના વડાપ્રધાને જનતા કફર્યુ વિશે જાહેરાત કરી, તો એમાં અમુક વર્ગના (નકારાત્મક) લોકોએ એનો બહિષ્કાર કર્યો અને આવું ન કરવાનું નિશ્ચય કર્યો, સામે બીજા વર્ગના (હકારાત્મક) લોકોએ વડાપ્રધાન ના જાહેરાત ને સાચી ઠેરવવા પોતાના મંતવ્યો રજૂ કર્યા અને એની અસર એવી થઈ કે સાંજ ના 5 વાગ્યે જાણે આપણે જંગ જીતી ગયા હોય તેમ બધા રસ્તા પર ઉતરી આવ્યા. હવે તમે જ વિચાર કરી જોવો આમાં કોને સાચો અને કોને ખોટો સમજવો. સમાજ ના લોકો હંમેશા નકારાત્મક વિચાર કરતા લોકો નો જ બહિષ્કાર કરે છે, પણ જ્યાં સુધી મારો વિચાર છે ત્યાં સુધી વધારે પડતા હકારાત્મક વિચાર ભી સમાજ માટે શ્રાપ સમાન છે.

આજના યુગ માં ઈન્ટરનેટ એક એવું માધ્યમ બની ગયું છે, જેમાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ 'શેર' કરી શકે છે. એનો અર્થ એવો જરાય નથી કે એવી વાતો રજૂ કરો જે સમાજ માં અરાજકતા ફેલાવે. અમુક વર્ગ ના એવા ભી મેસેજ ફરતા થયા છે, અમારો સમાજ ઉંચો અને અમારા લોકો ઉંચા. ઉદાહરણ તરીકે, ખેડૂત આવા સમયે પણ ખેતી કરતો રહે છે એને બિરદાવવો જોઈએ. ખેડૂતપુત્ર હોવાના લીધે મને પણ એમાં ગર્વ લેવા જેવી બાબત જણાઈ પણ શું બીજા વર્ગ ના લોકો આ વિકટ સ્થિતિ નો સામનો નથી કરી રહ્યા. સૌથી પહેલા આપણે માનવ છીએ. ધર્મ, જ્ઞાતિ, રંગ, અમીર-ગરીબ પછી ની વસ્તુ છે. આવા સમયે બધા ધર્મ ના અને બધા જ્ઞાતિ ના લોકો એ સમાજ ને ઉપયોગી નીવડે એવી નીતિ અપનાવવાની જરૂર છે. કેમ કે મારું માનવું છે કે માનવ ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે. જ્યારે આપણે કોરોના વિરુદ્ધ ની આ જંગ માં જીતશું ત્યારે એ કોઈ એક વર્ગ કે સમાજ નો વિજય નહીં પરંતુ સમગ્ર માનવજાતિ નો વિજય હશે. તેમજ હારશું તો એ સમગ્ર માનવજાતિ ની હાર હશે.

એક પક્ષ એવો ભી છે, કે જે પોતાના વ્યવસાય/રોજગાર ઉપર ગર્વ લે છે અને લેવો ભી જોઈએ પણ એનો અર્થ એવો જરાય નથી કે તમે બીજાના વ્યવસાય/રોજગાર કરતાં ચડિયાતા છો. જે ખરેખર સમાજ ને કામ આવે છે એવા અમુક વર્ગ સોશિયલ મીડિયા પર પોતાનું 'સેલ્ફ માર્કેટિંગ' પણ નથી કરી શકતા. અત્યારે અને હાલ ની સ્થિતિ જોતા આ દુનિયા માં ફક્ત 2 વિભાજન જ પડવા જોઈએ, એક સમાજ ના હિતમાં પોતાની ફરજ બજાવતા લોકો અને બીજા સમાજ ના વિરોધ માં કાર્ય કરતા લોકો. બીજા સમાજ ના લોકો ની આ સમાજ ને જરૂર નથી પણ આશા રાખું છું કે એ લોકો પણ સમય આવ્યે સમાજ ના હિત માં પોતાનું યોગદાન આપે. પહેલા સમાજ ના લોકો ની હાલ માં ખૂબ જ જરૂર છે, પછી તે કોઈ પણ ધર્મ કે જ્ઞાતિ નો વ્યક્તિ હોઈ, પછી તે ભલે અમીર હોઈ કે ગરીબ હોઈ, પછી તે ભલે સ્ત્રી હોઈ કે પુરુષ હોઈ, પછી તે ભલે કાળા હોઈ કે ગોરા હોઈ, પછી તે ભલે ડોક્ટર હોઈ, નર્સ હોઈ, એન્જિનિયર હોઈ, ખેડૂત વગેરે હોઈ. અને અંત માં ઘરમાં પણ તે ગમે તે હોઈ, ગૃહિણી હોઈ, કે પછી વડીલ હોઈ, કે પછી બાળકો હોઈ. સમાજ ને અત્યારે આ બધા લોકોના યોગદાન ની જરૂર છે તેમજ આ તમામ લોકોને સમાજને વિભાજીત કરતાં તત્ત્વો થી ઉપર થઈને વિચારવું પડશે તો અને તો જ આપણે આવા કપરા સમય માં ફતેહ હાંસલ કરીશું.

ખેર, આ તો મારા વિચાર છે. આપ મારા વિચારો થી સંમત હો એવું જરૂરી નથી પણ આશા રાખીશ કે મારા વિચાર પર એક વાર વિચાર જરૂર થી કરજો.

દુનિયારૂપી આ સમાજ નો ચિંતક,

લી. અનિલ પટેલ (બની)