The turn of destiny - 5 in Gujarati Fiction Stories by Kiran books and stories PDF | નસીબ નો વળાંક - 5

The Author
Featured Books
Categories
Share

નસીબ નો વળાંક - 5

"ખુલાસો"

નદીએ કપડાં ધોવા ગયેલી માલધારણ રાજલ જ્યારે પાછી નેહડે આવે છે ત્યારે અનુરાધા ને પેલા નાનકડા ઘેટાં નાં બચ્ચાં ને રમાડતા જોઈ પોતે રડવા લાગે છે. રાજલ ને રડતા જોઈ સુનંદા એના રડવાનું કારણ પૂછે છે.... ચાલો જોઈએ રાજલ શું ખુલાસો કરે છે.

હવે આગળ,

રાજલ રડતાં રડતાં હજુ ખુલાસો કરવા આગળ વધે એ પહેલાં ત્યાં માલધારી પણ માલ નાં ધણ (ઘેટાં બકરાં)ને લઈને આવી ગયો અને બૂમ પાડી કહેવા લાગ્યો,' ચાલો હવે, આ ધણ ને એની જગ્યાએ ભરતી કરવામાં મદદ કરો અને જલ્દી મારું ભાથું તૈયાર કરો.... હજુ ત્યાં થોડો માલ ચરે છે.. એને લેવા જવું પડશે એટલે થોડી ઉતાવળ રાખજો!!!'

ધણી નો આવો આદેશ સાંભળી પતિવ્રતા સ્ત્રી રાજલ પોતાના આંખોની પાંપણ સુધી પાછા ફરેલા આસુ ફટાફટ લૂછી માલધારી ને એની જાણ સુધ્ધા ન થાય એ માટે ફટાફટ આમતેમ નજર કરી ચરી ને આવેલા ઘેટાં બકરાં ની સારસંભાળ લેવા જતી રહી. બન્ને દંપતી ને કામમાં વ્યસ્ત જોઈ સુનંદા એ રડવાનું કારણ પછી પૂછી લઈશ એવું વિચારી માંડી વાળ્યું અને કપડાં સૂકવવા લાગી.

ઘેટાં બકરાં ને સાચવી ને રાજલ પતિ ને મોડું નાં થાય એ માટે ફટાફટ બપોર નું ભોજન બનાવવા લાગી. આમ રાજલ ને આવી રીતે પત્નિધર્મ નિભાવતા જોઈ સુનંદા ને પોતાની સ્વર્ગસ્થ માં શ્યામા ની યાદ આવી જાય છે અને એની આંખો માં કરુણ ઝરણું વહેવા માંડે છે. પણ પછી અચાનક રાજલ ને એકલી રાંધતા જોઈ પોતે એની પાસે જઈને બેસી જાય છે અને કહે છે કે' હું કંઈ મદદ કરું માડી??'

રાજલ ને આમેય મોડું થઇ રહ્યું હતું એટલે એણે શાક કરવા માટે શાકભાજી ધોવાનું કહ્યું અને બીજું જીણા મોટું કામ પણ ચીંધ્યું.. આમ હવે ભોજન બની ગયું એટલે બધા એ જમ્યું અને ત્યારબાદ માલધારી દેવાયત ઘેટાં બકરાં ને લેવા જતો રહ્યો.

હવે અચાનક અનુરાધા ને વિચાર આવે છે કે પોતે બન્ને બહેનો તો માત્ર અહી આ દંપતી નો આભાર માનવા માટે એના આવવાની રાહ જોતા હતા, પણ આજે તો આખો દિવસ આમ ને આમ જ જતો રહ્યો. પોતાના મનમાં ઉદભવેલા આવા સવાલો એણે સુનંદા ને જણાવ્યાં ત્યારે સુનંદા એ પણ કહ્યું કે એ તો મગજ માંથી જ નીકળી ગયું. અને વળી હવે તો હમણાં સાંજ થઇ જશે તો હવે જંગલ માંથી બહાર કેમ નિકળશું?? આપણે હાલ જ આ દંપતી નો આભાર માની નીકળી જવું હિતાવહ રહેશે!!'

આવું વિચારી બન્ને બહેનો રાજલ પાસે આવી પોતાની વાત જણાવતાં કહે છે કે,' માડી!! તમે અમને આમ અજાણ્યા હોવા છતાં આશરો આપી રાતવાસો કરાવ્યો એના માટે અમે તમારા ઋણી છીએ!! તમારું ભગવાન સારું કરશે!! માડી તો હવે અમે તમારા ઉપર વધુ બોજ બનવા નઈ માગતા!! એટલે હવે અમે અહી થી જવા રજા લેવા આવ્યા છીએ.

સુનંદા ની આમ અચાનક જવાની વાત સાંભળી રાજલ તો જાણે સ્તબ્ધ થઈ ગઈ હોય તેમ એકી નજરે એની સામુ જોવા લાગી. પછી અધીરાઈ થી બોલી,' આટલી ઉતાવળ શું છે બેટા તમારે?? નિરાતે જતી રહેજો ને!! આમેય અત્યારે તો ખૂબ મોડું થઈ ગયું છે અને વળી અત્યારે માલધારી (દેવાયત) પણ હાજર નથી. અને જો તમે આમ એમની રજા વગર જતા રહેશો તો એ મને વઢશે!! એટલે એક કામ કરો આજનો દિવસ અહી રોકાય જાવ. સાંજે માલધારી આવે ત્યારે ભેગા બેસી કંઇક રસ્તો શોધી કાઢશુ.

રાજલ ની આવી દયા ભાવના સભર વાણી સાંભળી બન્ને બહેનો એ આજની રાત આ માલધારી દંપતી નાં નેહડે જ રોકાવાનું નક્કી કર્યું.

હવે સાંજે માલધારી માલ(પશુ ધન)ને ચરાવી ને નેહડે પાછો આવ્યો. બધાં એ જોડે વાળું (રાત નું ભોજન)લીધું. ત્યારબાદ બધું કામ પતાવી નેહડા ની બહાર બે ખાટલા પાથરેલા જેમાં એક ખાટલા ઉપર બન્ને દંપતી બેઠેલા અને બીજા ખાટલે બન્ને બહેનો બેઠી હતી. ખાટલા થી થોડે દૂર એક દીવો પ્રગટાવ્યો હતો જેથી ઉજાશ મળી શકે.

રાત નો સમય એટલે વાતાવરણ માં સાવ નીરવ શાંતિ છવાયેલી હતી. આઠમ નો ચંદ્રમા પણ અડધો દેખાય રહ્યો હતો... એકદમ ઠંડો અને મધુર પવન લેહરાય રહ્યો હતો... વાતાવરણ એકદમ ઠંડુ અને શુદ્ધ હતું.... તિમરા ઓ નો અવાજ પણ પવન નાં વેગ સાથે અથડાય ને એકદમ બારીક આવી રહ્યો હતો... આકાશ એકદમ ટમકતા તારલાઓ થી ભરચક હતું.... આવા એકદમ નૈસર્ગિક રાત્રિ નાં માહોલ ને બન્ને બહેનો અને માલધારી દંપતી માણી રહ્યા હતા. જો કે માલધારી દંપતી ને તો એની ટેવ હતી જ!! પણ, બન્ને બહેનો માટે આ બધું સાવ નવું જ હતું!! એટલે એ બન્ને તો આવા તાજગી ભર્યાં વાતાવરણ ને એકદમ આધીન રહીને માણી રહી હતી.

વળી, અનુરાધા ને તો નાનપણ થી જ રાત્રિ નાં તારલાઓ સંગે પેલા અપૂર્વ તેજસ્વી ચંદ્રમા થી ભરેલું ગગન નિહાળવું બહુ ગમતું. એટલે અનુરાધા તો ખાટલે બેઠા બેઠા પોતાની નાનપણ ની આદત ની માફક ઉપર આકાશ માં ટમટમતા તારલા ને આંગળી ના ટેરવા વડે ગણી રહી હતી. અનુ ને આમ એકલા એકલા તારાઓ ને ગણતા અને મનમાં બબડતા જોઈ રાજલ થી બોલી જવાયું, અરે સાંભળો ને!!! આપણી લાડલી ને પણ આમ જ તારા ગણવાની ટેવ હતી ખબર?? એના જેવી જ આ અનુરાધા લાગે નઈ??' આમ અચાનક અધીરાઈ થી રાજલ થી આટલું બોલાય તો ગયું, પણ, આટલું બોલી ને અચાનક તેને ભાન આવ્યું કે એને એ વાત કહેવા ની નહતી. આથી આટલું બોલી એ અટકી ગઈ.

સુનંદા એ તો જાણે રાજલ ની વાતો નાં એક એક શબ્દ ઝડપથી પકડી લીધા હોય એમ તરત જ પૂછવા લાગી,' હે માડી!! આ તમારી લાડલી કોણ?? અને તમે આમ એની વાત કરતાં કરતાં કેમ અટકી ગયા?? અને એ અત્યારે ક્યાં છે??

સુનંદા નાં અચાનક આવા સવાલો ના ઘટસ્ફોટ થી રાજલ અને દેવાયત બન્ને જાણે કે પોતાની ચોરી પકડાઈ ગઈ હોય અને જાણે કે પોતે કંઇક છુપાવી રહ્યા હોય એમ એકબીજા સામુ જોઈ પછી નીચે માથું કરી ને બેસી ગયાં. આમ બન્ને જણ નો આવો સ્વભાવ જોઈ અનુરાધા થી નાં રહેવાયું એણે તરત જ કહ્યું,' માડી!! હવે તો નક્કી તમે કંઇક છુપાવો છો અમારા થી તમે કહો તો ખરા શું વાત છે??'

સુનંદા પણ અનુ ની વાતો માં હામી ભરી ને બોલવા લાગી હા માડી, બપોરે પણ તમે રડતાં હતાં અને કશું કહેવા માંગતા હતા પણ પછી કામમાં બધું વિસરાય ગયું. તો હવે તો તમારે કહેવું જ પડશે.!!!!'

બન્ને બહેનો ની વાત જાણવા માટે ની આવી આતુરતા જોઈ રાજલ કહેવા લાગી,' બેટા, આ વાત અમે બન્ને જણ છુપાવી ને રાખવા નાં હતા. પણ મારાથી જ નાં રહેવાયું અને બધું સામે આવી ગયું...' આટલું કહી રાજલે દેવાયત સામુ નિખાલસ નજર થી જોયું અને પછી બન્ને બહેનો ને માંડી ને વાત કરતા કહ્યું કે,' બેટા મારે પણ એક ફૂલ જેવી દિકરી હતી.. એનું નામ પ્રેમા હતું. એ એકદમ આ અનુરાધા જેવી જ લાગતી હતી... એની ઘણી ટેવ આના જેવી જ હતી!!! ખૂબ જ હેતાળ અને સમજુ હતી.. સાથોસાથ થોડીક ચંચળ પણ હતી..... પણ બેટા એક દિવસ.....' આટલું કહી રાજલ જાણે કે પોતાના પાંપણ સુધી પોહોંચી ગયેલા ઝાકળ નાં ટીપાં સમાં આસુ ને રોકી રહી હોય તેમ અટકી ગઈ....

હવે આગળ રાજલ નો પોતાની દીકરી પ્રેમા વિશે નો ખુલાસો શું હશે??? એ ક્યાં દિવસ ની વાત કરતી હશે?? અને એ દિવસે વળી શું થયું હશે??? અને આ બધા ખુલાસા પાછળ શું કારણ હોઈ શકે?? અને વળી સવાર પડતા સુનંદા અને અનુરાધા બન્ને બહેનો નેહડે થી જતી રહેશે કે કેમ???


જાણો આવતાં..... ભાગ-૬.... માં