See you again - Chapter-15 in Gujarati Fiction Stories by Vijay Khunt Alagari books and stories PDF | ફરી મળીશુ - પ્રકરણ-15

Featured Books
Categories
Share

ફરી મળીશુ - પ્રકરણ-15

· શ્યામ મીરાની અંતિમ મુલાકાત,

અચાનક એક દિવસ મીરાનો કોલ આવ્યો કે, આજે સાથે ડિનરની ઇરછા છે.

શ્યામને પણ પેલા જેવી લાગણી કે આકર્ષણ હતુ નહિ એટલે હા કહ્યુ.

મીરાના ચહેરા પરનુ નુર હણાઇ ગયુ હતુ. જાણે એવુ લાગતુ હતુ કે તેને સતત આરામની જરુર છે તો આ તરફ શ્યામની હાલત પણ કઇક એવી જ હતી. તેની ઓળખ સમી સ્માઇલ જે ક્યારેક જ આવતી હતી અને પરફેક્ટ બનીને રહેવા વાળો આજે સાદા કપડામાં સામાન્ય વ્યક્તિ હોય એવો બનીને આવ્યો હતો. બન્નેને એકબીજાની ખોટ કેટલી હદે વર્તાતી હશે એ તો ખબર પડી જ ગઈ છે. શ્યામ આજ પણ આવી ચેર પાસે ઉભો રહિ જાય છે. મીરાને ચેર પર બેસાડીને એ સામેની ચેર પર બેસે છે. ઓર્ડર આપે છે. વાતનો દોર આગળ ચાલે છે.

મીરા વાતની શરુઆત કરતા કહે છે, શ્યામ હજી હુ તારી પાસે માત્ર અને માત્ર તારા પ્રેમની અપેક્ષા રાખુ છુ. તુ પણ જોતો હોઇશ અને તુ પણ ઘણી વાર અહિ હોય છે અને મને એ પણ ખબર છે કે, તારી માનસીક હાલત ખરાબ છે.

શ્યામ કહે છે, હવે મોડુ થઇ ગયુ છે.

હુ તને એમ ક્યા કઉ છુ કે તુ મારો બની જા. બસ તારા પ્રેમનો એક અંશ જોઇએ એના માટે યાચના કરૂ છું. મીરાએ કહ્યુ

શ્યામ થોડો ગુસ્સામાં બોલ્યો મે તને કેટલી વાર સમજાવી કે હુ હવે સગાઇ કરી ચુક્યો છુ. હુ કોઇ સાથે વિશ્વાસઘાત તો ન જ કરી શકુ

મીરા હજી મનાવવા મથી રહિ હતી એટલે કહ્યુ મે તને પ્રેમ કર્યો એ પહેલા આપણે દોસ્ત હતા. એ સંબંધ તો તુ રાખી શકે ને ?

શ્યામે ચેતવણી આપતા કહ્યુ, હુ તો નિભાવિશ પણ તુ તારી મર્યાદા માં રહી શકીશ?

મીરાએ સરપ્રાઇઝ આપતા કહ્યુ હવે હુ સ્વીડન સ્થાયિ થવા જઇ રહિ છુ. એટલે હા

શ્યામ એક પળ તો જોઇ જ રહ્યો અને મોં માથી ઉદગારો નિકળવા જ લાગ્યા શુ ? કેમ ?

મીરા એ જ ભાવથી કહે છે, બસ ત્યા બિઝનસ નુ સેટ અપ છે અને ત્યા જઇ ને તને મનથી તો મળી શકિશ.

શ્યામ કન્ફયુઝડ થતા બોલ્યો મીરા તને સાચુ જણાવુ તો હુ કન્ફ્યુક્ઝ છુ.

મીરા શ્યામને મનાવતા કહે છે, તારે કન્ફ્યુઝ થવાની જરુર નથી. આ બધુ પહેલાથી જ નક્કિ હતુ. હુ તારા લીધે જાવ છુ એવુ નથી. હુ તારા લગ્નજીવનને ક્યારેય નુકશાન પહોચાડવા માંગતી નથી. હુ એટલુ જ ઇરછુ છુ કે તુ મારા કોન્ટેક્ટમા હો તો મને સારૂ લાગે. મને આમ પણ કોઇ મારે લાયક મળે એવુ લાગતુ નથી. આપણે બીજાની જેમ નથી કરવાનુ કે તારા કે મારા લગ્ન થાય એટલે આપણી વચ્ચે પુરુ એટલુ આયુષ્ય તો પ્રેમ નુ ન હોઇ શકે.

શ્યામ કહે છે, તુ તારે લાયક કોઇને ગણતી નથી. તને સારા સારા ટેલેન્ટેડ અને કરોડપતિ હેન્ડસમ છોકરાઓ જોવા આવે એને તુ ના કહે છો. હવે તારી પાસે આની સિવાય તો કોઇ વિકલ્પ હોઇ તો કે ?

મીરાએ શ્યામને દિલાસો આપતા કહ્યુ જરુરી છે કે લગ્ન થાય તો જ જીંદગી જીવી શકાય હુ તો એમા નથી માનતી. છતા મને જોઇએ એવો છોકરો મળે તો હુ હા કઇ દઇશ.

શ્યામ હાશકારા સાથે બોલ્યો સારૂ તો તો

બન્ને ડિનર પુરુ કરીને બહાર નીકળે છે. આજે શ્યામના મનમાં થોડો રોષ હતો, તે થોડો ઓછો થયો હતો. બન્ને શ્યામની ગાડી પાસે ઉભા રહે છે. સામે સુરતનો વિશાળ દરીયા કિનારો એક તરફ અંધકાર વચ્ચે આજે પુનમ હશે એવો મોટો ચંદ્રમાં. જેની રોશનીથી દરીયા મોજા સ્પષ્ટ દેખાતા હતા. હોટેલની બાજુમાં સ્ટ્રીટ લાઈટ અને સીરીઝનુ ડેકોરેશન. સાંજના સમયે લગભગ અહિ અવર જવર નહિવત જ હોય છે.

મીરા અને શ્યામ બન્ને પોતાની ગાડિ પાસે આવીને ઉભા રહે છે. મીરા અને શ્યામ આમ તો દર વખતે ડિનર કરીને ગાડિ પાસે બેસીને મોડે સુધી ગપાટા મારતા હતા. આજે પણ એ નિયમ જાળવી રાખવા માંગતા હતા. બને શ્યામની ગાડિ પાસે આવીને ઉભા રહ્યા.

શ્યામ મીરાને કહે છે, હુ મીરા માત્ર એક જ વાતથી કન્ફ્યુઝડ છુ કે, તે જે કારણથી મને ના કહિ એ કારણ જ હોય આપણી બે વચ્ચે એવુ હુ નથી માનતો. તારી કોઇ પણ બીજી મજબુરી હોઇ તો તુ મને કહિ શક્તે પણ ચલ જવા દે એ વાતનો કોઇ મતલબ નથી રહ્યો.

મીરા કઇ બોલવાના મુડમાં ન હતી એટલુ જ બોલી શ્યામ તુ બોલ જે પણ બોલીશ એ હુ સાંભળી લઈશ.

શ્યામ કહે બસ એટલુ જ કહિશ કે, તને જે પ્રેમ કર્યો એ અલગ થવાથી પ્રેમ સહેજ પણ ભુલાઇ એવો નથી. તે પણ મારી જીંદગીમાં મને ખુબ જ મદદ કરી. સાચુ કહુ તો મારી બ્લેક એન્ડ વાઇટ જીંદગીને કલર ફુલ બનાવી દિધી. મીરા મારી જિંદગીના દરેક સંઘર્ષમાં બસ તુ મારી સાથે છો એવુ સમજીને જ હુ લડ્યો છુ.

મીરા કહે ના મદદની શરુઆત તો શ્યામ તે કરી હતી. છૂટુ પડવાનુ કારણ પણ હુ બની. બન્ને તરફથી ફોલ્ટમાં તો હુ જ છું.

શ્યામ એ જ સ્વરમાં પાછળ જોડાઇ ગયો, મીરા ફોલ્ટ શોધવા માટે પ્રેમ પણ નહોતો કર્યો.

મીરા હસતા હસતા કહે, તને બોલવામા કોઇ પહોચે જ નહિ.

શ્યામ ફરી એ સ્વરમાં કહે મને પ્રેમમાં પણ કોઇ ન પહોચે એ પણ તને ખબર જ હશે.

મીરા કહે એટલે જ તો કદાચ હુ તારી સામે હારી ગઈ પણ મને ખુબ દુઃખ છે કે, તુ મને ન મળ્યો એટલે જ શ્યામ મને તારી મિત્રતા જોઇએ છીએ.

આજે બન્ને એકદમ હળવા મુડમાં હતા.

શ્યામ કહે મતલબ કે તારે મને મુકવો નથી એમને? મીરા મને પણ તારાથી અલગ રહિને જાણે જીંદગીમાં કઈ બચ્યુ જ ન હોઇ એવુ લાગતુ હતુ પણ સાચુ કહુ તો રાધિકા તારી ખોટ પુરી કરશે. એનામાં એ જ અણનમ પ્રેમ કરવાની તાકાત છે.

મીરા કહે, એવુ તો શુ જોયુ તે રાધિકામાં કે તુ થોડા સમયમાં એની પર મોહિ ગયો.

શ્યામ કહે, સગાઇ પછી પણ હુ પુરેપુરો અપસેટ જ હતો. એ જ સમય દરમ્યાન મને ખુબ જ તાવ આવ્યો. એ દિવસે રાધિકા સવારમાંથી ઘરે આવેલી. બપોરે જમવા આવ્યો અને હુ થોડુ જમીને સુઇ ગયો. મારૂ શરીર તાવથી ધગતુ હતુ. મારા માથામાં સતત દુઃખાવો હતો. મને એમ થયુ કે આવી રીતે હુ બિમાર પડેલો ત્યારે મીરા મને હોસ્પિટલમાં લઇ ગઇ હતી. આંખો બંધ કરીને મનમાં વિચારતો હતો. ત્યા જ મારા માથા પર એક હાથ ફર્યો એ સ્પર્શથી મને બહુ સારૂ લાગ્યુ. જાણે પ્રેમ અને સ્નેહથી તરબોળ હાથ મારા માથા પર ફર્યો. એ હાથ રાધિકાનો હતો. એના ખોળામાં માથુ રાખીને માથુ દબાવતી હતી. મને ક્યારે ઉંઘ આવી ગઈ ખબર જ ન પડી. જ્યારે હુ જાગ્યો ત્યારે બે કલાક ઉપર થયુ હતુ પણ છતા એ સ્પર્શ અને એના જ ખોળામાં માથુ હતુ. હુ સફાળો ઉભો થઈ ગયો અને કહ્યુ રાધિકા તુ થાકિ ગઈ હશે. સોરી મને ઉંઘ આવી ગઈ મને ખબર પણ ન પડી. તુ જા આરામ કર.

ત્યારે રાધિકાએ કહ્યુ કે પોતાના પ્રેમીને પ્રેમ કરતા સ્નેહ કરતા કોઇ થાકે ક્યારેય ? બસ ત્યારે મને એવુ જ લાગ્યુ કે જીંદગીમાં એકબીજાની કમી પુરી કરવા કોઇક ને કોઇક તો ઇશ્વર મોકલે છે.

મીરા કહે, તુ માણસ એ પ્રકારનો છે કે તને ખરાબમાં પણ સારુ શોધવાની ટેવ છે અને એટલે જ તને લોકો અપાર પ્રેમ કરે છે.

શ્યામ કહે, એ પણ સાચુ જ છે માણસ સારો હોય તો બધા એને પ્રેમ કરે અને ખરાબ હોય તો બધા નફરત કરે તો, સારુ જ થવાય ને

કલાકો સુધી મીરા અને શ્યામ વાતો કરતા હોય છે. રસ્તાઓ પણ હવે સુમસામ થઇ ગયા હતા.ખુબ ઓછી અવર જવર થઈ ગઈ હતી. સમયનુ ભાન થતા જ અચાનક જ શ્યામ કહે છે, ખુબ મોડુ થઇ ગયુ છે, ચાલ હવે જઈએ.

મીરા કહે, હા આજે અંતિમ મુલાકાત હતી પણ શ્યામ થેન્ક્સ કે તુ અહિ આવ્યો.

શ્યામ કહે અંતિમ મુલાકાત નથી. તુ મારાથી અલગ નથી થઈ એવુ લાગે છે. કેમ કે એક પણ દિવસ એવો નથી કે તે મને હેરાન ન કર્યો હોય, પ્રોમિસ કરુ છુ કે ફરી મળીશુ.

મીરા શ્યામને કહેછે, પ્રેમના મુળીયા તો બહુ ઉંડા હોય શ્યામ

શ્યામ હસતા હસતા કહે છે, તુ હવે સ્વીડનમાં રહિ, મને હેરાન નહિ કરતી

મીરા શ્યામના હોઠ પર તસતુ તસતુ ચુંબન ચોપડિ દે છે અને કહે છે, હેરાન તો કરીશ જ

શ્યામ અચાનક જ ડઘાઇ જાય છે. અરે આ શુ મીરા ?

મીરા કહે આ મારા તરફથી ગિફ્ટ જોરજોરથી હસવા લાગે છે.

શ્યામ પણ એક ક્ષણ બધુ ભુલી એને બાથમાં પકડી લે છે અને કહે છે, તુ વધુ પડતી શરારતી બની ગઈ છે. હજી તારે શુભેરછા આપવાની બાકી છે. એમ કહિને ફરી હોઠ પર હોઠ લગાવી દિધા.

થોડીવાર પછિ મીરા શ્યામને હળવેથી ધક્કો મારતા કહે, છોડી દે મને, મારે ઘરે જવુ છે.

શ્યામ કહે છે, છોડી જ દિધી છે, મે ક્યા તને પકડી છે?

અચાનક જ મીરાની આંખમાં આંસુ આવી જાય છે અને કહે છે, શ્યામ કદાચ આજે તુ જે અચકાઇ રહ્યો છે. એ મારા લીધે મારા પર તારો સમ્પુર્ણ અધિકાર છે.

શ્યામ મીરાના આંસુ લુછતા કહે છે, ના મીરા મને તારી પ્રત્યે સહેજ પણ ગુસ્સો નથી. આજે તારી સાથે સમય વિતાવીને મને ખુબ સારુ લાગ્યુ.એ કદાચ જીવનનુ અમુલ્ય સંભારણુ બનીને રહેશે.

મીરા શ્યામના ગાલ પર હાથ ફેરવતા કહે છે, શ્યામ મારી પ્રત્યે જે લાગણી અને પ્રેમને તારે દફનાવીને એક નવી શરુઆત કરવી પડી એ તારા માટે કેટલુ અઘરુ હશે એ પણ મને ખ્યાલ છે.

શ્યામ મીરા નો હાથ પકડી ને કહે છે, કમ ઓન મીરા એ બધુ હુ ભુલી ગયો, તુ પણ ભુલી જા જે ને. એક નવી શરુઆત કરીએ

મીરા ફરી બોલતી જાય છે, શ્યામ એ ગમનો શુ મતબલ જેમાં તારી કમી હોય, એ ખુશીનો પણ હવે તો શુ મતલબ જેમા તારી કમી હોય

મીરા અને શ્યામ પોતાની ગાડીની દિશામાં ચાલવા લાગે છે.

શ્યામ મીરા તરફ જોઇને કહે છે, મીરા (મીરા પાછળ જોવે છે) યાદ તો તારી પણ બહુ આવશે પણ આ મુલાકાત અંતિમ નથી આપણે ફરી મળીશુ.

મીરા દોડીને શ્યામને બાથ ભરી જાય છે, બન્ને રડતા હતા. ઘણા જ સમય સુધી એકબીજાને બથ ભરી જાણે ઘણા સમયનો પ્રેમ આપતા હોય એવુ લાગતુ હતુ. શ્યામની આંખો પણ ભીની થઈ જાય છે.

શ્યામ મીરાને હાથમાં હાથ નાખી ગાડી સુધી લઈ જાય છે અને ગાડીમાં બેસાડીને શ્યામ તેની ગાડીમાં બેસીને તેના ઘર તરફ નીકળી જાય છે.

શ્યામ પણ હજુ રડતો હતો પણ હવે મન પણ થોડુ હળવુ થઈ ગયુ હતુ. મીરા પ્રત્યે મનમાં નફરત હતી એ બધી આંસુ સાથે બહાર નીકળી ગઈ હતી.

આમ પણ આપણે જેને પ્રેમ કરીએ એની પ્રત્યે મનમાં નફરત થવા લાગે પણ આ નફરત દિલમાં રાખીએ ત્યા સુધી આપણને ચેન ન પડે પણ જ્યારે એ નફરત ઢાલવી અને એ વ્યક્તિ પ્રત્યે પ્રેમ ભરી દઈએ ફરીથી મનને પણ શાંતિ થઈ જશે.

એક સારી શરુઆત વિંધી નાખે છે અનેક અપવાદ અને એક સાચી મુલાકાત ભાંગી નાખે છે મનનાં બધા વિખવાદ

ગાડી ચલાવતો ઘરે જતો હતો. એ જુના વિચારમાં ડુબી ગયો. એક વાર લોંગ ડ્રાઇવ પર સાપુતારા ગયા હતા. ત્યા વરસાદ અને સતત ઠંડિમાં એક જગ્યાએ મક્કાઇ ખાવા ઉભા રહ્યા. ત્યા કોલેજીયન છોકરા- છોકરીઓ મસ્તી કરતા હતા.

એક છોકરીએ એના બોયફ્રેન્ડને એવુ કહ્યુ કે, આ મકાઇ જેની ઉપર શેકાય એ કોલસા હાથ લઇ લે તો તારો પ્રેમ સાચો માનુ હુ. અમે બન્ને એ બધુ જોતા હતા.

પેલો છોકરો ચિંતામાં પડી ગયો.

મીરાએ એવુ કહ્યુ કે,પ્રેમ સાબિત કરવા માટે કઈ પણ કરવુ પડે?

મે એવુ પુછ્યુ સાચે જ એવુ હોય ?

મીરાએ કહ્યુ હા એવુ જ હોય

મે નક્કિ કર્યુ કે હુ પણ મારો પ્રેમ સાબિત કરીશ. હજી તો કોઇ કઇ બોલે કે જોવે એ પહેલા જે કોલસા મારા હાથમાં પકડી લીધા.

મીરાના મનમાં જે ફાળ પડી. એ તો જોર જોરથી રડવા લાગી મને બે ત્રણ તમાચા મારી દિધા. આમ તો એ પહેલેથી છુટા હાથની હતી. મારી ઉપર જેટલી વાર ગુસ્સે થાય એટલી વાર મને થપ્પડ પડતી પણ એ થપ્પડ પ્રેમથી ભરપુર હોય.

મે કહ્યુ સોરી યાર. આખી ટુરમાં એ છેક સુધી રડી. મે વારંવાર માફિ માંગી. અંતે સાપુતારાથી ધરમપુરવાળા રસ્તા પર એક સુંદર જગ્યાએ ગાડી ઉભી રાખી.

હુ બહાર નિકળ્યો અને ગુસ્સામાં કહેવા લાગ્યો બહાર નીકળ નીચે ઉતર.

એ તો મારુ આ વર્તન જોઇ ડરી ગઈ. એ તો ડરતી ડરતી બહાર નિકળી. મે એને કિધુ ચાલ મારી સાથે એ છુપછાપ એ તો ડરતી ડરતી ઉતરી ગઇ.

મે એનો હાથ પકડયો.બહાર લાવીને સુંદર વાતાવરણ ઉંડી ખીણ અને તેમા હરીયાળી પાસે ઉભી રાખી.

જો મીરા હુ તને એટલો પ્રેમ કરુ છુ કે તુ એમ કહિ દે કે શ્યામ અહિથી કુદિ જા તો હુ કુદિ જઈશ.

એ રડતી રડતી મને ભેટી ગઈ

મે એને કહ્યુ બસ મીરા મને તારાથી અલગ ક્યારેય નહિ કરતી. તુ મળી ત્યાથી આજ સુધીમાં મે તારાથી અલગ રહેવાની ક્યારેય કલ્પના નથી કરી.

એ મારાથી અલગ થઇને મારી સામે જ જોયા કરતી હતી. મૌન હતી પણ એ મૌન ઘણુ બધુ કહિ દેતા હતા.

પણ મૌન તોડીને મને કહ્યુ શ્યામ તુ પાગલ છે, હુ મારા પ્રેમની કસોટી કોઇ દિવસ આવી રીતે લઈ શકુ ખરી ?

મે હસતા હસતા કહ્યુ કે કઈ રીતે કસોટી લઈશ?

મીરાએ કહ્યુ એ સસ્પેન્શ છે

આવો અમારો બન્ને નો પ્રેમ હતો. એ પ્રેમનો અંત તો ક્યારેય નહિ આવે. એ સાચો પ્રેમ હતો લગ્ન થાય કે ન થાય પણ પ્રેમ તો કાયમ રહેશે જ સસ્પેન્શ આજ ખુલ્યુ હોય એવુ નથી લાગતુ?

આવા વિચારોના વમળમાં હજુ શ્યામ ઘેરાયેલો હતો. ચાલુ ગાડીએ રાધિકાનો ફોન આવ્યો પણ લાંબી વાત ન કરી શક્યો.

આજે ઘરે આવીને ફ્રેશ થઇને સુવા જાય છે. એ મીઠી યાદો સાથે ક્યારે ઉંઘ આવી જાય એ પણ ખબર નથી પડતી.સવારે શ્યામ તૈયાર થઈ નાસ્તા માટે આવે છે. પપ્પાની બાજુમાં ડાઇનીંગ ચેર પર બેસી જાય છે.