પ્રકરણ- બારમું/૧૨
હસતાં હસતાં વનરાજ બોલ્યો,
‘લાલસિંગ જૈસે કમીને આદમી સે સત્તર લાખ એંઠ કે ભી કાટને કા કામ સિર્ફ નિરજ વર્મા નામ કા કુત્તા હી કર શકતા હૈ.’
હસતાં હસતાં નિરજ બોલ્યો,
‘આપ કી દયા હૈ માલિક આગે ભી ઐસી કોઈ હડ્ડીયા હો તો ડાલતે રહેના, ખર્ચા પાણી નિકલતા રહેગા. ઠીક હૈ મેં ફોન રખતા હું.’
એ પછી વનરાજે કોલ લગાવ્યો તરુણાને.
રાત્રીના સાડા અગિયાર જેવો સમય થયો હશે. તરુણા તેના આગલા શિકાર માટે તેના શાતિર દિમાગમાં શતરંજની મજબુત જાળ ગુંથી રહી હતી.
‘બોલો, વનરાજ ભાઈ.’
‘જાનવરના ડોકટરની વ્યવસ્થા કરી રાખજો, લાલસિંગની હાલત હડકાયા કુતરા જેવી થઇ ગઈ હશે. નિરજ એ દિલ્હી બેઠાં બેઠાં બટકું ભરીને આપણું મિશન પૂરું કર્યાનું કન્ફર્મેશન, કોલ કરીને આપી દીધું છે. બોલો હવે,’
‘અરે વાહ, ટૂંકમાં નિરજે આપણી ચાલ અને ગાઈડલાઈન મુજબ લાકડાંની તલવારે લાલસિંગને ચાર પગે કરી દીધો ખરો. હવે લાલસિંગ કોને કોને કરડે છે એ જોવાનું રહ્યું એમ ને ? બોલતા બોલતા તરુણા રૂમમાંથી ઓસરીમાં આવીને પગથિયે બેસી ગઈ.
‘એ ભસવાની કેટેગરીમાં છે, કરડવાની નહીં.’ એમ બોલતા વનરાજ અટ્ટહાસ્ય કરવા લાગ્યો
‘અરે..પેલા કામ માટે તમારે કોઈને બહારથી બોલાવવાના છે એ ભાઈ આવી ગયા ?
તરુણાએ પૂછ્યું.
‘એ આવતીકાલે આવી જશે પણ.. મોઢું જરા મોટું ખોલે છે.. એટલે મને એમ થયું કે..’
વનરાજે કહ્યું.
‘એ તમે ચિંતા ન કરો. મને ફક્ત આંકડો આપી દેજો બસ.’
‘ઠીક છે, આવતીકાલે કોલ કરું છું. જય માતાજી.’
‘એ ય ને જય માતાજી.’ એમ કહીને તરુણાએ વાત પૂરી કરી.
કેરમબોર્ડ પર વેરવિખેર કુકરીઓ માંથી કઈ કુકરીને ટાર્ગેટ કરવા માટે ક્યાં એંગલથી સ્ટ્રાઇકરને કેટલા ફોર્સથી ધક્કો મારવાનો છે, રીતે વિચારતી તરુણા તેના નેક્સ્ટ શિકાર માટેની વ્યૂહરચની બ્લ્યુ પ્રિન્ટ તેના માસ્ટર માઈન્ડમાં ચીતરી રહી હતી.
ષડ્યંત્રના શિકારનો શ્રીગણેશ કરવા સૌ પ્રથમ કોલ કર્યો ભૂપતને.
રાતના ૧૨:૩૦ વાગ્યે તરુણાનો કોલ આવતાં ભૂપતે સ્હેજ નવાઈ સાથે કોલ ઉપાડતાં તરુણાએ પૂછ્યું,
‘સેઈફ ઝોનમાં છો ને ?
‘અરે હા.. હા. બોલો બોલો આપણી સરહદમાં જ છું ?
‘શું ખબર લાલસિંગના ? તરુણાએ પૂછ્યું
‘બે દિવસથી કંઈ જબરા ટેન્શનમાં હતાં એવું લાગ્યું. હવે આવતીકાલે મુલાકાત લઉં પછી ખબર પડે.’ ભુપતે જવાબ આપ્યો
‘એક કામ કરોને અત્યારે કોલ કરીને એક કાનખજુરીયા જેવી ખબર તેના કાનમાં નાખી દયો ને. પછી ભલેને સવાર સુધી તરફડીયા મારતો રહે.’ તરુણા બોલી
‘જી બોલો. હમણાં જ ફૂંક મારીને કહી દઉં.’
‘અડધી વાત કરીને, અલ્પવિરામનું મુકવાનું છે. એટલે પછી ભલે વાયડી વાતની વાયુના અપચાનો સનેપાત આખી રાત ચાલુ રહે. હવે શાંતિથી ધ્યાન દઈને સાંભળો મારી વાત.’ તરુણાએ કહ્યું
તરુણાએ ટુ ધ પોઈન્ટ પૂરી વાત ભૂપતને સમજાવી દીધા પછી કહ્યું,
‘શું રીએક્શન આવે છે એ મને કહો પછી. અને આ વાત આપણા બંને વચ્ચે જ રહે તેની ખાસ તકેદારી રાખજો.’
‘જી.’ ભુપતે જવાબ આપીને કોલ કટ કર્યો.
આટલી મોડી રાત્રે ભૂપતનો કોલ આવતાં લાલસિંગને થયું કે નક્કી આ કોઈ નવી ઘોર ખોદવાનો લાગે છે. એવું વિચારતા કોલ ઉપાડતાં બોલ્યા ,
‘હા, બોલ.’
‘એ તમને એમ થશે કે આ ભૂપત ક્યાં મરી ગયો, પણ તમારાં કામની પાછળ પડ્યો છું. ઓલી તમારી વાત સાચી હો.’
હળવેકથી ભુપતે તરુણાની ગોખેલી સ્ક્રિપ્ટ મુજબ પાસાં નાખવાનું શરુ કર્યું.
‘કઈ વાત ?’
‘વિઠ્ઠલ અને ભાનુપ્રતાપ વચ્ચેની ત્રીજી વ્યક્તિની.’
ગેલમાં આવી તેના સાથળ પર હથેળી પછાડતાં લાલસિંગ બોલ્યો.
‘વાહ ભૂપત વાહ ! અંતે તે તળિયું ગોત્યું ખરા એમ ને. કોણ છે એ, કે જેને જીવ વ્હાલો નથી ?
પાંચ સેકંડ પછી ભૂપત બોલ્યો.
‘વનરાજસિંહ’
વનરાજનું નામ કાને પડતાં જ લાલસિંગને ઉધરસ ઉપડી ગઈ. બે મિનીટ પહેલાં માત્રા કરતાં વધારે ભરાયેલી હવાથી ફૂલાઈને ઉંચે ચડવા જતો ફુગ્ગો, ભુપતે તક જોઇને તાકેલી ટાંચણીથી બીજ જ ક્ષણે ફૂસસસસસસસસ....થઈને તેના બે ઈંચના મૂળ સ્વરૂપમાં આવી ગયો.
આખો ગ્લાસ પાણી ગટકાવ્યા પછી ખોંખારો ખાઈને ગળું સાફ કરતાં બોલ્યો.
‘તારી ઇન્ફોર્મેશન ખોટી છે. હું નથી માનતો. કારણ કે સૌથી પહેલાં તો વનરાજને રાજકારણથી સદંતર નફરત છે. અને રહી બીજી મુદ્દાની વાત એ કે મારે અને વનરાજ વચ્ચે શું દુશ્મનાવટ ? અમે આટલા વર્ષોમાં કયારેય એક બીજાની લાઈન ક્રોસ કરી નથી. તો એ મારી સામે બાથ ભીડવા શા માટે તેનો સમય બગાડે ? મારા પંદર વર્ષના રાજકારણની કારકિર્દીમાં વનરાજને હું માંડ બે થી ચાર વાર રૂબરૂ મળ્યો હોઈશ.તને આ વાતનું પગેરું ક્યાંથી મળ્યું ? કોઈ ઠોસ આધાર છે તારી પાસે ?’
‘મારા સાહેબ આ મર્ડર મિસ્ટ્રી જેવી માયાજાળ ગૂંથવા અને ફેલાવવામાં માત્ર એકલા વનરાજનો હાથ નથી. વનરાજને તો મોહરું બનાવવામાં આવ્યો છે તમારી વિરુધ્ધ મોરચો માંડવા વાળા અલસી ખેલાડી તો પડદા પાછળ છે.’
હવે લાલસિંગને સ્હેજ પરસેવો વળવા લાગ્યો. વિઠ્ઠલ અને ભાનુપ્રતાપનું અકલ્પનીય અને અણધાર્યું જોડાણ અને ત્યારબાદ દિલ્હીમાં બેઠાં બેઠાં ચબરાક નિરજ વર્માએ ચતુરાઈથી ચોવીસ કલાકમાં ચોટલી કાપી લીધી. આ બધું વિચારતાં લાલસિંગને થયું કે હવે એવું લાગે છે કે નક્કી આ રમત કોઈ મારી નજીકની વ્યક્તિ જ રમી રહી છે એ તો પાક્કું જ છે.
‘ભૂપત, કોણ છે પડદા પાછળ ?’
‘સાહેબ, આ વાત એટલી ગંભીર છે કે મારું સ્હેજ પણ કયાંય નામ આવ્યું તો મારા ફોટા પર સુખડનો હાર ચડતા વાર નહી લાગે. વનરાજ, વિઠ્ઠલ, ભાનુપ્રતાપ અને આ ચોથી વ્યક્તિ. મારા પડછાયાની પણ ગંધ આવી તો આ રાક્ષસો એક સેકન્ડમાં મારો કોળીયો કરી જાય એમ છે. એટલે બાકીની વાત ફોન પર નહી કરું. હું કાલે સવારે બંગલે આવીને તમને રૂબરૂ બધી વાત કરીશ.’
આટલું બોલીને ભુપતે આસ્તેકથી પોદળામાં સાંઠીક્ડું ભરવી દીધું.
‘અરે.. ભૂપત.તું મરદ માણહ થઈને આટલો શાનો બીવે છે ? હું અને રણદીપ બેય બેઠાં છીએ જમ જેવા. તું શી લેવાને ચિંતા કરે છે ? ઠીક છે તું સવારે આવ.’
‘એ જી સાહેબ.’ એમ કહીને ભુપતે લાલસિંગને જુલાબની ગોળી પીવડાવી દીધી.
અને તરુણાને કોલ પર વાર્તાલાપ કહી સંભળાવ્યો.
લાલસિંગ ચડ્યો ચિત્ર-વિચિત્ર, તર્ક-વિતર્કના વિચારોના ચકડોળે. ભૂપતએ આપેલી ખુફિયા જાણકારી સાથેના ભયસુચક સંકેતને અવગણવા જેવું નહતું. લાલસિંગને અંદેશો આવવા લાગ્યો કે તેની કારકિર્દી ભયજનક વણાંક પર છે. હવે આગળની રણનીતિની ગતિવિધિ પર સંતુલન રાખીને અંકુશ રાખવામાં નિષ્ફળ જઈશ તો રાજકીય કારકિર્દીની સાથે સાથે આયુષ્યની આવરદા પર પણ પૂર્ણવિરામ મુકાઇ જશે.
લાલસિંગને થયું કે અભેદ કિલ્લા જેવા મારા સામ્રાજ્યના કાંગરા ખેરવવાની હિમ્મત કોણે કરી ? કોણ હશે ? જે કોઈપણ હોય, પણ ચુંટણીના નારા લગાવતાં પહેલાં તેના રામ નામ સત્ય હૈ ના નારા લાગવવા જરૂરી છે.
તરુણાએ તેના મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પૂર્વ તૈયારી રૂપે હવે પછીના અદ્રશ્ય હુમલા માટે અગાઉથી તેના દિમાગમાં યોગ્ય સમયને ધ્યાનમાં રાખી, નિશ્ચિત કરીને મુકેલા હથિયાર ઉગામવાની ઘડી આવી ચુકી હતી. તરુણાને લાગ્યું કે આધુનિક વિજ્ઞાનની એક એવી શોધ કે, જે આશીર્વાદના બદલે અભિશાપ બની ગયો છે એ અમોધ શસ્ત્ર એકે હજારા જેવું સાબિત થશે. વનરાજ મારફત તરુણાએ ટોચના નિષ્ણાંત હેકરને હાયર કર્યો હતો. કઈ કઈ વ્યક્તિને, કેવી રીતે ક્લચમાં લેવાના છે તે માટે તરુણા અને હેકર વચ્ચે ખાસી લાંબી ચર્ચાના અંતે હેકરને જોઈતી ઇન્ફોર્મેશન પૂરી પાડતાં તેણે તેના ચક્કર ચાલુ કરીને હેકરે ૨૪ થી ૪૮ કલાકમાં કુંડલી કાઢી આપવાનું પ્રોમિસ આપ્યું.
આખી રાત લાલસિંગ વિચારો સાથે પડખાં બદલતો રહ્યો. સવારે સાત વાગ્યામાં કોલ ઠપકારી દીધો ભૂપતને.
ઊંઘમાંથી આંખ ઉઘાડીને લાલસિંગનો કોલ જોતા મનોમન ગાળો દઈને ભૂપત ફરી સુઈ ગયો.
લાલસિંગએ બે થી ત્રણ વાર પ્રયત્ન કર્યા પછી એ પણ ગાળો બબડતો ફ્રેશ થવાં ઉઠી ગયો.
સાડા આઠ વાગ્યે ભૂપત અંદરથી બિન્દાસ થઈને તેની મસ્તીમાં લાલસિંગના બંગલે આવી પહોચતાં ગંભીર મુખમુદ્રા ધારણ કરીને લાલસિંગની ઓફિસમાં તેની સામે ખુરશી પર વગોઠવાતા લાલસિંગ કશું પૂછે એ પહેલાં બોલ્યો.
‘અલ્યા, સાહેબ સવાર સવારમાં આ મારાં ફોને મને સારી એવી કસરત કરાવડાવી. હેંગ થઇ ગયો બોલો. ૪ વાર રિસ્ટાર્ટ કર્યો ત્યારે કંઇક જીવ આવ્યો આ ડબલામાં.’
‘ઠીક છે. હવે મને પહેલાં એ કહે કે વનરાજ આ કારસ્તાનમાં ભાગીદાર છે. તેની શું સાબિતી ? તને ક્યાંથી અને કેવી રીતે તેની ભાળ મળી ? લાલસિંગે પૂછ્યું.
‘એમાં એવું થયું ને સાહેબ કે કાગડાનું બેસવું અને ડાળનું પડવું. હું વિઠ્ઠલને મળવા તેની ઓફિસમાં ગયો. વિઠ્ઠલ તેની ઓફિસમાં નહતો. એટલે હું તેની રાહ જોઇને બેસી રહ્યો. વિઠ્ઠલના આવવાના બે મિનીટ પહેલાં હું ચેમ્બરની અંદરના વોશરૂમમાં ગયો.
જેવો અંદર ગયો અને બે થી પાંચ સેકન્ડમાં વિઠ્ઠલ ફોનમાં વાત કરતો કરતો અંદર આવ્યો કે..
‘ના.. ના વનરાજભાઈ... તમે જેમ કહો એમ. તમે હું અને ભાનુપ્રતાપ સૌ સાથે મળીને લાલસિંગને લાલ, લીલોને પીળો કરી નાખીશું. તમે સાથે છો, પછી અમને શું ચિંતા હોય ભાઈ.’ અને દિલ્હી વાળી મેટરનું શું થયું એ કહેજો પછી. ઠીક છે.’
આ વાર્તાલાપ હું ચુપચાપ વોશરૂમમાં સાંભળતો હતો તેનો વિઠ્ઠલને ખ્યાલ નહી.
એક મિનીટ પછી હું પેટ પકડીને વોશરૂમની બહાર આવ્યો. મને જોઇને વિઠ્ઠલ સ્હેજ ડઘાઈ ગયો. પછી હું સોફા પર પેટમાં દુઃખાવાની એક્ટિંગ કરતો આંખો મીંચીને પડી રહ્યો.
‘અરે..અરે.. શું થયું ભૂપત ? મારી પાસે આવતાં વિઠ્ઠલ બોલ્યો.
‘કંઈઈઈઈઈઈ..નઈ.. ઓયે માડી રે.. સ્હેજ ચક્કર આવી ગયા બસ.’
મારે એવો ડોળ કરવાનો હતો કે જાણે મેં કશું સાંભળ્યું જ નથી.
ત્યારબાદ બે મિનીટ પછી મેં આંખો ઉઘાડી, પાણી પી અને નોર્મલ છું, એવો દેખાવ કર્યો. મારી દશા જોઇને વિઠ્ઠલને એમ થયું કે મેં કંઈ સાંભળ્યું નથી.
એમ કહીને ભુપતે લાલસિંગને વાર્તા સંભળાવી દીધી.
લાલસિંગનું મોઢું જાણે કે પરાણે કોઈએ કડવા કારેલાનો જ્યુસ તેના મોઢામાં ઠાંસી દીધો હોય એવું થઈ ગયું.
હવે લાલસિંગને ખરેખર ચક્કર આવે હાલત હતી. દુશમને સળગાવેલા દવમાં ભૂપતએ મારેલી ફૂંકથી આગને હવા મળી ગઈ. મનોમન લાલસિંગે વિચાર્યું કે હવે દિલ્હીના કારસ્તાનની કડી જડી ગઈ. પણ વનરાજ... સુધી પહોચવું એ આ માવલીઓના એકલા હાથનું કામ નથી. હજુ કોઈ મોટું માથું આ અગનખેલમાં સામેલ હોવું જ જોઈએ. કારણ કે વનરાજ કયારેય હિજડાઓ ની ફોજ ભેગી ન કરે.
હવે આગળ શું બોલવું ? લાલસિંગ એ દ્વિધામાં પડી ગયો.
હજુ લાલસિંગને કળ વળે ત્યાં તરુણાએ ટીપ્સમાં આપેલી બીજા એક હેવી ડોઝની પડીકી ઉઘાડતાં ભૂપત બોલ્યો.
‘શું એટલા વિચારમાં પડી ગયા સાહેબ ?
‘પણ મને એવું લાગે છે ભૂપત કે આ વાત હજુ અધુરી છે.’ લાલસિંગ બોલ્યો
થોડીવાર લાલસિંગ સામે જોઈ રહ્યા પછી, બન્ને કાન પકડતાં ભૂપત બોલ્યો,
‘તમારી આ વાત પર કાન પકડવા પડે. અને એ તો મેં તમને રાત્રે જ કહ્યું હતું કે... પડદા પાછળ રહીને દોરી સંચારથી અદ્રશ્ય કારીગીરી કરનાર મોટા કલાકારની એન્ટ્રી પડવાની તો હજુ બાકી છે. પણ.. ક્યા શંકાના આધારે તમારું દિમાગ એ દિશા તરફ ધ્યાન દોરે છે ?
‘કેમ કે ભૂપત, વનરાજ કરોડોમાં રમવા વાળી પાર્ટી છે. એ આ પાવલી, આઠાના જેવી ચિલ્લર પાર્ટી સાથે વાત પણ ન કરે. અને હજુ કોઈ એક કડી ખૂટે છે ભૂપત. કોણ છે એ કહીશ ?’
થોડીવાર ચુપ રહીને ભૂપત બોલ્યો,
‘ફક્ત તમારાં માટે મેં મગરમચ્છ સાથે વેર બાંધી, જીવના જોખમે આ રાજકારણના દલદલમાં ડૂબકી મારી છે. ૯૯% હું મારા મિશનની લગોલગ પહોંચી જ ગયો છું.
પણ, મને એક થી બે દિવસનો સમય આપો, હું જડબેસલાક પ્રૂફ સાથે તમારા શત્રુને તમારી સામે તેનું ચરીત્રહરણ કરીને ઉઘાડો કરી બતાવીશ.’
ભુપતે તરુણાના સંવાદને આત્મસાત કરીને જે રીતે મેલોડ્રામાનો સીન ક્રિયેટ કર્યો એ જોઇને લાલસિંગ એટલો ખુશ થઇ ગયો જાણે કે બંધ બાજી ઉઘાડી થતાં ત્રણ એક્કા નીકળ્યા હોય.
‘પણ સાહેબ, જો આ નાના માણસને જીવતો જોવો હોય તો, આ વાત રૂમની બહાર ન જાય એનું ધ્યાન રાખજો બસ.’
હવા ભરેલા વેફરના પડીકા જેવી ભૂપતની વફાદારીની વાહ.. વાહ.. કરતાં લાલસિંગ બોલ્યો.
‘સ્હેજે નહીં જાય. તું ચિંતા ન કર. કારણ કે મને ભૂપત જેવા કંઇક મળશે પણ ભૂપત નહીં મળે એટલે.’
બે દિવસ બાદ...
રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ હિલ્ટન બારમાં રણદીપ એન્ટર થયો. ઇન્સટ્રુમેન્ટલ ટ્રેક પર કોઈ વેસ્ટર્ન મ્યુઝીક વાગી રહ્યું હતું, રણદીપ તેને મળેલી ઇન્ફોર્મેશન મુજબની વ્યક્તિને શોધી રહ્યો હતો. બારના દરેક ટેબલ પર નજર ફેરવી. અને અંતે તેની નજરે પડી બારના મિડલ કાઉંટર નજીકની લોંગ ચેર પર, આશરે પચ્ચીસેક વર્ષની અત્યંત કામુક, દેહ સોંદર્યથી ભરપુર એક બોલ્ડ યુવતી શોર્ટ સ્કર્ટ અને શોટ ટોપ પહેરીને બેઠી હતી તેના પર. રણદીપને મળેલાં વર્ણનની માહિતી મુજબ રણદીપને ખાતરી થઇ ગઈ, કે આ એ જ યુવતી છે.
તે યુવતીના ચહેરો, બોડી લેન્ગવેજ, ડ્રેસ સાથેની મેચિંગ એક્સેસરીઝ તથા ડાયમંડ રીંગ,વોચ,પરથી લાગતું હતું કે કોઈ હાઈ સોસાયટીનું ફરજંદ હતું. રણદીપ તેની બાજુની ચેરમાં જઈને બેઠો. પેલી યુવતીના પગથી લઈને માથાં સુધી રણદીપે તેની નજર ફેરવી લીધી. પેલી યુવતી બિયર પીતા પીતા સંગીતના તાલની મસ્તીમાં મસ્ત હતી. તેણે રણદીપની સામે જોઇને તેની આગવી અદામાં સ્માઈલ કર્યું એટલે તેના રીપ્લાઈમાં સ્હેજ માથું ઝૂકાવીને સ્માઈલ સાથે ‘હેલ્લો’ કહ્યું. પણ યુવતી એ કોઈ પ્રતિભાવ ન આપ્યો.
યુવતીએ બે થી ત્રણ વખત મોબાઈલ પરથી નંબર ડાયલ કરીને કોઈનો કોન્ટેક કરવાની કોશિષ કરી પણ કોઈ કારણસર સંપર્ક થઇ શકતો નહતો.
પછી તેના લેટેસ્ટ મોંઘાદાટ પર્સમાં મૂકેલાં માર્લબોરો સિગરેટના પેકેટ માંથી એક સિગરેટ લઈને તેના રતુંમડા હોંઠો વચ્ચે મુક્યા પછી લાઈટર શોધવા લાગી. ત્યારે તેણે યાદ આવ્યું કે.. તે લાઈટર ભૂલી ગઈ છે. એટલે તે રણદીપ તરફ જોઇને બોલી,
‘એક્સ્ચ્યુઝ મી, મિસ્ટર....’
ખુશ થઈને સ્મિત કરતાં રણદીપ તેની સામે જોઇને બોલ્યો,
‘રણદીપ. યસ, પ્લીઝ, વ્હોટ આઈ કેન હેપ યુ ?” અત્યંત કામોતેજક ભરપુર ઉભારો સાથેના અંગ મરોડથી ભરેલી એ રૂપાળી લલનાના હજુ રણદીપને તેના રવાડે ચડાવે એ પહેલાં તો રણદીપ ઈંગ્લીશના રવાડે ચડી ગયો.
‘મિસ્ટર... રણદીપ.. શું હેલ્પ કરશો ?’ આઈ મીન કે, મને જોઇને શું લાગે છે ? તમારે શું કરવું જોઈએ ?”
યુવતીએ તેના નીચલાં હોંઠને તેની સુંદર દંતાવલી વચ્ચે દબાવીને માદક અદાથી રણદીપને એવો સવાલ પૂછતા રણદીપને એમ થયું કે બાલમંદિરમાં દાખલ થતાં જ સીધી પી.એચ.ડી.ની ડીગ્રી મળી ગઈ હોય. શું બોલવું તેનું ભાન ન રહ્યું. એટલે પગ પર પગ ચડાવી ઉતેજનાના આવેગ કાબુને દબાવતાં બોલ્યો,
‘એ.. તમે કયો ઈ.’ હાર્વડ યુનિવર્સીટીના પ્રોફેસર માંથી રણદીપ સીધો ભગલા ભરવાડની ભાષા પર આવી ગયો.
બ્રા ની સ્ટ્રીપને સરખી કરતાં યુવતીએ પૂછ્યું,
‘આગ લગાડતાં આવડે છે ?’
રણદીપે બંને હાથેથી ખુરશીને પકડી લીધી. મનમાં બોલ્યો કે.. મશાલ સળગાવેલી છે, બસ તું ઈશારો કરે એટલી જ વાર છે. જવાબ આપતાં રણદીપ તેની આંખોમાં જોઇને બોલ્યો.
‘મારું કામ જ એ છે.’
‘તો ક્યારના મારા હોંઠોમાં દબાવેલી સિગરેટ જોઇને તમને કંઈ સમજાતું નથી કે...’
‘ઓહહ.. આઈ એમ સોરી...’ એમ કહીને રણદીપે યુવતીએ મોં રાખેલી સિગરેટ સળગાવી આપતાં પૂછ્યું.
‘હવે નામ તો જણાવો ?
‘મારા કામમાં નામની જરૂર નથી હોતી રણદીપ.’
ચેર પરથી ઊભા થતાં યુવતી બોલી.
‘પણ કોઈના કામ એવા હોય કે...કામ ભુલાઈ જાય પણ નામ નહી.’
રણદીપ પણ ઊભા થતાં બોલ્યો.
‘પણ, હું તમારું નામ અને કામ બન્ને ભૂલવા નથી માંગતી.’ યુવતી બોલી
‘ક્યારે અવસર આપીશ ?’ ક્યારની લોડેડ ગનની ટ્રીગર પર આંગળી મુકીને એટેક માટે “ફાયર’ ના આદેશની પ્રતીક્ષામાં અધીરા આક્રમણકારી યોદ્ધાની માફક રણદીપે પૂછ્યું.
‘પણ મારી એક શર્ત છે.’
‘કઈ શર્ત ?’ હોંઠે આવેલો પ્યાલો ઢોળાઈ જવાની બીક લાગે તેમ રણદીપે પૂછ્યું.
‘આગ લગાડતાંની સાથે બુઝાવતા તો આવડે છે ને.’
એટલું બોલીને પેલી યુવતી ખડખડાટ હસવાં લાગી.
મનોમન રણદીપ બોલ્યો, હવે આજે આ રતિના રાવણને બાળવા શસ્ત્ર પૂજા કરવી જ પડશે. એટલે પછી બોલ્યો.
‘તને જ બુઝાઈ જવાનો અફસોસ થશે.’
‘પ્લીઝ, મને જરા તારો મોબાઈલ આપીશ ? મારા સેલમાં થોડો નેટવર્ક પ્રોબ્લેમ છે.’
પેલી યુવતી બોલી.
‘ઓ શ્યોર.’ એમ કહીને રણદીપે તેનો મોબાઈલ આપ્યો.
સામાં છેડે થી કોલ રીસીવ થતાં બોલી,
‘હેલ્લો.. હવે તમે અહીં ન આવતાં હું જ આવી જાઉં છે. ઓ.કે.’ આટલું કહીને મોબાઈલ રણદીપના હાથમાં આપતાં બોલી,
‘હાં, તો આપણે નીકળીશું મારી હોટેલ પર ?’
‘ચલો.’
‘એક મિનીટ હું વોશરૂમ જઈને આવું.’ એમ કહીને યુવતી વોશરૂમ તરફ ગઈ.
રણદીપ તેની ભીતરના ઉપભોગના ઉછાળાની સાથે સાથે યુવતીના ઉછળતાં નિતંબને કયાંય સુધી જોયા જ કર્યો.
થોડી વાર પછી બહાર આવતાં, તેના મીની સ્કર્ટ અને ટોપને સરખાં કરતી રણદીપ નજીક તેનો હાથ પકડતાં બોલી.
‘કમ ઓન.’
કારમાં બેસતાં બન્ને એકબીજાની સામું જોઈએ રહ્યા.
એટલે હળવેકથી યુવતીએ તેની હથેળીને રણદીપની ગરદન પર મૂકી રણદીપનો ચહેરો તેની છાતી પાસે ખેંચતા તેના કાનમાં સેક્સી ટોનમાં સાવ ધીમેકથી બોલી.
‘માય નેઈમ ઈઝ કામિની.’
રણદીપને થયું કે હોટલ પહોચતા સુધીમાં સાવધાનીથી ડ્રાઈવીંગ કરવા દે તો સારું. ભોગાસન પર બ્રેક મારતાં બોલ્યો.
‘કામ મુજબ નામ રાખ્યું છે કે.. નામ મુજબ કામ રાખ્યું છે ?
‘એ તો હવે કામ કર્યા પછી તું જ નક્કી કર જે ને. ચલ જવા દે ટોપ ગેર માં હોટલ
ડ્રીમલેન્ડ.’
‘હાઈ વે પર ફોર સ્ટાર છે એ ? કાર રોડ પર લેતા રણદીપએ પૂછ્યું
‘ઓ યસ.’ કેમ સારી નથી ?’ કામિનીએ સિગરેટ સળગાવતાં પૂછ્યું.
‘સારી ? અરે ધ બેસ્ટ છે.’
થોડીવાર હોટલ અપર આવ્યા પછી..
રણદીપ કાર પાર્ક કરીને આવે ત્યાં સુધીમાં કામિની એ રીસેપ્શન પર જરૂરી સૂચનાઓ આપી દીધી.
સિક્સટીન ફ્લોર પરના રૂમ નંબર ૧૬૦૭ માં આવતાં વેત જ પર્સ અને સેન્ડલનો ઘા કરીને કામિની બેડ પર ઉંધી પડી રહી. એ દ્રશ્ય જોઇને ૧૪૦ની સ્પીડ કાર ચલાવતા જાણે અચાનક કોઈ બમ્પ આવે તેમ રણદીપ એ તેની હેન્ડ બ્રેક ખેંચી લીધી.
‘રણદીપ આપણે ડીનર અહીં રૂમમાં જ કરીશું. તું ડ્રિક્સમાં શું લઈશ ?
કામિનીએ રણદીપની ક્લોઝ આવતાં પૂછ્યું.
‘વોડકા’ રણદીપ બોલ્યો.
‘એક કામ કર તું ડ્રીંક્સ અને તારી ચોઈસના ડીનરનો ઓર્ડર કરી દે ત્યાં સુધીમાં હું બાથ લઇ લઉં.’
કામિનીના કામ સિવાયના કોઈપણ જાતના બેકગ્રાઉન્ડ જાણ્યા વગર, અને કામિનીની કોઈ ડીમાંડ વિના, કામિનીના નામ સિવાય મળેલી માહિતી મુજબ અહીં સુધી રણદીપનું આવવા પાછળનું એક જ મકસદ હતું કે...રણદીપ તેના આકાઓ ને ખુશ કરવા માટે કામિનીને એક મોટી ઓફર આપીને હંમેશ માટે તેના નાઈટ મેચની ટીમની કેપ્ટન બનાવીને રાખવા માંગતો હતો.
ઓર્ડર મુજબનું ડીનર અને ડ્રીંક્સ આવી ગયું અને સાથે સાથે કામિની પણ બાથ લઈને છુટા ભીનાં વાળ સાથે ફક્ત છાતીથી, ઘૂંટણ થી ઉપર સુધીનો ટુવાલ વીંટીને બહાર આવી રણદીપની કમરે બન્ને હાથ વીંટાળીને ઊભી રહી.
માંડ માંડ વિષયભોગના વાવાઝોડાને રોક્યા પછી કામિનીના ભીનાં અધર પર ચુંબન ચોડવા જતાં કામિની, રણદીપના હોંઠ પર આંગળી મુકીને રોકતા બોલી,
‘અઅહહહમમમ્મ... એમ નહીં.. મારી એક શર્ત છે ?
‘આજે મને તારી કોઈ પણ શર્ત મંજુર છે. બોલ.’ કામિનીને જોરથી તેની બહુપાશમાં ભીંસતા રણદીપ ઉતેજક થતાં બોલ્યો.
‘આજે આખી રાત હું તને ક્યાંય નહીં જવા દઉં તો જ.....’
‘અરે...તું કહીશ તો પણ નહીં જાઉં બસ...’
રણદીપ આટલું બોલતા... કામિનીએ રણદીપને બેડ પર પછાડી તેના પર ચડીને એક લીપ લોક જેવી એક ચસચસતી લોંગ કીસ ચોડાડી દીધી.
અશ્લીલ હરકતો અને વાતો, મસ્તી, ધમાલ સાથે ક્યાંય સુધી ડ્રીંક્સનો દોર ચાલ્યાં પછી ડીનર પૂરું કર્યા સુધીમાં રણદીપનો મદિરા અને મૈથુનનો નશો તેની ચરમસીમા પર આવી ગયો હતો. નાઈટ લેમ્પમાં આછા અજવાળામાં કામિની તેની કમનીય કાયા પરના વસ્ત્રો ઓછા કરીને રણદીપનો મોબાઈલ ઓફ કરતાં કરતાં બોલી.
‘મને અનંત મન ગમતી ગતિમાં કોઈ અવરોધ ન જોઈએ.’
રણદીપને રતિક્રિયા માટે ભૂખ્યા વરુની માફક રઘવાયો થતાં જોઇને હવે કામિની તદ્દન નિવસ્ત્ર થઈને તેની કેલીકળાનો કામભોગ રણદીપ સામે ધરી દીધો.
સમય સાથે સમાગમનો સંગમ તેની ચરમસીમા તરફ સરતો રહ્યો.
એક મીઠા સિસકારા સાથે માદક સ્વરમાં કામિની રણદીપના કાનની બુટ પર બચકું ભરતાં બોલી...
‘ઇસ રાત કી સુબહ ન હો....’
સમય થયો હતો વ્હેલી સવારના પાંચ અને પચ્ચીસનો. લાલસિંગના મોબાઈલની રીંગ રણકી. રીંગ વાગતાં ઘોર ઊંઘમાં સૂતા લાલસિંગ સફાળા જાગી ગયા. સવા પાંચનો સમય જોતા બબડ્યા અટાણે વળી કોનો બાપ મરી ગયો ?
મોબાઈલ લઈને જોયું તો.... ભૂપતનો કોલ હતો. અધ્ધખુલ્લી આંખે કોલ રીસીવ કરતાં લાલસિંગ બોલ્યા,
‘બોલ.’
‘એ ને મર્ડરના ચાર્જમાં રણદીપની ધરપકડ થઇ છે.’
ઊંઘના કારણે લાલસિંગની આંખ ઉઘડતી નહતી તેના બદલે એક જ સેકન્ડમાં એવું થઇ ગયું જાણે કે લાલસિંગના ડોળા ફાટીને હમણાં બહાર આવી જશે.
‘હેં...... અલ્યા શું વાત કરે છે ભૂપત ? મર્ડર, રણદીપે કર્યું ? કોનું ?
‘એ તો ખબર નથી. એટલા માટે કે, લાશની હાલત એટલી વિકૃત છે કે ખ્યાલ નથી આવતો કે સ્ત્રીની છે કે પુરુષની.’
-વધુ આવતાં અંકે.
© વિજય રાવલ
'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484