WILD FLOWER - 5 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-5

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-5

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-5
સુરેખાને પાપાનાં શબ્દો યાદ આવી ગયાં... કે.... સુરુ બેટા મને ખબર છે તું મોટી થઇ ગઇ. હવે કોલેજમાં જવાની. અત્યાર સુધી તમારી સ્કૂલની ફીઓ અને ઘરનાં ખર્ચા, તારી નાનકીનું ભણતર તારી માં ના દવાનાં પૈસા હું આ બધાની આસપાસજ મારું બજેટ બનાવ્યાં કરુ છું આવક સિમિત અને જાવક અમાપ. હું કરું તો શું કરુ ? પણ બેટા હું ગમે તે કરીશ પણ તારે જેં ભણવું હોય જે લાઇનમાં જવું હોય એમાં જજે તારી ફી ભરીશ ખર્ચા ઉઠાવીશ હું કંપનીમાં મામુલી ક્લાર્ક છુ મારું કશું ગજું નથી પણ હું મારો ગજ વધારીશ હું કંપનીમાંથી છૂટીને ટ્યુશન લેવા જઇશ.. તારું કોલેજનું એડમીશન લેવાનું હતું ત્યારથીજ ટયુશન ચાલુ કરી દીધાં છે પેલાં નયન મિશ્રાનું એકાઉન્ટ લાવીને લખુ છું હવે તું ચિંતા વિના એડમીશન લઇ લેજે તારી ભણવાની કેરીયર ખૂબ સારી રહી છે એ ડીસ્ટર્બ ના થવી જોઇએ. તારે આગળ આવવાનુ છે મેં આખી જીંદગી આ ગુમાસ્તાવેડા અને ક્લાર્ક બનીને કાઢી પરંતુ તારે "કંઇક કરવાનું છે તારી બહેનને ભણાવવાની છે મારાથી બનતું બધુંજ કરીશ.
પાપાની વાત સાંભળીને સુરેખાની આંખમાં આંસુ આવી ગયેલાં બોલી હતી. પાપા તમે કેટલુ કરશો ? હું ભણી રહી છું ઘરે બેસીને બહારની પરીક્ષાઓ આપી કોઇક નોકરી લઇ લઇશ નાનીને ભણાવીશ, માંનો દવાનો આટલો ખર્ચો ? તમે ક્યાં ક્યાં પહોચશો પાપા મારે એડમીશન નથી લેવું...
પાપાએ કહ્યું મારુ નામ મનસુખ છે મારાં મનનું સુખ તમે બે છોકરીઓ છો... તારે ભણવાનું છે આગળ જે કરવું કોય એ કર હું ત્રણ ત્રણ કામ કરુ છું પહોચી વળીશ મારી જવાબદારીમાં પાછી પાની નહીં કરુ. તારાં ભવિષ્યમાં અમારું ભવિષ્ય વણાઇ ગયુ છે આવું ના બોલ. મને નીરાશ ના કર. તું ખંતથી આગળ વધીશ તો પછી ક્યાં ચિંતા છે ? તું સમજુ હોશિંયાર અને ગુણીયલ છે આજના છોકરાઓ જેવી બિનજવાબદાર નથી દીકરા આ તારાં મજબુર બાપનો હાથ પક્ડજે. બીજી મારે કંઇ કહેવુ નથી આપણી સ્થિતિ બધી જ તારી નજર સામે છે તને વધુ શું કહું ? જો મેં બધીજ પૈસાની વ્યવસ્થા કરી છે તું એડમીશન લઇ લે.
સુરેખા પાપાની આંખમાં જોઇ રહી જાણે આંખનાં પડદામાં એ પોતાને જોઇ રહી હતી. બાપની આંખમાં એની પ્રગતિનાં શમણાં હતાં. સુરેખાને બધુ યાદ આવી ગયું ફરીથી એની આંખો નમ થઇ ગઇ ઓશીકામાં ચહેરો છુપાવીને છૂટથી રડી પડી.
અભી સાથે વાત કરતી સ્વાતીને ડુસ્કાનો અવાજ સંભળાયો એણે અભીને કહ્યું "પછી વાત કરુ એમ કહીને ફોન કાપી નાંખ્યો અને સુરેખા પાસે આવીને બોલી "એય સુરેખા શું થયુ ? કેમ આટલુ બધુ રડે છે ? સુરેખાએ કહ્યું કાંઇ નહીં આતો પાપાની યાદ આવી ગઇ.
સ્વાતીએ કહ્યું અરે કરજણ ક્યાં દૂર છે ? મળી આવજેને પાપાને તારે જેની સાથે દોસ્તી કરવી ના કરવી તું નિર્ણય લે. આમ લાગણીમાં તણાઇને તારી જાતને શા માટે તું આમ દુઃખી કરે છે.
સુરેખાએ સ્વાતીને વળગીને કહ્યું "આ મારુ રુદન આવતી કાલની મારી સ્થિતિ પર નિર્ભર કરે છે મારે તૈયાર થવું છે ખૂબજ પૈસા કમાવવા છે. બધાની સામે મારે રોદણાં નથી રડવા. મારી જે ઘરની સ્થિતિ છે મારે ઠીક કરવાની છે. કાયમની બિમાર માં અને અમારાં માટે વૈતરાં કરતો મારો બાપ. આખો વખત મારી આંખ સામે આવ્યાં કરે છે હું આમ પ્રેમમાં વેવલા વેડાં કરી મારી કેરીયર બરબાદ કરવા અહીં નથી આવી.
સોરી સ્વાતી મેં તારો મૂડ બગાડ્યો પણ હું પ્રોમીસ કરુ છું હવેથી મારી આખમાં આંસુ કે શબ્દોમાં કોઇ મજબૂરી નહીં આવે ફક્ત મારું લક્ષ્ય જ મારી સામે રહેશે..
અને સ્વાતી આ સાંભળી નમ આંખો સાથે સુરેખાની સામે જોઇ રહી અને બોલી "ધીસ ઇઝ ધ સ્પીરીટ માય સુલુ અને બંન્ને જણાં એકબીજાની સામે હસતી આંખે જોઇ રહ્યાં...
***************
અરે જીજુ અહીંની આવી મહારાજાની રોયલ કલબમાં આવીને આમ સૂના સૂના બેસી રહેવાનુ ? કંઇક મંગાવોને.. અને ત્યાં એનાં પાપાની એન્ટ્રી થઇ. મસ્કીએ કહ્યું "લો કોણ આવી ગયાં ક્યારનો કહુ છું કંઇક.. એ આગળ બોલે પહેલાં જ ધનરાજ પટેલે કહ્યું કેમ દીકરા કોના આવવાની વાત કરે છે ? પણ તમે લોકો કેમ આમ એમજ બેઠાં છો ? જમાઇ તમે કેમ કંઇ મંગાવ્યુ નથી ? તમારાં મુંબઇ જેવુ નથી પણ આ મહારાજાની રોયલ કલબ છે અને સાથે આ મસ્કી છે પછી શું જોઇએ ? ચાલો હું મંગાવુ છું એમ કહીને બેરાને બોલાવ્યો.
***********
વડોદરાની ભવ્ય રેસ્ટોરન્ટમાં આખુ ફેમીલી આવેલુ હતું સુરેખે કહ્યું પાપા આજે તો ચાઇનીઝ મંગાવવુ છે તમે શું ખાશો ? કલેક્ટર પાપાએ કહ્યું "જે ખાવું હોય એ મંગાવ હું અને તારી મંમીતો પાલખનુ શાક, રોટી અને મસ્ત મસ્ત ઠંડુ સોફ્ટડ્રીંક મંગાવીશું.
સુરેખ કહી તમારુ આ કાયમનું બોર મેનુ છે કંઇક નવું મંગાવોને... કંઇ નહીં હું તો ચાઇનીઝ ખાવાનો છુ આજે.
પાપાએ હસતાં હસતાં કહ્યું "એનો જેનો સ્વાદ ફાવી ગયો હોય એજ ખાવાની મજા આવે. સુરેખની મંમી સુનયનાબહેને કહ્યું મને તો ફ્રેશ લાઇન જોઇએ... સોડા સાથે લીંબુ શરબત પીવાની લહેજતજ કંઇક ઓર છે. ભારે ખાધું હોય તોય પચી જાય.
સુરેખે ઓર્ડર આપી દીધાં પછી થોડો ચહેરો એનો પડી ગયો. સુરેખા યાદ આવી ગઇ. સુરેખાને પણ બધાં શોખ હશેને.. એ હોસ્ટેલની મેસમાં.. એનાં ચહેરા પર ગ્લાની છવાઇ ગઇ. પાપાએ કહ્યું "અરે સુરેખ અધ્વર્યુ તારો ફ્યુઝ કેમ ઉડી ગયો છે ? કેમ શું થયું ? બહુ બધાનાં વિચારો ના કર આ દુનિયા છે એની ગતિ પ્રમાણે બધુ ચાલ્યા કરે તું જો આ તારુ ફુડ આવી ગયું એન્જોય કર. સુરેખે ચાઇનીઝ પહેલાં આવી ગયુ ખાવાનું ચાલુ કર્યુ પણ એનાં મનમાંથી સુરેખા ખસતી નહોતી.
**************
અભિએ સ્વાતીનો ફોન કાપ્યો એટલે વિચારમાં પડી ગયો ચોક્કસ સુરેખાને કંઇક થયું હોવુ જોઇએ. સુરેખની સાથે વાત કરીશ કંઇક એવો રસ્તો કાઢે કે... પણ પાછો મનમાં બબડ્યો.. બેઊં જણાં સાવ નિરસ છે.. કંઇ નહીં જોઇએ આગળ શું થાય છે ? પણ કંઇક કરવું પડશે.. સુરેખને સુરેખા વિના ચેન નથી અને સુરેખાનું મન નથી... એમ કહી એણે પથારીમાં લંબાવી દીધું.
**********
આમને આમ પંદર દીવસ વીતી ગયાં. સુરેખ ના કબીરનાં રૂમ પર કે હોસ્ટેલ ગયો.એની કોલેજ એટેન્ડ કરીને ભણવામાં ચિત્ત લગાવવા પ્રયત્ન કરતો રહ્યો. અભીએ ફોન કરેલો તોય કહ્યું "હમણાં શરૂઆત છે બધાં કોર્ષ મળી રહ્યાં છે અભી પછી મળીશું હમણાં મૂડ નથી અને મારી પાસે કોઇ ઉકેલ પણ નથી તારે જવું હોય તો તું જઇ આવ.
સુરેખા-સ્વાતી-શ્રેયા-વેદીકા વંદના કોલેજ શરૂ થઇ ગઇ હતી એટલે કોઇ બીજા વિચાર વિના ભણવામાં ધ્યાન આપવા માંડ્યા. કોઇએ કંઇ યાદ ના કર્યું સ્વાતી અભી ફોન પર વાત કરતાં રહેતાં હતાં.
એક સવારે સ્વાતીએ સુરેખાને કહ્યું "યાર આમને આમ મહીનો થઇ ગયો. તેં એકવાર બ્રેક નથી લીધો કેટલું ભણે તૈયારી કરે ? હમણાં થીયરી ચાલે છે હવે પ્રેક્ટીકલ પ્રેક્ટીસ શરૂ થશે બધાંજ નિયમો હવે બાય હાર્ટ થઇ ગયાં છે પણ પ્રેક્ટીસમાં મજા આવશે. સાચું કહુ આખાં મહીના દરમ્યાન અહીં કોઇ ફરક્યું સુધ્ધાં નથી મને તો નવાઇ લાગે છે. કબીરને ત્યાં એકવાર મસ્કીને જોયેલો પણ એ લોકો આપણાં સમયે કેન્ટીનમાં પણ નથી આવતાં.
સુરેખાએ સાંભળ્યુ ના સાંભળ્યુ કરીને બોલી "ચાલ હવે રીવીઝન કરી લઇએ મેમ કહેતા હતાં હવે નેક્સ્ટ વીકથી પ્રેક્ટીકલ બધુ કરીને સમજાવશે પછી પ્રેક્ટીસ ચાલુ થઇ જશે. મારે બેસ્ટ કરવુ છે.
સ્વાતીએ કહ્યું "તારે બેસ્ટ કરવુ છે તો કરને.. કોણ રોકે છે ? પણ મને તો યાર સાવ સૂનુ સૂનુ લાગે છે કોઇ દોસ્ત નહીં મસ્તી નહીં આતો આવી કોલેજ લાઇફ હોય ?
સ્વાતીએ આગળ ઉમેર્યુ "સાચુ કહુ મેં તો અભીને કહ્યું છે આ શનિવારે કબીરનાં રૂમ પર તમે લોકો આવો તો આપણે મળીશું તને ગમે તો આવજે નહીંતર.. સ્વાતીને બોલતી અટકાવી સૂરેખા બોલી તારે જવું હોય તો જજેને મેં ક્યાં રોકી છે ? હું નહીં આવુ એ નક્કી ફાઇન આર્ટસમાં ભણવુ અને પરર્ફોમીંગ કરવું એમાં ફરક છે એ સમજ્જે.
સ્વાતીએ કહ્યું "જો આ બધી વાતમાં ઊંડી ના ઉતરીશ તું ના આવતી પણ મને પાઠ ના ભણાવીશ હું બધુજ જાણુ છું ઓકે ? અને બંન્ને સહેલી એક સાથે બોલતી બંધ થઇ ગઇ.
************
સુરેખ અને અભી ચા ની કીટલીએ બેઠાં હતાં ત્યાંજ મસ્કી અને કબીર આવી ગયાં. મસ્કીએ કહ્યું "યાર ચા તો મંગાવ-એમ જ બેઠાં છો ? અભીએ કહ્યું અમે ક્યારની પી લીધી તારી મંગાવી સાથે અમારે બે કટીંગ મંગાવી અરે કબીર.. એક મહીના ઉપર થઇ ગયુ તારો ચહેરો જોયો.
કબીરે કહ્યું "મારાં ચહેરાની શું પત્તર ઝીંકો છો ? આનો ચહેરો જો... એને દર્શન કરાવવા પડશે..અભીએ કહ્યું બસ કાલે શનિવાર...
વધુ આવતા અંકે --- પ્રકરણ-6