Devapriya (Part-2) in Gujarati Fiction Stories by Kaushik Dave books and stories PDF | દેવપ્રિયા (ભાગ -૫)

Featured Books
Categories
Share

દેવપ્રિયા (ભાગ -૫)

" દેવપ્રિયા "( ભાગ-૫)

દેવપ્રિયા ભાગ -૪ માં આપણે જોયું કે યુવાન ભાર્ગવ પાવાગઢ પર એક કુરૂપ શ્યામા ને દર્શન કરાવવા મદદ કરે છે.એને ઉંચકી ને દર્શન કરવા જાય છે.

હવે આગળ....

કુરૂપ શ્યામા વિચારે છે કે આવો સેવાભાવી , સોહામણો ,ફુટડો યુવાન જો મારો જીવનસાથી બને...તો...તો.... મને લાગેલો શ્રાપ કદાચ થોડા સમયમાં પુરો થાયે..પણ ખરો... તો...તો.. હું આ યુવાન ની જીવનભર સેવા કરીશ....

થોડીવારમાં ભાર્ગવ એ કુરૂપ શ્યામાને ઉંચકી ને મંદિરના પગથીયા ચડવાના શરૂ કરે છે.

હવે શ્યામા નું વજન લાગતું નથી.

તેમજ એના શરીરમાં થી પણ ગંધ આવતી નથી.

ભાર્ગવ વિચારે છે કે આ મહાકાળી માતાજી ની કૃપા લાગે છે..

પણ.. આ શ્યામા કોણ હશે? એ ક્યાં રહેતી હશે?.
એ દર્શન કરીને એના ઘરે કેવી રીતે જશે?

આમ વિચારીને ભાર્ગવ મહાકાળી માતાજી નું સ્મરણ કરતો જાય છે.

રસ્તામાં એને જોઈને ઠઠ્ઠામશ્કરી કરનારા હવે એની પ્રશંસા કરે છે.

વાહ..કેવો સેવાભાવી યુવાન છે..

મહાકાળી માતાજી ની કૃપા જ હોવી જોઈએ..

આમ ધીરે ધીરે ભાર્ગવ શ્યામાને લઈને મહાકાળી માતાજીના મંદિરે પહોંચે છે.

સામાન્ય રીતે ભીડ વધુ હોય છે..
પણ આજે પ્રમાણમાં ભીડ ઓછી દેખાય છે.

ભાર્ગવ શ્યામાને નીચે ઉતારે છે.

ભાર્ગવ:-" હે શ્યામ સુંદરી , હવે મંદિર આવી ગયું.. દર્શન થાય છે.તો આપ દર્શન કરવા જાવ. હું પુજાપાનો સામાન લાવ્યો છું. એ મારી છાબમાં સજાવીને દર્શન કરીશ."

શ્યામા:-" હે દયાળુ યુવાન , અહીં સુધી તમે સેવા કરી છે.તો મને નજીકથી દર્શન કરવા છે.તો મદદ કરજો. જુઓ દર્શન કરવા માટે કેટલા ભક્તો છે.. કોઈ નો ધક્કો લાગે તો હું પડી જઈશ.. મહાકાળી માતાજી તારા પર પ્રસન્ન રહેશે."

ભાર્ગવ મનમાં બોલે છે... હવે અહીં સુધી મદદ કરી તો હવે દર્શન અને પુજા પણ કરાવી દઉ..એને પણ પુણ્ય મલશે.. કદાચ એને સારૂં પણ થાય..

હવે દર્શન કરવા માટે ભક્તો ઘણા ઓછાં દેખાય છે.

ભાર્ગવ ધીમે ધીમે શ્યામાને લઈને મહાકાળી માતાજીના દર્શન કરવા સાવ નજીક લઈ જાય છે.

આવી અપંગ ને જોઈ ને ભક્તો જગ્યા આપીને આગળ જવા દે છે..

ભાર્ગવ અને શ્યામા સાથે પુજા કરીને માતાજી ને પુષ્પો, ચુંદડી અને પ્રસાદ ધરાવવા પુજારીને આપે છે.

પુજારી માતાજી ને ચુંદડી , પુષ્પો ચડાવે છે.અને પ્રસાદ નો ભોગ ધરાવે છે.

પુજારી ચુંદડી શ્યામા ને આપે છે.પ્રસાદ ભાર્ગવ ને આપે છે.

પુજારી :-" હે સેવાભાવી યુવાન આ પ્રસાદીની ચુંદડી તારી પત્નીના માથા પર ઓઢાડ. મહાકાળી માતાજી ચોક્કસ એને સારૂં કરશે. તારી સેવા ફળશે."

લોકો જોતા હોય છે.

ભાર્ગવ ને થાય છે કે જો આમ કરવાથી આ શ્યામા નું સારૂં થતું હોય તો ..
... આ ચુંદડી એને ઓઢાડુ.

ભાર્ગવ બોલે છે કે આ મારી પત્ની નથી..

પણ ઘંટારવ ને માતાજીના નામનો જય ઘોષ થતાં પુજારી ને સંભળાતું નથી.

ભાર્ગવ થોડીવાર શ્યામાને બેસાડી ને કહે છે.
:-" હું માતાજી ની આરાધના કરીને આવું છું."

ભાર્ગવ માતાજીના દર્શન કરતા મનમાં માતાજી નું સ્મરણ કરે છે.

યા દેવી સર્વભૂતેષુ શ્રધ્ધા રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ।

એ વખતે માતાજીનો એક ભક્ત ગાય છે....

તું કાળી ને કલ્યાણી રે માત,
જયાં જોઉં ત્યાં જોગમાયા ,

તું કાળી ને કલ્યાણી રે માત
જયાં જોઉં ત્યાં જોગમાયા

તું આસુરોને હણનારી રે માત ... જયાં જોઉં

ભાર્ગવ ભક્તિમાં લીન થાય છે..

પછી એ શ્યામા ની યાદ આવે છે.

એ વખતે આઠમનો હવન થતો હોય છે.

શ્યામા:-" હે સેવાભાવી યુવાન, મારે પણ મહાકાળી માતાજીનો આઠમ હવન અને પુજા કરવી છે. જો તારી હા હોય તો મને મદદરૂપ થજે."

ભાર્ગવને થાય છે કે આટલી મદદ કરી છે તો એક વધારે...

કોણ જાણે મહાકાળી માતાજી કોઈ જોગમાયા નું રૂપ લઈને પરિક્ષા તો નથી કરતા ને?

હવે તો ઘરે જતા પણ મોડું થવાનું છે.. ને ઝંખના ના કોઈ સમાચાર નથી..

ભાર્ગવ હવન કુંડ પાસે શ્યામાને લાવે છે.

યાજ્ઞિક ને પુજા તેમજ હવન માટે કહે છે.

ભક્તિ ભાવથી પુજા તેમજ હવન સાથે સાથે થાય છે..

શ્યામા મનમાં મંદ સ્મિત કરતી હોય છે...
માતાજી ખરેખર પ્રસન્ન થયા છે...
લાગે છે કે આજથી ધીમે ધીમે હું શ્રાપથી મુક્તિ પામીશ.

હવન અને પુજા પછી યાજ્ઞિક બંને ને ફુલની માળા આપે છે.

કહે છે આ પુજા પુરી થાય છે. હવે પતિ અને પત્ની એક બીજા ને ફુલની માળા પહેરાવીને માતાજી નું સ્મરણ કરીને વંદન કરો.

ભાર્ગવ ને થાય છે કે.. આતો ધરમ કરતા ધાડ પડી.

મારૂં તો લગ્ન પણ થયું નથી..
આ કુરૂપ ને મારી પત્ની ગણે છે.

હે... માતાજી.. શું થવા બેઠું છે.. મને મદદ કરો.

એ વખતે જોરથી વાયરો વાય છે...
......ને ભાર્ગવ ના કાને છમ્ છમ્ કરતા અવાજ સાથે કંઈ ક સંભળાય છે..' હે ભક્ત..તારા નસીબમાં આ શ્યામા લખાયેલી છે..એ સ્વિકારી લે...આજ થી તારૂં નસીબ ખુલી જાય છે..સદાય હું તારી સહાયતા કરીશ. ચિંતા કરતો નહીં... કુર્યાત સદા મંગલમ્...'

આ સાંભળી ને ભાર્ગવ ચમકી જાય છે... આ કોનો અવાજ?

શ્યામાના બંને હાથમાં હરકત થાય છે..
ધ્રુજતા હાથે એ માળા ભાર્ગવ ને પહેરાવે છે...
ના છુટકે.. ભાર્ગવ પણ ....પહેરાવે છે...

ભાર્ગવ પુજારીને દક્ષિણા પેટે એક સો રૂપિયા આપે છે

એ વખતે માતાજીના ભક્તો મહાકાળી માતાજી ની આરાધના કરતા હોય છે.
.........
હે રણચંડી દુર્ગા ચામુંડા
કરતા સૌની રખવાળી
હે માડી કરતા સૌની રખવાળી

હે મહિષાસુર મર્દની અંબિકા
જય જય માં ગબ્બરવાળી
માં જય જય આરાસુરવાળી

સાથિયા પૂરાવો દ્વારે,
દિવડા પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે,
પધારશે માં પાવાવાળી...

આ સાથે એ કુરૂપ શ્યામાના શરીર પરની કાળાશ સ્હેજ ઓછી થતી જાય છે..
હાથ થોડા હરકત માં આવે છે..

ભાર્ગવ :-" હે શ્યામ સુંદરી હવે આપણે પગથિયાં ઉતરીને નીચે જવાનું છે.. ને થોડો નાસ્તો પણ કરવો પડે એમ છે. દર્શન કરી લીધા."

ભાર્ગવ શ્યામાનો એક હાથે પકડીને પગથિયાં ઉતારે છે..

પગથિયાં ઉતરીને દુધિયા તળાવ પાસે આવેલા એક હોટલમાં થી વેફર ના ચાર પેકેટ લે છે.

પ્રસાદીના પેંડા અને વેફર ભાર્ગવ ખાવા માંડે છે.

પછી શ્યામા યાદ આવે છે.
શ્યામા ને ખાવા કહે છે..
પણ શ્યામા કહે છેકે પહેલા તમે પેંડાનો એક ટુકડો મને ખવડાવો. પ્રસાદી તો ભક્તના હાથે જ ખાવામાં આનંદ છે.

ભાર્ગવ શ્યામાને પેંડાનો એક ટુકડો ખવડાવે છે..

શ્યામા નું મુખ ખીલી ઉઠે છે.
સાંજ પડવા આવી હોય છે..

આકાશમાં વાદળો ઘેરાયેલા દેખાય છે.

શ્યામા:-" સ્વામી..હવે આપણા ઘરે જઈએ.."

આ સાંભળી ને ભાર્ગવ ચોંકી જાય છે.
અરે આ શું બોલે છે..

પછી એને હવન વખતે કાનમાં સંભળાયેલી આકાશવાણી યાદ આવે છે..

ચાલ હવે આ શ્યામ સુંદરીને એની ઝુંપડી સુધી મુકી આવું તો છુટો થાવું...
આજે તો બહુ જ થાકી ગયો છું.

શ્યામા:-" નાથ તમે થાકી ગયેલા હોય એવું લાગે છે.. મારી પાસે એક અમરફળ છે.. આપ એ ખાશો તો થાક ઉતરી જશે અને તાકાત પણ આવશે.. પણ એ અમર ફળ નો છેલ્લો ટુકડો મને આપશો પડશે."

આમેય ભાર્ગવ થાકેલો તો હતો જ. એને થયું ચાલો આ અમર ફળ શું ફળ આપશે એ જોઈ લઈશું.

ભાર્ગવે એ અમરફળ ખાધું અને છેલ્લો ટુકડો શ્યામા ને આપ્યો.

ભાર્ગવ ના શરીર માં ગરમી આવી.. એને લાગ્યું કે હવે મારામાં સ્ફુર્તિ નો સંચાર થતો હોય એમ લાગે છે..

ભદ્રકાળી મંદિર બાજુનો રસ્તો શ્યામા બતાવે છે...
ધીરે ધીરે આગળ જતા અવરજવર દેખાતી નથી..

જંગલ જેવો વિસ્તાર.

ગીચ ઝાડીઓ પાસે થી પસાર થતા સુધીમાં સાંજ પુરી થાય છે.

ભાર્ગવ:-" હજુ કેટલે દૂર છે?"

" બસ આવી જ ગયું સમજો... સહેજ આગળ શંકર ભગવાન ની નાની દેરી દેખાશે એનાથી નજીક જ મારી ઝુંપડી છે.

થોડીવારમાં શ્યામાની ઝુંપડી એ પહોંચે છે.

અંધારું વધી ગયું હોય છે.

આકાશમાં વીજળી ઝબુકતી હોય છે.

રીમઝીમ વરસાદ પડવાની શરૂઆત થાય છે.

શ્યામા:-" સ્વામી, હવે અહીં જ રોકાઈ જાવ.. સવારે તમે જજો. વરસાદ વધી રહ્યો છે.. ને આ જંગલ.. છે.... જંગલી જનાવર નો ડર તો રહેશે જ."

વરસાદના કારણે ભાર્ગવ ઝુંપડીમાં દાખલ થાય છે.

ને વરસાદના ઝાપટાં ને લીધે ઝુંપડીનો દરવાજો બંધ કરે છે.

ભાર્ગવ વિચારે છે કે... થોડીવાર માં વરસાદ ધીમો થાય એટલે ઝડપી જતો રહીશ.

પણ આ તો પહાડી પ્રદેશ.

વરસાદ રોકાતો નથી ‌.

ભાર્ગવ કહે છે:-" લાગે છે કે વરસાદ ધીમો થયો.. હવે મારે નીકળવું જોઈએ.. મારી મમ્મી મારી રાહ જોતી હશે."

ભાર્ગવ ઝુંપડીનો દરવાજો ખોલે છે તો ત્યાં બહાર બે જંગલી કુતરા દેખાય છે..

ભાર્ગવ ડરીને દરવાજો બંધ કરે છે.
ભાર્ગવ બબડે છે કે...
હવે થોડી વારમાં કુતરા જતા રહેશે.. તો હું અહીંથી જતો રહીશ....

રાત વધતી જાય છે.

ભાર્ગવ મોબાઇલ થી ઘરે કોલ કરે છે..

પણ..પણ... નેટવર્ક પકડાતું નથી..

હવે વરસાદ થોડો ધીમો પડે છે.

શ્યામા આ બધું જોઈ ને મરક મરક હસતી હોય છે.

ભાર્ગવ ને થાય છે કે હવે જલદી ભાગુ...

ભાર્ગવ દરવાજો ખોલે છે ..‌

....તો બહાર એક મોટું રીંછ જુએ છે..

એ રીંછ ઝુંપડીમાં આવવાનો પ્રયત્ન કરે છે..

ભાર્ગવ દરવાજો બંધ કરે છે.

અરે.... હવે તો હું ફસાઈ ગયો.

સવાર સુધી નીકળી શકાશે નહીં.

આ ગંદી ઝુંપડી માં રાતવાસો...

સુવાની સગવડ પણ નથી ‌...

એક ગંદી ફાટેલી ગોદડી..

હશે આખી રાત જાગરણ કરીશ..

મહાકાળી માતાજી ની જે ...ઈચ્છા...
....
મનમાં માતાજી નું સ્મરણ કરે છે.

યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ,

( ક્રમશઃ ભાગ -૬ માં .. ભાર્ગવને આ ઝુંપડી કેવી રીતે ફળે છે.? શ્યામા અસલ માં કોણ હોય છે? અપ્સરા... દેવકન્યા ...કે... દેવપ્રિયા...??? ભાર્ગવ ના કારણે ધીમે ધીમે શ્રાપ મુક્ત થાય છે....વધુ જાણવા વાંચો મારી ધારાવાહિક વાર્તા " દેવપ્રિયા " માતૃભારતી માં 🙏 જય માતાજી 🙏 જય અંબે 🙏 જય મહાકાળી માં 🙏🙏)