*શીર્ષક* = *ઉપરકોટનો કિલ્લો*
શિયાળાની ઋતુ ચાલુ હતી અને શનિ-રવિની રજા આવતી હતી, એટલે ઘરેથી નક્કી થયું કે ચાલો ક્યાંક આજુબાજુમાં ફરવા જઇએ. નક્કી કરતા કરતા ઉપરકોટ નો કિલ્લો જોવા જવાનું અને આજુબાજુના સ્થળોએ ફરવા જવાનું નક્કી થયું.
મારી આદત મુજબ જે કોઈ સ્થળે ફરવા જવાનું હોય તે સ્થળ અને આજુબાજુ સ્થળ વિશે થોડાઘણી માહિતી અગાઉથી જ એકઠી કરી લવ જેથી ફરવામાં અને તેના વિશે જાણવામાં મજા આવે અને સરળતા પણ રહે. આથી નક્કી થતાં જ હું તો લાગી પડ્યો ઇન્ટરનેટ પર ઉપરકોટ અને આજુબાજુના સ્થળોને ફંફોરવા લાગ્યો.
બીજા દિવસે સવારે બધા સાથે નીકળી પડ્યા ઉપરકોટ ની સફરે. ઉપરકોટ જોતાં-જોતાં અંદર ગયા અને નિશીથે પ્રશ્ન કર્યો, " આ કિલ્લાઓ કોણ બંધાવતું હશે? આ ઉપરકોટનો કિલ્લો કોણે બંધાવ્યો?" આટલું સાંભળતા જ આપણો જ્ઞાનનો ખજાનો ખુલ્લો મૂકી દીધો અને નિશીથને જવાબ આપ્યો.
"બેટા કિલ્લાઓ પહેલાના જમાનામાં રાજા-મહારાજાઓ પોતાના રહેવા માટે બંધાવતા હતા. આ ઉપરકોટનો કિલ્લો અને જૂનાગઢ શહેરની સ્થાપના મૌર્ય સામ્રાજ્ય દરમિયાન ગિરનારની તળેટીમાં કરવામાં આવી હતી અને તે ગુપ્ત સામ્રાજ્ય સુધી મહત્વનું રહ્યું હતું. પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારની રાજધાની મૈત્રકકાળ દરમિયાન જુનાગઢથી વલભીમાં ખસેડાતા નગરે તેનું મહત્વ ગુમાવ્યું.
આટલો જવાબ મળતાં જ બીજો સવાલ સામે તરત આવ્યો આટલા લાંબા સમય પહેલા જો આ કિલ્લાઓનું બાંધકામ થયું હોય તો શું તે પડી ભાંગતા નહીં હોય અથવા તો તેમાં કોઈ નુકસાન નહિં થતું હોય?
ત્યારે મેં કહ્યું; " હા બેટા આ કિલ્લાઓની પણ સાફ સફાઈ કરવી પડતી હોય છે અને તેમનો પણ જીર્ણોદ્ધાર કરવો પડતો હોય છે.જ્યારે ઇ.સ. ૮૭૫માં ચુડાસમા વંશે જુનાગઢની આસપાસ ચાવડા શાસકો પાસેથી વંથલીનો કબ્જો કરી શાસન સ્થાપ્યું ત્યારે ચુડાસમા શાસક રા' ગ્રહરિપુએ (શાસન આશરે ૯૪૦-૯૮૨) જૂના કિલ્લાની સાફ-સફાઇ કરાવી હતી. હેમચંદ્રના ગ્રંથ દવ્યશ્રય અનુસાર ગ્રહરિપુએ હાલના કિલ્લાનો પાયો નાખ્યો હતો.
આમ જોતાં જોતાં જ્યારે આગળ ગયા ત્યાં કિલ્લાની દિવાલો પર પેઈન્ટ કલરથી અને અણિદાર પત્થરથી તથા ઘણી જગ્યાએ કોલસાથી છોકરા છોકરીઓના નામ લખેલા અને દિલ જેવી આકૃતિઓ બનાવેલી હતી. આ જોઈને મીનાક્ષીએ સવાલ કર્યો શું આ નામ પણ રાજા-મહારાજાઓએ કોતરાવેલા હશે?
થોડું હસીને જવાબ આપ્યો; "ના બેટા, આ નામો કોઈ રાજા-મહારાજાઓએ નથી કોતરાવેલા. આ નામો આજકાલના અબુધ જુવાનિયાઓએ કોતરેલા છે.આવું ન કરવું જોઈએ આવું કરવાથી આપણા દેશની ઐતિહાસિક સંપત્તિઓને નુકસાન થાય છે અને તે ધીરે ધીરે નાશ પામે છે.
નિશિથે ફરી સવાલ કર્યો; "શું આવું કરીએ તો કોઇ રોકે નહીં?"
મેં કહ્યું; "જરૂર, આના માટે આપણી સરકારે અલગથી કાયદો બનાવેલો છે. ઇ.સ.1958માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષો ને લગતો કાયદો પસાર કર્યો છે. આ કાયદા અનુસાર પુરાતત્વીય સ્થળો, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્થળો, શિલાલેખો, પ્રાચીન સિક્કાઓ, સ્થંભલેખો, તામ્રપત્રો તથા કલાકૃતિઓની જાળવણી અંગે સૂચન કરવામાં આવ્યું છે.
માનસીએ ફરી પૂછ્યું; 'વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું?'
મેં કહ્યું; "લુપ્ત થઈ રહેલી સાંસ્કૃતિક, કુદરતી વિરાસતોની જાળવણી થાય તે હેતુથી યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા વૈશ્વિક ધરોહરોની યાદી જાહેર કરવાની પરંપરા. આ પરંપરા ૧૯૭૮થી શરૂ થઈ હતી.
ભાભી એ પૂછ્યું આ કિલ્લા સાથે કોઈ દંત કથા પણ સંકળાયેલી છે ને? એ કહોને.
મેં કહ્યું હા આ કિલ્લા સાથે એક દંતકથા પણ સંકળાયેલી છે.
"વામનસ્થળીમાં કેટલાક ચુડાસમા રાજાઓ એ શાસન કર્યું ત્યારબાદ એક દિવસ એક કઠિયારો જંગલ માં વૃક્ષ કાપ્તો કાપ્તો એક સ્થળ પર આવી પહોંચ્યો અને તે સ્થળ પર પથ્થરની દિવાલો અને દરવાજાઓ અસ્તિત્વમાં હતા. નજીકમાં એક પવિત્ર માણસ ધ્યાનમાં બેઠા હતા, અને કઠિયારા દ્વારા તે સ્થળ અને તેના ઇતિહાસ વિશે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો કે તેનું નામ "જુના" છે. કઠિયારો વંથલી પાછો ફર્યો અને પોતાની આ શોધ વિશે ત્યાંના ચુડાસમા શાસક ને જાણ કરી, રાજા એ જંગલને સાફ કરવા હુકમ કર્યો. જંગલ સાફ થઈ ગયા બાદ, એક કિલ્લો દૃષ્ટિમાં આવ્યો. પરંતુ એ સ્થળ વિશે જે પેલો પવિત્ર માણસ જાણતો હતો એના કરતાં વધારે કહી શકે એવું કોઈ અન્ય જાણકાર ન હતું. તેથી એક સારાં શીર્ષક સાથે આ સ્થળ "જુનાગઢ" તરીકે જાણીતું બન્યું.
આમ આ દંતકથા મુજબ, કાં તો રાજા રા' ગ્રહરિપુ એ આ કિલ્લાની પુનઃ શોધ કરી હશે અથવા તો તેનું ફરીથી બાંધકામ કરવાયું હશે. જોકે કિલ્લા ને ત્યારબાદ છોડી દેવામાં આવ્યો હતો અને રાજા ગ્રહરિપુ પછીના શાસક રા' નવઘણ એ ફરીથી શોધી કાઢ્યો હતો, જેને પોતાની ચુડાસમા રાજધાની વંથલી થી ત્યાં જુનાગઢ ફેરવી હશે.- (સંદર્ભ વિકિપીડિયા)
હમ સાંજ સુધીમાં આંખો પર કોર્ટ ફરી અને પછી્ ઘરે પહોંચ્યા.
✍ - ભરત રબારી
(માંગરોળ, જી.જુનાગઢ)