માટી ની કાયા.....
મારી કાયાનો ઘડનારો ઇશ્વર લાગે મુજને વ્હાલો,
હશે જરૂર મારી ધરતી પર, નવ ફરિયાદ કરું તને.
કાયાનો ઘડનારો છે અદ્રશ્ય શક્તિ ધરાવતો,
અનુભૂતિનો ધોધ પણ એ કાયા પર રેલાવતો.
મારી કાયા ઘડીને અર્પી, મુજ " માં - બાપ" સંગ.
સિંચન કર્યું સંસ્કારોનું, કાયા આત્મદીપ સંગ.
કાયાને ઘડવામાં છે લાખોનાં આશિષ મુજ પર,
સૌની છત્રછાયામાં નિખાર પામી હું કાયા મય.
કાયાને ઘડવામાં જાતજાતનું શીખવું પડે,
સૌ બને શિક્ષક ને હું શીખતી વિદ્યાર્થી.
અનુભવે જ્ઞાન થાય, કાયા ને આત્મા છે અલગ,
મનનાં ભીતર દ્વાર ખોલ્યા, આત્મજ્ઞાન લાધ્યું.
કાયા છે, કાલે ક્યારે થાશે વિલીન પંચમહાભૂતમાં,
જેને ઘડી છે તારી કાયા, સમય છે ભજિલે કૃતજ્ઞથી.
""અમી""
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
તારી મારી દોસ્તી....
દરિયાની ગહેરાઈ જેવી
દીલમાં ઊંડી ઉતરી ગઈ, સપાટી પર કદી ન આવે.
તારી મારી દોસ્તી.
આકાશની જેમ ઝગમગતી,
દિલમાં હમેંશા પ્રકાશતી, આગિયા જેમ નહિ ઝબુકતી.
તારી મારી દોસ્તી.
પાણીનાં પ્રવાહ જેમ ધસમસતી આવે.
દિલમાં પ્રેમનો પ્રવાહ વહાવે, હું છું નો પ્રચંડ નાદ કરતી.
તારી મારી દોસ્તી.
પર્વતનાં ઉચ્ચ ગિરિશીખર જેવી,
દિલમાં ઉચ્ચ સ્થાન વિરાજતી, કોઈ ન આંબી શકે.
તારી મારી દોસ્તી.
ઝરણાંનાં અવિરત ધોધ જેવી,
દિલમાં લાગણીનો ધોધ વ્હાવે, લાગણીના મેળા લાવે.
તારી મારી દોસ્તી.
સારસ બેલડી સરખી જેવી,
દિલમાં યાદ કરેને અનુભૂતિ થાય, એકબીજા માટે ઝુરે.
તારી મારી દોસ્તી.
કૃષ્ણ સુદામા જેવી,
દિલનાં રાજપાટ લૂંટાવે, દિલથી તું અને હું અમીર.
તારી મારી દોસ્તી.
તારા અને મારા જેવી,
દિલમાં મારાં "તું" ને તારામાં" હું", તું અને હું ની પર્યાય.
આપણી દોસ્તી.
"અમી"
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
અદ્રશ્ય ઇશ્વર....
હવા છે અદ્રશ્ય, શ્વાસનો અહેસાસ,
અનુભૂતિ છે, અદ્રશ્ય રસ્તા પર ઇશ્વર.
સુગંધનો અહેસાસ છે, અસ્તિત્વ અદ્રશ્ય,
સુગંધનો પમરાટ તો પણ ચારેકોર છે.
ધ્વનિની છે ઝડપ, અદ્રશ્ય રસ્તેથી પસાર.
સંભળાય એ દૂરથી, જાણ દિશા સુજાણ.
સૂર્યનો પ્રકાશ અદ્રશ્ય રસ્તે પાથરે અજવાળાં,
માનવ ન આવે અંધારેથી, જીવને કરવાં ઉજાગર.
હાથ જાલીને લાવ્યો, અદ્રશ્ય રસ્તો પાર,
માયાનાં આવરણે નકાર્યો, જાલેલો હાથ.
અદ્રશ્યને દ્રશ્ય કરવાં, જાતે કદમ ભરવાં પડે,
તું એક કદમ વધ,'" ઇશ" અનેક કદમ માટે તૈયાર.
જિંદગીનાં અટપટા અદ્રશ્ય રસ્તા પર,
ડર્યા વગર ડગ ભર, અદ્રશ્ય મંજિલ છે.
""અમી""
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
નવલી નવરાત્રિ....
નવરાત્રીની નવ નવ રાત્રી,
જીવનની પણ નવી રાત્રી.
આત્મારૂપી દીવો ગર્ભમાં.
ગર્ભ રહે "માં" ની કોખમાં
નવ રાતોનાં નવ મહિના,
નવ ગુણોથી શોભે નારી.
નવ રાત્રીનાં નવ સ્વરૂપો,
"માં" ધારણ વિવિધ રૂપો.
નારી તારા પણ રૂપ અનેક,
તું પણ છે શક્તિનો સ્તોત્ર.
માં કરે સૃષ્ટિનું સર્જન,
નારી કરે બાળકનું સર્જન.
""અમી""
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
તારો મારો સાથ.....
તારા મારા સાથની સફરમાં,
કસમ છે સાથ ન છોડવાની.
તારામાં મારો શ્વાસ છે,
શ્વાસ છે દિલની ધડકનોમાં.
એક શ્વાસ મુકું ત્યાં તું દોડી આવે,
બીજો શ્વાસ મુકું તો ચેન આવે.
શ્વાસની આ રમત છે છેતરામણી,
ક્યારે પહેલો બંધ થાસે, રમત ના જાણી.
તારા મારા સાથમાં, બન્યા આપણે,
મહેકયા બે ગુલાબ આપણા આંગણે.
જિંદગીની પટરી પર દોડતાં ગયા,
હર મુશ્કિલમાં સાથ નિભાવતા ગયાં.
સમજદારી દાખવી જિંદગી પ્રતિ,
ઊગી નીકળી હરિયાળી પ્રીતિતણી.
તારાં મારાં સાથમાં, ઈશ્વર ની કૃપા,
અનુગ્રહ રાખજે ઇશ, અમે હસીએ સદા.
'"અમી"'
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
માં ભગવતી......
તારો મારો સાથ રહે સદા "માં ભગવતી,"
સદા તારી ભક્તિ રહે મુજમાં, "માં ભગવતી,"
"માં ભગવતી," નાં ગુણગાન ગાતા વિતે જિંદગી,
હર જન્મ તું શક્તિ જ બનાવજે,"માં ભગવતી,"
આપ્યું છે જીવન અણમોલ, ભક્તિ કાજે,
રંગ સદા ચડતો રહે ભક્તિનો, સ્વ નાં કાજે,
જન્મારો મારો સાર્થક કરી જાણવો મુજને માટે,
અનુગ્રહ હમેંશા રાખજે તારો, સર્વદા મારા કાજે.
તારા નવ નવ નોરતાંને, નવલી નવ રાતોમાં,
નિત નિત લાગે નવ સ્વરૂપમાં "માં" તું રાતોમાં,
નવ રુપના નવા શણગાર સજી,દીસે તું નવલી,
નવ રાતોનાં ગરબામાં ઝૂમે,ભક્તો સંગ રાતોમાં.
"અમી"
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ખૂબ ખૂબ આભાર સૌનો મારા કાવ્યો વાંચવા માટે,