Incomplete love - 2 in Gujarati Love Stories by CA Aanal Goswami Varma books and stories PDF | અધૂરો પ્રેમ - ૬

Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

અધૂરો પ્રેમ - ૬

DISCLAIMER : આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા અને બનાવ બધું જ લેખકની કલ્પના છે અને વાસ્તવિકતા સાથે એને સંબંધ નથી .

પ્રિય વાચકો , તમારા સૂચનો આવકાર્ય છે . મારી સાથે ભાગ-૫ સુધી ની સફર ખેડવા બદલ ધન્યવાદ .

આપણે ભાગ -૫ માં જોયું કે તારા કમલેશ ના કહેવાથી ઓફિસ માં late sitting કરવાની છે . સિદ્ધાર્થ તારા ને બસ માં ન જોતા બસ માંથી ઉતરી જાય છે અને તારા safely ઘેર પહોંચી જાય એની ખાતરી કરીને જ પોતે ઘરે જશે એવું વિચારતો , Main Gate થી ઓફિસ બિલ્ડીંગ તરફ આવવા નીકળે છે .

હવે આગળ......................

કમલેશ ઇન્ટરનલ ઓડિટ હેડ હતો અને એ ઘણા સમય થી કંપની માં હતો . એની આવી એક ત્રણ ચાર જણા ની ટુકડી હતી કંપની માં જે સુંદર એન્ડ સ્માર્ટ છોકરી ઓ ને પોતાની મિલકત સમજતી હતી . અને વખત આવે કંઈક અડપલાં કરી પોતાનો male ego સિદ્ધ કરવા પ્રયત્ન કરતી . કમલેશ જ્યારથી તારા ની એના કામ માટે પ્રશંસા થઇ હતી ત્યારથી ઈર્ષા થી બળતો હતો અને આજે એ તારા સાથે બદલો લેવા માંગતો હતો . એની સાથે કશું એવું કરવાની એની દાનત હતી જેથી એ જયારે ઈચ્છે ત્યારે એને પોતાના કાબુ માં કરી શકે. અને એટલેજ એને આ Plan બનાવ્યો હતો . સ્ત્રી ને ઉપભોગ ના સાધન તરીકે જોવાની માનસીકતા થી પીડાતો પુરુષ કમલેશ આજે લઘુતા ગ્રથી થી ઘેરાયો હતો. એ સારા નરસા નો ભેદ ભૂલી ગયો હતો .

એને internal audit ને લગતા એવા મુદ્દા ખોલ્યા જેનું આટલા વખત થી કંઈજ થયું ન હતું . કહો ને કે કરવા માં જ નોહતું આવ્યું . એને તારા ને મુશ્કેલી માં મુકવા માટે આ બધી વસ્તુ ની ચર્ચા કરી જેથી તારા ને માં છૂટકે કમલેશ કહે એમ કરવું પડે . ૫ એક મિનિટ આ નાટક કરી ને એને તારા ને કહ્યું કે જો તારા ઈચ્છે તો કમલેશ એના માટે આ બધું solve કરી શકે છે . પણ એના માટે તારા એ પણ કમલેશ માટે કંઈક કરવું પડે .

કમલેશ designation અને ઉંમર બંને માં તારા થી ઘણો મોટો હતો એટલે તારા એ જરા વિવેક થી પૂછ્યું કે સર હું સમજી ના શકી . કમલેશ તારા ની નજીક આવી નફ્ફટાઈ થી બોલ્યો " Give and take " . તારા કમલેશ ની લોલુપ નજર નો ઈશારો સમજી ગઈ . તારા એક મિનિટ માટે તો ડરી ગઈ . એના હાથ પગ ઠંડા પડી ગયા .

અંદર થી ડરી અને સહેમી ગયેલી તારા એક ચંડી નું સ્વરુપ લઇ લે છે . એ નક્કી કરી લે છે મારે મારી રક્ષા જાતે કરવાની છે . તારા ખુબ જ સ્પષ્ટ હતી પોતાની પ્રોફેશનલ life ને લઈએ ને એ આવા give and take માં માનતી ન હતી . એ કમલેશ ને એક તમાચો મારી દે છે

કમલેશ તારા ને ઓળખી નોહતો શક્યો એને એમ કે તારા એના પદ ના ઠસ્સા નીચે ઝૂકી જશે . પોતાના અહં અને અસ્વીકાર થી છંછેડાયેલો કમલેશ ભાન ભૂલી ગયો અને તારા સાથે જબરજસ્તી કરવા લાગ્યો . એને તારા ના કપડાં ફાડવા માટે તરાપ મારી , તારા ખસી ગઈ અને exit તરફ ભાગવા લાગી . પાછળ જોઈને ભાગતી તારા એકદમ અથડાઈ અને એને જોયું કે એ સિદ્ધાર્થ ના આલિંગનમાં છે . ભલે પોતે હિમ્મત કરી હતી પણ અંદર થી તો ખુબ જ ડરી ગયેલી . એ એકદમ જોરથી સિદ્ધાર્થ ને વળગી પડી અને રડવા લાગી . પાછળ કમલેશ ને આવતો જોઈ સિદ્ધાર્થ સમજી ગયો . એના અનુભવ થી એને પરિસ્થિતિ નો તાગ મેળવી લીધો .

એક મિનિટ માટે એ ડરી જાય છે . પણ એ તરત જ પરિસ્થિતિ ને સાંભળી લે છે .એ કલ્પના પણ નથી કરી શકતો કે જો એ પોતાના instinct ને અનુસરીને બસ માંથી ઉતરી ગયો ના હોત તો અહીંયા કેવી દુર્ઘટના ઘટી જાત ! જો તારા સાથે કઈ ખરાબ થઇ જાત તો એ પોતાની જાત ને માફ ના કરી શકત. સિદ્ધાર્થ મનો-મન પોતાના ઇષ્ટ દેવ નો આભાર માને છે . એનું મગજ હવે બે બાબતો પર એક સાથે કાર્યશીલ થઇ જાય છે . એને ખબર છે કે એને ડરી ગયેલી તારા ને સંભાળવાની છે અને કમલેશ ની સાથે પણ tackle કરવાનું છે .

કમલેશે સિદ્ધાર્થ ને જોઈને બે મિનિટ માટે ગભરાઈ ગયો પણ તરત જ પોતાનો બચાવ કરતા બોલ્યો કે " આ સ્ત્રી ની જાત ................હજી આગળ કઈ બોલે એ પેહલા સિદ્ધાર્થ એ પોતાનો હાથ ઊંચો કરી ને એને રોકવા નો ઈશારો કર્યો અને લગભગ ત્રાડ પાડતો હોય એમ " ચૂપ " કહ્યું . એને કમલેશ ને કહ્યું કે એ અહીંથી જતો રહે . કમલેશ તારા વિરુદ્ધ ખરાબ બોલવા જતો હતો પણ સિદ્ધાર્થે એને એમ કરતો રોકી લીધો .

તારા ૫ એક મિનિટ સુધી આમ જ સિદ્ધાર્થ ના આલિંગન માં રડતી રહી . પછી કળ વળતા એ સિદ્ધાર્થ ના આલિંગન માંથી નીકળી . બંને ની આંખો મળે છે . તારા સિદ્ધાર્થ ની આંખો માં પોતાના માટે ખૂબજ પ્રેમ , અધિકાર અને concern જુવે છે . એ બોલવા ગઈ તો સિદ્ધાર્થે એના મોં પર પોતાનો હાથ મૂકી દીધો અને એને હાથ પકડી ને રિસેપ્શન તરફ લઇ ગયો .એક નાની બાળકી ની જેમ તારા એની સાથે દોરાઈ . એને રિસેપ્શન એરિયા માં બેસાડી સિદ્ધાર્થે એને પાણી આપ્યું . પાણી પીને તારા પાસે થી ગ્લાસ પાછો લેતા ફરી બંને ની નજર મળી અને સિદ્ધાર્થે તારા ને કહ્યું તું રડે ત્યારે બિલકુલ સારી નથી લાગતી . જો તારી આંખો ની આસ પાસ કાજળ ના કુંડાળા થઇ ગયા . તારા રડતા રડતા પણ હસી પડી . સિદ્ધાર્થ ફરી થી તારા ને કહે છે કે આમ જ હસતી રહે . પ્રિયતમ ને હંમેશા હસતું જોવું એ દરેક પ્રેમી ની ઈચ્છા હોય છે અને સિદ્ધાર્થ પણ એમાં થી બાકાત નથી .

સિદ્ધાર્થે તારા ને કહે છે કે હવે એ લોકો તારા ની જગ્યા એ જશે અને એનો સામાન લેશે . સિદ્ધાર્થ તારા ના મગજ માંથી ડર દૂર કરવા માંગતો હતો . તારા ઉભી થાય છે પણ પછી ખચકાય છે , સિદ્ધાર્થ એનો હાથ પકડી ને કહે છે " હું છું ને તને કઈ નઈ થવા દઉં " અને તારા ને દોરી ને લઇ જાય છે . તારા આજ્ઞાંકિત બાળકી ની જેમ એની પાછળ દોરાય છે . એને સિદ્ધાર્થ પર વિશ્વાશ છે . એને ખબર છે કે સિદ્ધાર્થ એની જોડે કંઈ જ ખરાબ નઈ થવા દે.

કહેવાય છે ને દરેક વસ્તુ નો એક સમય હોય છે અને આ સમય તારા અને સિદ્ધાર્થ નો હતો . શું આજ એ પળ છે ,જે એમ ની હતી ? શું હવે બંને પોતાની અંદર ધૂઘવતા પ્રેમ ના સાગર ને રોકી શકશે ? શું આજે સિદ્ધાર્થ અને તારા બંને સ્વીકારી લેશે કે તેઓ એક બીજા ને પ્રેમ કરે છે ?

વાંચો આવતા શુક્રવારે ..................