Fakt Tu - 9 in Gujarati Love Stories by Dhaval Limbani books and stories PDF | ફક્ત તું ..! - 9

Featured Books
Categories
Share

ફક્ત તું ..! - 9

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

અવની - ( પોતાનુ બધુ કામ છોડી ઓફીસની બહાર આવે છે ) નીલ ને ફોન કરે છે.( ગુસ્સામાં ) અરે આ તું શુ વાત કરે છે ? નક્કી કરી નાખશે એટલે ?એમ કેમ નક્કી કરી નાખશે પાપા ? જો નીલ હું કઈ પણ નથી જાણતી ઓકે. તું બસ મારો છે અને મારો જ રહીશ. હુ બીજા કોઈપણ સાથે લગ્ન નહીં કરું અને ના તારા બીજા કોઈ જોડે થવા દઈશ સમજ્યો અને બીજું તું સાવ કેવો છે યાર. સાવ નૉર્મલ થઈને મને કહે છે કે પાપા મારુ પેલી છોકરી સાથે ફિક્સ કરી નાખશે.તને જરાય પણ વિચારના આવ્યો મારો ? કે હું શું કરીશ ? ક્યાં જઈશ ? એ તો બધુ સાઈડ માં મુક અને સૌથી પહેલા મને એ કહે કે તે શા માટે છોકરી વાળા ને બોલાવ્યા ?

(નીલ વચ્ચે વાત અટકાવતા ના ના કહે છે પણ અવની કશુ પણ સાંભળતી નથી)

હવે મને એમ તો ના જ કહેતો કે મને ખબર ના હતી અને પાપા એ બોલાવી લીધા અને મને કીધું પણ નહીં. યાર નીલ તે મને પણ સાવ કેવી ચિંતામાં નાખી દીધી અનેહા મારે બીજું કાંઈ પણ નથી સાંભળવું.મને બસ એટલી ખબર છે કે તારે પહેલી છોકરી ને ના પાડી દેવાની છે અને એવુ લાગે તો કહી દેજે કે મારે ગર્લફ્રેન્ડ છે અને તો પણ ના માને તો એ ચુડેલ જોડે મારી વાત કરાવ જે હું અને જોઈ લઈશ..

વચ્ચે થી વાત રોકતા નીલ કહે છે " અરે મારી જગદંબા ચૂપ થા. તારી ગાડી બંધ કર. એમાં જો પેટ્રોલ પણ પૂરું થઈ ગયુ છે. ક્યાર નુ બોલવાનુ ચાલુ જ છે.પેહલા વાત સાંભળ પૂરેપૂરી અને પછી બોલ. પણ નહીં આપડે તો અધૂરી વાતમાં ચડી બેસવાનું અને ચાલુ કરી દેવાનુ. પાગલ સાવ. હવે હુ જે કહુ એ સાંભળ.પહેલી વસ્તુ એ કે મેં નથી બોલાવી પેલી તારી ચુડેલ ને મને જોવા માટે.

બીજુ કે હુ એને હા નથી પાડવાનો કારણ કે મે હમણાં જ ઘરે આપણી બન્ને ની વાત કરી છે.( જ્યાં એટલુ નીલ બોલ્યો ત્યાં જ વચ્ચે થી નીલ ને બોલતા અટકાવે છે )

અવની - અરે યાર તું શુ વાત કરે છે ?તે ઘરે આપણા બંને નુ કહી દીધુ ? (નીલ ફક્ત હા પાડે છે) યાર નીલ તે આ શુ કર્યું ? કઈક થશે તો અને મમ્મી પાપા ને હુ ના ગમી તો? તને ખ્યાલ જ છે કે આ વસ્તુ માટે આપણે અલગ થી એક વસ્તુ વિચારી હતી અને પછી જ આપણે ઘરે કહેવાના હતા.તને ખબર જ છે કે જ્યાં સુધી હુ મારી રીતે આગળ નહીં વધુ, કંઈક બની ના જાવ ત્યાં સુધી આપણે ઘરે કહેવાનુ પણ ના હતુ અને લગ્ન પણ નહોતા કરવાના.તો પણ તે કઈ વિચાર્યા વગર ઘરે કહી દીધુ ? યાર નીલ શુ કર્યું તે ? મને ખબર જ છે મમ્મી પાપા એ ના જ પાડી હશે મારા જોડે લગ્ન કરવાની.હવે હુ શુ કરીશ ?

નીલ - ( ગુસ્સામાં ) અરે શુ થયુ છે આજે તને ? વાત પૂરી ના થઇ હોય એની પેહલા જ બોલવાનુ ચાલુ કરી દે છે. ક્યાર નો કહું છું કે વાત સાંભળ. પણ નહીં આપણુ તો કશુ માનવાનું જ નહીં ? બસ મન માં આવે એ બોલવા લાગવાનું.

થોડી વાર બંને જણા ફોન પર ચુપ રહે છે. એક બીજા કઈ પણ નથી બોલતા.નીલ ગુસ્સામાં છે અને અવની પરેશાન છે એટલે એ પણ ગુસ્સામાં. આમ પાંચ સાત મિનિટ નીકળી જાય છે.

અવની - સોરી નીલ. મારી ભૂલ કે મેં તારી વાત સાંભળી નહીં એને મારુ બકબક ચાલુ કર્યું. હવે મને શાંતિ થી બધુ કહે હો મારા દિકા.

નીલ કઇ પણ બોલતો નથી.

અવની - અરે અરે મારુ દિકુ મારા થી નારાજ થઈ ગયુ ? અલે અલે માલુ દિકુ તું માલા થી નાલાજ છે.સોલી હવે હું ક્યાલેય વત્તે નહીં બોલું હો માલા દિકા.. ચલો ચલો હવે મને પુલી વાત તલો.અવની એમ કહી ફોન મા એક કિસ આપે છે.નીલ ચાલ હવે તો કે શું થયુ ? શુ કીધુ મમ્મી પાપા એ ? મને અહીં ટેન્શન થાય છે.

નીલ - પાગલ સાવ. થોડી વાર માં સાવ નાનુ એવુ બાવલુ બની જાય અને થોડી વાર માં મોટી બધી ડાયન.પહેલા જ વાત સાંભળી લેતી હોય તો વચ્ચે વચ્ચે બોલ બોલ કરે સાવ.

હવે સાંભળ. એમાં એવું થયું કે અચાનક એ લોકો આવી ગયા અને મને પછી થી ખબર પડી કે મને જોવા આવ્યા છે. પેલા લોકો અહીં થી નીકળતા હશે તો એમને એમ કે એક વાર પાપા એ એમને મારી વાત કિધેલી તો મળતા જઈએ એમ. તો એ લોકો આવ્યા. પછી મને મમ્મી એ કીધુ કે આ લોકો તને જોવા આવ્યા છે અને પેલી છોકરી છે એના જોડે તારું નક્કી કરવાનુ છે. મમ્મી એ એટલું કીધું ત્યાં તો મારા રામ રમી ગયા. થોડી વાર પછી મેં પાપા ને મેં એમ કહી ને કિચન માં બોલાવ્યા કે મમ્મી ને તમારું કામ છે. પછી પાપા આવ્યા અને એક પછી એક મેં આપણી બધી વાત કહી દીધી.એ બંને એ ના તો નથી કીધું પણ તને વાત કરવા માટે અહીં બોલાવશે અને તારે અહીં આવવું પડશે અને બાકી ની વાતો સાંજે ફોન માં કહીશ એમ કરી ને નીલ ફોન કાપી નાખે છે.

અવની ના મન માં હવે બસ એક જ વિચાર છે કે હું નીલ ના મમ્મી પાપા જોડે શુ વાત કરીશ અને એ લોકો મને પૂછશે ? બસ આમ વિચારતા વિચારતા અવની દિવસ પૂરો થાય છે.સાંજે નીલ નો કોલ આવે છે અને દિવસે બનેલી બધી જ વાતો અવની ને કહે છે. બંને જણા થોડી વાર આ વાતો પર ચર્ચા કરે છે અને પછી પેલા ની જેમ પોતાની મજાક મસ્તી વાળી વાતો માં લાગી જાય છે. સવારે અવની નીલ જ્યારે ઓફીસ આવે છે ત્યારે એ પૂછે છે કે પેહલા લોકો ને પાપા એ શુ જવાબ આપ્યો ?

નીલ - હસતા હસતા કહે છે કે પાપા ને કઇ જવાબ આપવો જ ના પડ્યો.

અવની - જવાબ આપવો ના પડ્યો એટલે ?

નીલ - અરે મારુ પાગલ. જ્યારે મેં મમ્મી પાપા ને વાત કરી પછી હું અને પહેલી ગર્લ વાત કરવા ગયેલા. ત્યારે મેં એ ગર્લ ને આપણી બધી વાત કહેલી અને મેં કિધેલું કે પ્લીઝ તમે મને ના પાડી દો. અને એમ કહી દો કે મને છોકરો નથી ગમતો.એ ગર્લ માની ગઈ.એના પછી અમે લોકો એ બીજી ઘણી બધી વાતો કરી. એ લોકો પછી બપોરે જમીને ગયા.સાંજે કોલ આવ્યો પાપાના ફોન પર એમના મિત્ર નો કે મારી દીકરી ને નીલ નથી ગમતો એટલે આપણે આગળ નહીં વધી શકીએ.એમ કહી પાપા અને પાપાના મિત્ર બીજી વાતો કરવા લાગ્યા..હા હા હા..

અવની - ઓહ.. વાહ સરસ સરસ..પહેલી છોકરી પણ સારી કહેવાય હો કે તને ના પાડી. હે નીલ એ ગર્લ એ એવું કીધું હોત કે હું ના નહીં કહુ અને તમે મને ગમો છો તો શુ કહેત તુ ?

નીલ -( અવની સાથે મઝાક કરતા ) ઓહ એવું હોત તો હું એ છોકરી સાથે મેરેજ કરી લેત અને તને મારા મેરેજ માં બોલાવત.આમ પણ મને એ બોવ જ ગમતી હતી. કેટલી ક્યુટ અને બ્યુટીફૂલ છોકરી હતી. એની આંખો, એના રેશમીદાર ખુલ્લા વાળ, એના એ લાલ લિપસ્ટિક કરેલા હોઠ,

( અવની આંખો થી કાતરો મારે છે અને પોતાનુ ડોકું હલાવે છે અને સાથે જ નીલ ને મારવા માટે મુઠ્ઠી બંધ કરી મુક્કો તૈયાર કરે છે )

અરે અવની શુ તારીફ કરું એ ગર્લ ની ?એની એ મસ્ત મજા ની ચાલ, કોમળ કોમળ હાથ, હાથ માં મહેંદી, એના હવા માં ઉડતા ખુલ્લા વાળ અને ખાસ તો એની કાતિલ સ્માઈલ આહ હા શુ વાત કરું અવની તને એની !!! એને હા પાડી હોત તો કાલે જ હુ સગાઈ કરી લેત એની જોડે. એટલું સાંભળતા જ અવની નીલ ને એક પેટ માં મુક્કો મારે છે એને ત્યાંથી એ પોતાના કામ પર લાગી જાય છે.

એક દિવસ બંને પ્રેમી પંખીડાઓ નક્કી કરે છે કે આજે આપણે ઓફિસથી છૂટીને બહાર જમવા પર જઈશું .અવની ને પિઝા બહુ જ ભાવતા અને એ પણ સૌથી વધારે ડોમીનોઝના. તેથી નીલ અને અવની ડોમિનોઝમાં જાય છે.પીઝા ઓર્ડર કરે છે સાથે જ પેપ્સી પણ મંગાવે છે.અવની પોતાના હાથથી નીલને પીઝા ખવડાવે છે અને નીલ દર વખતે ની જેમ નોટંકી કરે છે.બંને જણા હસતા હસતા લંચ કરી લે છે.

અવની - યાર નીલ એક વાત કહેવી છે તને !

નીલ - અરે મારા દિકા. બોલ ને શુ વાત છે ? અને હા એક નહીં દસ વાત કહે.

અવની - યાર નીલ હવે આપડે આપણાં કરિયર પર ધ્યાન દેવુ જોઈએ. કારણકે આપણે બંને હજુ પ્રાઇવેટ નોકરી કરીએ છીએ. કાલ સવારે જયારે આપણે આપણા બંને વિશે ઘરે જણાવીશું ! ત્યારે મારા ઘરે તો તારા વિશે પૂછપરછ તો કરશે જ ને !

નીલ - અરે અવની. તને તો ખબર જ છે ને કે હું તૈયારી કરું જ છુ, વાંચુ પણ છુ અને સરકારી એક્ઝામ પણ આપુ છુ. તો એવી ચિંતા ના કર. નોકરી તો સારી મળી જ જશે હો મારા દિકા.

અવની - હા નીલ. પણ હવે મારે પણ તૈયારી ચાલુ કરી દેવી છે અને મારે પણ ગવર્નમેન્ટ નોકરી લેવી છે અને કઈક બનવું છે.

નીલ - અરે મારા વ્હાલા એ કઈ કહેવાની વાત છે. તારે જે કરવું હોય એ કહે, જે જોઈતું હોય એ કહે . હુ હંમેશા તારી સાથે જ છુ અને રહીશ.

અવની - હા પણ સાંભળ હું તને સમય નહીં આપી શકુ ! મારે હવે બધુ ધ્યાન કરિયર પર રાખવુ છે અને કંઈક બનવું છે. એટલે નીલ વાત અને મળવાનું આપણે બંધ કરી દઈશુ. હુ ખાલી સાંજે જ તને મેસેજ કરીશ અને એ પણ સૂતી વખતે બસ. બાકી આખો દિવસમાં એક પણ મેસેજ નહિ કરું.

નીલ - ( આશ્ચર્ય સાથે ) અવની એટલે હું કઈ સમજ્યો નહીં. વાત કરવાનું બંધ અને મળવાનુ બંધ એટલે. તું એમ કહેવા માંગે છે કે હવે થી આપણું મળવાનુ બંધ અને વાત પણ બંધ ?

અવની - હા નીલ. કારણ કે મને તારી સાથે વાતચીત કરું તો બીજા કામમાં સમય નથી મળતો . (અવની બોલતા બોલતા ચૂપ થઈ જાય છે)

નીલ - અરે કહી નહિ અવની આમ ચૂપ ના રહે. તારે જેટલો સમય જોઈતો હોય એટલો લે બસ. આમ પણ આપણે આખો દિવસ સાથે જ હોઈએ છીએ ને. રાત્રે કદાચ વાત ન થઈ તો પણ કઈ વાંધો નહીં. ખાલી રાત્રે મને દસ મિનિટનો સમય આપજે બસ.

અવની - હા હુ જોઇશ.

આમ પોતાના કરિયરની બાબત માં સિરિયસ બની બંને કપલ પોતપોતાની તૈયારી માં લાગી જાય છે. બને જણા આમ તો ઓફીસ માં સાથે હોય છે, વાતો કરે છે, મસ્તી કરે છે અને પોતાને ના સમજાતા એક બીજાને પ્રશ્નો પૂછે છે અને મદદ કરે છે. દિવસમાં બસ માંડ બે- પાંચ મિનીટ વાત થાય છે. આમ જ દિવસોના દિવસો પસાર થતા રહે છે. બંને એકબીજાથી ઘણા દુર થઇ ગયા છે. નીલ અવની સાથે વાત કરવા માટે તરસે છે પણ અવની નીલને સમય જ નથી આપતી.એક સાંજે નીલ અને અવની મેસેજમાં વાત કરતા હોય છે અને એવામાં અવની એ નીલ ને વાત કરી કે નીલ મારે હવે અહીં નોકરી નથી કરવી. હું જ્યાં રહુ છું ત્યાં બાજુમાં જ એક ઓફીસ છે ત્યાં હુ ઇન્ટરવ્યુ આપી આવી છુ અને મારે ત્યાં જ નોકરી કરવી છે.

નીલ - અરે પાગલ એમાં શુ ? તને જ્યાં ફાવે ત્યાં જોબ કર પણ તું મને મૂકીને અહી થી જતી રહીશ ને ? એક તો આમ પણ આપણે વાત કરવાનું ઓછુ કરી દીધુ છે અને હવે તું પણ અહીંથી જઈશ પછી તો સાથે રહેવાનું પણ બંધ થઈ જશે અને વાત નું તો !

અવની - ( ગુસ્સામાં ) અરે નીલ તું શું સાવ મને સમજતો જ નથી. એક તો હુ દરરોજ અહીં અપ ડાઉન કરી ને આવું છુ, ઘરે પહોંચીને થાકી જાવ છુ. ઘર નુ કામ હોય તો કેમ ?

નીલ - અરે અવની ગુસ્સો ન કર. મેં તને નોકરી કરવાની ના નથી પાડી. મેં ખાલી મારા મનમાં રહેલી તારા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી. આપણે કેટલાય મહિનાથી સાથે છીએ,સાથે કામ કરીએ છીએ અને અચાનક તું આમ જતી રહે તો મને દુઃખ તો થાય જ ને એટલે કીધુ.

અવની - સારું મને ખુબ જ ઊંઘ આવે છે અને હુ સુઈ જાવ છુ. બાય.

આમ અવની પોતાના નિર્ણય પર અડગ રહે છે અને પોતાના જ શહેર માં નોકરી કરવા લાગે છે. નીલ જ્યાં હતો ત્યાંજ પોતાની નોકરી ચાલુ રાખે છે. બંને જણા પોતપોતાની રીતે આગળ વધે છે પણ જાણે અંજાણે એક બીજા થી દુર પણ થઈ રહ્યા છે. નીલ વિચાર કરે છે કે અમે બંને પોતાના સારા ભવિષ્ય માટે મહેનત કરી રહ્યા છીએ એ અમારા બનેં માટે સારું જ છે પણ થોડો ડર પણ લાગી રહ્યો છે કે અમે બંને પોતાના કામ પાછળ એટલા બધા ખોવાઈ ગયા છીએ કે એક બીજાને સમય નથી આપી શકતા.ભગવાન બસ તારા પાસે એટલી જ પ્રાર્થના છે કે અમારા માટે જે કર એ સારું કરજે.

આમ જ ઘણા દિવસો વીતી જાય છે .એક દિવસ બનેં જણા રાત્રે વાતો કરી રહ્યા હોય છે અને એમાંથી નીલ અવની ને એક પ્રશ્ન પૂછે છે.

નીલ - યાર અવની તને નથી લાગતુ કે આપણે બંને એકબીજાથી દૂર થઈ ગયા છીએ ? કેમ કે તારા મેસેજ પણ આવતા હમણાં બંધ થઈ ગયા છે. પહેલા તું મને સવારે કોલ પણ કરતી અને મેસેજ પણ, ક્યારેક ક્યારેક સાંજે પણ મેસેજ કરતી અને હવે તારા કોલ તો ઠીક પણ મેસેજ આવતા પણ બંધ થઈ ગયા છે.હું શું કહુ છુ અવની આપણે મળી એ તો ? તું ઓફીસ થી છૂટ ત્યારે મને કહેજે હું મળવા માટે આવી જઈશ.

અવની : યાર નીલ તું પણ સાવ. મેં તને પહેલા જ કહ્યું હતુ કે આ બાબત પર આપણી વાત-ચીત નહીં થાય આગળ. અને શું વાર વાર મળવાનું કહે છે ! મારા પાસે તારા માટે સમય નથી.

નીલ - ( પોતાના મનને માનવીને ) અવની તું થાકી ગઈ હશે સુઈ જા. કાલે તારે પછી ઓફીસે પણ જવાનુ છે.શાંતિ થી સુઈ જા.

અવની - હા બાય.

બસ હવે જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ આ બંને સંબંધમાં પ્રેમનો પણ ઘટાડો થતો જાય છે. આખો દિવસ તો વાત થતી નથી. સાંજે થોડી ઘણી વાત થાય છે એ પણ પાંચ થી દસ મિનિટ.

એક દિવસ નીલ પોતાની ઓફીસમાંથી રજા લઈને અવનીના શહેરમાં જાય છે બે કલાક વહેલા પહોંચી જાય છે અને અવનીની ઓફીસ ની બહાર અવની ની રાહ જોવે છે ( મન માં ડર છે એકબીજા થી દુર જવાનો, એક બીજા ના પ્રેમ માં ઘટાડો ના થાય એમનો ) ત્યાં જ અવની ઓફીસમાંથી બહાર આવે છે અને નીલને પોતાની સમક્ષ જોવે છે. થોડી વાર તો અવનીને સપના જેવું લાગે છે. નીલ અવની ને પોતાની બાઈક પર બેસાડી ને અવની ને ડોમીનોઝ માં લઇ જાય છે. બપોરનો સમય હોવાથી બને જણા થોડો નાસ્તો કરે છે અને વાતો કરે છે..

અવની - શુ વાત છે નીલ આજે અચાનક ?

નીલ - શુ કરવું ? કોઈક ને તો આ સંબંધને જાળવી રાખવા પડશે ને !

અવની - યાર નીલ તું !

નીલ - અરે મસ્તી કરું છુ. જો આ તારી પસંગીની ગાર્લિક બ્રેડ.

અવની - યાર નીલ તું મને આમ ટોન્ટ ના માર પ્લીઝ. મને ખબર છે તું મને શું કહેવા માંગે છે. પ્લીઝ તું મને કોઈપણ જાતની બળજબરી ના કર.

નીલ - અરે અવની એવું કશું જ નથી. મેં ખાલી વાત કરી.

અવની - નીલ તારા મન માં જે કહી પણ હોય એ કહી દે પ્લીઝ.

નીલ - અવની. મને ખબર છે તું જે પણ કરી રહી છે એ આપણા સારા ભવિષ્ય માટે જ કરી રહી છે અને એમાં હું તારી સાથે જ છુ. પણ ઘણી વાર એવું મને થાય છે કે આપણે એકબીજા થી દુર થઇ રહ્યા છીએ. ચલ હું માનું છું કે હું તને વારંવાર કહુ છુ મળવા માટે, વાત કરવા માટે કારણ કે મારે આપણા સંબંધને બચાવવા છે.

અવની - ( વચ્ચેથી બોલતા ) તો શું હુ નથી બચાવતી આપણા સંબંધને ? તું કેમ નથી સમજતો ?

નીલ - અવની હું એમ નથી કહેતો. હું બસ એટલુ જ કહેવા માગું છુ કે થોડોક તો સમય આપ આપણા આ સંબંધને તું મને એ કહે કે આપણે છેલ્લા કેટલા સમય પહેલા સરખી વાત કરી હતી ? ખાલી સાંજે આપણે એક બીજા ને ગુડ નાઈટના જ મેસેજ મોકલીએ છીએ અને ક્યારેક વાત થાય ત્યારે પાંચ જ મિનિટ માં તું એવું કહે છે કે મને ઊંઘ આવે છે અને મારે સુઈ જવું છે. ક્યારેક ક્યારેક સાંજે આવેલા તારા એક મેસેજ

નો રાહ જોતો હોવ છુ.

ચાલ મને એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી કે તું દરરોજ વાત ન કર પણ ખાલી દિકા એટલું તો રાખ કે ક્યારેક આજે મારા નીલ જોડે વાત કરું.

અવની - હા સારું હવે હું ધ્યાન રાખીશ અને ચાલ હવે. મારે મોડું થાય છે ઘરે જવા માં..

નીલ - હા સારું ચાલ.

બને જણા બાઈક પર જાય છે. બનેં જણા એક દમ ચૂપ છે.નીલ અવની ને તેની ઘર ના ખૂણા પર ઉતારે છે અને બાય બોલીને ત્યાં થી જતો રહે છે. જેમ સમય પોતાનો રંગ બદલે છે તેમ આપણા જીવન માં ઘણો ફેરફાર થાય છે. અવનીનો મોટો ભાઈ હવે એમની ઘરે પાછો આવી ગયો છે ( પહેલા બહાર રહેતો ) એટલે હવે ઘર પર કોલ કરવાની તો વાત આવી જ નહીં અને મેસેજ તો ક્યારેક જ. આમ જ દિવસો પસાર થવા લાગ્યા. એક -બે મહિના સુધી આવું ચાલ્યુ. ના કોઈ કોલ. બસ સાંજે ખાલી ગુડ નાઇટ ના મેસેજ અને ક્યારેક પાંચ દસ મિનિટ ની વાત. હવે અવની ને આગળ ભણવાનું હોવાથી તે માસ્ટર ડીગ્રી માટે ભણવાનું ચાલુ કરે છે.સવારે અવનીની ઑફિસ હોય છે અને અઠવાડિયામાં માં ત્રણ વાર કોલેજ જવાનું હોય છે. અને જ્યારે ઘરે પાછી આવે છે એટલે ઘર નું કામ.ક્યારેક ક્યારેક નીલ જોડે વાતો. એક દિવસ સાંજે બંને વાતો કરતા હોય છે ત્યાં જ નીલ કહે છે કે અવની મેં તને છેલ્લા બે મહિનાથી નથી જોઈ અને આપણે સરખી વાત પણ નથી કરી તો કાલે આપણે મળી શકીએ ?

અવની - ના નીલ મારા પાસે હમણાં જરાય સમય નથી.જો કઇક સારો સમય મળશે તો જરૂર કહીશ તને.સારું હવે ચલ.હવે મને ઊંઘ આવે છે આપણે કાલે વાત કરીએ હો નીલ.

નીલ –સારું અવની.તારું ધ્યાન રાખજે અને સમય સર જમી લેજે..

* * *

જેમ ઉપર સ્ટોરી માં જોયુ તેમ બંને જણા પોતપોતાની રીતે આગળ વધી રહ્યા છે પણ સાથે જ એક બીજા થી દૂર પણ જઇ રહ્યા છે. શુ કોઈ પણ જગ્યાએ આગળ વધતી વખતે પોતાના પ્રેમ ને ભૂલી જવો જોઈએ ? એમને ટાઈમ આપવાનું બંધ કરી દેવું જોઈએ ? મિત્રો ઘણા એવું કહેશે કે હા જ તો પ્રેમતો થયા રાખે પહેલા કરિયર. હું પણ એમાં જ માનું છુ કે સારી રીતે સેટલ થઈ ગયા પછી પ્રેમમાં પડાય પણ જે લોકો પહેલાથી જ પ્રેમ માં છે તો શું એના પોતાના પ્રેમ ને છોડી ને આગળ વધી શકાય. ઉપર નીલ અને અવની આગળ તો વધી રહ્યા હતા પણ એક નજરે એ બંને પોતાના પ્રેમ ને ગુમાવી પણ રહ્યા હતા.. નીલ પોતાની દ્રષ્ટિએ સાચો હતો અને અવની પોતાની દ્રષ્ટિએ....

બધા ના પોતપોતાના વિચારો છે.કોઈ કહેશે અવની સાચી છે અને કોઈ કહેશે નીલ. એક તરફ અવની ને કરિયર માં આગળ વધવુ છે અને નીલ ને પોતાના પ્રેમને બચાવવો છે