virgatha - 4 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 4

Featured Books
Categories
Share

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 4

હે રાજન તને ગયા જન્મમાં મળેલ શ્રાપની વાર્તા કહી હવે રાજન તને પુત્ર પ્રાપ્તિ માટેનો રસ્તો પણ મળી ગયો હશે. એટલે આગળ તારે શું કરવું એ તારો નિર્ણય છે. એમ કહી ગુરુ તેના આશ્રમ જવા નીકળ્યા.

ગુરુ વિશ્વસ્વામી ને જતા જોઈ રાજા કૃષ્ણવીર તેમને રોકે છે અને કહે છે. ગુરુજી મને રસ્તો તો મળી ગયો છે પણ મહાદેવ નું તપ અને પૂજન કરીશ અને મને યોગ્ય જગ્યા તમારો આશ્રમ લાગે છે એટલે હે મહાત્મા મને તમારા આશ્રમમાં આશ્રય આપી તપ કરવા અનુમતિ અને આશીર્વાદ આપો.

ગુરુ વિશ્વસ્વામી પાછા વળ્યા નહિ એટલે રાજાને તેની નજીક બોલાવી કહ્યું રાજન તું મારો શિષ્ય હતો અને છે. મારો આશ્રમ તે તારો આશ્રમ કહેવાય એટલે સુખીથી આવો અને મહાદેવ નું તપ કરો.

રાજા કૃષ્ણવીર સભામાં જાહેરાત કરી કે હું ગુરુના આશ્રમ જઈ રહ્યો છું અને જ્યાં સુધી મને મારા પ્રશ્નનો હલ નહિ મળે ત્યાં સુધી હું રાજગાદી પર નહિ બેસું અને મારી ગાદી સેનાપતિ વીરભદ્ર ને સોંપું છું. રાજાની આ વાત સાંભળી ને બધા ઊભા થયા અને કહેવા લાગ્યા. મહારાજ તમારા જવાથી આ દેશ પર ઘણી મુશ્કેલી આવી શકે તેમ છે. આપણા દુશ્મનો આપણા દેશ પર આક્રમણ કરી શકે છે. એટલે હે મહારાજ અમારે આપણા દેશના વારસદાર કરતા અમારે તમારી વધુ જરૂર છે. કૃપા કરીને તમે નગર અને મહેલ છોડીને નહિ જાવ. ત્યારે રાજાએ કહ્યું હે નગરજનો રાજા પુત્ર વગર અધૂરો છે. અને હું જીવીશ ત્યાં સુધી તમારું કલ્યાણ કરીશ પણ મારા ગયા પછી કોઈ તો હોવું જોઈએ ને જે મારી જગ્યા લઇ શકે. એટલે દેશ અને પ્રજાના હિત માટે હું આ યોગ્ય પગલું ભરવા જઇ રહ્યો છું.

રાજા કૃષ્ણવીરે પહેરેલાં કપડાં બદલી સાદા કપડાં પહેરી પહેલા રાણી દામિની ની રજા લીધી પછી સભામાં હજુ ઉપસ્થિત હતા તે બધાને પ્રણામ કરી ગુરુના આશ્રમ જવા નીકળ્યા. મહેલમાંથી નીકળતા રસ્તામાં નગર જનોની ભીડ હતી. હાથ જોડેલા નગરજનો ની આખો કહી રહી હતી. મહારાજ તમે નહિ જાવ તમારી વગર આ દેશ અસુરક્ષિત થઈ જશે ત્યારે રાજા કૃષ્ણવીર પ્રજાને આશ્વાસન આપી રહ્યા હતા. તમે દેશ ની ચિંતા કરશો નહિ આપણો દેશ સુરક્ષિત રહેશે અને હું જલ્દી પાછો ફરીશ.

રાજા કૃષ્ણવીર ગુરુ સાથે તેમના આશ્રમમાં પહોંચ્યા અને ગુરુએ તેમના તપ કરવાની વ્યવસ્થા કરી આપી એટલે રાજા કૃષ્ણવીર એક વડલાના ઝાડ નીચે તપ કરવા લાગ્યા.

સેનાપતિ વીરભદ્ર રાજાનું સિંહાસન ગ્રહણ કર્યું નહિ ને રાજા ની મૂર્તિ ગાદી પર સ્થાપિત કરી રાજાનો કરોભર સેનાપતિ એ સંભાળ્યો. સેનાપતિ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં રાણી દામિની અને સલાહકારોની સલાહ લઈ નિર્ણય કરતા. ધીરે ધીરે પ્રજાને પણ લાગવા લાગ્યુ કે દેશનું શાસન યોગ્ય સેનાપતિના હાથમાં છે. નગરજનો તો પહેલા ની જેમ ખુશ અને સુખી હતા બસ રાણી દામિની સિવાઈ. રાણી દામિની રાજાના આવવાના દિવસો ગણી રહી હતી જેમ તેમ તેના વિરહ માં દિવસો પસાર કરી રહી હતી.

રાજા કૃષ્ણવીર મહાદેવ માં જાણે લીન થઈ ગયા હોય તેમ એક વર્ષ વિતી ગયું. પણ મહાદેવ પ્રશન થયા નહિ. કૃષ્ણ વીર તો જાણે મહાદેવ જ્યાં સુધી પુત્ર પ્રાપ્તિ નું વરદાન ન આપે ત્યાં સુધી બસ તેમનું ધ્યાન જ કરવાનું નીમ લઈ લીધું હતું. આખરે એક દિવસ મહાદેવ પ્રશન થયા.
હે પરમ દયાળુ, શૂરવીર, ભક્ત કૃષ્ણ વીર જાગ હું તને વરદાન આપવા આવ્યો છે.

મહાદેવ નો અમૃત સમાન અવાજ સાંભળીને કૃષ્ણવીરે આખો ખોલી તો સામે સાક્ષાત ભગવાન મહાદેવ હતા. દોડીને તેમના સરણ પકડી લીધા. મહાદેવ તેમના હાથ પકડી કૃષ્ણ વીર ને ઉભા કર્યા ને કહ્યું. હે કૃષ્ણ વીર હું તારી ભક્તિ થી પ્રશન થયો છું. માંગ તારે જે જોઈ એ તે.

કૃષ્ણવીરે ભગવાન મહાદેવ ને પ્રણામ કર્યા ને કહ્યું પ્રભુ આપ તો અંતર્યામી છો આપને ખબર છે હું શા માટે આપની ભક્તિ કરી રહ્યો હતો. છતાં પણ હું વરદાન માંગુ છું કે મને મહાન પરાક્રમી પુત્ર આપો.

ભગવાન મહાદેવ બોલ્યા હે વત્સ તે પુત્ર પ્રાપ્તિ માટે તપ કર્યું છે એટલે તને હું પુત્ર નું વરદાન તો જરૂર થી આપીશ પણ તારો પુત્ર પરાક્રમી મહા બળવાન થશે તે આશીર્વાદ હું તને નહિ આપી શકું. માણસ તેના કર્મ થી મહાન થાય છે. એટલે હું તને ફક્ત પુત્ર પ્રાપ્તિ નું વરદાન આપું છું. જા નવ મહિને તારી ઘરે એક પુત્રનો જન્મ થશે.

કૃષ્ણવીર ને તો પરાક્રમી બળવાન પુત્ર જોઈતો હતો એટલે તેણે ભગવાન મહાદેવ ને કહ્યું પ્રભુ જ્યાં સુધી મારે જોઈએ એ વરદાન નહિ મળે ત્યાં સુધી હું હજુ તમારી પૂજા અને તપ કરીશ. તથાસ્તુ કહી ભગવાન મહાદેવ જતા રહ્યા ને કૃષ્ણવીર ફરી તપ કરવા બેસી ગયો.

વરદાન મળવાની સાથે જ રાણી દામિની ને સારા દિવસો શરૂ થાય. અને રાણી દામિની રાજા ના આગમન ની સાથે તેના આવનાર પુત્ર ની પણ રાહ જોવા લાગી. જોત જોતામાં વાત પ્રસરી ગઈ કે રાણી માં બનવા જઈ રહી છે.

પાડોશી દુશ્મન ને જાણ થઈ કે રાજા કૃષ્ણ વીર તપ કરવા જંગલમાં ગયા છે ને રાણી દામિની માં બનવા જઈ રહી છે એટલે કરણ્ય દેશ પર આ સમયે આક્રમણ કરવું અને એક યોજના બનાવી રાણી દામિની ને મારી નાખવી. તે માટે દુશ્મન ભયદુત પેલા થોડા સૈનિકો ને કરણ્ય દેશ મોકલે છે અને એક યોજના નું જલ્દી કામ પૂરું કરી આવવા કહ્યું. યોજના હતી કે કોઈને ખબર પડ્યા વગર રાણી દામિની ને મોત ને ઘાત ઉતારવી. એટલે સૈનિકો તો નીકળી જઈ તે યોજના મુજબ કામ કરવા લાગ્યા. એક મહિના જેવું થયું હશે એટલે ભાયદૂત ને લાગ્યું કે યોજના મુજમ કામ પૂરું થવા જઇ રહ્યું છે એટલે તેણે તેના પાચ હાજર સૈનિકો સાથે કરણ્ય દેશ પર આક્રમણ કરવા નીકળી પડ્યા. તેના સૈન્ય માં ચારસો ઘોડા ની સાથે દસ ટોપ પણ સામેલ હતી.

તે સમયે સેનાપતિ વીરભદ્ર દ્વારા કરણ્ય દેશમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં નગર જનોના પ્રશ્નો ના નિરાકાર માટે ચર્ચા થઈ રહી હતી. આમ તો નગરજનો સુખી હતા પણ તેમની અમુક સગવડોનો વાર્તાલાપ થઈ રહ્યો હતો.

ત્યાં અચાનક ગુપ્તસર ભુવન સભામાં હાજર થાય છે. ભુવન નું આ રીતે આવવું એટલે કોઈ મુસીબત આવવાની કે કોઈ જાણકારી આવવી.!! ભુવન સેનાપતિ વીરભદ્ર સામે આવી પ્રણામ કર્યા. પછી ઝરૂખે બેઠેલી રાણી દામિની ને મસ્તક નમાવી પ્રણામ કર્યા. ભુવન કઈક કહેવાની ઉતાવળ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. એટલે સેનાપતિ વીરભદ્ર એ ભુવન ને આદેશ આપ્યો કે ગુપ્સર ભુવન તું બેઝિઝક તારો સંદેશો સંભળાવ. રાજાનો હિતેસું ભુવન સભામાં રાજા ની ગેરહાજરી તેને તેનો સંદેશો આપવા અટકાવી રહ્યો હતો. સંદેશો ગુપ્ત હોવાથી તે મુંજવણ માં હતો કે રાજા વગર સંદેશો સેનાપતિને કેમ સંભળાવવો એટલે તેણે રાણી દામિની પર નજર કરી આખોથી તેની મુંજવણ કહી.

રાણી દામિની ઉભી થઇ અને આદેશ આપ્યો કે સભા ને અત્યારે ખાલી કરવામાં આવે. અને આજ ન સભા મુલતાવવામાં આવે છે. રાણી નો આદેશ સાંભળતા થોડી મિનિટોમાં સભા ખાલી થઈ ગઈ એટલે રાણી દામિની ઝરૂખેથી નીચે આવી રાજાના સિંહાસનની બાજુમાં આવીને બેસ્યા. હવે સભામાં રાણી, સેનાપતિ અને ભુવન સિવાઈ કોઈ હાજર હતું નહિ. રાણી દામિની એ ભુવન ને કહ્યું ભુવન હવે તું તારો સંદેશો સંભળાવી શકે છે.

ભુવન તેનો સંદેશો સંભળાવવાનું શરૂ કર્યું. આપણા દેશમાં પડોશી દુશ્મન આક્રમણ કરવાની ફિરાકમાં છે. તેને સમાચાર મળ્યા કે રાજા કૃષ્ણ વીર જંગલમાં તપ કરવા ગયા એ મોકો સમજી તેણે પાચ હાજર સૈન્ય સાથે આપણા દેશ પર આક્રમણ કરવા આવી રહ્યું છે. તે હજુ કોશો દૂર છે સેનાપતિ અને રાણી દામિની ને મારું નિવેદન છે મહારાજ ની ગેરહાજરીમાં આપ દેશ ની સુરક્ષાની જવાબદારી ઉઠાવી દેશ ને બચાવો.

આટલું સાંભળતા જ સેનાપતિ ઉભો થઇ ગયો ને તલવાર કાઢીને "કોણ છે કે આપણા દેશમાં આક્રમણ દુરાગ્રહ કરે છે " તેને ભાન નથી કે આ દેશમાં રાજા કૃષ્ણવીર નું શાસન ચાલી રહ્યું છે. "હે ગુપ્તસર ભુવન મને જણાવ કે પાડોશી દેશનો કોણ રાજા છે જે આપણા દેશ પર આક્રમણ કરવા જઈ રહ્યો છે."

સેનાપતિ ને ફરી ભુવન ને પ્રણામ કરી કહ્યું. આપ મહારાજને સ્થાને છો એટલે આપને દુશ્મન કોણ કોણ છે તે સારી રીતે જાણો છો. આજુ બાજુના ત્રણ દેશ બાદ કરતાં બધા દુશ્મન જ છે જે યુદ્ધની ફિરાક માં જ હોય છે. આપણા પૂર્વજ મહારાજ સાથે જે બે વાર હારી ચૂકેલો દુશ્મન ભયદૂત છે. જે પૂરી તૈયારી સાથે આપણા દેશ તરફ આગળ વધી રહ્યો છે. એટલે હે સેનાપતિ મહારાજની ગેરહાજરી માં આપ દેશ ને બચાવવા યુદ્ધની તૈયારી કરો અને દુશ્મન ભયદુતને હરાવી સારો એવો પાઠ ભણાવો જેથી ફરી ક્યારેય આપણા દેશ પર આક્રમણ કરવાની હિંમત ન કરે. આટલો સંદેશો આપી ભુવન સભા છોડી જઈ રહ્યો હતો ત્યારે દામિની તેને રોકીને કહે છે. ભુવન તારા જેવા હીતેશુ ગુપત્સર થી દેશ સુરક્ષિત છે. તે માટે હું તારી ખુબ આભાર છું. અને આપણા દુશ્મન ની હર પહેલ ની પળેપળ ની માહિતી આપતો રહેજે. જેવી આજ્ઞા મહારાણી કહી ભુવન તેના કામ પર લાગી ગયો.

ક્રમશ.....