Shodh ek rahshyam safar sapanathi sachhaini - 8 in Gujarati Fiction Stories by Niraj Modi books and stories PDF | શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 8

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 8

બે દિવસ પછી સાંજે ચાર વાગે અનીતા ઘરના ફોન પર રીંગ વાગે છે, અનીતા ટીવી જોતી હતી, તેની બાજુમાં જ ફોન પડેલો હતો, એટલે તે તરત જ ફોન ઉપાડે છે.

" હેલો, અનીતા સાથે વાત થઇ શકે? હું ડોક્ટર સમીર બોલું છું"

અનીતા અવાજ સાંભળતાં જ ઓળખી જાય છે.

" હા, બોલો ડોક્ટરસાહેબ, ફોન આવ્યો મહેતા સાહેબનો?"અનીતા ડોક્ટર બોલે એ પહેલાં જ સવાલ પૂછે છે

"તું એક કામ કર, રશ્મિને લઈને મારી ઓફિસ પર આવી શકીશ અત્યાંરે જ, અને રશ્મિને કહેજે કે એની ચિત્રોની બુક સાથે લેતી આવે"

"પણ કંઇક કહો તો ખરી કંઈ ખબર પડી?"

"તું આવીજા આપણે રૂબરૂ મળીને જ વાત કરીએ છીએ"

ડૉક્ટર ફોન મુકી દે છે અને તેમની સામે બેઠેલા ઈન્સ્પેકટર મહેતા ની સામે જુવે છે.

◆◆◆

અનીતા દોડીને તેના રૂમમાં રશ્મિને બોલાવા જાય છે. "રશ્મિ, ડોક્ટર સમીર નો ફોન આવ્યો હતો એમણે અત્યાંરે હાલ જ તેમની ઓફિસે આવવાનું કીધું છે આપણને."

"એમને કોઈ માહિતી મળી ખરી?" રશ્મિ ખુશીથી ઊભી થઈને અનીતાને પૂછે છે.

"તારી જેમ મેં પણ એ જ પૂછ્યું, પણ એમણે કીધું રૂબરૂ આવી જાઓ પછી વાત કરીએ, કંઈક માહિતી મળી હશે એટલે જ તો તેમણે આપણને રૂબરૂ મળવા બોલાવ્યા હશે નહીતો ફોન પર જ વાત કરી લેત"

થોડીવારમાં બંને જણા તૈયાર થઈને ગાડીમાં ડોક્ટરની ઓફિસ તરફ જવા નીકળે છે. રશ્મિના મનમાં અજીબ ખળભળાટ ચાલી રહ્યો હતો. તેને ઇન્સ્પેકટર મહેતા પણ થોડાક અજીબ લાગ્યા હતા. તે કેમ આવી રીતે મને જોઈ રહ્યા હતા, એ રશ્મિ ને હજી પણ સમજાતું નહોતું. તેઓ જેવા સમીરની ઓફિસમાં પહોંચે છે, તો તેમની સામે ઇન્સ્પેક્ટર મહેતાને બેઠેલા જુએ છે. બંને જણા તેમની સામે થોડું હસીને તેમની બાજુમાં બેસે છે.

અનીતા બેસતાંની સાથે જ ડૉક્ટરને પૂછે છે.

"શું થયું ડોક્ટર સાહેબ કંઈ જાણવા મળ્યું?"

એ દરમિયાન રશ્મિ તો મહેતાજીને જ જોઈ રહી હતી.

"હા આપણા કેશને મળતો આવે એવો એક કેશ મહેતાજીને મળ્યો તો છે એટલે જ એ અહીં આવ્યા છે"

આગળની વાત નો દોર મહેતા સાહેબ પોતાના હાથમાં લઇ લે છે અને પોલીસની અદાથી માહિતી આપે છે.

"તમારા ગયા પછી મેં પહેલાં તો અમારા સ્ટેશનના રેકોર્ડ ચેક કરાયા, હું એ વખતે હેડ કોન્સટેબલ હતો પણ અમારા સ્ટેશનમાં એવી કોઈ માહિતી મળી નથી, એટલે મેં સેન્ટ્રલ રેકોર્ડ સીસ્ટમમાં તપાસ કરાવી. તો તેમાં આજથી અગિયાર વર્ષ પહેલાં ઘણા બધા કેસ આવ્યા હતા, તેમાં ત્રણ કેસ એવા હતા જેમાં એક સ્ત્રીનું ખૂન થયું હતું. જેમાં પહેલી સ્ત્રી નું મોત એક્સિડન્ટ થવાથી થયું હતું, તે હીટ એન્ડ રનનો કેસ હતો, તેની ગાડીને જાણી જોઈને ટક્કર મારવામાં આવી હતી,બીજી સ્ત્રીનું ખૂન તેના પડોશીએ ચપ્પુ મારી ને કર્યું હતું. આ બંને કેસના ગુનેગાર પકડાઈ ગયા હતાં, પણ ત્રીજો કેસ જેનો ગુનેગાર હજી સુધી પકડાયો નથી અને ફાઇલ હજી સુધી ઓપન જ છે,એટલે મારી અચરજ ખાતર મેં એ ફાઈલ ખોલીને જોઈ જેમાં એક સ્ત્રીનું કપાળ પર ગોળીમારી ખૂન કરવામાં આવ્યું હતું. અને ફોટામાં તે સ્ત્રીનો ચહેરો જોતાં જ બધું મારી નજર સામે આવી ગયું.

આ કેસ મણીનગર પોલીસ સ્ટેશનનો હતો એ વખતે ફરજ પર ઇન્સ્પેક્ટર ગોહિલ હતા, અને હું તેમની સાથે હેડ કોન્સ્ટેબલની ફરજમાં હતો.કોઈ વ્યક્તિનો સ્ટેશન ઉપર ફોન આવ્યો હતો કે કોઈ સ્ત્રીનું ગોળી મારીને હત્યાં કરી દેવામાં આવી છે, એટલે હું અને ગોહિલ સાહેબ તાબડતોડ જણાવેલા સરનામા ઉપર પહોંચી ગયા, ત્યાંં પહોંચતાની સાથે જ જોયું તો ઘરની બહાર ટોળું જામેલું હતું, અમે જેવા બંગલાની આગળ ગાડી ઉભી રાખી તો અમારી નજર દરવાજાની બાજુમાં લગાવેલા નામની પ્લેટ પર પડી તેના ઉપર "માતૃસદન" એવું લખેલું હતું.ઘરમાં પ્રવેશ કરતાં જ ત્યાંં એક પાંચ વર્ષની છોકરી સોફા પર પડી હતી. પહેલી નજરે જોતા એવું લાગ્યું કે એ મરી ગઇ હતી, પણ તપાસ કરતા જાણ થઈ કે તે બેભાન થઇ ગઈ હતી. તેને માથાના પાછળના ભાગમાં ઇજા થવાથી તે બેભાન થઇ ગઈ હતી. જે સ્ત્રી નું ખૂન થયું હતું તેનો મૃતદેહ રસોડામાં પડયો હતો, તેને કપાળમાં બરાબર વચ્ચે ગોળી મારવામાં આવી હતી, બિલકુલ તેવી જ રિતે જેવી રીતે રશ્મિને સપનામાં દેખાય છે.

રશ્મિ એકદમ ધ્યાનથી મહેતાજીની વાત સાંભળી રહી હતી. તેને તો જાણે મહેતાજી પોતાના સપનાનું વર્ણન કરી રહ્યા હોય તેવું જ લાગતું હતું.

પણ અનીતાથી રહેવાયું નહીં "મહેતા સાહેબ આ કેસ પરથી કઈ રીતે ખબર પડે કે રશ્મિ જે સપનાં જુએ છે, એ "માતૃસદન" ઘર તમે જે કહો છો એ જ છે?"

મહેતાજી રશ્મિ સામે જોઈ રહે છે અને વાત આગળ વધારે છે "

"હું ચોક્કસ રીતે, એ એટલા માટે કહી શકું છું, કે જે સ્ત્રી નું ખૂન થયું હતું તે રશ્મિની મમ્મી જ હતી, કારણકે મેં તમને જે વાત કરી તેમાં અમે જ્યારે ઘરમાં પહોંચ્યા ત્યાંરે ત્યાંં પાંચ વર્ષની જે છોકરી બેભાન હાલતમાં સોફામાં પડી હતી તે બીજી કોઈ નહીં પણ રશ્મિ પોતે જ હતી"

રશ્મિ અને અનીતા એકદમ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે.

તમને કઈ રીતે ખબર પડી કે રશ્મિ એ જ છોકરી છે જે તમે અગિયાર વર્ષ પહેલા તે ઘરમાં જોઈ હતી?"

"કારણકે ઇન્સ્પેક્ટર ગોહિલ જ એ વ્યક્તિ હતા જેને રશ્મિને નૈનીતાલ તેમના બહેન ગીતા બેન પાસે મોકલી આપી હતી. ઇન્સ્પેકટર ગોહિલ ખૂબ જ ભલા માણસ હતા. એમનું બે વર્ષ પહેલાં એક્સિડન્ટમાં દુઃખદ અવસાન થયું હતું. કેસની તપાસ ચાલતી હતી તે દરમિયાન રશ્મિના બીજા કોઈ સગા સંબંધી મળ્યા ન હતા, એટલે ગોહિલ સાહેબ જ રશ્મિને એમની સાથે રાખતા હતા. તે જાણતા હતા કે જો રશ્મિ જીવે છે, એ વાત બહાર પડી તો કદાચ તેના પર ફરીથી હુમલો થઈ શકે છે. એટલે તેમણે જાહેર કર્યું કે તારું પણ મોત થયું છે. અને પછી તેમણે તેમના બહેનને વાત કરી, કારણ કે તેમના બહેને લગ્ન કર્યા ન હતા એટલે તે જાણતા હતા કે રશ્મિ તેમના જીવનનો ખાલીપો દૂર કરી શકશે, અને તે જ રશ્મિ ને સારી રીતે મોટી કરી શકશે. તમે જ્યારે મને પોલીસ સ્ટેશને મળવા આવ્યા ત્યાંરે મને લાગતું હતું કે મે રશ્મિને ક્યાક જોઈ છે. પણ યાદ આવતું ન હતું. પછી ડોક્ટર સમીરે કીધું કે તે નૈનીતાલ ભણે છે, એટલે મને થયું કે કદાચ એ ગોહિલ સાહેબ વાળી છોકરી તો નહીં હોયને!, અને મારી શંકાના આધારે મને વધારે તપાસ કરતા ફાઈલ મળી.

રશ્મિને તો કંઈ સમજાતું જ નથી કે તેને ખુશ થવું જોઈએ કે દુઃખી થવું જોઈએ, આટલા વર્ષો પછી જાણવા મળ્યું કે એની મમ્મી કોણ છે, પણ દુઃખ એ વાતનું હતું કે તે હયાત નથી. રશ્મિ થોડું પાણી પીને મહેતાસાહેબને પૂછે છે. "

મારી મમ્મીનું નામ શું હતું? અને મારા પિતા વિશે કંઈ જણાવ્યું નહી"

"તારી મમ્મીનું નામ માધુરીબેન હતું. અમનેએ વખતે પણ તારા પિતાનું કોઈ ઠેકાણું મળ્યું ન હતું, કે એમના વિષે કંઈ પણ જાણવા મળ્યું નહી. અમે ઘરની તલાશી લીધી હતી પણ એમાંથી કંઈ જાણવા મળ્યું નહીં."

" સાહેબ રશ્મિની મમ્મીનું ખૂન કોણે કર્યું હતું?"

"અનીતા મને આજે પણ એ જ વાતનો ખેદ રહે છે કે અમે એમના ખૂનીને પકડી શક્યા ન હતા. ઘણા વખત સુધી મેં અને ગોહિલ સાહેબે તપાસ કરાવી પણ કોઈ જ માહિતી મળી નહીં"

ડોક્ટર સાહેબ રશ્મિ પાસેથી ડ્રોઈંગ બુક માંગે છે.

" મહેતા સાહેબ રશ્મિને જે સપના આવે છે તે તેના મુજબ ચિત્રો બનાવે છે"

મહેતા સાહેબને ચિત્રો જોઇને થોડી નવાઇ લાગે છે.

"રશ્મિ તે ઘણા જ સારા ચિત્રો બનાવ્યા છે, એક મિનિટ, મને યાદ આવે છે, અમને પણ એ ઘરમાં ફ્રેમમાં ઘણા બધા ચિત્રો જોવા મળ્યા હતા, મને એવું લાગે છે કે તને ચિત્રકળા વારસામાં મળી હોવી જોઈએ, કાંતો તારા મમ્મી પાસેથી અથવા તો તારા પિતા પાસેથી"

મહેતા સાહેબ રશ્મિએ દોરેલા તેની મમ્મીના ચિત્રને જોઈને એ એકદમ ચોક્કસ થઇ જાય છે કે આ એ જ સ્ત્રી હતી જેમને તેમણે પોલીસની ફાઇલ માં જોઈ હતી.

ચિત્રો જોઈને બૂક રશ્મિને પાછી આપે છે.

" મને તારી મમ્મી માટે ઘણું જ દુઃખ છે રશ્મિ"

પછી મહેતાજી ડોક્ટર સમીર સામે જોઈને નીકળવાની રજા માંગે છે.

મહેતા સાહેબ, અનીતા, રશ્મિ અને ડોક્ટર સમીરને વિચારતા મૂકીને ત્યાંંથી નીકળી જાય છે.પણ તે જતા જતાં ડૉક્ટરને ટકોર કરતા જાય છે,

"ડોક્ટર સાહેબ એક વિનંતી છે કે આ કેસમાં અમે તો અમારા તરફથી ખૂનીને પકડવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પણ હજી તે અમારા હાથમાં આવ્યો નથી, જો તમને એના વિશે કઈ પણ જાણકારી મળે તો મને જરૂરથી માહીતગાર કરશો. હું એને જેલના સળીયા પાછળ ધકેલી ને જ રહીશ"

અનીતા અને રશ્મિ એકબીજાની સામે જોઈ રહે છે, તેમને હવે શું કરવું એ કંઈ સમજાતું નથી પણ ડોક્ટર સમીરનો ચહેરો જોતાં એવું લાગતું હતું કે જાણે કે કંઈ ખબર પડી ગઈ હોય.

◆◆◆

મહેતાસાહેબ ત્રણેય જણને વિચારતા મૂકીને તેમની ઓફિસ માંથી નીકળી જાય છે.

" અનીતા ડૉક્ટર સામે જુએ છે અને કહે છે.

"હવે શું કરીશું સાહેબ?"

"કેમ હવે શું કરીશું મતલબ આપણને જે જાણવું હતું એ તો જાણવા મળી ગયું. રશ્મિ જે સપના જુએ છે એ ખાલી સપના નથી પણ એક સચ્ચાઈ હતી, તેની મમ્મીનું હકીકતમાં ખૂન થયું હતું. જે મહેતા સાહેબે પૂરાવા સાથે સાબિત પણ કર્યું.તેની મમ્મીનું ખૂન થયું હતું તે વાત તેના અંતરમનમાં સંગ્રહ હતી જે સપના દ્વારા તેને સામે આવી રહી હતી અને આજે તે જાણવા મળી ગઈ છે”

રશ્મિ ડોક્ટર સામે જોઇને બોલે છે,

“પણ જે આપણે જાણવું હતું એ જાણી લીધું હોવા છતાં પણ કેમ જાણે અધૂરું લાગ્યા કરે છે.મારી મમ્મીનું ખૂન થયું એ વાત સાચી હોય તો પછી મારા પિતાનું શું તે ક્યાં હશે? એ જીવે છે કે નથી જીવતા એ પણ ખબર નથી. અને સપનામાં પણ તેમના વિશે કશું જ જાણવા મળતું નથી. અનીતા રશ્મિને ધરપત આપે છે અને કહે છે,

"પણ રશ્મિ એમાં આપણે શું કરી શકીએ, તું મન પર વધારે બોજ ના આપીશ તેં સાંભળ્યુને મહેતાજીએ કીધું તો ખરા એમને એ વખતે પણ તારા પિતાનું નામ પણ જાણવા મળ્યું ન હતું. તો એ પોલીસ માં હોવા છતાં એમને કંઇ જાણકારી ના મળી તો આપણને કઈ રીતે મળી શકે.

ડોક્ટર સમીર બંનેની વાતો ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

અનીતા તેમની સામે જોઈને ઈશારો કરે છે કે તે રશ્મિને સમજાવે,

"બરાબરને સાહેબ મે કંઈ ખોટું કીધું?"

"અનીતા એક વ્યક્તિ છે જે આપણને રશ્મિ ના પિતા વિશે જણાવી શકે તેમ છે" ડોક્ટર અનિતાને કહે છે,

તરત જ રશ્મિની આંખોમાં એક ચમક આવી જાય છે, બંને જણા આશ્ચર્યથી ડોક્ટર સામે જોઈ રહે છે,

"કોણ છે એ વ્યક્તિ ડોક્ટર સાહેબ?"

અનીતા ઉત્સુકતાથી પૂછે છે,

"માધુરીબેન"

ડોક્ટરના ઘટસ્ફોટથી રશ્મિ અને અનીતાને કંઈ સમજાતું નથી.

"માધુરીબેન એટલે રશ્મિના સ્વર્ગવાસી મમ્મી, પણ એ કઈ રીતે બની શકે, કે એક મરેલી વ્યક્તિ આપણને માહિતી કઈ રીતે આપી શકે"

"કેમ અનીતા, રશ્મિ અમદાવાદની છે એ કેવી રીતે ખબર પડી હતી એ પણ ભૂલી ગઈ.

અનીતા અને રશ્મિના મગજ માં એક વીજળીનો ઝબકારો થાય છે.

"જો રશ્મિ, હું એમ નથી કહેતો કે એ કોઇ ચમત્કાર હતો. પણ તું પહેલે થી જ જાણતી હતી તારું શહેર કયું છે. પણ કોઇ કારણવશ એ તું ભૂલી ગઈ હતી, પણ તારા અંતર મનના ઊંડાણમાં ક્યાંક તારો ભૂતકાળ સંગ્રહ થયેલો છે. જેમ મેં તમને પહેલા જ કીધું હતું કે દિવસે કોઈ ઘટના બને છે જે તમારા અંતર મનમાં રહેલ વાત સાથે સંયોગ કરે તો એ સપના રૂપે તમને દેખાય છે, તમે તે દિવસે ભેગા બેસીને નક્કી કર્યું લિસ્ટ બનાવ્યું હતું, મમ્મીનું સાચે જ માં ખૂન થયું છે એમ માનીને આગળ શોધવા પ્રયત્ન કર્યા, ખરેખરમાં રશ્મિ તે જાણતી જ હતી બસ એક સંયોગ થયો અને એને એ જાણવા મળી ગયું"

"તો તમારું શું કહેવું છે, કે રશ્મિ તેના પિતાને ઓળખે છે?, એમનું નામ પણ જાણે છે?"

"હું તો બસ એક શક્યતા જણાવું છું જો એને ખરેખર ખબર હશે તો આપમેળે જ એને સપનામાં જાણવા મળી જશે"

રશ્મિ બંનેની વાતો ધ્યાનથી સાંભળી રહી હતી અને પછી કહે છે

"મેં કદી સપનામા મમ્મી સાથે વાત કરી નથી, મને નથી ખબર કે એ મારી સાથે વાત કરશે કે નહીં, એ પણ નથી ખબર કે એ મારા પપ્પા વિશે વાત કરશે કે નહીં અને બીજી એક અગત્યની વાત જો કદાચ તેમની સાથે વાત કરવી હોય તો એના માટે સમય જોઈએ. સપનામાં લાંબો સમય રહેવા તું જ નથી, મને સમય મળતો જ નથી એ પહેલાં હું જાગી જવું છું. એ મારા હાથમાં નથી કે જ્યાં સુધી હું ઈચ્છું ત્યાંં સુધી સપનામાં રહી શકું"

"પણ મારા હાથમાં છે"

ડોકટર સમીર બોમ્બ ફોડે છે. રશ્મિ અને અનીતા એકદમ આશ્ચર્યથી તેમની સામે જુએ છે. ડોક્ટર થોડીવાર સુધી તેમની સામે જોવે છે.

"જલદી કહો ને સાહેબ, તમારા હાથમાં કઈ રીતે છે?"

રશ્મિ ઉતાવળે પૂછે છે.

" મને હવે લાગે છે કે તું હિપ્નોટિઝમ માટે તૈયાર છે"

"એટલે શું? હિપ્નોટિઝમ થી આ શક્ય બની શકે?"

"હા હું હિપ્નોટિઝમની મદદથી રશ્મિને થોડો વધારે સમય આપી શકીશ"

"પણ તમે કહેતા હતા કે તેનાથી રશ્મિ ને ખતરો ઊભો થઈ શકે છે, તે કોમામાં જઈ શકે છે એ તેના માટે હાનિકારક છે"

"એ વાત સાચી હતી, પણ હવે રશ્મિની માનસિક પરિસ્થિતિ પહેલા જેવી નથી, હવે એ એની મમ્મી વિશે જાણે છે, એના મગજમાં કોઈ ગૂંચવણ નથી અને તેને ખબર છે કે હવે એની મમ્મી મરી ગઈ છે, તેને મળવાની નથી. જ્યારે શરૂઆતમાં રશ્મિનું મગજ ગૂંચવણમાં હતું. એવા સમયે હિપ્નોટાઇઝ ન કરી શકું."

"તો રશ્મિ તું તૈયાર છે જ્યાં સુધી તારી પરવાનગી ના હોય ત્યાંં સુધી હું તને હિપ્નોટાઈઝ ના કરી શકું"

. રશ્મિ અનીતા સામે એક નજર નાખે છે અને પછી એકદમ આત્મવિશ્વાસ સાથે ડોક્ટર ને કહે છે.

"યસ આઇ એમ રેડી" બસ તો તું એક કામ કર ત્યાંં સામે પડેલા દિવાન ઉપર આરામથી સૂઈ જા હું ત્યાંં સુધી તૈયારી કરી લવું"

"અનીતા, હિપ્નોટીઝમ દરમ્યાન કોઈપણ જાતનો અવાજ ન કરતી નહીં તો રશ્મિ માટે જોખમ થઈ જશે"

"ઓકે હું એકદમ ચુપ જ રહીશ"

ડોક્ટરે ફોન કરીને તેમની આસિસ્ટન્ટ ને કોઈપણ જાતનું ડિસ્ટર્બન્સ ન થાય એની પણ જાણ કરી દીધી, અને ફોનનું રિસીવર પણ બાજુમાં મૂકી દીધું, અને એક નાનું ટેબલ લઈને રશ્મિની બાજુમાં આવીને બેસી જાય છે.

"રશ્મિ જો હવે મારી સૂચનાઓને ધ્યાનથી સાંભળજે, તું જ્યારે સપનામાં રહે ત્યાંરે, જે જોવે તેને યાદ રાખવાનો પ્રયત્ન કરજે, અને જે પણ સાંભળે છે, તે મોઢેથી બોલીને મને કહેજે, જેથી હું પણ જાણી શકું કે તું કઈ પરિસ્થિતિમાં છે, અને જ્યારે મને લાગશે કે હવે તારી સપનામાંથી જાગી જવું જોઈએ ત્યાંરે હું એક ચપટી વગાડીશ અને તું એ સાંભળીને જ જાગી જઈશ."

“હવે જો તને સામે પેલું ગોળ પાટિયું દેખાય છે, જેના પર કાળી અને સફેદ ગોળ લાઈનો દોરી છે તેને ધ્યાનથી એકધારું જોવાનું ચાલુ કર અને મનને બને ત્યાંં સુધી શાંત રાખવાનો પ્રયત્ન કરજે."

રશ્મિ ડોક્ટરના કહેવા મુજબ ચક્કરને જોવાનું ચાલુ કરે છે. શરૂઆતમાં તેને ડોક્ટરનો અવાજ સભળાતો હતો, પણ પછી એ અવાજ દૂર જતો હોય તેમ ધીમે-ધીમે સંભળાવવાનો બંધ થઈ જાય છે, અને તેની આંખો ધીમે ધીને બંધ થઇ જાય છે.

રશ્મિ જ્યારે આંખ ખોલે છે, ત્યાંરે ફરી વખત એ જ ગંધાતા રૂમમાં હતી. એજ પલંગ ઉપર જ્યાં ગઈ વખત તેની મમ્મીનો મ્ર્તુદેહ પડેલો હતો.તેને તરત જ ખ્યાલ આવી જાય છે કે તે સપના માં છે. પણ તેની સાથે તેની મમ્મી હતી નહિ, તે પલંગ પર બેસીને આજુબાજુ નજર કરે છે. રૂમની બારી ઉપર પડદાનું આવરણ હતું અને પડદો હલવાથી તેમાથી અજવાળું રૂમમાં આવી રહ્યું હતું, તેના પરથી લાગ્યું કે બહાર દિવસનું અજવાળું ફેલાયેલું છે. તેને ફરીથી એક મધુર અવાજ સંભળાય છે,જે નીચે સીડી પરથી આવી રહ્યો હતો.

"બેટા, તું ઉઠી ગઈ હોય તો તૈયાર થઈ જજે. પણ જાણે રશ્મિને તે અવાજ ફરીથી સાંભળવો હોય એટલે તે સામે કોઈ જવાબ આપતી નથી, એટલે માધુરીબેનનો સીડી ચઢવાનો અવાજ આવે છે, રશ્મિ જાણતી હતી કે આ એક સપનું છે વાસ્તવિક દુનિયામાં માધુરીબેન હયાત નથી છતાં પણ તે અંદરથી એક ખુશી અનુભવી રહી હતી. અને થોડીવાર માં માધુરીબેન વાળેલા કપડાંની થપ્પી હાથમાં લઈને રૂમમાં પ્રવેશતા દેખાય છે. રશ્મિના ચહેરા પર ખુશીની લહેર આવી જાય છે. તેને પલંગ ઉપર બેઠેલી જોઇને માધુરીબેન તેની સામે જોઇને હસે છે.

"ઉઠી ગઈ છે તો બોલતી કેમ નથી" માધુરીબેન પલંગની સામે રાખેલા કબાટ તરફ આગળ વધતા બોલે છે.

જેવા માધુરીબેન કબાટ ખોલવા જાય છે, રશ્મિ પાછળથી તેમને ગળે લગાડી લે છે, માધુરીબેન પ્રેમથી તેની સામે જોઈ ને તેના ગાલ ચૂમી લે છે, જેવુ કબાટ ખોલે છે એટલે રશ્મિને તેમાં પડેલા ચિત્રો દેખાય છે, તે તરત જ મમ્મીની બાજુમાં આવીને ચિત્રો કાઢીને જોવા લાગે છે. તે એક પછી એક ચિત્રો જોતી જાય છે, અને જોતા જોતા તેની નજર એક ચિત્ર ઉપર સ્થિર થઈ જાય છે, તે ચિત્રમાં બે વ્યક્તિ એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલતા હતા અને તેમની આંખો એકબીજાને પ્રેમ થી જોઈ રહી હતી. તે કોઈ સિનેમાના રોમેન્ટીક કપલ જેવા લાગી રહ્યા હતા. રશ્મિ તેમાથી ડાબી બાજુની જે સ્ત્રી હતી તેને ઓળખી જાય છે, તે માધુરીબેન હતા પણ સાથે જે પુરુષ હતા તેને ઓળખી શકી નહીં એટલે એ મમ્મી સામે જુએ છે, માધુરીબેન બારી નો પડદો ખોલવા જઈ રહ્યા હતા,

"મમ્મી આ ફોટામાં તારી સાથે કોણ છે?, રશ્મિએ પહેલી વખત તેની માતા સાથે વાત કરી હતી.રશ્મિનો સવાલ સાંભળીને માધુરીબેનના હાથ પડદો ખોલતા અટકી જાય છે, તે થોડીવાર સુધી નીચે જોઈ રહે છે, જ્યારે તે નજર ઊંચી કરી રશ્મિ સામે જોવે છે ત્યાંરે તેમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયેલા હતા, તેમના ચહેરા પર હસી નું સ્થાન ગુસ્સાએ લઈ લીધું હતું. રશ્મિને લાગ્યું કે તેણે પૂછીને કંઈક ભૂલ કરી દીધી હતી, હવે જે થવું હોય તે થાય તેણે જાણવુ તો હતું જ અને એમ પણ પૂછાઈ ગયા પછી કંઈ થઈ શકવાનું ન હતું, એટલે તે માધુરીબેનના જવાબની આતુરતાથી રાહ જોઈ રહી હતી.

"રશ્મિ આ પહેલી અને છેલ્લી વખત તું આ પ્રશ્ન કરે છે, એ યાદ રાખજે અને હું બીજી વખત તે નીચ વ્યક્તિ વિશે વાત કરવા માંગતી નથી."

"ઠીક છે મમ્મી, મારી ભૂલ થઈ હવે હું ફરી વખત તને નહીં પૂછું, પણ મને એક વખત કહે તો ખરી કોણ છે એ વ્યકતી ફોટામાં, જેનો તું હાથ પકડીને ચાલી રહી છે?" રશ્મિ દુઃખી અવાજે કહે છે,

"એનું નામ અરવિંદ ઝવેરી છે, અને એ એક અસફળ ચિત્રકાર હતો, એ તારા પિતા છે પણ તારે એને હવે યાદ રાખવાની જરૂર નથી, એ ક્યાં છે, મરે છે કે જીવે છે એ પણ તારે જાણવાની જરૂર નથી, તું મારી દીકરી છે બસ એટલું જ યાદ રાખજે"

માધુરીબેન ગુસ્સામાં આટલું બોલતા રશ્મિ તરફ આવે છે અને કબાટમાંથી એ બધા જ ચિત્રો લઈને રૂમની બહાર ચાલવા લાગે છે. રશ્મિ કંઈ પણ બોલ્યા વગર તેને જતા જોઈ રહે છે અને તરત જ તેને અવાજ સંભળાય છે. એક-બે-ત્રણ અને ચપટી વાગે છે. રશ્મિ પાછી વાસ્તવિક દુનિયામાં ડોક્ટરની ઓફિસમાં આવી જાય છે.પણ ઊઠતાની સાથે જ એનું માથું ભારે ભારે લાગે છે. તે તેના વિશે ડોક્ટરને જણાવે છે. ડોક્ટર તેને આરામથી સુઈ જવા કહે છે, અને બે ત્રણ ગોળી આપી ને પાછી સુવડાવી દે છે.

અનીતાને થોડી ચિંતા થાય છે એટલે એ ડોક્ટરની સામે ચિંતાતુર નજરે જોવે છે. ડોક્ટર તેની તરફ જોઇને સમજી જાય છે તે પોતાની ખુરશી પર આવીને અનીતાને સમજાવે છે, આ નોર્મલ રિએક્શન છે,આમાં કોઈ ગ્ભરાવવાની જરૂર નથી. હિપ્નોટિજ્મ પછી મગજમાં ભાર લાગવા લાગે છે, તે જ્યારે ઉઠસે ત્યાંરે બધું જ ઠીક થઈ જશે.

ડોક્ટર અનીતાને તેમણે લખેલા પોઇંટ્સ બતાવે છે જે હિપ્નોટિજ્મ દરમિયાન રશ્મિ બોલીતી હતી. અનીતા જોઈને ખુશ થાય છે,

"તો રશ્મિના પિતા પણ એક ચિત્રકાર હતા એટલે રશ્મિને ચિત્રકળા વારસામાં મળી છે તેના પિતા તરફથી."

"હા અને બીજી પણ એક વાત છે જે રશ્મિ બોલતી હતી કે તેના પિતા વિશે વાત કરતાં જ માધુરીબેન ગુસ્સે થઈ ગયા હતા અને તેમના વિશે જેમતેમ બોલવા લાગ્યા હતા. આનો મતલબ એમ થાય કે તેના માતપિતા ના સંબંધો સારા ન હતા અને બની શકે કે બંને જણા અલગ થઈ ગયા હોય એટલે જ જ્યારે માધુરીબેનનું ખૂન થયું હતું ત્યાંરે એમના વિષે કોઈ માહિતી મળી ન હતી. બની શકે કે તેઓ જુદા પડી ગયા હોય, અલગ રહેતા હોય, અને બની શકે કે તે હજી હયાત પણ હોય."

" અનીતા પણ થોડીવાર વિચારમાં પડી જાય છે"

" એટલે તમારું શું કહેવું છે કે તે હજી જીવે છે?"

" હું ચોક્કસ પણે તો કહી ના શકું, આ એક શક્યતા હોઈ શકે છે. બાકી તો આપણે તપાસ કરાવવી પડે, આપણી પાસે એમનું નામ છે, અને આપણને એ પણ ખબર છે તે એક ચિત્રકાર છે, આટલી માહિતીના આધારે આપણે આગળ તપાસ કરાવી શકીએ"

અનીતા અને ડોક્ટર તેમની ઓફિસમાં જ રશ્મિના ઉઠવાની રાહ જોઈને ત્યાંં જ બેસે છે, તે દરમિયાન અનીતાએ ઘરે ફોન કરીને જણાવ્યું કે તેને રાત્રે ડોક્ટરની ઓફિસ પર જ રહેવું પડશે, કારણ કે રશ્મિ હજી સુધી ઊંઘતી હતી. આ સાંભળી રસિકભાઈને રશ્મિની ચિંતા થાય છે, એટલે એ મોડી રાત્રે તેમની ઓફિસ ઉપર આવી પહોંચે છે, જ્યારે તેં પહોચે છે ત્યાંરે પણ રશ્મિ તો જાણે વર્ષોની ઊંઘ પૂરી કરતી હોય એટલી ઘાઢ નિદ્રામાં હતી.

◆◆◆