Ability - 2 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | ઔકાત – 2

Featured Books
  • तमस ज्योति - 51

    प्रकरण - ५१मेरे मम्मी पापा अब हमारे साथ अहमदाबाद में रहने आ...

  • Lash ki Surat

    रात के करीब 12 बजे होंगे उस रात ठण्ड भी अपने चरम पर थी स्ट्र...

  • साथिया - 118

    अक्षत घर आया और तो देखा  हॉल  में ही साधना और अरविंद बैठे हु...

  • तीन दोस्त ( ट्रेलर)

    आपके सामने प्रस्तुत करने जा रहे हैं हम एक नया उपन्यास जिसका...

  • फाइल

    फाइल   "भोला ओ भोला", पता नहीं ये भोला कहाँ मर गया। भोला......

Categories
Share

ઔકાત – 2

ઔકાત – 2

લેખક – મેર મેહુલ

કિશોર રાવત પોલીસ ચોકીએથી નીકળીને કેસરગંજ શહેરનાં રસ્તે ચડ્યો હતો. એક સમયે માત્ર શિવગંજ શહેર જ અસ્તિત્વમાં હતું પણ સામ્રાજ્યનાં બટવારાને કારણે હાલ ત્રણ શહેર અસ્તિત્વમાં હતાં ; જે શિવગંજ, કેસરગંજ અને બલીરામપુર હતાં.આ ત્રણેય શહેર શિવગંજ પોલીસ સ્ટેશનની હદમાં જ આવતાં હતાં. ત્રણેય શહેરનાં જુદાં જુદાં નિયમો હતાં પણ એક નિયમ સરખો હતો. સરકારી અધિકારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને એકબીજાનાં ટ્રક સિવાય ત્રણેય શહેરનાં લોકો એકબીજાનાં શહેરમાં નહોતાં જઈ શકતાં. એક કરાર અનુસાર જો કોઈ આ નિયમનો ભંગ કરે તો તેને સજા અદાલત નહિ પણ ત્રણેય શહેરનાં સમ્રાટ આપતાં હતાં.

રાવત કેસરગંજ શહેરની સૌથી આલીશાન હવેલી બહાર આવીને ઉભો રહ્યો. હવેલીનું મોટું પ્રાંગણ પસાર કરીને એ મુખ્ય રૂમમાં પ્રવેશ્યો.

“શું હાલચાલ છે રાવત સાહેબ ?” શશીકાંતે ચહેરા પર મોટાં સ્મિત સાથે પૂછ્યું. એક મોટી સિંહાસન જેવી ખુરશી પર પચાસેક વર્ષનો આધેડ વ્યક્તિ બેઠો હતો, જેણે સફેદ રંગની કુર્તિ પહેરેલી હતી.તેનો ગોળ-મોટો ચહેરો અને ચહેરા પર આંખ નીચે એક ઘાવ હતો.તેનાં ચહેરાને જોતાં થોડીવાર પહેલાં જ ક્લીન શેવ કરીને આવ્યો હશે એવું અનુમાન લગાવી શકાતું હતું. વાળમાં મહેંદી લગાવેલી હતી જેને કારણે તેનાં વાળ તાલ સાથે ચોંટી ગયેલાં હતા. એ શશીકાંત મલ્હોત્રા હતો, બળવંતરાયનો નાનો ભાઈ.

“સાહેબ તો તમે છો, અમે તો સરકારી નોકર છીએ” કિશોર રાવતે પણ હસતાં હસતાં કહ્યું.

શશીકાંતે ટેબલ પર રહેલાં બે ગ્લાસમાં વ્હીસ્કી રેડીને એક ગ્લાસ રાવતનાં હાથમાં આપતાં કહ્યું, “સરકાર માટે નોકર હશો, અમારાં માટે તો તમે લાખનાં માણસ છો. લો વ્હીસ્કી લો. ખાસ તમારા માટે વિદેશથી મંગાવી છે”

“સાચું કહું તો સરકારી ખજાના કરતાં તમારાં ખજાનામાંથી અમને વધુ રૂપિયા મળે છે અને એટલે જ તો શિવગંજની દરેક ખબર તમારાં સુધી પહોંચાડવાનું મન થાય છે”

“શિવગંજ !!!” શશીકાંતે ટેબલ પર રહેલો વ્હીસ્કીનો ગ્લાસ હાથમાં લીધો, થોડીવાર માટે એ હિલોળા લેતી વ્હીસ્કીને જોતો રહ્યો અને પછી કહ્યું, “ એક દિવસ શિવગંજ પર મારું રાજ હશે, એ બળવંતરાયને એની ઔકાત ના બતાવું તો હું પણ કેસરગંજનો સમ્રાટ નહિ. ખેર, શું ખબર છે શિવગંજની ?”

“ખબર તો સનસનીખેજ છે માલિક, તમારાં ભત્રીજાની રાવ વધી રહી છે અને સાથે મોટા ભાઈની મુશ્કેલીઓ પણ. ગઈ કાલે તમારાં ભત્રીજાએ નિશા નામની છોકરી સાથે બળાત્કાર કરીને બેરહેમીથી મારી નાખી છે અને મામલો અદાલત સુધી પહોંચી ગયો છે” રાવતે વ્હીસ્કીનાં ઘૂંટ ભરતાં ભરતાં માહિતી આપી.

“મલ્હોત્રા પરિવારનું લોહી છે, ગરમ તો હોય જ ને” શશીકાંતે રુઆબ સાથે કહ્યું, “ મારાં માટે શું સમાચાર છે એ બોલો”

“તમારાં માટે બે સમાચાર છે, બંને સાકાર જેવા મીઠાં છે. પહેલાં ક્યાં સાંભળશો ?” રાવતે વ્હીસ્કીનો ગ્લાસ ખાલી કરીને ટેબલ પર રાખતાં કહ્યું. શશીકાંતે ફરી ગ્લાસ ભરી દીધો એટલે શિયાળ જેવું લુચ્ચું સ્મિત કરીને રાવતે ગ્લાસ હાથમાં લઈ લીધો.

“બંને સમાચાર સંભળાવી દો સાહેબ” શશીકાંતે કહ્યું.

“તો સાંભળો, પહેલાં સમાચાર એ છે કે જયુભાઈએ જે કાંડ કર્યા છે એનાં વિરુદ્ધ પંડિત માસ્તર જુબાની આપવા તૈયાર છે અને બીજાં સમાચાર એ છે કે બળવંતરાયની નાની દીકરી અને તમારી ભત્રીજી કાલે મુંબઈથી ટ્રેનમાં આવે છે” રાવતે શબ્દોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવ્યાં જેથી શશીકાંત પર તેની વધુ અસર થાય.

“જયુ તો વંશ છે અમારો, એનો વાળ પણ વાંકો નહિ થાય અને વાત રહી બળવંતરાયની નાની દીકરીની તો એ સમાચાર ઉપયોગી છે. હું જેને પ્રેમ કરતો હતો તેની સાથે લગ્ન કરીને મોટાભાઈએ મને ઊંડો ઘાવ આપ્યો હતો, હવે તેની જ દીકરી સાથે કેસરગંજનાં કસાઈનાં લગ્ન કરીને તેની ઔકાત બતાવવાનો સમય આવી ગયો છે” દાંત કસી, હાથની પકડ ખુરશી પર મજબૂત કરતાં શશીકાંતે કહ્યું.

“તમે ખુશીનાં સમાચાર લાવ્યા છો, મારાં તરફથી તમારાં માટે આ મીઠાઈ” કહેતાં શશીકાંતે બાજુમાંથી એક બ્રિફકેસ ઉઠાવ્યું.

“તમે આટલો આગ્રહ કરો છો તો હું કેમ ના પાડી શકું” લાલચભરી નજરે લાળ પાડતા કિશોર રાવતે બ્રિફકેસ હાથમાં લઇ લીધું.

“તમારાં માટે ઘણાં બધાં આવા મીઠાઈનાં ડબ્બા છે, તમે બસ આવા જ ખુશખબર સંભળાવતા રહો” શશીકાંતે હસીને કહ્યું.

“જરૂર માલિક” કહેતાં રાવત ઉભો થયો. નીચે ઝુકીને સલામી ભરી અને બહાર નીકળી ગયો.

“અણવર….” રાવત બહાર ગયો એટલે શશીકાંતે જોરથી બૂમ પાડી.

લાંબા વાળ, લાંબી દાઢી, આંખોમાં સુરમો, એક કાનમાં કડી પહેરેલો અણવર રૂમમાંથી બહાર નિકળ્યો. એ પુરા સાત ફૂટ ઉંચો હતો, તેનું પહાડી શરીર પથ્થરની ચટ્ટાન જેવું હતું. તેણે મરૂન રંગનો કુર્તિ-પેજામો પહેર્યો હતો.

“જી માલિક” કહેતાં અદબવાળીને એ ઉભો રહ્યો.

“કાલે ટ્રેનમાં મોટા ભાઈની દીકરી આવે છે, ટ્રેન શિવગંજ પહેલાં કેસરગંજ ઉભી રહે છે. મોટાભાઈની દીકરી શિવગંજ પહોંચે એ પહેલાં તેને ઉઠાવી લો અને આપણી હવેલીએ લઈ આવો” શશીકાંતે હુકમ કર્યો.

“જી માલિક” પૂર્વવત અવાજે અણવરે કહ્યું.

“ બલીરામપૂરની ડિલિવરીનું શું થયું ?” શશીકાંતે પૂછ્યું, “થોડા દિવસથી ત્યાંનો વેપાર ઓછો મળે છે એવું મુનશીજી કહેતાં હતા”

“જી માલિક, શિવગંજ સાથે કરાર કરીને એ લોકોએ આપણો માલ લેવાનું બંધ કરી દીધું છે. આપણાં માલની ક્વોલિટી વિક છે એવું તેઓનું કહેવું છે”

“તપાસ કરો, જ્યાં ક્વોલિટી વિક જણાય ત્યાં સુધારો કરો પણ બ્લીરામપૂરમાં આપણો જ વ્યાપાર થવો જોઈએ”

હકારમાં માથું ધુણાવીને અણવર જતો રહ્યો.

“હવે આવશે રમતમાં નવો રંગ” શશીકાંતે દાંત ભીંસીને કહ્યું, “શિવગંજનાં લોકો, નવાં સમ્રાટનાં અભિષેક માટે તૈયાર રહેજો”

*

રાતનાં દસ થયાં હતાં. ચોતરફ ચિત્કાર અંધારું હતું. શિવગંજથી થોડે દુર એક પુરાણી, બંધ હાલતમાં રહેલી ફેક્ટરી પાસે એક ઇનોવા આવીને ઉભી રહી. પહેલા તેમાંથી બ્લેક સ્યુટ પહેરેલાં બે લોકો બહાર આવ્યાં, જેનાં હાથમાં ઓટો ગન્સ હતી. તેણે પાછળનો દરવાજો ખોલ્યો અને એક વ્યક્તિને ઢસડીને બહાર કાઢ્યો. એ વ્યક્તિનાં હાથ બાંધેલા હતાં, ચહેરા પર કાળો નકાબ હતો. તેનું શરીર જોતાં એ સાઈઠેક વર્ષનો માલુમ પડતો હતો. બ્લેક સ્યુટ પહેરેલાં બે વ્યક્તિ તેને ઢસડીને ફેક્ટરીમાં લઈ ગયા અને એક ખુરશી પર બેસારી પાછળથી તેનાં હાથ બાંધી દીધાં.

થોડીવાર પછી કાળા રંગની કફની પહેરેલો એક વ્યક્તિ ઇનોવામાંથી નીચે ઉતર્યો. એ મંગુ હતો. મંગુ ચાલીસ વર્ષનો, ખડતલ શરીર ધરાવતો બળવંતરાયનો ખાસ માણસ હતો. એ ફેક્ટરીમાં ગયો એટલે તેના માટે એક ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી. મંગુ જઈને એ ખુરશી પર બેસી ગયો અને સામેવાળા વ્યક્તિનાં ચહેરા પરથી નકાબ હટાવવા ઈશારો કર્યો. તેનાં માણસોએ હુકમનું પાલન કર્યું અને સામેવાળા વ્યક્તિનાં ચહેરા પરથી નકાબ અને આંખ-મોંઢા પર બાંધેલી પટ્ટીદૂર કરી.

“વિજયકાંત પંડિત !” મંગુ બોલ્યો, “ બાળકોને ભણાવીને થાક્યાં નથી માસ્તર, તો હવે અમને હેરાન કરો છો. તમે નિવૃત થઈ ગયાં છો તો પૂજા-પાઠ કરો, ચાર ધામની યાત્રા કરો પણ અમારાં કામમાં આંગળી ના કરો”

“મંગુ, બળવંતરાયનો ચમચો” વિજયકાંત પંડિતે તીખી ભાષામાં કહ્યું, “ મેં સાંભળ્યું છે તને ખોળે બેસારી લીધો છે. ખેર, એ તારો નિર્ણય છે. મારી વાત કરું તો તારા જેવા ચમચાની ધમકીઓથી મને કંઈ ફર્ક નથી પડવાનો”

પંડિતની વાત સાંભળીને પેલાં બે ગનધારી માણસો જોશમાં આવી ગયાં અને પંડિતની ખોપરી પર ગન તાંકી દીધી.

“નહિ નહિ !!, ગોળી ના ચલાવતાં. પંડિત માસ્તરજીએ જ અહિંસા પરમો ધર્મ શીખવ્યું છે, એને બોલવા દો. તમે શરૂ રાખો માસ્તર જી” મંગુએ શાંત સ્વરે કહ્યું.

“મને શા માટે બંદી બનાવવામાં આવ્યો છે ?” વિજયકાંત પંડિતે પુછ્યું.

“વાત સીધી છે પંડિતજી, તમે અદાલતમાં જુબાની ન આપો એ સમજાવવા માટે તમને અહીં બોલાવ્યાં છે, તમારી પાસે બે રસ્તા છે. એક, તમે ચુપચાપ પોતાની જીભ સીવી દો અને બીજો મારાં હાથની ગોળી ખાઈને ભગવાન પાસે જઈને મારી ફરિયાદ કરો. બોલો કયો રસ્તો પસંદ કરશો ?” મંગુએ ગજવામાંથી પિસ્તોલ કાઢીને પોતાનાં નમણા સાથે ઘસતાં પૂછ્યું.

“હું પહેલાં જ જણાવી ચુક્યો છું, તારી આવી ફોફલી ધમકીઓથી મને…..”

પંડિતની વાત અધૂરી રહી ગઈ,એ આગળ બોલે એ પહેલાં મંગુએ પંડિતની ખોપરી વીંધી નાંખી હતી.

“કોઈ પણ મલ્હોત્રા પરિવાર વિરુદ્ધ જશે તો એનો આ જ અંજામ થશે” દાંત ભીંસીને મંગુએ કહ્યું, “આની બોડીને ફેક્ટરીનાં મશીનમાં નાંખી દો, જયુભાઈ વિરુદ્ધ જુબાની આપવી હતી સાલાને”

પંડિતની બોડી ઠેકાણે લગાવાઇ ગઈ એટલે મંગુએ બળવંતરાયને ફોન જોડ્યો, “કામ થઈ ગયું દાદા !!”

“કાલે સવારે સાત વાગ્યાની ટ્રેનમાં શ્વેતા આવે છે, વહેલાં સવારે તેને સ્ટેશને લેવા જવાની છે” બળવંતરાયે કહ્યું.

“હું પહોંચી જઈશ” મંગુએ કહ્યું. બંને છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

(ક્રમશ:)