ટાઇટેનિક પિકચર જોતા અમર ના મને એજ છોકરી ને યાદ કરતો હતો.પણ વાત કોને કરવી..
પિક્ચર નો ઇન્ટરવ્યુ બધા લોકો નાસ્તો કરવા નું વિચારે છે.પણ અમર તો ત્યાંજ યાદો માં ખોવાઈ ને બેઠેલો
નયન: ચાલ ની યાર નાસ્તો કરીએ...
અમર: ના તું જા મને ઇચ્છા નથી.
ત્યારેજ છોકરીઓ નો હસવાનો અવાજ અમર ના કાને પડે છે.અરે
શીતલ ગજબનો દયાળુ સાઈ મંદિર માં ચર્ચ માં નાના બાળકો પાસે થી રૂપિયા ચેજ પાછા જ નથી લેતો યાર આ ગુરુવારે જો મંદિર આવે તો વાત કરીશ અને ક્યાં રહે છે.તે જાણીસ પણ આવશે તો ખરો ને ઓ ગોડ આ વખતે આવે એટલે ફ્રેન્ડશીપ કરીજ લેવી છૅ.
ત્યાં તો અકબર પાછો આવી ભાઈ ભાઈ બારે શરદ ની મગજ મારી થઈ છે. ચાલ સામે વાળા નશા માં લાગે છે.
અમર બસ એક ઝલક જ એ છોકરી ને જોઈ ને તરત બારે જવા દોડે છે. અને બારે શરદ નો માથા માંથી લોહી વહી રહ્યા હતા. તરતજ ઓટો લઈ ડોકટર પાસે અમર પહોંચે છે.અને પાટા પિંડી કરાવી પાછો ટોકીઝે બને આવે છે.ટોકીઝ માલિક પોલીસ બોલાવી શરદ ને મારવા વાળા લોકોને પકડાવી દીધા હોય છે.પણ અમર ના કહેવા થી શરદ કેશ કરવાની ના પાડે છે.અને સમાધાન થાય છે. પિક્ચર પૂરી થઈ ગઇ પબ્લિક બીજા ગેટ થી જતી રહી હતી..
રાત નો સમય છોકરીઓ પણ જલદી માં ઘરે જતી રહી હશે.
સમજી અમર પણ ત્યાંથી નીકળે છે. તો તો ગેટ પર એક કાર અને તેમાં એ છોકરી જોઇ એકદમ થી ખુશ થઈ જાય છે.
પણ કાર તો જતી રહે છે....
આખો અઠવાડીયો વિચાર વિચાર કરી છેલ્લે અમર એ ગુરુવાર ના નિર્ણય લે છે. કે મંદિરે નહિ જવું અને શરદ જોડે આ અઠવાડિયા ની દાન ની રકમ મૂકી દેવી હિસાબ કર્યો પચાસ હજાર દોઢ લાખ અને બે લાખ નું કામ થયું દસ ટકા તો અલગ કર્યા અને વીસ હજાર ની સાથે હજાર રૂપિયા ઉમેરી આ અઠવાડિયે પણ એકવીસ નું દાન કરવાનું આવ્યું
પણ એ છોકરી મન માં વસી ગઈ હતી... પણ અમીર ગરીબ વાળી વાત આડે આવતી હતી...
આજે તો મંદિર નહીં જવું શરદ તું આજે મારા દાન ના રૂપિયા લખાવતો આવજે
શરદ : કેમ ભાઈ નહિ આવતો તું તબિયત તો સારી છે ને...
અમર : હા પણ મૂળ નહિ આજે આરામ કરવું છે..
શરદ દર્શન કરી દાન ટેબલ પર જાય છે. એજ છોકરી ત્યાં હિસાબ કરી રહી હતી.
શરદ :બે રશીદ આપજો ને એક એકવીસ હજાર અને એક અગિયાર સૌ ની
છોકરી : એકવીસ માં કોનું નામ લખું ...
શરદ : કોઈનું પણ નહીં...
છોકરી : સારું તમે ક્યાં રહો છો?
શરદ: મલાડ
છોકરી: આ એકવીસ વાળા સાથે નહિ આવ્યા ?
શરદ :ના એની તબિયત સારી નથી. તમે ઓળખો છો..??
છોકરી: કદાચ ... એમના નંબર મળી શકે
શરદ: હા ચોકસ 882....
શરદ પાછો આવી ને ભાઈ અમર તારો તો દબદબો હો ત્યાં મંદિર ના એકાઉન્ટ માં નોકરી કરતી છોકરી તારા નંબર માંગ્યા મેં આપ્યા હો...
અમર:તને કેમ ખબર નોકરી કરે છે ?.
શરદ :ત્યાં ઓફિસ વર્ક માં હું ખાસા ટાઈમ થી દેખુ છુ. એલા છોકરી સારી છે. તું થાય તો ગોઠવાઈ જા. મધ્યમ ઘર ની લાગે છે.ત્યારે તો નોકરી કરવી પડે છે. દેખાય પણ સુંદર છે. મોટા ભાઈ ની વાત માન કાલે મળી આવ
અમર:યાર બહુ મોટી ભૂલ થઈ હું તો એને કોઈ સાહુકાર ની દીકરી સમજાયો હતો યાર આપણા થી પણ ગણી ઉંચી એટલે તો મંદિર ન આવ્યો આજે....
બીજા દિવસે ફોન ની રીંગ વાગે છે. અકબર ફોન ઉપાડે છે.કોણ અમર ભાઈ હા આપું અમર ભાઈ ફોન કોઈ છોકરી છે...
અમર:હલો હા કોણ
છોકરી : હું મંદિર વાળી આંટી તમને મળી સકુ મને વાત કરવી છે તમારી સાથે...
અમર : ક્યારે અને ક્યાં મળશો
છોકરી :આજે રાત્રે નવ વાગે અંકલસ કિચન
અમર: હા પણ નામ અને કામ તો જણાવો
છોકરી : રાત્રે પાકું કહીશ
અમર આતો નોન વેજ છે. ચલ મળવા માં ક્યાં તકલીફ છે. આમે ખાસા સમય થી સન્ની ને પણ નથી મળ્યો તો અંકલસ કિચન ની મુલાકત થઈ જાય..
રાત્રે નવ વાગે અમર ત્યાં પહોંચે છે તો રૂપ રૂપ નો અંબાર અપ્સરા પણ જાંખી પડે એવી છોકરી અમર ને હાય કરે છે.અમર ઓટો રીક્ષા માં ત્યાં પહોંચ્યો હતો.અને આ છોકરી પોતાની કાર માં અરે આ શરદીયા ની ભૂલ જ થાય છે.
પણ હવે તો આવી ગયા મળવું તો પડે જ..
અંકલસ કિચન ના ગેટ પર રોની બધા ને વેલકમ કરવા ઉભો હતો ત્યાં અમર સાથે આ છોકરી જોઈ ડગાઇ જાય છે. અમર અંદર જાય છે. તો સન્ની પણ થોડો ડગાઇ ને ભાઈ કહા હૈ તું ..
ગલે લગાવી કાન માં યે લડકી કે સાથ કહેશે તું ?
હવે અમર ને ખાત્રી થાય છે. શરદ એ ભુલ કરી આને ઓળખવા માં
હવે આ કોણ છે?
ની આતુર તા અમર ના મન માં વધ તી જતી હતી..
કોર્નર ટેબલ પર બને જણા બેસે છે.
વાત ચાલુ કરે ત્યાંજ વેઈટર સર ઓડર
અમર : મેડમ કો પૂછો..
છોકરી: મેરે લિયે ચિકન લેગ ઓર મન્ચુરિયન આપ કયા ઓડર કર રહે હો.?
અમર : યહાઁ પે વેજ તો મિલેગા નહી તો કોલ્ડડ્રિંક્સ ચલેગા
સન્ની : અરે તેરે ઓર મરે લિયે પીઝા ઓડર કિયા હૈ આ રહા હૈ
આપલોગ કન્ટીન્યુ કરો મય કાઉન્ટર દેખ રહા હું ભાઈ મિલકે જા...
અમર :હા થેન્ક્સ પીઝા કે લિયે
અમર : ગુજરાતી માં બોલું
છોકરી : હા ચાલશે
અમર: મારુ નામ અમર અને હું મલાડ માં રહું છું. તમે..?
છોકરી : મારુ નામ રી.. છે . હું મલાડ R કોપ્લેક્ષ માં રહું છું.અને એક Ngo ચલાવું છું. ગરીબ બાળકો ને શિક્ષણ અને ભોજન કરાવીએ છીએ
અમર: હા પણ હું શું મદદરૂપ થઇ શકું ??
અમર ના મન માં ડોનેશન માટે બોલાવ્યો હોવાનું વિચાર આવ્યો.. પણ રી.. નો જવાબ સાંભળી અમર સ્તબ્ધ રહી ગયો
રી.. : મને ફંડ ની જરૂર નથી પણ તમારા હાથે ફૂલ વાળી છોકરી ચર્ચ વાળો છોકરો તમે બહુજ સરળતા થી ખુશ કરી ને મદદ રૂપ
થયા મને ગમ્યું અને તમે થોડો સમય અમારા Ngo ને આપો..
અમર :હું પ્રયાસ કરીશ..