ભાગ 5
આપણે આગળ જોયું એ મુજબ પાયલ અને યોગેશ હવે રોજ સવારે અને સાંજે ખૂબ મસ્તીભરી વાતો કરે છે. સીમા પણ રાજ માટે યોગ્ય પાત્ર બનવાની હોડમાં લાગી છે. હવે આગળ...
પાયલનો પણ એક ભૂતકાળ એને કોરી ખાય છે. પાયલ હોનહાર છોકરી હતી. એને પામવા અને લલચાવવા ઘણા લોકો મથામણ કરતા હતાં. પાયલ લગીરે મચક ન આપતી. એમાં એક દેવેશ પણ હતો. મોટા ઘરનો બગડેલું ફરજંદ. એને એના રૂપિયાનો એવો ઘમંડ હતો કે દરેક છોકરી એની આસપાસ ઘૂમવી જોઈએ. પાયલ આ વાતની વિરુદ્ધ હતી. આ વાત દેવેશને નહોતી પચતી.
દેવેશે પોતે સારી વ્યક્તિ બનવાનો ઢોંગ આદરી પાયલનો વિશ્વાસ જીત્યો. પાયલની પાસે સારા શિક્ષણની અપેક્ષા રાખતો એ દેવેશ દિલમાં આગ છૂપાવી બેઠો હતો એ વાતે પાયલ અજાણ હતી. એણે પાયલને મનાવી અને પોતાની મદદ કરવા હેતુ સમજાવી. આથી પાયલ દોડી માની જવાની હતી.
એક દિવસ દેવેશ ઘરે ભણવા આવ્યો. બંને રુમમાં ભણતા હતા.દેવેશે ધીરેથી પાયલનો હાથ પકડતાં કહયું.
"પાયલ,આઈ લવ યુ !!!"
"દેવેશ!!!,મે કહયું હતું કોઈ આડી અવળી હરકત નહી, તો પણ...."
"પાયલ,પ્લીઝ......તને મળ્યા પછીમે તારી માટે મારી જાતને ઘણી બદલી છે પ્લીઝ...!!!!"
"તુ, અત્યારે જા અહીંથી, "કહી પાયલે દેવેશને ઘરે જવા કહી દીધું.
પરંતુ, પાયલને પણ એના શબ્દો કાને અથડાવા લાગ્યા. આખી રાત નીંદર ન આવી. એણે ઘણો વિચાર કર્યો, એને દેવેશમાં ઘણાં ફેરફારોને લઈને પહેલાનો અને હાલના દેવેશનો તફાવત સરખાવા લાગી. પરંતુ, એને ખબર ન હતી કે આ બધું દેવેશનુ માત્ર નાટક જ હતું.
પાયલ પણ હવે એને ચાહવા લાગી. દેવેશ સામે એણે પણ એકરાર કર્યો. બંને રોજ સાથે ભણે અને હરેફરે. પાયલની લાગણી દેવેશ માટે સાચી હતી.પરતું દેવેશનું તો એ નાટક જ હતું. એ અબુધ છોકરી પ્રેમમાં ગાંડી થઈ ગઈ.એની લુચ્ચાઈ પાયલને નહોતી દેખાતી.
આ બધું છ મહીના ચાલ્યું હવે દેવેશ અકળાયોહતો.એને તો પાયલના દેહથી જ મતલબ હતો.એક દિવસ એણે હોટલમાં પાર્ટીના બહાને પાયલને બોલાવી અને શરીર સંબંધ માટે ફોર્સ કર્યો. પાયલ ન માની તો માર માર્યો અને ન દેવાય એવી ગાળો આપી અપમાન કર્યુ.કોલેજમા બદનામ કરી.હવે પાયલને એનું અસલી રુપ દેખાય ગયું હતું. એની સાથેના બધાં સબંધ કાપી નાખ્યા. પરતું દિલ તો દિલ છે. પાયલે તો સાચો પ્રેમ કર્યો હતો. સંબંધ કાપી નાખવાથી ભુલી શકાય એટલું સહેલું નહોતું.
લોકો સાચું જ કહે છે કે બધા ઘાવનો ઈલાજ સમય જ છે. થોડા સમયમાં પાયલના પપ્પાની બદલી થતા એ લોકો
અમદાબાદ આવી ગયાં. બે - ત્રણ મહીનામાં જ પાયલના મમ્મી - પપ્પા ગાડી લઈને બહાર જતાં હતા અને એકસીડન્ટ થયું. બંને કાયમ માટે પથારીવશ થઈ ગયા. અને બધીજ જવાબદારી પાયલ ઉપર આવી ગઈ. દેવેશ હવે દિલના કોઈ ખુણામાં એક મરેલાં શબની જેમ દટાઈને રહી ગયો.
" પાયલ..પાયલ...!! "મમ્મીની બુમ સાંભળી પાયલ એકદમ ભાનમાં આવી અને ઘડીયાળ સામે જોયું. કામ ઘણું બાકી હતું અને ઓફીસ જવાનો સમય થવા આવ્યો હતો. પાયલે આંખના ખુણા હથેળીની મુઠ્ઠીવાળી આંખ ઉપર ઘસીને લુછી નાખ્યાં અને કામે વળગી.
યોગેશને ગુડ મોર્નિંગનો ફોન કર્યો, અને સીમાને ફોન કરી સાંજે બજાર જવાનો સમય નકકી કર્યો. આજ સીમા પણ એની જીદંગી બદલવા માટે તત્પર હતી.
પાયલની જીંદગીમા દેવેશ પાછો ફરશે..? સીમા એના સ્વભાવ વિરુદ્ધ પોતાની જાતને રાજ માટે કેટલી બદલી શકશે..? હવે આગળના ભાગમાં વાંચશુ.વાંચતા રહો જીવનસાથી.
--------------- (ક્રમશઃ) ----------------
લેખક➡️doli modi ✍
Shital malani✍
🙏જય શ્રીકૃષ્ણ 🙏