lagni bhino prem no ahesas - 53 - last part in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 53 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 53 - છેલ્લો ભાગ

શુંભમની વાત સાંભળ્યા પછી સ્નેહા એકદમ ચુપ થઈ ગઈ. તેને સમજાતું નહોતું કે તે શું જવાબ આપે. પળમા જ ના જાણે મનમાં કેટલા વિચારો ફરી વળ્યા. આ બધું સ્નેહાના મમ્મી દુર ઊભા રહી જોઈ રહયા હતા. સ્નેહાની આખોમાં વહેતા આસું એક માં થી કયાં ચુપા રહેવાના હતા. સ્નેહા એમ જ ચુપ ઊભી રહી ત્યાં જ તેના મમ્મીએ ફોન હાથમાં લઇ લીધો.

"શુંભમ બેટા, કાલે સ્નેહા તૈયાર હશે ને તમે લોકો ચિંતા નહીં કરતા પેપરમાં સહી કરવા હું આવી તમારી સાથે." એકપળ સ્નેહા તેની મમ્મીને જોઈ રહી.

"પણ મમ્મી સ્નેહા......??" શુંભમે એકદમ શાંત અવાજે પુછ્યું.

"તેની સાથે કાલે વાતો કરી લેજો અત્યારે અહીં આવવાની તૈયારી કરો. "આટલું જ કહી સ્નેહાના મમ્મીએ ફોન કટ કર્યા ને તે સ્નેહા સામે જોઈ ઊભા રહયા.

"હવે શું વિચારે છે....??કાલ સુધી તેનો આવવાનો ઈતજાર કરી રહી હતી ને આજે જયારે તે લગ્ન કરવાનું કહે છે ત્યારે વિચાર કરવા બેસી ગઈ. જાણું છું જે થયું તે બરાબર નથી થયું. પણ બેટા શુંભમ વગર તારી જિંદગી અંધુરી રહશે. જા કાલની તૈયારી કર." સ્નેહાએ તેની મમ્મીને એકદમથી ગળે લગાવી દીધી.

તે આભાર રુપી કોઈ શબ્દ બોલી ના શકી પણ આજે તેની મમ્મીને તેનો સાથ આપતા જોઈ તે દિલથી ખુશ થઈ રહી હતી. જે સ્ત્રી હંમેશા સમાજના ડરથી સ્નેહાને કંઈપણ કરવા રોકતી હતી તે જ સ્ત્રી આજે શુંભમ અને સ્નેહાને ભગાડવામા તેનો સાથ આપી રહી હતી. સ્નેહાના ચહેરા પર ફરી ખુશીની લહેર ખીલી ઉઠી. તે જોઈ તેની મમ્મીની આખમા ખુશીના આસું વરસી ગયા.

"મમ્મી, મે કિધું હતું ને મારા લગ્ન તે દિવસે જ થશે જે દિવસે નકકી થયા છે. આજે ખાલી મારો પ્રેમ જ નહીં મારો વિશ્વાસ પણ જીતી ગયો. શું મારી આ ખુશી ખાતર આપણા આખા પરિવારને તમે લઇ મારી સાથે આવી શકશો...??મારે લગ્નના આશિર્વાદ રુપે મારો પરિવાર જોઈએ છે." આટલું કહેતા જ સ્નેહાની આંખો રડી પડી.

લગ્નના જે સપના સજાવ્યા હતા તે સપના તો અંધુરા જ રહી ગયા. તેનું મન નહોતું આવી રીતે એકલા લગ્ન કરવાનું. પણ મંજબુરી તેને આવી રીતે લગ્ન કરાવી રહી હતી. જે લગ્ન પરિવારની હાજરીમાં હોય છે તે લગ્ન આમ ખાલી પેપર ઉપર સહી કરી પુરા કરવાના.. પણ કિસ્મતની આ રમત આગળ કોણું ચાલે છે. એકબાજું શુંભમ સાથે જિંદગી જીવવાની ખુશી હતી ને બીજી બાજું આમ લગ્ન કરવાનું દુઃખ. સ્નેહાનો આ લાગણી ભર્યો અહેસાસ એમ જ આખોના આસું બની વરસી રહયો હતો.

"જિંદગીમા કંઈક મેળવવા કંઈક ખોવું પડે છે. બધાને બધું નથી મળતું બેટા. બધાને સાથે લઇ ને તું ચાલી તો તને જે મળ્યું છે એ છુટી જશે. જે મળ્યું છે તેનો હાથ પકડી આગળ વધ." સ્નેહા જાણતી જ હતી તેના મમ્મી કયારે પણ બધાને લઇ ને નહીં આવી શકે. એ એની વાતને સ્વિકાર કરી કાલની તૈયારીમાં લાગી ગઈ.

આજની રાત અહીં છેલ્લી રાત હતી. પછી આ ઘરની તે મહેમાન બની જવાની હતી. જેવી રીતે સપના બે દિવસ માટે અહીં આવી જતી રહેતી તેવી જ રીતે તેને પણ પછી એ કરવાનું હતું. આ ઘર આ પરિવારને તે મન ભરી જોઈ રહી હતી. રાત થવા આવી હતી. મન ભારી હતું ને લાગણીઓ વહી રહી હતી. તે આ વાત તેના પપ્પાથી છુપાવા નહોતી માંગતી એટલે તેને ઘરે આવતા સીધી જ તેમના પપ્પાને વાત કરી દીધી. સ્નેહાના ચહેરાની ખામોશીને જોઈ તેના પપ્પાની આખમા આસું છલકાઈ રહયા હતા. તેના મનમાં પણ આ વિચાર ફરી વળ્યો કે કદાચ જો લગ્ન ઘામઘુમથી બધાની ખુશીમાં થતા હોત તો આજે મારી બેટી કેટલી ખુશ હોત. પણ અફસોસ કે આ લગ્ન ખામોશીમા થઈ રહયા હતા.

રાતના મોડે સુધી સ્નેહા તેના મમ્મી-પપ્પા સાથે બેસી વાતો કરતી રહી. આજની તો આ રાત હતી જે તેને આ ઘર સાથે વિતાવાની હતી. બધો જ સામાન તેને પેક કરી એક બેગમા ભરી લીધો હતો. કરિયાવર તો એમનો એમ જ હતો પણ બાકી તેને જે જરૂર હોય તે સામાન તૈયાર કરી દીધો હતો.

આજે ના તો શુંભમના નામની મહેન્દી હતી. ના તો તેમના રંગની પીઠી હતી. ખાલી પ્રેમ રંગની પ્રિત હતી જે બધી રસમો કરતા અલગ હતી. આખી રાત બસ તે જાગતી રહી. પોતાના સપના, પોતાની જિંદગી એ બધું જ તે વિચારતી રહી. કેટલી આસાન હતી આ જિંદગી જયારે પ્રેમ નહોતો. ને પ્રેમ થયા પછી આ જિંદગીના કેટલા ખેલ જોવા મળ્યા. ખરેખર પ્રેમ જેટલી અધરી કસોટી બીજી કોઈ જ નથી હોતી.

વિચારોની સાથે જ રાત પુરી થઈ ગઈ. સવારે તે આજે વહેલી ઊભી થઈ. શુંભમ દસ વાગ્યે સુરત આવવાનો હતો. ત્યાં સુધી તે એકદમ જ ફ્રી હતી. સવારે ઊઠી તે ઘરનું કામ પુરુ કર્યું ને થોડી એમ જ તૈયાર થઈ બહાર તેના ભાઈ સાથે જતી રહી. તેમના મમ્મી-પપ્પા આવવાના જ હતા પણ તે પહેલા તેને લગ્નનો શણગાર સજવાનો હતો એટલે તે પાલૅરમા ગઈ. તેના પાલૅરમા પહોંચતા સુધીમાં સપના પણ આવી ગઈ હતી. એક કલાકમાં તેને તૈયાર થઈ પહેલાં કોર્ટમાં જવાનું હતું ને ત્યારબાદ મંદિરે.

વાઈટ અને મરુન કલરના પાનેતરમા તે વધારે જ સુંદર લાગી રહી હતી. દુલ્હન બની તે પાલૅરની બહાર આવી. શુંભમ ત્યાં જ તેની રાહ જોઈ ઊભો હતો. એકપળ સ્નેહાને જોઈ તે આંખના પલકારા ભુલી ગયો. તે પણ શેરવાનીમા જ સજ હતો. શુંભમને જોઈ સ્નેહાના મનમા ફરી તે વિચાર આવ્યો. કદાચ આજે લગ્ન બધાની સામે હોત તો આ લગ્નની ખુશી કંઈક અલગ જ હોત. ગાડીમાં શુંભમની સાથે તેનો એક ફેન્ડ પણ હતો. બીજું કોઈ તેની સાથે ના હતું.

કેટલા દિવસ પછીની આજે આ મુલાકાત બંનેના ચહેરા પર એક અલગ જ લાગણી પ્રસરાવી રહી હતી. કોઈ કંઈ જ ના બોલ્યું ને તેના ફેન્ડે ગાડી શરૂ કરી. કોર્ટમાં પહોંચતા જ બધી તૈયારી થઈ ગઈ હતી. સ્નેહાની સાથે સપના હતી ને શુંભમ સાથે તેનો ફેન્ડ. સહી કરી તે મંદિરમાં પહોચ્યા.

લગ્નની તૈયારી વિધિ રુપે કરવી હતી એટલે શુંભમે તે બધી જ તૈયારી પહેલાથી જ કરી દીધી હતી. સ્નેહાએ મંદિરમાં જોયું તો તેનો આખો પરિવાર તેની રાહ જોઈ ઊભો હતો. સાથે શુંભમના મમ્મી-પપ્પા પણ હાજર હતા. આ વાત શાયદ શુંભમ પણ નહોતો જાણતો. તે બંને તેમના પરિવારને જોઈ રહયા.

લગ્ન મુહૂર્ત શરૂ થઈ ગયું હતું એટલે કોઈ કંઈ જ ના બોલ્યું ને લગ્નની વિધિ શરૂ થઈ. હસ્તમેળાપ, કન્યાદાન, ફેરા, સિંદુર ને છેલ્લે મંગળસૂત્રની રસમ પણ પુરી થઈ ને બંને હંમેશા માટે એકબીજાના બની ગયા.

"સ્નેહા, તે જે છોકરાને તારા માટે પસંદ કર્યો તે દુનિયાનો બેસ્ટ પતિ કહેવા યોગ્ય છે. બસ બેટા અમારી સ્નેહનો સાથ અને વિશ્વાસ બની હંમેશા આમ જ સાથે રહજે. " સ્નેહાના મોટાપપ્પાએ બંનેને આશિર્વાદ આપતા કહયું.

"થેન્કયું સો મચ મોટા પપ્પા. તમે આજે આખા પરિવારને લઇ ને અહીં મારી ખુશીમાં સામેલ થયા. હવે હું ગર્વથી કહી શકી કે મારો પરિવાર હંમેશા મારો સાથ બની ઊભો રહયો." સ્નેહાએ તેના લાગણી ભીના શબ્દોએ કહયું.

"એકમિનિટ સ્નેહા. આ બધાને તે અહીં બોલાવ્યા. આ્ઈમીન મારા મમ્મી-પપ્પા તો મારી સાથે નહોતા આવવાના. બટ આ બધું તે નકકી કયારે કર્યું...??" શુંભમે આશ્ચર્ય થતા સ્નેહાને પુછ્યું.

"મને કંઈ નથી ખબર. મોટા પપ્પાએ બધાને અહીં ભેગા કર્યા." સ્નેહાએ રાતે તેના મોટા પપ્પાને તેમના લગ્નમાં આવવાનું નિમંત્રણ આપ્યું હતું. પછી બીજી કોઈ વાતની તેને ખબર નથી.

"હા બેટા મે જ અહીં તારા મમ્મી-પપ્પાને આવવા કહયું. જે છોકરાઓ અમારી ખુશી ખાતર પોતાનો પ્રેમ પણ કુરબાન કરવા તૈયાર થયા હોય તેની ખુશી ખાતર શું અમે એક આશિર્વાદ આપવા અહીં સુધી ના આવી શકયે. પ્રેમમાં વિશ્વાસ હોય અને તે સાચો હોય તો સમાજ હંમેશા તે સંબધને સ્વિકાર કરે છે. એવું હું માનતો હતો. પણ હકિકત તો એ જ છે કે પ્રેમને કયારે કોઈ સ્વીકાર નથી કરતું. પરતું પ્રેમ બધાનો સ્વીકાર કરે છે. આ વાત આજે હું તમારા પ્રેમને જોઈ માની ગયો. " આટલું કહેતા જ મોટાપપ્પાની આખમા આસું આવી ગયા.

થોડીવાર આમ જ વાતો ચાલી. આજે સ્નેહાની આખમાં વિદાઈના આસું નહોતા. આજે તેમની આખોમાં પ્રેમના આસું હતા જે તેમના પરિવારને જોઈ વહી રહયા હતા. આજે તેમની ખુશી ખાતર આખો પરિવાર વગર સમાજની ચિંતા કરે તેમની સાથે ઊભો હતો. તે બધાને એકપછી એક મળી રહી હતી. આજે ભલે તેમના લગ્નની શરણાઈ નહોતી વાગી. પણ આજે તેમના પરીવારની આખોમાં જે તેના પ્રત્યે લાગણી દેખાય રહી હતી તે લાગણી અહેસાસની એક અતૂટ લાગણી હતી.

શબ્દો રુપી વિચાર થંભી ગયો ને બધાને મળી સ્નેહા તેમના એક નવા જીવનની શરૂઆત કરવા માટે નિકળી ગઈ. એક પરિવારની ખુશી બની આજે બીજા પરિવારના જીવનમાં તે એક અનેરી ખુશી બનવા માટે જ્ઇ રહી છે. હજું આ લગ્ન રુપી સંસાર શરૂ થયા પહેલાં તેને ઘણી કસોટીમાંથી પસાર થવાનું બાકી છે. જેના કારણે આ સંબધ નહોતો થવાનો તેનો સામનો કરવા તેને અને શુંભમ બંનેને તૈયાર થવાનું હતું. પણ તેને વિશ્વાસ હતો કે જે રીતે તેના પ્રેમે તેના પરિવારના વિચારો બદલ્યા તેજ રીતે તેનો પ્રેમ બધી જ મુશકેલ પરિસ્થિતિ સામે લડી શકશે.

જિંદગીની દરેક પળ, દરેક ક્ષણનો સાથ બની સ્નેહા શુંભમની સાથે અમદાવાદ જવા માટે નિકળી ગઈ. પ્રેમ અને અહેસાસ રુપી આ લાગણી સ્નેહા અને શુંભમના આ એક અનેરા સંબધ સાથે હંમેશા માટે જોડાઈ ગઈ. રસ્તામાં ચાલતી ગાડીની સાથે તેના વિચારોની ગતિ તેજ ઝડપે ભાગી રહી હતી. આખરે કિસ્મતને જે મંજુર હોય તે જ થાય છે. લોકો ગમે તેટલા ભાગે છેલ્લે જે તેના નસીબમાં હોય તે જ તેને મળે છે.
*************
સમાપ્ત
લાગણી ભીનો પ્રેમનો અહેસાસ
nicky Tarsariya
22/20/2020
શનિવાર
તીથી: ગણેશ ચતુર્થી
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

લાગણી શબ્દો :

"લાગણી ભીનો પ્રેમનો અહેસાસ" આ વાર્તા આજે અહીં જ પુરી થાય છે. આમ આ એક કાલ્પનિક રચના છે પણ તેમા એવા કેટલી વાતો છે જે હકીકતમાં બંનેલી હોય છે. આ આખી વાર્તા પ્રેમ અને સમાજ વચ્ચેની છે. જે ઘટના કોઈ એક જ સમાજ નહીં પણ લગભગ બધા સમાજમાં બનતું હોય છે. પ્રેમને કયારે કોઈ સ્વિકાર નથી કરતું પણ પ્રેમ બધાનો સ્વિકાર કરે છે એ વાત હકિકત છે.

અહીં આ વાર્તા એક છોકરીના જીવનની છે. પ્રેમ બંને બાજું હોય શકે પણ જયારે શરૂઆત એક છોકરીના પ્રેમથી શરૂ થતી હોય છે ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ હોય છે. સમાજ, પરિવાર આ બધી વસ્તુઓ વચ્ચે તેના પ્રેમને ટકાવી રાખવો સહેલો નથી. છતાં પણ અહીં સ્નેહા પોતાના પ્રેમને આ બધા વચ્ચે ટકાવી રાખવા છેલ્લે સુધી લડતી રહે છે. જે શુંભમને પ્રેમ પ્રત્યે હંમેશા નફરત થઈ ગઈ હોય તેને ફરી પ્રેમ કરતા શિખવે છે. વિશ્વાસ રુપી એક એવા બંધનમા તે શુંભમને જોડી દેઈ કે ગમે તે પરિસ્થિતિ સામે તેનો પ્રેમ કયારે પણ હારી ના શકે. પરિસ્થિતિ ઘણીવાર બંનેને અલગ કરવાની કોશિશ કરે છે. કયારેક શુંભમ તેનાથી દુર થઈ જાય છે તો કયારેક સમાજ તેને અલગ કરવાની કોશિશ કરે છે. પણ સ્નેહાનો પ્રેમ પરનો અતુટ વિશ્વાસ તેને કયારે અલગ હોવા છતા અલગ થવા દેતો નથી. અહીં સ્નેહાનો અતુટ વિશ્વાસ શુંભમ પ્રત્યે નહીં પણ તેના પ્રેમ પ્રત્યે છે. શાયદ એટલે જ તે કયારે પણ શુંભમને નફરત નથી કરતી. લાગણી રૂપી આ બંધન સ્નેહાના દિલનો એક એવો અહેસાસ છે જે વિશ્વાસની જીતને કાયમ બનાવી જાય છે. તેનો પ્રેમ એવી કેટલી બધી કસોટી વચ્ચે તેને હરાવાની કોશિશ કરે છે. પણ, તે બધી જ પરિસ્થિતિ સામે વિશ્વાસની જંગ જીતે છે. તેમનો પ્રેમ પરનો વિશ્વાસ શુંભમની સાથે પરિવારને કેવી રીતે જીતે છે તે આખી વાર્તા વાંચતા ખ્યાલ આવી જાય.

આ પ્રેમ કહાની ખાલી સ્નેહા અને શુંભમના પ્રેમની જ નહીં પણ એવા ઘણા પ્રેમની સાથે જોડાયેલ છે. જયારે પણ પ્રેમ સાચો હોય ત્યારે તે પ્રેમની કસોટી થાય જ છે. પણ તે કસોટીમાંથી પસાર થવું એટલું ઈજી નથી હોતું. પળ પળ એવી દરેક પળ પ્રેમ અલગ થવાની કોશિશ કરે છે. પણ જો તે અલગ થયા પછી પણ સાથે જોડાઈ રહે તો તે પ્રેમને કયારે કોઈ અલગ કરી શકતું નથી. પ્રેમ એક તરફો હોય કે બંને બાજું હોય પણ જો પ્રેમ પર વિશ્વાસ અને તે સાચો હોય તો તે પ્રેમ કયારે અધુરો રહેતો જ નથી. જો કદાચ તે અધુરો રહી પણ ગયો તો તે દિલમાં હંમેશા સાથે રહી જાય છે.

છેલ્લે જયારે આ વાર્તા પુરી થઈ ત્યારે મને એ કહેતા આનંદ થાય છે કે આ વાર્તાના માધ્યમથી મને પણ એવું ધણું શીખવા મળ્યું. જે શબ્દોની મને સમજ નહોતી તે શબ્દોની સમજ આજે આ વાર્તા પરથી જાણવા મળી. આ આખી વાર્તા મે મારા વિચારોથી જ લખી છે પણ તે વિચારો મારી અદર કયાંથી આવી રહયા હતા તે ખુદ મને નથી ખબર. જયારે મે વાર્તા ને લખવાની શરૂ કરી ત્યારે મે ખાલી એવું વિચાર્યું હતું કે આ વાર્તા એક પ્રેમને સાર્થક બનાવાની છે ને તે આપમેળે બસ વાર્તા બનતી ગઈ. વાર્તાના શબ્દો એકપછી એક બસ એમ જ જોડતા ગયા. રોજ જયારે હું આ વાર્તા લખવા બેસું ત્યારે મને એ વિચાર આવે કે હવે આગળ શું થશે..??તે વિચાર સાથે જ શબ્દોની એક એમ જ કડી જોડાતી જ્ઈ રહી હતી. બાકી આ વાર્તા કંઈ દિશામાં વળાંક લઇ રહી છે તે મને ખુદ નથી ખબર. બસ દિલમાંથી જે શબ્દો ઉપજે તે શબ્દોને હું લખતી જ્ઈ રહી હતી ને આજે તે એક સરસ વાર્તા બની ગઈ.

આજે જયારે આ વાર્તા આટલી સુંદર રીતે પુરી થઈ ગઈ ત્યારે હું મારા વાંચક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું કે તેના સુંદર અભિપ્રાય વગર આ વાર્તા પુરી થવી શકય ના હતી. દરેક ભાગમા તેમના આપેલ અભિપ્રાય થકી મને લખવાની એક નવી રાહ મળતી હતી. આ વાર્તા મારા એકના વિચારોથી નહીં પણ એવા કેટલા લોકોના વિચારોથી પુરી થઈ. આજે તે બધાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ તે તમામ મીત્રોનો જેમને મને આ વાર્તા પુરી કરવામાં મદદ કરી. થેન્કયું એવરીવન

ફરી મળીશૂં એક નવી આવી જ કંઇક અલગ પ્રેમ કહાની સાથે .આશા છે કે તમને મારી આ નવલકથા પસંદ આવી હોય. છેલ્લે આ નવલકથા કેવી છે તે જરૂર જણાવજો. ધન્યવાદ
♥♥♥♥♥♥♥♥♥♥♥♥