lagni bhino prem no ahesas - 52 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 52

Featured Books
Categories
Share

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 52

વિચારોની વચ્ચે જ દિવસ પુરો થયો. સ્નેહાની ખામોશી આખા ઘરને ખામોશ બનાવી બેઠી હતી. શુંભમની યાદમાં તે કયારેક હસી લેતી તો તેની જ યાદમાં તે રડી લેતી. તેને શુંભમ સાથે નફરત નહોતી. આ પ્રેમ આમેય ક્યાં નફરત થવા દેઈ છે કયારે. ઈતજાર, મળવાની આશા બધું જ ખતમ થઈ ગયું હતું. પોતાના મનને મનાવી લીધું હતું કે આખિર કિસ્મતને જે મંજુર હોય તે જ થાય છે. શાયદ શુંભમની જગ્યા પર તે હોત તો તે પણ પોતાની બહેન માટે આવું જ કંઈક કર્યું હોત. આ વિચાર સાથે તેને શુંભમને પોતાના દિલમાં હંમેશા માટે છુપાવી દીધો.

કેટલા દિવસ પછી આજે ફરી તેને હાથમાં ફોન લીધો. રાત થઈ ગઈ હતી ને ઘરે બધા સુઈ ગયા હતા. તેની નિંદર તો હંમેશા માટે કંઈક ખોવાઈ ગઈ હતી. તે હજું હારી નહોતી. હજું પ્રેમ દિલની ધડકન બની ધબકતો હતો. અહેસાસ લાગણી બની ખિલતો હતો. સંબધ તુંટવાથી પ્રેમ થોડો ખતમ થઈ જાય છે. તે તો દિલમાં યાદ બની હંમેશા રહી જાય છે. શુંભમના મેસેજને તે ધ્યાનથી ફરી વાંચી રહી હતી. બધા જ મેસેજ વંચાઈ જતા તે તરત જ તે બધા જ મેસેજને ડિલિટ કરી દીધા. શબ્દો તો દિલને સ્પર્શી ગયા હતા હવે આ મેસેજને રાખી તે શું કરવાની. આ વિચાર સાથે એકવારમા બધા જ મેસેજની સાથે શુંભમના નંબરને પણ ડિલિટ કરી દીધો.

રાત હજું યાદ બની વધારે ખિલતી જ્ઈ રહી હતી. જયારે આખી જિંદગી તેની યાદમાં જ જીવવાની છે તો હવે ખોટી રીતે ખુંદને તકલીફ દ્ઈને શું કરે.!વિચારોની ગતિ ફરી શરૂ થઈ ગઈ હતી. એકપળ ફરી શુંભમની યાદ રડાવી જતી તો બીજી જ પળ તેની વાતો યાદ કરી દિલને સુકુન મહેસુસ થતું હતું. "શુંભમ જરૂરી તો નથી ને કે સાથે રહીએ તો જ પ્રેમ કરી શકાય. આપણે દુર રહીને પણ આ પ્રેમને હંમેશા સાથે રાખીશું." આ શબ્દો ફરી ફરી ને યાદ આવતા હતા. મજાકમાં પણ સહી જયારે આ શબ્દો તે કહેતી ત્યારે શુંભમ તેના પર ગુસ્સો કરતો તે વાત યાદ કરી તેને અત્યારે હસવું આવી રહયું હતું.

પ્રેમ માણસને કમજોર કરી દેઈ છે એવું લોકો કહે છે. પણ ખરેખર તો પ્રેમ માણસને એક નવી રાહ બતાવી વધારે તાકતવર બનાવે છે. સ્નેહાની વિચાર શકિત મહોબ્બત પ્રત્યેની અતુટ લાગણી હતી. તે તુટવાથી કયારે તુટવાની ના હતી. આ ધબકતું દિલ હંમેશા અહેસાસ બની ધબકવાનું હતું.

રાત અંધકારમય થતી જતી હતી ને વિચારો સાથે પ્રેમની લાગણી વહી રહી હતી. સ્નેહા જાણે આ અંધારી રાતે શુંભમ સાથે દિલથી વાતો કરી રહી હતી ને શુંભમ તેને સાંભળી રહયો હતો. આ હકિકત છે જયારે પ્રેમ હદ કરતા વધારે હોય ત્યારે એકબીજા સાથે વાતો એમ જ થતી હોય છે. જયા લાગણીનું બંધન જોડાયેલ હોય ત્યાં દુર હોવા છતાં પાસે હોવાનો અહેસાસ હોય છે. પ્રેમ છે જ એટલો અજીબ જેને જે સમજી શકે તે કયારે કોઈ એકના દુર થઇ જવાથી ખતમ નથી થઈ જતો.

રાત આખી બંને બસ એકબીજાથી દુર હોવા છતાં દિલથી વાતો કરે જતા હતા. વાતો પ્રેમની હતી. અહેસાસની હતી. દુર રહી હવે શું કરીશું તેનું પ્લાનિંગ થઈ રહયું હતું. આ વાતો વચ્ચે જ સવાર કયારે થયું ખબર ના રહી ને સ્નેહાની આંખ ખુલી ગઈ. તે રાતનું એક સપનું હતું કે હકિકત તે સ્નેહા સમજી ના શકી પણ દિલમાં એક અજીબ સુકુન મહેસુસ થયું.

આ સવાર ફરી જિંદગીની નવી સવાર લઇ ને આવી હતી. વિચારોમાં શુંભમ હતો પણ ચહેરા પર ખામોશીની જગ્યાએ ખુશી હતી. કંઈક અલગ અહેસાસને તે મહેસુસ કરી રહી હતી. આજે જો કદાચ તેના લગ્ન થઈ રહયા હોત તો રાતે પિઠી અને રાસગરબાની તૈયારી ચાલતી હોત તેના બદલે તે કામ પુરુ કરી ટીવી જોવા બેસી ગઈ હતી.

ટીવીમા મન તો નહોતું લાગતું પણ એમ જ બોરિંગ થવા કરતા સારું છે તે વિચારે તે ટીવી જોઈ રહી હતી. ત્યાં જ મોબાઈલમા રીંગ રણકી. તે ઊભી થઈ મોબાઈલ પાસે ગઈ. દિલ જોરથી ધબકી રહયું હતું. હજું તો કોનો ફોન છે ખબર પણ ના હતી તે પહેલા જ લાગણી ભર્યો અહેસાસ પ્રેમ બની ખીલી ઉઠયો. દિલ ફોન હાથમાં લેતાની સાથે વધારે ધકધક કરવા લાગ્યું. તે ફોન ઉપાડવા જતી હતી ત્યાં જ ફોનની રિંગ પુરી થઈ ગઈ. હજું તો ફોન હાથમાં પણ નહોતો આવ્યો.

"સ્નેહા કોનો ફોન છે જોતો ખરી. આ બીજી રિંગ છે. " બીજી વખત ફોન આવતા તેની મમ્મી રસોઈમાંથી બોલ્યા ને સ્નેહાએ ફોન હાથમાં લીધો. શુંભમના નંબરને તે પળમાં જ ઓળખી ગઈ.

વાત કરવા દિલ વધારે ઉતાવળું બની રહયું હતું. મન હજું વિચાર કરતું હતું કે ફોન ઉપાડું કે નહીં ત્યાં જ ઉપડી ગયો. શુંભમનો અવાજ સાંભળી આંખોમાંથી આસું સરી પડયા. તે કંઈ બોલી ના શકી ના શુંભમ કંઈ બોલી શકયો. બંને ફોનમાં બસ રડી રહયા હતા.

"આ્ઈ એમ સોરી." શુંભમના શબ્દો સ્નેહાને આજે વધું રડાવી રહયા હતા." સ્નેહા પ્લીઝ તું રડ નહીં."

"આપણી જ લાઈફમાં આવું કેમ..???શું આપણે હવે કયારે એક નહીં થઈ શકયે...??શું આખી જિંદગી આપણે એકબીજા વગર રહેવું પડશે..???"સ્નેહાની લાગણી શબ્દો રુપી આસું બની વહી રહી હતી.

કેટલા દિવસ પછી આજે શુંભમનો અવાજ તેને સાંભળ્યો. ના ફરીયાદ હતી ના નારાજગી. પ્રેમની એક અજીબ લાગણી હતી જે આટલું થયા પછી પણ દુર નહોતી રહી શકતી. શુંભમ આજે સ્નેહાના પ્રેમને જોઈ રહયો. તેના મનમાં એમ હતું કે સ્નેહા તેની સાથે વાત નહીં કરે પણ અહીં સ્નેહા તો તેનાથી નારાજ પણ નહોતી થઈ કયારે.

"કોણે કિધું તને કે આપણે અલગ રહેવું પડશે..??તું ને હું જયારે એક છીએ ત્યારે અલગ કંઈ રીતે રહી શકયે. તું જ કહે છે ને જયારે બે વ્યક્તિ એકબીજાની સાથે ઊભા હોય ત્યારે ત્રીજો તેને અલગ કયારે ના કરી શકે. તો પછી તે આજે એમ કેવી રીતે વિચારી લીધું કે આપણે એકસાથે નથી. સ્નેહા તારો અને મારો પ્રેમ તો અહેસાસના તાતણે બંધાઈ ગયો છે તે કોઈના તોડવાની તુટી કેવી રીતે શકે. " શુંભમની આખો પણ ભીની હતી. પણ આ પ્રેમની લાગણી તે આસુંથી વધારે હસીન હતી.

"હવે કંઈ નથી રહયું બાકી આપણા વચ્ચે સિવાય પ્રેમ અને અહેસાસની લાગણી. આપણો સંબધ તુટી ગયો છે જે હવે ફરી કયારે જોડાઈ ના શકે." આટલું કહેતા જ સ્નેહાથી વધારે રડાઈ ગયું તે બીજો કોઈ જ શબ્દો બોલી ના શકી.

"સંબધ તુંટયો છે તું કે હું નહીં. એકપળ માટે મને પણ એવું જ લાગતું હતું કે બધું જ ખતમ થઈ ગયું. પછી તારા જ વિચારે મને તારી સાથે ફરી જોડી દીધો. સ્નેહા લોકોના તોડવાથી આપણો સંબધ તુટી ના શકે."

"લોકોના તોડવાથી જ તુટી ગયો છે. હવે તે લોકો આપણો સંબધ જોડવા માટે ફરી નહીં આવે." સ્નેહાના આ શબ્દોમાં થોડો વધારે ભાર હતો.

"તું ને હું સાથે હોયે તો આપણે બીજા કોની જરૂર છે. શું તું આ સંબધને એકવાર ફરી જોડવા કોશિશ નહીં કરે.....? "શુંભમે કહયું

"તમારા માટે એકવાર નહીં એવી કેટલી વખત કોશિશ કરવા તૈયાર છું. પણ જયારે આપણો સંબધ જોડવાથી કોઈ બીજાને તકલીફ થતી હોય તો તે સંબધ જોડી ને પણ શું ફાયદો."

"હંમેશા બીજાનું જ કેમ વિચારે છે. શું તને કયારે પોતાની ખુશીનો વિચાર જ નથી આવતો...??"

"મારી ખુશી તો તમે છો. તમે જ સાથે છો તો મારે મારી ખુશીની ચિંતા કરવાની કયાં જરૂર છે. "

"તારી ખુશી ખરેખર જો હું જ હોવ તો શું તું મારી સાથે ભાંગીને કાલે કોર્ટમેરેજ કરી શકી....??" શુંભમના સવાલ પર સ્નેહાની અવાજ ચુપ થઈ ગઈ. થોડીવાર માટે તે કંઈ જવાબ ના આપી શકી. તેના વિચારો તે જ પળે વહેતા આસુંની સાથે શરૂ થઈ ગયા.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
કેટલા દિવસ પછી આજે સ્નેહા અને શુંભમની વાત થઈ. શું શુંભમના ભાગવાના વિચાર પર સ્નેહા તેનો સાથ આપશે..?? શું તે બંનેના લગ્ન થશે..??જો તેના લગ્ન આમ ભાગી ને થશે તો શું તેનો પરિવાર તેના સંબધને સ્વિકારી શકશે..??આપણી વાર્તા જયારે છેલ્લા ભાગ પર આવી રહી છે ત્યારે શું આ બંનેની લવ સ્ટોરીનો હેપ્પી એન્ડ આવશે કે તે એકબીજાથી હંમેશા અલગ થઈ જશે..??શું થશે આ લવ સ્ટોરીનું તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ "