આ જિંદગી પણ ખરેખર અજીબ છે. કયારે શું મોડ લઇને આવે તે કોઈ નથી જાણી શકતું. જે હાલત સ્નેહાની થઈ રહી છે તે જ હાલત શુંભમની પણ થઈ રહી છે. સ્નેહા માટે પરિસ્થિતિ વિક નથી. જયારે શુંભમ સામે પરિસ્થિતિ એક અલગ જ મોડ લઇ ને ઊભી છે. તેને સમજાય નથી રહયું કે તે શું કરે. એક બાજુ સ્નેહા સાથેનો પ્રેમ છે ને બીજી બાજું તેમની બહેન સાથે જે થયું તે વાતની તકલીફ.
પોતાની જાતને રૂમમાં કેદ કરી બસ તે વિચારે જતો હતો. લાગણીઓ આખોના આસું બની વરસતી જતી હતી. જો પ્રેમસંબંધ નિભાવે તો બહેનનો સંબધ તુટે ને બહેનનો સંબધ નિભાવે તો સ્નેહા સાથે જે વાદો કર્યો હતો તે તુટી જાય. જિંદગી જયારે કસોટી કરે છે ત્યારે કોઈ રસ્તો નથી છોડતી. શુંભમ સાથે કંઈક એવું થઈ રહયું છે.
વિચારો શુન્ય બનતા જ્ઈ રહયા હતા. સ્નેહા સાથે વિતાવેલી પળો યાદ બની વધારે રડાવી રહી હતી. લગાતર વાગતી ફોનની રિંગ સ્નેહા સાથે વાત કરવા પ્રેરતી હતી. પણ ફરી બહેનના આસું સામે તે ખામોશ થઈ જતો. કયાં સંબધને નિભાવે તે જ તેને સમજાતું નહોતું. બે દિવસથી એમ જ વિચારોની વચ્ચે તે પાગલ બનતો જ્ઈ રહયો હતો ને એક રૂમમાં બેસી રડે જતો હતો.
તકલીફ બંને બાજું હતી. સ્નેહા એ વાતથી પરેશાન હતી કે શુંભમ ફોન નથી ઉપાડતો ને શુંભમ એ વાતથી હેરાન હતો કે સ્નેહાને જવાબ શું આપે. વગર કોઈ કારણે આજે પ્રેમની બલી ચડી રહી હતી.
બે દિવસ રડવામા જ પુરા થયા. સપના હજું ત્યાં જ હતી ને આજે રાતે તે ઘરે જવાની તૈયારી કરી રહી હતી. લગ્ન માટેની જે તૈયારી કરી હતી તે બધી જ તૈયારી ફરી માળીયા ઉપર પેક કરી મુકાઈ રહી હતી. કેટલો બધો કરિયાવર હતો જે સ્નેહા માટે તૈયાર કર્યો હતો. આ બધું જોઈ જોઈ ને તેની મમ્મીની આખો વધારે ભીની થઈ રહી હતી. આખરે કંઈ મા આ બધું સહન કરી શકે. પોતાની જ દિકરીની ખુશી પળમાં વિખેરાતી જોઈ આજે તેના પપ્પા પણ રડી રહયા હતા.
સ્નેહાનો વિશ્વાસ હજું તુંટી નહોતો રહયો. ઘરના બધા એ જ સમજી રહયા હતા કે સ્નેહા પાગલ બની ગઈ છે. તે ખરેખર ભાન ભુલી બનતી જ્ઈ રહી હતી.
"મમ્મી, દીદું નો કહો ને કે તે મારા લગ્ન સુધી અહીં જ રહે. મારે કેટલું કામ છે તેનું. ને તે તેના ઘરે જવા ઉતાવળી બની રહી છે. જાણે ઘર તેનું લુટાઈ જશે તેના વગર એમ." સ્નેહા ખુદ નહોતી સમજી રહી કે તે શું બોલી રહી છે.
"સ્નેહા પ્લીઝ.....!" સપનાએ તેને એકદમ જ ગળે લગાવી દીધી ને જોરજોરથી રડવા લાગી. સાથે તેના મમ્મી પણ રડવા લાગ્યા.
"સોરી દીદું, આપણે પછી આમ રોજ નહીં મળી શકયે. હું અમદાવાદ ને તું અહીં. ત્યાથી મને આમ તારી જેમ રોજ કોણ આવવા દેશે." સ્નેહાની અજીબ વાતો સપનાને વધું રડાવી રહી હતી.
"તું હોશમાં આવ. તારો સંબધ તુટી ગયો છે. તું કેમ નથી સમજતી કે હવે તારે અહીં જ રહેવાનું છે...!" સપના તેને સમજાવાની કોશિશ કરતી હતી પણ સ્નેહા તો જાણે ખરેખર પાગલ બની ગઈ હતી. તે એ સુધ્ધા ભાન નહોતું કે તેનો સંબધ તુટી ગયો છે.
"મમ્મી તમે આને સમજાવોને હું કંઈ બોલતી નથી એટલે તે ગમે તે બોલતી જાય છે. જો તે હવે મારા સંબધ તૂટવાની વાત કરી તો હું તારી સાથે હંમેશા અબોલા કરી દેઈ. પછી જીજું ને પણ કહી દેઈ તારી વાતો. હા જીજુંથી યાદ આવ્યું તે આજે આવવાના હતા ને મારે તેની સાથે મેરેજ ગિર્ફ મંગાવાનુ હતું. હવે તમે તો મને બહાર નિકળવા નહીં દો." સ્નેહાને હજું એમ જ લાગતું હતું કે તેના લગ્ન લખાય ગયા છે ને તેના લગ્ન શુંભમ સાથે થઈ રહયા છે.
આ પ્રેમ પણ કેટલો અજીબ છે. જો મળે તો જિંદગી બનાવી દેઈ ને ના મળે તો જિંદગી ખરાબ કરી દેઈ. સ્નેહાની જિંદગી કયા મોડ પર ઊભી છે તે જ સમજાય નથી રહયું. પ્રેમ પરનો અતુટ વિશ્વાસ તેને પાગલ કરે જતો હતો. તે કોઈ વાત સ્વિકાર કરવા તૈયાર જ નહોતી કે તેનો સંબધ તુટી ગયો છે.
સપના અને તેના મમ્મી બસ સ્નેહાને જોઈ રહયા. તે સ્નેહાને સમજાવી નહોતા શકતા. સપના સ્નેહા માટે આજની વધારે એક રાત રોકવાનો વિચાર કરી લીધો. લગ્નની બધી જ રસમો તે કરવા માગતી હતી. તેના પાગલપણા ને જોઈ તેને કોઈ રોકી નહોતું શકતું. તે બસ જેમ કરે તેમ તેને બધા કરવા દેતા હતા. તે શુંભમને ફોન કરતી પણ શુંભમ તેનો ફોન ઉપાડતો નહીં એટલે થોડીવાર તે ખામોશ થઈ જતી પછી ફરી ચહેરા પર ખુશી લાવી તૈયારી કરવા લાગતી.
બીજા દિવસે તે સપનાને લઇ જબરદસ્તી પાલૅર ગઈ. સપના તેને કંઈ કરવા રોકી નહોતી શકતી. આજુંબાજુંના લાકો હવે વાતો પણ કરવા લાગ્યા હતા. કોઈને સ્નેહાનો પ્રેમ દેખાય નહોતો રહયો બધાને બસ તે પાગલ દેખાય રહી હતી.
તે પાલૅરમાંથી ઘરે આવી ત્યારે રસ્તામાં બસ તેને લોકોની વાતો જ સાંભળી. 'હજું તો બે દિવસ પણ નથી થયા લગ્ન તુટે ને આજે પાલૅરમા જ્ઈ તૈયાર થવા લાગી. કંઈ ફરક પડે છે તેને.....તેના ચહેરા પર તો જાણે કોઈ વાતની ચિંતા જ નથી. આમેય લફરું કર્યું હતું તો શું ફેર પડે તેને....!એક સાથે તૂટ્યું હજું બીજા કેટલા હશે. બિચારી જો ને ખરાબ છોકરાને પસંદ કરી ફસાઈ ગઈ. આમ તો બહું જ મોટી વાતો કરતી હતી કે મારો શુંભમ દુનિયામાં સૌથી બેસ્ટ છે. આજે તેની બહેન માટે આને છોડી દીધી ને....! ગમે તેટલો પ્રેમ હોય તો શું કામનું ખરા સમયે જે સાથ ના આપે તે બીજે કયાં આપવાનો હતો. આ બિચારીની તો જિંદગી બગડી ગઈ. આમેય આને કયાં કંઈ ફેર પડે છે કયારે તે આજે પડશે. " લોકાની આવી તાના ભરી વાતો તેને સમજાય રહી હતી પણ તે તો પ્રેમમા પાગલ હતી તેને કયાં કંઈ ફરક પડવાનો હતો.
સપના લોકોની વાતો સાંભળી નહોતી શકતી એટલે તે સ્નેહાને લઇ ફટાફટ ઘરે આવી ગઈ. "સ્નેહા પ્લીઝ હું તને આ છેલ્લી વખત સમજાવું છું તું તારું આ પાગલપણું છોડી દે. તને સંભળાતું નથી બહાર લોકો શું વાતો કરે છે..? બહારનું છોડ અહીં ખુદ આપણા ઘરના જ વાતો કરી રહયા છે. તારી ઈજ્જતની સાથે પપ્પાની ઈજ્જત પણ ઉછળી રહી છે. "
"તું હંમેશા જ લોકોની વાતો સ્વિકારી બેસી જાય છે. કરવા દે વાતો તેમને. મારા અને શુંભમના લગ્ન થઈ જશે એટલે આ બધી વાતો બંધ થઈ જશે."
સ્નેહાની પાગલભરી વાતો સપનાને ગુસ્સો અપાવતા તેને સ્નેહાને એક જોરદાર ગાલ પર થપ્પડ મારી. "તું પાગલ થઈ ગઈ છે. તને કેવી રીતે હું સમજાવું કે તારો શુંભમ તારો નથી રહયો. તમારો સંબધ તુટી ગયો છે.
સપનાની થપ્પડ સાથે જ તે ત્યાં નીચે બેસી ગઈ ને રડવા લાગી. તેને હવે અહેસાસ થઈ રહયો હતો કે ખરેખર તેનો સંબધ તુંટી ગયો છે. બે દિવસથી જે આસું થંભી ગયેલા હતા તે આસું ફરી વહેવા લાગ્યા. તેને કંઈ સમજાય નહોતું રહયું કે આખિર આ બધું થઈ શું રહયું છે. "શું બગાડયું હતું મે કોઈનું તે મારી સાથે આવું થયું. દીદું હું શુંભમ વગર નહીં રહી શકું." તેની આંખોમાંથી વહેતા આસું કોઈ રોકી નહોતું શકતું.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
આ અજીબ પળ દુઃખની પળ લઇ ને આવી છે ત્યારે શું સ્નેહા અને શુંભમ એક થઈ શકશે...??શું આજે એક પ્રેમની જીત થશે કે પરિવારના સંબધ આગળ પ્રેમ તુંટી જશે..?? શું સ્નેહા તેના મનને સમજાવી શકશે...??? જો સ્નેહા અને શુંભમનો સંબધ હંમેશા માટે વિખેરાઈ જશે તો શું સ્નેહા તેની જાતને સંભાળી શકશે..?? શું થશે હવે જયારે આ કહાની એકદમ જ એન્ડ પર આવી ઊભી છે ત્યારે..?? શું સ્નેહા અને શુંભમ એક થઈ શકશે કે નહીં તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ "