પ્રકરણ ૧૮
આદિ બોલ્યો....." વિરેન એનું નામ તો તમે લોકોએ કહ્યું નહીં.... છોકરી છોકરી કરે છે પણ દરેક છોકરી ને કંઈક નામ તો આપ્યું જ હોય છે એની ફોઈએ...."
" રુદ્ર ને પૂછ..."
રુદ્ર હસ્યો અને બોલ્યો ...." આદિ તને વિશ્વાસ નહીં આવે....! એનું નામ નંદિની છે....!"
આદિ એકદમ અવાક થઈ ગયો ! એના ગળામાંથી શબ્દો જ બહાર નીકળતા નહોતા. ઘણી વાર પછી એ હિંમત એકઠી કરીને બોલ્યો...
" What. ...? નંદિની....? આપણી નંદિની....?"
" ના ..ના ..અમે પણ નંદિનીને મળ્યા ત્યારે પહેલાં તો એમ જ લાગ્યુંં હતું , કદાચ આ જ રુદ્રની નંદિની હશે ....! કારણકે એ પણ સુરત થી જ આવી હતી પણ રુદ્રની નંદિની ના પિતા નું નામ જટા શંકર ત્રિવેદી છે . ઈનફેક્ટ હતું... but he is no more...!!!"
" Oh ...! "
હવે આદિના જીવમાં જીવ આવ્યો . પરંતુ આદિને નંદિની અને ધનંજય ના વાસ્તવિક સંબંધની ક્યાં ખબર હતી ....!"
" ચલો હવે ઘરે નથી જવું....?"
" હા યાર ....ચલો જઈએ ઘણું મોડું થઈ ગયું. ત્રણેય જણા પાછા ભીખલા ની કીટલી ઉપર આવ્યા. ત્યાથી વિરેને પોતાનું બાઈક લીધું.
જતા જતા પાછો રુદ્ર આદિ સામે આંખ મિચકારી ને બોલ્યો...
" વિરેન વેકેશન ખુલવા માં બે દિવસની વાર છે, ત્યાં સુધી જેટલું રિહર્સલ કરવું હોય એટલું કરી લેજે..."
વિરેન બોલ્યો...." તમે મને નહીં છોડો લાગે છે કે પહેલા જ દિવસે ધડાકો કરાવીને જ રહેશો...!"
આદિ એ કહ્યું....." હા યાર ....પહેલો દિવસ તો યાદગાર જ બની રહેવો જોઈએ કે જે આખી જિંદગી યાદ રહી જાય...!"
" સારું ચલો બાય...." આમ કહીને ત્રણેય છુટા પડ્યા .
વિરેન આ બે દિવસમાં ઈશિતાને શું કહેવું ?..કેવી રીતે કહેવું....? તે વિચારવા લાગ્યો. શબ્દોને મગજમાં યાદ કરીને ફિટ કરવા લાગ્યો .ઘણી વાર પોતાના મનની લાગણીઓ ને કાગળ પર ઉતારવા માટે ઘણા બધા કાગળો પણ ફાડ્યા ....અંતે.....' જો હોગા દેખા જાયેગા... ત્યારે જે મનમાં આવશે તે બોલી દઈશ...' એમ વિચારીને તે વેકેશન ખુલવાની રાહ જોવા લાગ્યો .વેકેશન નો છેલ્લો દિવસ પણ તેનાથી જતો નહોતો .તે કાલ સવારની રાહ વ્યાકુળતાથી જોવા લાગ્યો! તેને માટે આ ચોવીસ કલાક જાણે કે ચોવીસ વર્ષો જેટલા લાંબા પ્રતીત થવા લાગ્યા....!!
અંતે જે દિવસની વિરેન રાહ જોતો હતો એ આવી પહોંચ્યો .આજે તે ફટાફટ ઊઠીને સરસ તૈયાર થયો .સ્કાય બ્લુ કલરના જીન્સ ઉપર તેણે ડાર્ક બ્રાઉન કલરનું ટીશર્ટ પહેર્યું હતું .ટીશર્ટ ની બાંય માં થી દેખાતા એના કસરતી હાથ અને એ મજબૂત હાથની ફૂલેલી નસો કોઈ પણ છોકરી ને આકર્ષવા માટે પૂરતી હતી .તૈયાર થઈને તેણે પર્ફ્યુમ લગાવ્યું અને વોચ પહેરી જતા જતા અરીસામાં પોતાને ફરી એકવાર જોઈને માથામાં બ્રશ ફેરવ્યું.
ઘરેથી નીકળતા એણે ઈશિતા ને મેસેજ કરી દીધો હતો તેથી ઈશિતા પણ નીચે જ ઉભી હતી .આજે એ પણ ખુબજ હોટ લાગતી હતી .ઈશિતા એ આજે શોર્ટ્સ પહેર્યું હતું.... સ્લીવલેસ ટીશર્ટ માં તે ખૂબ જ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ લાગી રહી હતી.
વિરેને ઈશિતા પાસે બાઈક સ્ટોપ કરી તે ઈશિતાને અપલક નયને જોતો જ રહ્યો...
ઈશિતા પણ આખું વેકેશન વિરેન ને જોયો ન હોવાથી થોડી વાર તો તેને જોઇ જ રહી . તેને પણ આજે વિરેન વધારે હેન્ડસમ લાગતો હતો. પછી બોલી...
" Hi ....વિરેન...."
ઈશિતા ના બોલવાથી વિરેને ચોંકીને જોયું અને સામે
" hi ઈશિતા....." એટલો જ રિસ્પોન્સ આપ્યો
ઈશિતા વિરેનની પાછળ થોડું અંતર રાખીને બેઠી હતી....
" ઈશુ શું કરે છે ....? થોડી સરખી બેસને...?
" સરખી તો બેઠી છું વિરેન ...તને નથી ફાવતું ....?"
એમ કહીને ઈશિતા થોડી વધારે પાછળ ખસી. એને થયું કે વિરેન ને કદાચ નહીં ફાવતું હોય....
પણ વિરેન સરકી ને તેની અડોઅડ બેસી ગયો અને બોલ્યો ...." હવે ઠીક છે ...."
ઈશિતાને વિરેન સરકીને પાછળ ખસ્યો તે ગમ્યું .પાછો વિરેન બોલ્યો....
" ઈશિતા બરાબર પકડી લેજે પછી કહેતી નહીં કે વિરેને બાઈક ઉપરથી પાડી દીધી .આજે કોલેજ જવાનું મોડું થયું છે તેથી બાઈક ની સ્પીડ વધારું છું.."
ઓકે ...કહીને ઈશિતા પકડવા માટે હાથથી કાંઈ હેન્ડલ જેવું શોધતી રહી.
" ઓ ઇશિતા મેડમ ....! આજુબાજુ ફાંફાં માર્યા વગર તમારા હાથ મારા ખભા ઉપર મૂકી દેશો તો ગંદા નહીં થઈ જાય..."
ઈશિતા તો આજે વિરેન ને જોતી જ રહી ગઈ . પછી પોતાના બંને હાથથી વિરેન ના ખભા પકડી લીધા અને વિરેને બાઇકની સ્પીડ વધારી
થોડીવારે તેઓ કોલેજમાં પહોંચ્યા .રુદ્ર અને આદિ તો ક્યારના આવી ગયા હતા તેઓ વિરેન ના આવવાની રાહ જોતા હતા ધીરે ધીરે બધા આવવા લાગ્યા નંદિની પણ આજે ખુબ જ સરસ તૈયાર થઈને આવી હતી. તેના ડ્રેસ નું કલર કોમ્બિનેશન અને ડ્રેસ સેન્સ બધાને આશ્ચર્ય ચકિત કરી દેતું... તે ક્યારેય એકદમ શોર્ટ્સ પહેરતી નહીં પરંતુ જે પણ પહેરતી તેમાં ખૂબ જ સુંદર લાગતી ,અને હોટ પણ.... નંદિનીને જોઈ આદિ ની આંખો તો પહોળી જ થઈ ગઈ .આજે તેને પણ નંદિનીને પ્રપોઝ કરી દેવાનું મન થયું પરંતુ તેણે પોતાની ફિલીંગ્સ ને કંટ્રોલમાં રાખી અને ઉચિત સમયની રાહ જોવામાં જ મજા છે એમ વિચારીને પ્રપોઝ કરવાનો વિચાર માંડી વાળ્યો. જ્યારે નંદિનીને જોઈને રુદ્ર ના દિલના તાર પણ ઝણઝણી ઊઠયા હતા . જ્યારે તે નંદિની ની નજીક હોય ત્યારે તેને નંદિની પ્રત્યે ગજબનું કુદરતી ખેંચાણ અનુભવાતું .....આનું કારણ તે હજી સુધી સમજી શક્યો નહોતો....!"
કાવ્ય પણ આવ્યો ...આજે તે ખૂબ જ સ્માર્ટ અને થોડો વધારે રફ એન્ડ ટફ ટાઈપનો લાગતો હતો. તેને જોઈને તો પ્રિયા ખુબજ ઈમોશનલ થઈ ગઈ .એને થયું કે...." શું કાવ્ય પણ મને એટલો જ યાદ કરતો હશે કે જેટલો મેં તેને યાદ કર્યો છે કાવ્ય ના મનમાં મારા પ્રત્યે કાંઈ પણ ફીલિંગ્સ છે કે નહીં એની પણ મને ખબર નથી...." આમ વિચાર કરવાથી પ્રિયાના આંખના ખૂણાં ભીના થઇ ગયા જે ઇશિતા અને નંદિની બંનેએ નોટિસ કર્યું...
અવિનાશ અને પ્રતીક પણ આદિના મમ્મી-પપ્પા ને કોઈ તકલીફ આપવા માગતા નહોતા ,એથી તેઓ આદિના ઘરથી નજીકના જ પીજી માં શિફ્ટ થઇ ગયા હતા .આખો દિવસ તેઓ આદિ ના ઘરે જ સ્પેન્ડ કરતા, ફક્ત સુવા માટે જ પીજી નો ઉપયોગ કરતા. તેઓ પણ આવી ગયા.... હવે લગભગ બધા જ આવી ગયા અને ગપ્પા મારવા લાગ્યા. વિરેન ની નજર આજે ઈશિતા પરથી હટવાનું નામ નહોતી લેતી ,અને પ્રિયા ની નજર કાવ્ય પરથી....
રુદ્ર અને આદિ વિરેન ની પાસે જ ઉભા હતા ...અને વિરેન ને ઈશારો કરતા હતા કે ....' હવે પ્રપોઝ કરવાની કેટલી વાર છે...!? ' રુદ્ર એ વિચાર્યું ....' કદાચ આ બધાની વચ્ચે વિરેન ઈશિતા ને પ્રપોઝ કરવાની હિંમત નહીં કરી શકતો હોય ' એથી તેણે એક આઇડિયા લગાવ્યો.
" વિરેન તમે લોકો આવ્યા ત્યારે નોટીસ બોર્ડ વાંચ્યું....? એમાં ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે નામ નોંધાવવાની નોટિસ છે .તો અમે લોકો એ નક્કી કર્યું છે કે આપણે બધાએ એમાં પાર્ટિસિપન્ટ કરવો..."
રુદ્ર ની વાત સાંભળી બધા વિચારમાં પડ્યાં કે ...." કેવુ નોટિસ બોર્ડ અને કેવી ડાન્સ કોમ્પીટીશન...!! વિરેન ના આવ્યા પહેલા તો આવી કોઈ ચર્ચા જ નથી થઈ ,તો રુદ્ર કેમ આવી વાત કરે છે ...? પણ કોઈ કાંઈ બોલ્યું નહીં. એ લોકોને પણ થયું કે જે તાલ થાય છે એ જોવા દે. કાંઈ બોલવું નથી...."
" એમ....? તો પછી ઠીક છે બધાએ ફાઇનલ નક્કી કરી લીધું હોય તો ચોક્કસ આપણું ગ્રુપ પાર્ટિસિપન્ટ કરશે....!"
" વિરેન ...! અમે લોકોએ એ પણ વિચાર્યું કે હજી તો કોલેજમાં ભણવાનું શરૂ થતા થતા થોડા દિવસો લાગી જશે ,તો આપણે લોકો ત્યાં સુધીમાં ડાન્સની પ્રેક્ટિસ કરી લઈએ, જેથી આપણને રિહર્સલ કરવા માટે વધારે સમય મળે અને ભણવાનું પણ ઓછું બગડે..."
" Nice...! ok ...તો ક્યારથી શરૂ કરવી છે પ્રેક્ટિસ....?"
" આજથી જ... ઇફેક્ટ અત્યારથી જ..." આદિ બોલ્યો તેને પણ હવે રુદ્ર નો આઈડિયા સમજમાં આવી ગયો હતો.
" ઓકે ...તો ફ્રેન્ડ્સ ...ચાલો આપણે બધા આપણા નામ ડાન્સ કોમ્પીટીશન માં લખાવી આવીએ .વિરેન અને ઈશિતા તમે લોકો એક કામ કરો, તમે બંને ઝડપથી રિહર્સલ રૂમમાં ચાવી લઈને બેસો, જેથી બીજા ગ્રૂપના લોકો રિહર્સલ રૂમ ઉપર પોતાનો કબજો ન જમાવી લે .અમે આવીએ કે તરત જ પ્રેક્ટિસ શરૂ કરીશું ઓકે....?"
" Ok bro ....હવે વિરેન સમજ્યો કે ..." આ રુદ્ર બાબા બ્રહ્મચારી લાગે છે એટલા સીધા નથી કેવો આઇડિયા લગાવ્યો અમને બંનેને રિહર્સલ રૂમમાં મોકલવાનો....!? અને બીજા બધાને લઈને કેવો ભાગી ગયો...!?"
આદિ અને રુદ્ર એ જતા જતા પાછળ ફરીને વિરેન સામે થમ્સ અપ નિશાની કરી, તે નંદિની એ જોયું...
વિરેન અને ઈશિતા બંને રિહર્સલ રૂમ તરફ ગયા .
રુદ્ર બધાને લઈને જતો હતો ત્યાં જ નંદિની બોલી...." એક મિનિટ રુદ્ર... અમે લોકોએ તો ત્યાં કોઈ જ નોટીસ બોર્ડ ઉપર કાઈ જોયું નથી, તો તને કેવી રીતે ડાન્સ કોમ્પીટીશન ના ભણકારા વાગવા માંડ્યા....? અને તમે બંનેએ વિરેન સામે થમ્સ અપ ની નિશાની કેમ કરી....?"
આદિ બે હાથ જોડી બોલ્યો...." સારું થયું કે તું ત્યાં કાંઈ બોલી નહીં નંદિની... નહીંતર અમારા આખા પ્લાન ઉપર પાણી ફરી જાત...."
" પ્લાન ...!? કેવો પ્લાન આદિ ....? "જીયા બોલી....
" કાંઈ નહિ થોડી વાર રાહ જુઓ તમને લોકોને ખબર પડી જ જશે...." આદિ એ કહ્યું.
" નહીં તમારે અત્યારે જ અમને કહેવું પડશે ...નહીંતર....
" નહિતર શું પ્રિયા....? આ છોકરી તો જ્યારે જુઓ ત્યારે દાદાગીરી જ કરતી હોય છે ....ના ના નહિતર શું કરી લઇશ તું....??"
કાવ્ય.... જેને પોતાને પણ આ બાબતની કંઈ જ ખબર ન હોવા છતાં તે આદિ અને રુદ્રની સાઈડ લઈને બોલ્યો હતો.
" અલ્યા કાવ્ય ....તને પોતાને પણ ખબર નથી છતાં પણ તું આ બંને ની સાઇડ લઈ રહ્યો છે....?" હવે સ્વાતિ પણ મેદાનમાં ઉતરી...
સ્વાતિને બોલતી જોઈને શાંતનું ને પણ શૂરાતન ચડયું ....." એક મિનિટ સ્વાતિ ....ભલે અમને લોકોને આ બંનેની વાત ખબર ન હોય પણ અમને આ બંને ઉપર પૂરે પુરો વિશ્વાસ છે કે....
" તો અમને ક્યાં વિશ્વાસ નથી ....? અમે તો ફક્ત પૂછીએ છીએ કે વાત શું છે....." હવે વિશ્વા પણ શાંતનુની વાત અધવચ્ચે થી કાપતા બોલી
આદિ અને રુદ્ર એ જોયું કે વિરેન અને ઈશિતા વચ્ચે પેચ અપ કરાવતા કરાવતા અહિયાં આ બધા ઝઘડી રહ્યા છે....!
" એક મિનિટ ફ્રેન્ડ્સ ...તમે લોકો તો નાના છોકરાઓની જેમ ઝઘડવા લાગ્યા ....!!!"હવે રુદ્ર ને વચમાં બોલવું પડ્યું.
" તારા કારણે રુદ્ર ....! " નંદિની ગુસ્સાથી બોલી.
"અરે તું મને બ્લેમ કેમ કરે છે ...? ઓકે... ઓકે ....listen... તમારે લોકોએ એ જ જાણવું છે ને કે મે અને આદિ એ ખોટું બોલીને વિરેન અને ઈશિતાને રિહર્સલ રૂમમાં કેમ મોકલ્યા...?"
" હા .અને જતા જતા તમે બંને એ વિરેન ની સામે થમ્સ અપની નિશાની પણ કેમ કરી....? એ બધું જ... "નંદિની જીદ્દ કરીને બોલી.
રુદ્રને અત્યારે તેમાં પોતાની નાનકડી નંદિની ની ઝલક દેખાઇ આવી. એ પણ બધી વાત જીદ કરીને રુદ્ર પાસે મનાવડાવતી ....રુદ્ર થોડીવાર વિચારોમાં ખોવાઈ ગયો..
" Oh ...hello Mr Rudra....તમારા જવાબની રાહ અમે બધી જ ગર્લ્સ જોઈએ છીએ...." નંદિની ચપટી વગાડતા બોલી.
આદિ તો નંદિનીના આ સ્વરૂપને જોઈ જ રહ્યો ......કારણ કે સુરતમાં તો નંદિનીનું આવું સ્વરૂપ ક્યારેય જોયું નહોતું ...! અમદાવાદમાં આવીને નંદિની પણ બધાની જેમ એકદમ બિન્દાસ્ત અને નીડર બની ગઈ... વાહ...!!"
આદિ પોતાના વિચારો માંથી બહાર આવીને બોલ્યો ...." ઓકે ..તો તમને બધું જ રુદ્ર કહેશે..."
" સાંભળો ફ્રેન્ડસ.... તમને બધાને વિરેન અને ઈશિતા વચ્ચે કંઈક કનેક્શન હોય એવું નથી લાગતું.....? I mean કે વિરેન તો ઈશિતાને પસંદ કરે જ છે પણ કદાચ ઈશિતા પણ વિરેનને પસંદ કરતી હોય ....!!? ઈનફેક્ટ તેના દિલમાં પણ વિરેન પ્રત્યે કોઈ ફીલિંગ હોય કેમ....!!?"
" હા રુદ્ર.... તારી વાત સાચી લાગે છે ....! મને પણ ઘણીવાર એવું લાગ્યું કે ઈશિતા વિરેન ને......." નંદિની અડધું વાક્ય બોલી ને પાછી વિચારોમાં ખોવાઈ ગઈ.
" તો એનું શું છે.... ?" સ્વાતિ બોલી...
" બુધ્ધુ...! હજી પણ ના સમજ્યા તમે લોકો ......! અમે બોયઝ તો ફક્ત આટલા ઉપરથી જ સમજી ગયા.... કે વિરેન ઈશિતાને પ્રપોઝ કરવા માંગતો હશે તેથી....."શાંતનું બોલ્યો.
" What.....? you mean ....કે અત્યારે વિરેન ઈશિતાને પ્રપોઝ કરવાનો છે .....!!?" પ્રિયા ખૂબ જ ખુશ થતી બોલી.
" એમાં તું શાની આટલી બધી ઉછળે છે ....!? જાણે કે તને પ્રપોઝ કરવાનો હોય ....!" કાવ્ય એ પ્રિયાને ચિડવવાની કોશિશ કરી.....
" હાય....! મારા એવા નસીબ ક્યાંથી કે વિરેન જેવો સ્માર્ટ અને હેન્ડસમ બોય મને પ્રપોઝ કરે...!! કાશ કે આવું શક્ય બન્યું હોત....!!!"
કાવ્ય, પ્રિયાની વાત સાંભળીને ગુસ્સે થઈ ગયો અને પ્રિયાએ વિરેન ના વખાણ કર્યા એથી એ ખૂબ જ જેલીસ ફીલ કરવા લાગ્યો....
પ્રિયા હવે વધારે ઉછળતા બોલી....." રુદ્ર આદિ.... પ્લીઝ ચાલોને આપણે લોકો પણ રિહર્સલ રૂમમાં થઈ રહ્યું છે એ જોઈએ....!"
" અલી પ્રિયાડી .....! તારુ ચસકી તો નથી ગયું ને....!? વિરેન બધાની સામે પ્રપોઝ ન કરી શકે એટલે તો અમે એ બંનેને એમને રિહર્સલ રૂમમાં મોકલ્યા છે.... અને તારે ત્યાં પણ એ લોકોને ડિસ્ટર્બ કરવા જવું છે...."
" અરે ....! પણ આપણે રૂમમા થોડું જવું છે...."
" એટલે......"
હવે નંદિની ની આંખમાં પણ ચમક આવી ગઈ અને એ ચમક જોઇને બધી જ ગર્લ્સ સમજી ગઈ કે આપણે શું કરવાનું છે....!
" લેટ્સ ગો.... જલદી જઈએ.... ક્યાંક પ્રપોઝ વાળું પિક્ચર પૂરું ના થઈ જાય....! " નંદિની પણ ઉછળતા ઉછળતા બોલી...
આદિને તો હજી વિશ્વાસ જ નહોતો આવતો કે સુરતની ભલી.... ભોળી.... માસુમ.... નંદિની અત્યારે આવો પ્લાન કરી રહી છે .અને એ પણ આવી સિચ્યુએશનમાં...
" એક મિનિટ.... એક મિનિટ ....તમે બધી ગર્લ્સ શું કરવાનું વિચારો છો ....? " રુદ્ર બોલ્યો....
" કાંઈ નહીં.... અમે લોકો વિરેન કેવી રીતે ઈશિતાને પ્રપોઝ કરે છે .....અને ઈશિતા કેવી રીતે રીએક્ટ કરે છે ....? તે જોવા જઈએ છીએ..... આવવું છે તમારે લોકોએ ....? તો લેટ્સ ગો....."
" અરે....! પણ કોઈને આમ આવી રીતે ડિસ્ટર્બ ના કરાય નંદિની....." આદિ બોલ્યો......
" તો અમે ક્યાં એમની વચ્ચે જઈને ઊભા રહેવાના છીએ .... " પ્રિયા આંખ મિચકારી ને બોલી ....કાવ્ય તો પ્રિયા ને જોતો જ રહ્યો. એ આગળ બોલી ....." અમે તો એમને છુપાઈને જોઈશું ......! "હવે પ્રિયા ના ચહેરા ઉપર એક લુચ્ચુ સ્માઇલ ફરકી રહ્યું....
બધી જ ગર્લ્સ નંદિની અને પ્રિયા ની પાછળ પાછળ જવા લાગી. રુદ્ર અને આદિત્યએ કહ્યું ....ફ્રેન્ડસ આપણે શું કરવું છે .....? આપણે લોકોએ પણ જવું કે એમની અહિયાં જ રાહ જોવી છે....?"
અભિષેક બોલ્યો.. . બધી ગર્લ્સ જો એમને જોઇને આનંદ લેવા જતી હોય તો આપણે પણ એમની એ ક્ષણના સાક્ષી બનવા જરૂર જવું જોઈએ....!"
" અલ્યા અભિષેક .....! સીધી રીતે કહી દે ને કે આપણને પણ પ્રપોઝ વાળું પિક્ચર જોવા જવાની તીવ્ર ઈચ્છા થઈ ગઈ છે .....!" અવિનાશ હસતા હસતા બોલ્યો.....
અને બધી ગર્લ્સ ની પાછળ પાછળ બોયઝ પણ ચાલવા લાગ્યા.
મિત્રો ...... શું વિરેન ઈશિતાને પ્રપોઝ કરી શકશે .....? અને જો એ ઈશિતાને પ્રપોઝ કરી પણ દે તો ઈશિતા નો જવાબ શું હશે...? જાણવા માટે વાંચતા રહો..." રુદ્ર નંદિની " નો આગળ નો ભાગ.... મિત્રો જો તમને મારી આ નવલકથાનું આ પ્રકરણ ગમ્યું હોય તો મને રેટિંગ આપી મારા ઉત્સાહમાં વધારો કરશો.....
ક્રમશઃ......***