Rudra nandini. - 17 in Gujarati Fiction Stories by BHAVNA MAHETA books and stories PDF | રુદ્ર નંદિની - 17

Featured Books
Categories
Share

રુદ્ર નંદિની - 17



પ્રકરણ ૧૭

ધનંજય ની દ્રષ્ટિ હવે રુદ્ર ઉપર કેન્દ્રિત થઈ ગઈ . ખૂબ જ ગોરો.. હેન્ડસમ ..લાંબા સિલ્કી અને સહેજ વાંકડિયા વાળ ....ભરાવદાર ચહેરો... અને મજબૂત હાઇટ બોડી વાળો ...એકદમ ગભરુ જુવાન હતો રુદ્રાક્ષ.... પરંતુ હજી પહેલી મુલાકાતમાં જ તેને વધારે પૂછપરછ કરવાનું યોગ્ય ન લાગ્યું.

" નંદિની તમે લોકો બહાર ગાર્ડનમાં બેસો અને વાતો કરો..."

" ઓકે મમ્મી ...નંદિની બધાને લઈને ગાર્ડનમાં ગઈ. હીંચકા ની આજુબાજુ સુભદ્રાએ ચેર મુકાવીને બેસવાની વ્યવસ્થા પહેલાથી જ કરાવી દીધી હતી. રુદ્ર અને વિરેનને જે જાણવું હતું તે જાણવા ના મળવાથી એ લોકો થોડા નિરાશ થયા ....એ ઈશિતા એ પણ જોયું .....

સુભદ્રાએ બધાને માટે જમવાની વ્યવસ્થા પણ બહાર ગાર્ડનમાં ખુલ્લી હવામાં જ કરાવી દીધી હતી.

સુભદ્રાએ બધાને આગ્રહ કરી-કરીને ખૂબ જમાડ્યા.... બધા વાતો કરતા કરતા જમતા જતા હતા.

" ઓકે આન્ટી... અમે હવે જઈએ બહુ મોડું થઈ ગયું છે.."

" હા પણ સાચવીને જજો ...આદિ તમારા લોકો માટે આ શહેર નવું છે એટલે પહોંચીને મેસેજ કરી દેજો..."

" ઓકે અંકલ..."

"રુદ્ર ...વિરેન ..તમે બધા પણ આ આદિ , અવિનાશ, લીના અને જીયા ની જેમ નંદિનીને મળવા ઘરે આવી શકો છો ઓકે....?"

" યસ અંકલ.. થેન્ક્યુ...."

" આંટી... તમારા હાથનો જમવાનો સ્વાદ દાઢમા રહી ગયો..... પેટ ભરાઈ ગયું પરંતુ મન નથી ભરાયુ ...! ઈશિતા એ કહ્યું.

" હા આંટી ..લાગે છે કે જ્યારે તમારું જમવાનું યાદ આવે ત્યારે અમારે સામેથી જ જમવા માટે આવી જવું પડશે... "સ્વાતિ એ પણ મમરો મૂક્યો.

" એમાં કહેવાનું ના હોય સ્વાતિ ...જ્યારે તમારુંં મન થાય ત્યારે બેધડક આવી જવાનું ."

બધાના ગયા પછી નંદિની ધનંજય અને સુભદ્રાને ખુશીથી ભેટી પડી.

" મમ્મી.... મમ્મી ....હું આજે ખુબ ...ખુબ... ખુશ છું."

" હા બેટા! તારી ખુશી તો તારા ચહેરા ઉપરથી જ દેખાય આવે છે."

" પપ્પા અમે બધા હવે એક જ ગ્રૂપમાં જોડાઈ ગયા અને હવે અમારુ મોટુ ગ્રુપ થઈ ગયું."

આમ અલક મલકની વાતો કરતી કરતી નંદિની ધનંજય ને પાછી સવારની સરપ્રાઈઝ વાળી વાતો રીપીટ કરી કરીને કહેવા લાગી. ધનંજય તેને સાંભળતા જ રહ્યા. અમદાવાદ આવ્યા પછી આજે પહેલીવાર નંદિનીને આટલી બધી ખુશ જોઈ હતી.

આમ બંને ગ્રૂપ વચ્ચે ધીમે ધીમે આત્મીયતા અને એકતાની ફીલિંગ્સ વધતી જ જતી હતી ..વધતી જ જતી હતી ..લાગતું જ નહોતું કે હજી થોડા દિવસો પહેલા આ ગ્રુપ બે ગ્રુપમાંથી એક ગ્રુપ બન્યું હતું.

રુદ્ર અને વિરેન ની સાથે હવે આદિ પણ વધારે ક્લોઝ થતો જતો હતો રુદ્ર અને વિરેન જ્યાં હંમેશાની પોતાની બેસવાની જગ્યા ભિખલા ની કીટલી ઉપર ભેગા થતા ત્યાં હવે આદિ, અવિનાશ અને પ્રતીક પણ આવવા લાગ્યા હતા. બધા બોયઝ નું ગ્રુપ ત્યાં પણ જામતું .રુદ્ર અને વિરેન અભિષેક ,શાંતનુ અને કાવ્યને પણ બોલાવી લેતા અને પછી મહેફિલ જમાવતા.

આમ ને આમ દિવસો ઉપર દિવસો અને મહિના ઉપર મહિના વીતવા લાગ્યા. પહેલું સેમ તો ક્યા પૂરું થયું તેની ખબર જ નહોતી પડી, અને હવે તો બીજા સેમેસ્ટરની એક્ઝામ પણ ખૂબ જ નજીક આવવા લાગી હતી. તેથી બધાએ થોડા દિવસો રાત્રે બહાર નહીં આવવાનું પણ ઘરે વાંચવાનુંં નક્કી કર્યું હતું, છતાં રુદ્ર અને વિરેન તો હંમેશાની જેમ ટાઈમ કાઢીને પણ મળી લેતા. બીજા સેમિસ્ટર ની એક્ઝામ પણ પૂરી થઈ અને બધાનું રીઝલ્ટ પણ ખુબજ સરસ આવ્યું.

નંદિની, લીના અને જીયા પણ ઇશિતા, સ્વાતિ ,પ્રિયા અને વિશ્વા સાથે ખુબજ ક્લોઝ થઇ ગયા હતા. બધા પોતાના દિલની વાતો એક બીજાને કહેતા અચકાતા નહોતા. વેકેશનમાં પણ બધાના મેસેજ અને ફોન ચાલુુ હતા અને એકબીજાના ટચમાં રહેતા... આથી એ લોકોને એવું નહોતું લાગતું કે અત્યારે વેકેશન છે.

પરંતુ ગર્લ્સ ગ્રુપ માં પ્રિયા અને આ બાજુ બોયઝ માં વિરેન ની હાલત દિવસેને દિવસે વધારે નાજુક બનતી જતી હતી . તેમને થતું કે ...

"યાર હવે આ વેકેશન પુરુ થાય તો સારું ...કેટલા દિવસ થયા બધાને મળ્યા વગર ....!!!"

એમના બંનેની બધા ની વ્યાખ્યામાં પ્રિયા નો કહેવાનો મતલબ કાવ્યથી...... અને વિરેન નો મતલબ ઈશિતા થી હતો ....પ્રિયા નો એક પણ દિવસ હવે કાવ્યને જોયા વગર કે એને મળ્યા વગર જતો નહોતો.... વિરેન પણ ઈશિતા જોડે ફોન પર વાતો કરતો ...મેસેજ કરતો ...પણ હવે તો એને પણ ઈશિતાને મળ્યા વગર એક પળ પણ રહી નહી શકે એવુંં લાગતુ હતું...

આજે વિરેનને ક્યાંય ચેન પડતું નહોતું . તેથી તેણે આદિ અને રુદ્ર ને મેસેજ કરીને મળવા બોલાવ્યા.

વિરેન તો ક્યારનો પહોંચીને આમતેમ આંટા ફેરા મારતો હતો. થોડી વાર થઈ એટલે આદિ આવ્યો અને પાછળ જ રુદ્રનુંં બાઈક પણ આવ્યું .બંને એ આવતા જ પૂછ્યું.

" What's up વિરેન ....? કેમ બધુ ઠીક છે ને ....? આપણે રાત્રે તો મળવાના જ હતા તો કેમ મેસેજ કરીને વહેલા બોલાવ્યા...?"

" યાર ...! આજે ક્યાંય ચેન પડતું નથી... ખૂબ જ બેચેની જેવું લાગે છે...!"

" તારી તબિયત તો સારી છે ને વિરેન... ડોક્ટર પાસે જવું છે ....? " આદિ બોલ્યો.

" ના યાર ....! શું તું પણ હવે ....? "

આદિના આમ પૂછવા પર વિરેન થોડું ચિડાયો તેને જોઈને રુદ્ર ને હસવું આવ્યું.

" રુદ્ર આ વિરેન કેમ ચિડાયો....? મેં કાંઈ ખોટું કહ્યું

" ના આદિ... પણ વિરેન ની તબિયત ને શું થયું છે એ હું સારી રીતે સમજી શકું છું...!!"

" What....! શું થયું છે વિરેનને ....?" આદિએ ચિંતાથી રુદ્રની સામે જોઈને કહ્યું....

ભિખલા ની કીટલી ઉપર અત્યારેેે ભીડ વધારે હતી તેથી વાતો કરવામાં મજા નહોતી આવતી .રુદ્ર એ વીર નો હાથ પકડીને ઉઠાડ્યો.

"ચાલ આપણે ક્યાંક બીજે જઈએ..."

વિરેન સમજી ગયો કે રુદ્ર મને ક્યાં લઈ જાય છે પણ આદિને હજી ખબર નહોતી તેથી એ બોલ્યો.

"ક્યાંં જવુ છે....?"

" બાઈક લાવ્યો છે ને આદિ...? ચલ તો રિવરફ્રન્ટ લઈ લે આપણે ત્યાં શાંતિથી બેસીને વાતો કરીશું...."

" Wow bro ....મસ્ત આઈડિયા છે ચલો જઈએ...!!"

રુદ્ર એ વિરેન નું બાઈક ત્યાં જ મુકાવી દીધું અને વિરેન ને પોતાની પાછળ બેસાડી દીધો. રુદ્ર અને આદિ બંને વાતો કરતા કરતા બાઈક ચલાવતા હતા.... પણ વિરેન તો આજે ચૂપચાપ હતો....

બાઈક પાર્ક કરીને ત્રણેય રિવરફ્રન્ટ ઉપર ચાલવા લાગ્યા...." વિરેન ચાલ આપણે બેસીએ છીએ ત્યાં બેસીને વાતો કરીએ..."

તેેઓ પોતાની કાયમની બેસવાની જગ્યા ઉપર આવ્યા.

" Wow yaar.... તમે લોકોએ તો રાત્રે મળવાની જગ્યાની છે જેમ રિવરફ્રન્ટ ઉપર પણ બેસવાની જગ્યા ઉપર પોતાનું નામ નોંધાવી રાખ્યું છે કે શું.....? આદિ એ મજાક કરી.... રુદ્ર અને વિરેન બંને એકબીજા સામે જોઈને હસવા લાગ્યા.

" ચાલ વિરન... હવે બોલ કે શું થયું ....?"

" કાંઈ નહીં યાર ખબર નથી પડતી કે હમણાં થોડા દિવસોથી શું થાય છે....! ક્યાંય ગમતું નથી ! બેચેની જેવું લાગ્યા કરે છે કોઈની સાથે વાતો કરવાનું પણ મન નથી થતું....!!"

રુદ્ર હસ્યો પછી બોલ્યો....

" આવું લગભગ વેકેશન પડ્યું એના બે કે ત્રણ દિવસોમાં જ થવાનું શરૂ થયું નહીં....?"

વિરેને વિચાર કરીને જવાબ આપ્યો...

" હા યાર ....! પણ તને કેવી રીતે ખબર પડી રુદ્ર.....? કોઈ સાધના કરીને લોકોના દિલની વાતોને જાણતો થઈ ગયો છે કે શું....? "

આદિ પણ બોલ્યો...." યાર રુદ્ર....?! વિરેન ની વાત સાચી છે તને કેવી રીતે ખબર પડી....!"

" કારણકે હું વિરેન ને બરાબર ઓળખું છું... ઈનફેક્ટ જેટલો વિરેન પોતાની જાતને નથી ઓળખતો ને એનાથી પણ વધારે હું એને ઓળખું છું....!"

" રુદ્ર સાચી વાત છે તારી. મને જ ખબર નથી પડતી કે મારી સાથે આવું કેમ થાય છે....!?"

" કારણ કે હમણાંથી કોલેજ જવાનું બંધ થયું ને એટલે....?"

રુદ્ર આદિ ની સામે આંખ મિચકારી ને બોલ્યો....

આદિ પણ હવે આખી વાતનો મર્મ સમજી ગયો અને એ પણ હસવા લાગ્યો.

" અચ્છા રુદ્ર ...એમ વાત છે...! તો આ બધું કોલેજ જવાનું શરૂ થાય એટલે તરત જ બંધ થઈ જશે નહીં...?"

"હાસ્તો વળી ....દર્દ તુમ હો ઔર દવા ભી તુમ્હી હો...."

" શું યાર ....તમે લોકો આ શું બબડી રહ્યા છો....? એક તો મારું મગજ ભમી રહ્યું છે અને તમને બંનેને બક્વાસ સૂઝે છે....?" વિરેન ચિડાયો.

રુદ્ર અને આદિ એકબીજાને તાળી મારીને વધારે હસવા લાગ્યા.

" રુદ્ર ....આદિ.... બસ યાર....!"

હવે વિરેન કંટાળ્યો...

" ઓકે ....ઓકે.... આદિ બસ બહુ થયું ....!"

એમ બોલીને પાછો રુદ્ર હસવા લાગ્યો હવે વિરેન ખરેખર ચિડાયો હતો એ જોઈને રુદ્ર ચૂપ થઈ ગયો અને બોલ્યો....

" જો વિરેન....! આ બધું જે કંઈ થઈ રહ્યું છે ને એનો જવાબ તારી પાસે જ છે...."

" શું....?"

" એ જ કે તને ક્યાંય ચેન નથી પડતું ....! બેચેની જેવું લાગે છે ...કોઈની સાથે વાતો કરવાનું મન નથી થતું ....!અને એકદમ નવું લક્ષણ... અત્યારનું જ..... તાજુ લક્ષણ... કે ગુસ્સો પણ ખૂબ જ જલદી આવે છે....! આ બધાનું કારણ છે ....ઈશિતા ...ઈશિતા સંઘવી...."

" આમાં ઈશિતા ક્યાં વચ્ચે આવી....!! " હવે વિરેન વધારે ચિડાયો...

" કારણ કે તું એ સારી રીતે જાણે છે કે ...ઈશિતાને મળ્યા વગર ...એને જોયા વગર.... એની સાથે વાતો કર્યા વગર ...તું ઘાંઘો થયો છે...! તને ઈશિતાની યાદ ખૂબ જ તડપાવે છે નહીં વિરેન....!?"આદિ એ કહ્યું....

" આદિ હવે તો તું પણ મને રુદ્રની જેમ સમજતો થઈ ગયો....!"

" કારણ....કે આપણા મન એકબીજા સાથે જોડાયેલા છે વિરેન ....! મને લાગે છે કે તારે તારી ફીલિંગ ઈશિતાને કહી દેવી જોઈએ ...."

જે વાત એ કહેવા માંગતો હતો એ જ વાત આદિએ કહી દીધી તે રુદ્રને ગમ્યું. તેને આદિ સમજદાર અને સુલઝેલ લાગ્યો.

" હા વિરેન ....આદિની વાત સાચી છે ....તારે ઈશિતાને તારા દિલની વાત કહી દેવી જોઈએ...."

" You mean.... propose....!!?"

" હા પ્રપોઝ ...હવે તું આટલું ય નથી સમજતો યાર...." આદિ બોલ્યો.

રુદ્ર વિરેન ના આ સવાલ પાછળ નો અર્થ સમજી ગયો. અને કદાચ વિરેન ના દિલના ડરને પણ....!"

" વિરેન તું સમજે છે એવું કાંઈ નહીં થાય ... ઈશિતા પણ તારા તરફ ઢળી જ છે .આ તો તમારા બંનેની વાતચીત પછી એણે પોતાને એક સીમા માં બંધ કરી દીધી છે ,અને એ સીમા એ સામેથી તો નહીં જ ઓળંગે ,કારણ કે ઈશિતા એક સ્વમાની છોકરી છે વિરેન....!!"

આદિને રુદ્રનું આમ બોલવું સમજાયું નહીં. તે પ્રશ્નાર્થ નજરે બંને ની સામે જોઈ રહ્યો.

વિરેન આદિનો સવાલ સમજી ગયો... તેણે આદિને ઈશિતા ના રુદ્ર પ્રત્યેના આકર્ષણની.... રુદ્રના બાળપણના પ્રેમની .....અને તેની અને ઈશિતા વચ્ચેની ગાર્ડન માં થયેલી વાતચીતથી વાકેફ કર્યો...."

આદિ બોલ્યો...." વિરેન ....! રુદ્ર સાચું કહે છે .ઈશિતા તારા પ્રત્યે લાગણી ધરાવે છે એ તો અમે બધાએ પણ મહેસૂસ કર્યું છે. પહેલાની તો મને ખબર નથી પણ અમે જ્યારથી તમારી સાથે join થયા, ત્યારથી અમે ઈશિતા ની આંખો માં તારા પ્રત્યે ફક્ત પ્રેમ જ જોયો છે .અને તારી આંખોમાં પણ ઈશિતા પ્રત્યે જે ફીલિંગ્સ છે તે સ્પષ્ટ જોઈ શકાય છે .બસ જરૂર છે આ બધી લાગણીઓ ને એક નામ આપવાની ....! એનો સ્વીકાર કરવા માટે દિલને તૈયાર કરવાની....! વિરેન તમે બંને પોતાના પ્રેમનો સ્વીકાર કરો તમારા બંનેના મનનું સમાધાન ત્યાં જ થઈ જશે ...અને પ્રપોઝ તો તારે જ કરવું પડશે .કારણ કે તમારા બંનેની વાતચીત ઉપરથી મને નથી લાગતું કે ઈશિતા સામેથી તને પ્રપોઝ કરે....!!"

રુદ્રને આદિનું બોલવું ગમ્યું ....એનો વિરેન પ્રત્યેનો પ્રેમ .. એની દોસ્તી ....એની દીર્ઘદ્રષ્ટિ... સંબંધોની સમજવાની અને સ્વીકારવાની વાતો.... આ બધું ખૂબ જ ગમ્યું . આજે રુદ્ર ને આદિ પ્રત્યે વધારે માન ઉત્પન થયું‌

" હા વિરેન...! આદિની વાત બિલકુલ સાચી છે , તો વેકેશન ખુલે એના પહેલા જ દિવસે તું ઈશિતાને પ્રપોઝ કરીશ ઓકે....?".
" What.....? પહેલા જ દિવસે એ કેવી રીતે શક્ય બને ....? મારે એના માટે ટાઈમ જોઈએ ને ???

" ટાઈમ.....? શેના માટે...?"

" રિહર્સલ કરવા યાર....! શું બોલવું ...? કેવી રીતે બોલવું....? એ બધું તો વિચારવું પડશે ને ....! આમ એકદમ જ કેવી રીતે પ્રપોઝ કરી શકાય....!?"

"વિરેન દિલની વાત કહેવામાં.... લાગણીઓને વાચા આપવામાં ...રિહર્સલની જરૂર ન પડે ! એ તો તમારા દિલમાં થી આપોઆપ જ ફૂટવા લાગે...! બસ જરૂર છે કે તમે તમારા દિલની ભાષાને અભિવ્યક્ત કરો....! તમારા પ્રેમને ઓળખો ....! તમારી ફીલિંગ્સ ને વાચા આપો....! બધું જ આપોઆપ થવા લાગશે. કાંઈ એની કોઈ સ્ક્રીપ્ટ ના હોય કે ગોખી ને .....એના ડાયલોગ યાદ કરીને જવું પડે....!"

આદિ રુદ્રના મનમાં રહેલી પ્રેમની પરિભાષા ને મનોમન વંદી રહ્યો .આદિ , વિરેન અને રુદ્ર એકબીજાની ફીલિંગ્સ ને સમજી ને ખૂબ જ ક્લોઝ થતા જતા હતા. જેવી રીતે પહેલા વિરેન અને રુદ્ર વચ્ચે દોસ્તી હતી તેવી જ હવે આદિ , વિરેન અને રુદ્ર વચ્ચે જામતી જતી હતી.... આજે તો આદિ રુદ્રના દિલના એ ખૂણા સુધી પહોંચી ગયો હતો કે જ્યાં સુધી ફક્ત વિરેન અને ઈશિતા જ પહોંચી શક્યા હતા....!!!"

હવે આદિ બોલ્યો...." વિરેન તારા દિલ નું સમાધાન તો થઈ ગયું કે વેકેશન ખુલવાના પહેલા જ દિવસે તારે ઈશિતા ને પ્રપોઝ કરવું ...પરંતુ તે રુદ્રનું પછી કાંઈ આગળ ન વિચાર્યું ....?"

" તને શું લાગે છે આદિ....? અમે ખૂબ જ વિચાર્યું પણ યાર એ છોકરીનું ક્યાંય સરનામું જ નથી તો એને કેવી રીતે અને ક્યાં શોધવી આવડી મોટી દુનિયામાં....?"

" વિરેન...! તને નથી લાગતું કે રુદ્ર એ હવે એને ભૂલીને આગળ વધવું જોઈએ..!!"

" બધુ ભેંસ આગળ ભાગવત છે ...આદિ...!!"

રુદ્ર બોલ્યો ..." વિરેન ....આદિ ...તમે બંને મારી બિલકુલ ચિંતા ના કરો... હું એકદમ મસ્ત છું ....! કારણ કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ મને એક દિવસ જરૂર મળશે....! એ મારી સામે જરૂર આવશે અને અમે બંને એકબીજાને જરૂર મળી શકીશું....!!!"

આદિ પણ વિરેન ની જેમ રુદ્રના વિશ્વાસ ને જોઈ જ રહ્યો.. એને રુદ્રના પ્રેમ પ્રત્યે ખૂબ જ માન થયું , એ વિચારવા લાગ્યો કે કોઈ વ્યક્તિ આટલો બધો નિર્દોષ અને નિસ્વાર્થ પ્રેમ કેવી રીતે કરી શકે....!!?"

" વિરેન એનું નામ તો તમે લોકોએ કહ્યું જ નહીં ...! છોકરી - છોકરી કરો છો પણ દરેક છોકરી નું કંઈક નામ તો આપ્યું જ હોય છે એની ફોઈ એ...!"

" રુદ્રને પૂછ...."

રુદ્ર હસ્યો અને બોલ્યો ....." આદિ... તને વિશ્વાસ નહીં આવે... એનું નામ નંદિની છે....!"

" What ....? નંદિની....!!??"

વાચકમિત્રો.... આદિ નંદિની નું નામ સાંભળીને કેવી રીતે રિએક્શન આપશે....? શું આદિ ....રુદ્ર અને વિરેન ની દોસ્તી અકબંધ રહેશે કે પછી નંદિનીનું નામ સાંભળ્યા પછી તૂટી જશે....? એમના સંબંધો હવે કેવો વળાંક લેશે .....? એ જાણવા માટે વાંચતા રહો ..." રુદ્ર નંદિની " નો આગળ નો ભાગ... અને મિત્રો જો તમને મારી નવલકથા નું આ પ્રકરણ પસંદ આવ્યું હોય તો પ્લીઝ વધારે ને વધારે રેટિંગ આપી મારા ઉત્સાહમાં વધારો કરશો....

BHAVNA MAHETA

ક્રમશઃ........***