પ્રકરણ ૩.૪ મુખ્ય પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
મોહન નો બોસ
એડમ ગુડવીલ
આ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે. જેમાં મોહન ફિલ્મો માં કામ કરવા લખનૌ છોડીને બોમ્બે રવાના થઈ જાય છે. બોમ્બે ઘણો સંઘર્ષ કર્યા બાદ પણ તેને ફિલ્મો માં કામ નથી મળતું. તેને જ્યારે એ મોકો મળે છે ત્યારે એની મમ્મી નું અવસાન થઈ જાય છે અને તે પાછો ફરીને એક ફેક્ટરી માં કામ કરવા લાગે છે, જ્યાં તેના કામ થી પ્રભાવિત થઈને તેને પ્રમોશન મળી જાય છે. હવે આગળ…
પ્રકરણ: ૩.૪ The Struggle
હવે મોહન ફેક્ટરી નું બધું કામ સંભાળી લેતો હતો, પણ તે આટલા થી ના અટક્યો, દિવસે ને દિવસે એનું પરિશ્રમ વધતું જ ગયું. ફક્ત 5 વર્ષ માં તે ત્યાં નો મેનેજર બની ગયો. તેને A થી લઈને Z સુધી નું બધું જોવું પડતું. ફેક્ટરી નો વ્યવસાય પણ એના હેઠળ ખૂબ વધી ગયો હતો. ભલે મોહન ભણેલું ઓછો હતો, પણ તેના જ્ઞાન અને ઇચ્છાશક્તિ ની કોઈ સીમા ના હતી.
સખત પરિશ્રમ થી સારું ફળ મળે છે; આ કહેવત મોહન ને સારી રીતે લાગુ પડતી હતી. એકવાર એના બોસે એને બોલાવ્યો અને કહ્યું, “મોહન તું ખૂબ જ મહેનતુ છે, તે આ 5 વર્ષ માં એકેય રજા નથી લીધી. કામ પ્રત્યે મેં કોઈનું આવું સમર્પણ ક્યારેય નથી જોયું. આ સમર્પણ જોઈને હું ખુશ થયો અને આ માટે જ મેં વિચાર્યું છે કે તું એક નાના વેકેશન પર જઈ આવ.”
“શું આ બિઝનેસ ટ્રીપ છે…?”
“ના.”
“તો મને કોઈ રસ નથી.”
“હું તને ક્યારેય સમજી નથી શક્યો, મોહન. મતલબ, તું કંઈ માટી નો બનેલો છે? તું ક્યારેય રજા નથી લેતો, તું કોઈ કર્મચારી થી વધુ વાત નથી કરતો, અને તું સામે થી તારા પ્રમોશન માટે મારી પાસે નથી આવ્યો. બીજું કોઈ તારા જેવું હોઈ શકે?
“આદર સાથે જણાવું છું સર, કે હું તમને આ વિશે કંઈ જ જણાવવા નથી માંગતો.” મોહને ઉમેર્યું, “જો હું તમને બતાવી દઈશ તો હું કમજોર પડી જઈશ. અને આ તબક્કે હું કોઈ કમજોરી નથી ઇચ્છતો. હવે તમારી અનુમતિ હોઈ તો હું જઈ શકું? ઘણા કામ અધૂરા પડ્યા છે.”
“ના, એક મિનિટ. ખરેખર મેં તને એક બીજા કારણ થી બોલાવ્યો હતો. મારી ફક્ત એક દીકરી છે, અને મારા મર્યા પછી એનું કોઈ નહીં હોઈ જે એનું અને આ કંપની નું ધ્યાન રાખી શકે. તો હું એમ વિચારી રહ્યો હતો કે જો તું મારી દીકરી ને પરણવા રાજી થઈ જા તો આ કંપની ભી આગળ જતાં તું જ સંભાળીશ.”
મોહને એક મિનિટ વિચાર કર્યો અને પછી કહ્યું, “મને તમારી દરખાસ્ત મંજુર છે.”
“ઓહ, સરસ! મને તારા થી આ જ અપેક્ષા હતી.”
“સર, મને મારુ વાક્ય તો પૂરું કરવા દો.”
“ઠીક છે.”
“હું આ કંપની ના માલિક બનવાની દરખાસ્ત મંજુર કરું છું, પણ તમારી દીકરી જોડે હું નહીં પરણી શકું.”
“તું કહેવા શું માંગે છે?” બોસે થોડાક ગુસ્સામાં કહ્યું.
“હું એમ કહેવા માગું છું કે હું એક ઉદ્યોગકાર બનવા માંગુ છું અને એ જ મારું લક્ષ્ય છે. કોઈ થી પરણવું મારા લક્ષ્ય માં નથી. હું મારા લક્ષ્ય ને હાંસલ કરવા આટલી મહેનત કરું છું, કોઈ થી પરણવા માટે નહીં.”
“પણ તું મારી દીકરી થી પરણીને તારા લક્ષ્ય ને પ્રાપ્ત કરી શકે છે.”
“માફ કરજો સર, પણ જો હું એમ કરીશ તો દુનિયા મારા કામ અને સમર્પણ ની ક્યારેય કદર નહીં કરે. લોકો ને કહેવાનો મોકો મળી જશે કે, ‘મોહન ફક્ત એની લાલચ માટે કામ કરતો હતો, તેણે લોકો નો ઉપયોગ કરી આ સિદ્ધિ મેળવી, તેણે બોસ ને મસ્કા મારી ને એમની દીકરી જોડે લગ્ન કરી લીધા, અને આ કંપની નો માલિક બન્યો.’, પણ હું એવો નથી.”
“કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના. બીજા લોકો શું વિચારશે એ ભી આપણે વિચારીશું તો બીજા શું વિચારશે…?”
“આવી બધી ફિલસૂફી જીવન માં ક્યાંય કામ નથી આવતી, સર.” મોહને કહ્યું અને વાત માં ઉમેર્યું, “હું વ્યવહારું જીવન માં વિશ્વાસ ધરાવું છું, સર. હું પણ ખૂબ જ વ્યવહારું છું. લોકો મને ઘમંડી, સ્વાર્થી અને એટીટ્યુડ વાળો કહે છે, પણ મને એ લોકો ની પરવાહ નથી. હું ફક્ત મારી અને મારા પરિવાર ની ચિંતા કરું છું. જે લોકો મારી પીઠ પાછળ મારા વિશે બોલે છે એ લોકો મારો કે મારા પરિવાર ના પેટ નો ખાડો નથી પૂરતા. એવું કરવાની જવાબદારી મારી છે, અને એ કરવા હું કંઈ પણ કરવા તૈયાર છું. મારા માટે મારા પરિવાર થી વિશેષ કંઈ જ નથી. મેં મારા અમુક પરિમાણ અને ધારા ધોરણ નક્કી કરી રાખ્યા છે અને અમુક નિયમો પણ ઘડ્યા છે, એમાં હું કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી.”
આ વાત મોહને વર્તમાન થી અંદાજીત 40 વર્ષ પહેલાં કહી હતી અને પ્રેક્ષકો એ આજે તાળીઓ ના ગડગડાટ થી ઓડિટોરિયમ ગુંજાવી નાખ્યું.
“વાહ! તમે સ્વર્ણ શબ્દો વાળા માણસ છો.” એડમે કહ્યું.
પ્રેક્ષકો ખુશખુશાલ થઈ ને તાળી વગાડી રહી હતી.
“તો તમે તમારા બોસ ની દીકરી નો અસ્વીકાર કર્યો?”
“ના, મેં એનાથી લગ્ન ના પ્રસ્તાવ નો અસ્વીકાર કર્યો.”
“પછી?”
“એ પછી, મેં મારું કામ ચાલુ રાખ્યું એ પછી ના શાયદ 5 કે 6 વર્ષ સુધી.”
“અને, પછી?”
“એ પછી મેં મારું સામ્રાજ્ય સ્થાપિત કર્યું. મારી પાસે કંપની ખોલવા માટે ત્યાં સુધી માં પૂરતા પૈસા અને અનુભવ હતો.”
“ઉત્તમ, મહેરબાની કરીને આ જ વાત પર જોર થી તાળી વગાડો, ઓડિયન્સ.” એડમે કહ્યું અને પ્રેક્ષકો ઉત્સાહિત થઈ ગયા.
મોહને પ્રેક્ષકો નું અભિવાદન કર્યું અને તેમની તરફ વિનમ્ર સ્મિત કરતા હાથ લહેરાવ્યો.
“તો, હવે શું વિચાર છે? શું આપણે એક બ્રેક લઈ લઈએ?”
“હા, બેશક.” મોહને કહ્યું.
બ્રેક દરમિયાન, એડમ અને મોહન બંને એ કોફી પીધી, અને ભારતીય સંસ્કૃતિ વિશે ચર્ચા કરી, અને ભારત ના ફરવા લાયક સ્થળ, તેમજ બીજી ઘણી ચર્ચાઓ કરી. એડમે બ્રેક પછી ના પોતાના સવાલો માટે મોહન ને પહેલા થી જ ચેતવણી આપી દીધી, કેમ કે સવાલ હવે થોડા વધુ વ્યક્તિગત થવાના હતા. એવા પ્રશ્ન જે ક્યારેય કોઈએ નહોતા પૂછ્યા, અને જેનો જવાબ ક્યારેય મોહને નહોતો આપ્યો. મોહને એડમ ને આશ્વાસન આપીને કહ્યું, કે એને જે પૂછવું હોઈ એ પૂછે એ જવાબ જરૂર થી આપશે.
“આપ સૌ નું બ્રેક પછી સ્વાગત છે. તમે.જોઈ રહ્યા છો, The Miraculous Person – Talk show with Adam Goodwill. અને આજ ના આપણા Miraculous Person છે, બૉલીવુડ ના ઉભરતા સિતારા શ્રીમાન મોહન રાજવંશી.”
પ્રેક્ષકો ના તાળીઓ ના ગડગડાટ થી ઓડિટોરિયમ ગુંજી ઉઠ્યું.
“આભાર.”
“સારું, હવે અત્યાર સુધી ના ઇન્ટરવ્યુ નો સારાંશ આપણે જોઈશું.” એડમે કહ્યું અને મોટી LED સ્ક્રિન પર અત્યાર સુધી ના ઇન્ટરવ્યુ વિશે દર્શાવવામાં આવ્યું. સારાંશ LED પર બતાવી રહ્યા હતા, ત્યારે એડમ પોતાને આગળ ના સવાલ પૂછવા માટે તૈયાર કરી રહ્યો હતો, અને મોહન એડમ ના સવાલો ના જવાબ દેવા ખુદ ને તૈયાર કરી રહ્યો હતો. LED સ્ક્રિન પર સારાંશ પૂરું થતા પ્રેક્ષકો એ તાળી વગાડી.
“સરસ, તો અત્યાર સુધી અમે તમારા ગુસ્સા વિશે, એટીટ્યુડ વિશે, તમારા દુઃખો વિશે, તમારા સંઘર્ષ વિશે સાંભળ્યું. પણ તમે હજુ સુધી એ નથી કહ્યું કે તમે તમારી અંદર આવી હાજરજવાબી અને વિનોદવૃત્તિ ક્યાંથી લાવ્યા. મેં તમારા અનેક ઇન્ટરવ્યુ વિશે સંશોધન કર્યું છે. એમાં તમે ઉલ્લેખ કર્યો છે કે તમે આ વિનોદવૃત્તિ અને હાજરજવાબી તમારી ધર્મ પત્ની પાસે થી શીખી છે. શું એ સાચું છે?”
“હા.”
“વાહ! તીર એકદમ નિશાના પર લાગ્યો.”
એડમ અને મોહન તેમજ પ્રેક્ષકો હસવા લાગ્યા.
“શું જાણવા માંગો છો, એડમ?”
“તમારા જીવન ના એ પન્ના વિશે જે તમે ક્યારેય નથી ખોલ્યાં. તમારા પ્રેમ વિશે. મેં સાંભળ્યું છે કે તમે પ્રેમ વિવાહ કર્યો છે, શું એ સાચું છે?”
“હા.”
“તો શું તમે પોતાના લવ લાઈફ ના અનુભવો ને શેર કરવા ઇચ્છશો?”
“હું બધું તો નહીં કહી શકું, પણ હું કોશિશ જરૂર કરીશ કે હું કહું એમાં મારા લવ લાઈફ ના તમામ અનુભવો ને સામેલ કરી શકું.” મોહને હળવાશ થી પૂછ્યું.
એડમ અને પ્રેક્ષકો હળવું હસ્યાં અને મોહને પોતાના લવ લાઈફ ના અનુભવો ને વર્ણવવાનું શરૂ કર્યું.
વધુ આવતા અંક માં. આવતા અંક માં, મોહન ના લવ લાઈફ ના અનુભવો માં એણે શું-શું કહ્યું, એમની પત્ની કોણ છે? એ બધું જાણવા માટે આવતા અંક ની રાહ જુઓ.
આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.
વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:
Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anilpatel.myid@gmail.com