mari maikrofikshan in Gujarati Short Stories by Bhavna Bhatt books and stories PDF | મારી માઈક્રો ફિક્શન

Featured Books
Categories
Share

મારી માઈક્રો ફિક્શન

*મારી માઈક્રો ફિક્શન* ૧૮-૫-૨૦૨૦

૧). *એ યાદોનું ઝરણું*. માઈક્રો ફિક્શન...
આરવ પોતાના કેનેડા નાં મોલમાં ઉભો હતો ત્યાં જ એનાં કાને એક નિર્મળ અને ખડખડાટ હસવા નો અવાજ કાને પડતાં એણે એ દિશામાં જોયું તો બે છોકરીઓ કોઈ વાત પર હસી રહી હતી પણ એમાં જે ખડખડાટ હસી હતી એને જોઈને એ બેચેન થઈ ગયો કારણકે એને એનું એ હાસ્ય યાદ આવી ગયું...
અને એ મોલમાં થી નિકળીને એક વૃક્ષ નાં ટેકે ઉભો રહ્યો અને એ યાદોનાં ઝરણાં માં ખોવાઈ ગયો...
એ ભારતની નવરાત્રી નો માહોલ હતો એ ભાઈબંધ સાથે પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો અને ત્યાં સરિતા એની બહેનપણી ઓ સાથે ગરબે રમતી હતી એ પણ ગરબા રમ્યો અને પાણી પીવા એક સ્ટોલ ઉપર ઉભો રહ્યો ત્યાં સરિતા એની બહેનપણી સાથે આવી અને કંઈક એવી વાત માં તાળી પાડી અને ખડખડાટ હસી એ હસી રહી હતી અને આરવ એ હાસ્ય માં ખોવાઈ ગયો અને પછી હાય, હેલો અને દોસ્તી અને પછી નવ દિવસમાં તો પ્રેમમાં પરિણમી...
અને સરિતા નાં ઘરમાં ખબર પડતાં જ આરવને માર માર્યો અને કહ્યું કે તું સરિતા ને ભૂલી જા..
તારો અને સરિતા નો કોઈ પ્રકારે મેલ નથી ખાતો એ મહેલોમાં રેહનારી અને તું એક ફટીચર માણસ...
અને પછી સરિતા નાં ઘરનાં એ સરિતાને વિદેશ મોકલી દીધી...
આરવ પણ મહેનત કરી ને કેનેડા પહોંચ્યો અને આજે મોલ નો માલિક બન્યો પણ એ નવરાત્રી નાં દિવસો અને સરિતા નું એ ખડખડાટ હસી પડવું ભૂલ્યો નહોંતો અને એ મીઠી યાદો નાં ઝરણાં માં સતત વહેતો રહેતો અને નવરાત્રી માં એણે ગરબા ગાવા નાં જ બંધ કરી દીધા...
પણ આજે એ છોકરી ની હસી એ એને ફરી એ યાદો નાં ઝરણાં માં પહોંચાડી દીધો....
ભાવના ભટ્ટ અમદાવાદ....
૨) *અનોખો શિષ્ય* માઈક્રો ફિક્શન..
આજે જીનલ ભટ્ટ સર ની બર્થ-ડે હતી અને એ શિક્ષક હતા એમને મન તો બધાં જ શિષ્યો સરખા જ હતાં...
પણ પંકજ એકલવ્ય જેવો હતો જે જીનલ સર ની ભક્તિ કરતો..
જીનલ સર પણ ઘણું સમજાવ્યું કે તું ખુબ જ હોશિયાર છે તું ખુબ આગળ વધીશ...
મારાં વખાણ ના કર આ તો મારી ફરજ છે..
પણ એ ના માનતો..
આજે જીનલ સર ની બર્થ-ડે માં એણે સર નાં ફોટા સોશ્યલ મીડિયામાં થી શોધીને એક વિડીયો બનાવ્યો અને યુ ટ્યુબ પર મુક્યો એમાં એણે પોતાની અવાજ પણ રેકોર્ડ કરી અને કહ્યું કે મારાં ફેવરિટ મોદી જી, અક્ષય કુમાર, મહેન્દ્રસિંહ ધોનીજી અને જીનલ સર છે...
છેલ્લે વિડિયો માં એમ બોલ્યો કે હું જીનલ સર નાં પગલે ચાલીશ અને એમનાં જેવો બનીશ...
ભાવના ભટ્ટ અમદાવાદ...

૩) *આ મહામારી* માઈક્રો ફિક્શન...
આવાં મહામારીમાં ઘણા હજુયે ફાયદો ઉઠાવે છે તો ઘણા એવા પણ છે કે પોતાની મરણ મૂડી પણ દેશને અર્પણ કરે છે..
કમળા બધાં ઘરોમાં કામ કરી ને ઘરનું પુરું કરતી હતી પણ લોકડાઉન માં ઘરે રેહવાનુ હતું .. જમવાનું તો સામાજિક સંસ્થાઓ દ્વારા એક ટંક મળતું તે ખાઈને પડ્યાં રેહતા..
નાની દિકરી મુન્ની રોજ સવાલ કરતી કે હે મા આ બંગલામાં કામ કરવા કયારે જઈશું..???
કમળા કેહતી આ કંઈ કોરોના વાઈરસ છે એટલે નાં જવાય...
આમ મા દિકરી વાતો કરતાં હતાં અને એક ગાડી આવી અને એમાંથી અમી બહેન અને રાજુ ભાઈ ઉતર્યા અને કહ્યું કે લે કમળા આ તારો પંદરસો રૂપિયા પગાર તારે કામ આવશે..
બહેન પણ મેં પૂરો મહિનો કામ નથી કર્યું હું પગાર નાં લઈ શકું..
અમી બહેન કહે પણ બાર દિવસ તો કામ કર્યું એનો પગાર લે...
કમળા હાથ જોડીને શેઠાણી બા તમે મને એક મહિનાનો પગાર એડવાન્સ આપશો..
અમી બહેન સામું જોઈ રહ્યા..
રાજુભાઈ અને અમી બહેન વિચારી રહ્યા જોયું પોતાની ઔકાત પર ઉતરી આવ્યા..
અમી બહેન કહે પણ આ મહામારી કાબુમાં કયારે આવશે એ નક્કી નથી..
કમળા કહે સારું શેઠાણી બા..
પણ આ તો રોજ સરકારી સંસ્થાઓ નું ધાન ખાઈએ છીએ તો અમારી હેસિયત તો શું હોય???
હુ તમને હાથ જોડીને કહું છું હું તમારી પાઈ એ પાઈ ચૂકવી દઈશ..
તમે આમાં વધુ નહીંતો પાંચસો રૂપિયા ઉમેરીને દેશ માટે સરકાર ને અર્પણ કરી દેજો...
આમ કહીને એ ફાટલો સાડલો સરખી કરતી ઝુંપડપટ્ટી માં જતી રહી...
ભાવના ભટ્ટ અમદાવાદ....

૪)*લાલીયો ટોમી*. માઈક્રો ફિક્શન..
લાલીયો સોસાયટી ના થાંભલા પાસે ઉભો હતો...
૨૫ નંબરનાં બંગલામાં ના માલિક રાકેશે ટોમી નાં ગળાં નો બેલ્ટ છોડીને પોતે ઘરનાં ઝાંપા પાસે ઉભા રહ્યા...
ટોમી દોડતો દોડતો લાલીયા પાસે ગયો...
લાલીયો કહે સાંભળ્યું છે આ લોકડાઉન વધશે???
ટોમી કહે...
એમાં તને અને મને ક્યાં નુકસાન છે કોઈ???
આ માણસજાત ને તકલીફ વગર બેલ્ટ બાંધ્યે ઘરમાં કેદ થઈ ગયા છે..
લાલીયો... સાચી વાત...
ટોમી... બિચારા માણસ...
મને તો દયા આવે છે...
આપણે કેવાં એકબીજાને મળી શકીએ છીએ અને એ લોકો જો કેવાં દૂર ભાગે છે...
આમ કહીને ટોમી લાલીયા ને ચાટી રહ્યું...
ભાવના ભટ્ટ અમદાવાદ...

૫)*આઝાદી*. માઈક્રો ફિક્શન..
લોકડાઉન સમાપ્ત થતાં જ ગ્રીન ઝોનમાં ધંધા, ફેક્ટરી ચાલુ થઈ...
આજે આશિષ વહેલો વહેલો તૈયાર થઈ ગયો અને વૈશાલી એ બનાવી આપેલા ટીફીન અને સાવચેતી સાથે ઓફિસ જવા નિકળ્યો...
અને રસ્તામાં ઉભો રહ્યો અને બન્ને હાથ ઉંચા કરી આઝાદી નો આનંદ માણી ઓફિસ પહોંચ્યો...
લંચ ટાઈમમાં એ તરતજ મનાલી ની કેબિનમાં ગયો..
મનાલી નાં ડબ્બામાં થી લંચ લઈ ને બોલ્યો કેટલાં મહિને આવું સ્વાદિષ્ટ ખાવાનું મળ્યું...
આમ કહીને મનાલી નો આભાર માન્યો અને પોતાનું ટીફીન પટાવાળા ને આપી દીધું...
અને આજે એ આઝાદી નો આનંદ માણી રહ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ...

૬) *એક આશા નું કિરણ*. માઈક્રો ફિક્શન..
એક આશા નું કિરણ જાગ્યું કચરાના મનમાં કે હવે આ લોકડાઉન ખુલશે એટલે ભેગો કરેલો બે કોથળા કચરો ભંગાર ની દુકાને વેચાતાં જે રૂપિયા આવશે એમાં મા માટે ખાંસી ની દવા લઈ આવીશ બિચારી ખાટલામાં પડી પડી ખાંસતી જ રહે છે...
ધર્માદા જમવાનું તો એક ટાઈમ મળી જતું પણ આ મા ની બિમારી ની દવા ક્યાંથી લાવું???
કચરા નો જન્મ જ કચરાના ઢગલા માં થયો હતો એટલે એનું નામ જ કચરો પડી ગયું હતું...
મા કહેતી કે તારાં પિતા આપણને મૂકીને જતાં રહ્યાં છે એટલે જ કચરો મા ને સાજી કરવા અને પેટનો ખાડો પૂરવા કચરો વીણતો... આશાનાં કિરણ સાથે એ બીજા દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો અને ઘરમાં પડેલાં બે કચરાના થેલા...
ભાવના ભટ્ટ અમદાવાદ...