ફક્ત તું ..!
ધવલ લીંબાણી
૮
“ આમ તો હું પાગલ છું અને આમ હું ડાહ્યોપણ જે છું એ તારા પ્રેમના થકી છુ. ભગવાને કદાચ તને મારા માટે જ મોકલી હશે. કેમ કે મારા જેવું આ ડિફોલ્ટ અને યુનિક પીસ કોઈનાથી સંભાળી શકાય તેમ નથી. આ પીસ કોઈ ના પલ્લે પડે તેમ નથી. હા મેં માન્યું કે હું થોડો ઘણો પાગલ છુ પણ જેવો છું એવો બસ તારો જ છુ. તું મારા લાઈફમા આવી એ મારા માટે સૌથી મોટું એક્સિડન્ટ છે. ખબર નહિ કેમ આપણા બંનેના દિલ કેમ અથડાઈ ગયા. તને વાગ્યું કે નહીં એ ખબર નહી પણ હું હંમેશ ને માટે તારા પ્રેમનો દર્દી બની ગયો”
“ સાચું કહું (હસતા હસતા ) ઓક્સીજન નહીં હોય તો પણ ચાલશે, જમવાનું નહીં હોય તો પણ ચાલશે. પાણી નહીં હોય તો પણ ચાલશે પણ પણ પણ મારા દિકા તારા વગર મારે નહીં ચાલે. દિકા તારા સાથે મેં ઘણા બધા સપના જોયા છે અને તારી સાથે જ મારે એ બધા સપના પુરા કરવા છે. મારા માટે તો બધું તું જ છે.મારા માટે સૌથી વધુ ખાસ મારી મમ્મી, મારી બહેન અને હવે તું છે.
“ મને નહી ખબર કે હું મારા મમ્મી માટે કેવો છોકરો છુ ? મારી બહેન માટે કેવો ભાઈ છુ ?પણ એક વસ્તુ હું કહીશ કે તારા માટે હું બેસ્ટ હસબન્ડ બનીશ અને રહીશ.
સારું હવે મારે વધારે નથી બોલવું પાછુ કહીશ કે લેકચર આપવાનું શરુ કર્યું. તો શુ આ તારા ગાંડા નીલ ને તારી લાઈફ માં થોડીક જગ્યા મળશે? તારા ધડકતા દિલમાં મને થોડીક જગ્યા મળશે? જો આ નીલ છે ને સાવ ગાંડો છે તો શું તું આ ગાંડા નીલ ની સાથે ગાંડી થવા માંગીશ ?
અવની કશું કઈ બોલતી નથી.બસ આંખમાંથી ધીરે ધીરે આંસુ સરકાવી રહી છે.
નીલ – ઓ હેલો .મને હવે પગ દુખવા લાગ્યો છે હો ! પોતે તો શાંતિથી ઉભી ઉભી જોવે છે.
અવની પોતાનો જમણો હાથ લઈને નીલના હોઠ પર મૂકે છે અને બોલે છે બસ નીલ હવે કશું નહીં બોલ.તું ઉભો થા પહેલા.
નીલ - અરે પણ એક તો હું કેટલી લાંબી સ્પીચ બોલ્યો. આ રિંગ તો પહેરી લે !
અવની - ના નીલ. પ્લીઝ મારે નહીં પહેરવી. હું તને એક્સેપ્ટ નહી કરું આઈ એમ સોરી. મને યાર તું બોવ જ હેરાન કરે છે.
નીલ એટલું સાંભળતા જ અવની ને બસ કહી પાછળ ફરી જાય છે.અવની પાછળથી ધીરે ધીરે હસે છે અને નીલ નો હાથ પકડીને નીલ ને પાછળ ફરવાનું કહે છે. નીલ ફરીને જુએ છે ત્યાં જ અવની ઘૂંટણ પર બેઠેલી હોય છે. એક હાથમાં બોય રિંગ હોય છે અને એક હાથ કાન પર રાખેલો હોય છે ( કાન પકડીને સોરી કહેતી હોય તેમ )નીલ આ જોતા જ ખુશ થઈ જાય છે અને આંખ ભીની થઈ જાય છે.
અવની - અરે મારા નીલ સોરી.હું મઝાક કરતી હતી.યાર તું પણ મારા લાઈફનો સૌથી સારો હિસ્સો છે. તને છોડવાનો તો વિચાર જ ના કરી શકુ.જો હું તારા જેટલુ તો હું લાંબુ નહીં બોલી શકુ. “So Mr Neel Will You Marry Me ?
નીલ બસ પોતાના આંખના ઈશારે થી હા પાડે છે અને અવનીને ઉભી કરી હગ કરી છે. બસ આમ જ બનેં એકબીજા માં ખોવાઈ જાય છે. થોડી વાર પછી આજુબાજુ માં ઉભેલી બેબી ગર્લ આવે છે, નીલ અને અવની નો હાથ પકડે છે. એ બેબી ગર્લ અવની અને નીલ ને ગાર્ડનની વચ્ચે લઇ જાય છે જ્યાં એક ટેબલ હોય છે. આજુબાજુમાં ઘણા કપલ ઉભા હોય છે (અવની અને નીલ ના ફ્રેન્ડસ ) જમીન ઉપર લાલ અને સફેદ કલર ના બલૂન હોય છે, પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગી રહ્યું છે. (અવની આજુબાજુ માં જોતી જ રહે છે)
નીલ- ઓહ મેડમ ક્યાં ખોવાઈ ગયા ? આ બધું તમારા માટે જ છે.આ બધા તમારી જરાહ જોવે છે. ચાલો હવે કેક કટિંગ કરો, બધા ને બોવ જ ભૂખ લાગી છે અને મને પણ.
બધા લોકો ટેબલ પાસે જાય છે. નીલ અને અવની બાજુ બાજુ માં ઉભા છે. અવની કેક કટિંગ કરે છે. બધા લોકો “ હેપ્પી બર્થ ડે ગીત ગાઈ છે અને વિશ કરે છે.અવની સૌથી પેહલા કેક નીલ ને ખવડાવે છે. આમ અવની બધા ની સાથે કેક વહેંચે છે અને ખવડાવે છે. અવની ટેબલ પાસે આવી જાય છે ત્યાંજ નીલ અવની નું માથું પકડીને કેક માં લગાવી દે છે.બધા લોકો ખડખડાટ હસે છે અને અવની નીલ ની સામે ગુસ્સાથી જુએ છે. ત્યા જ પાછળ થી નીલ નો એક ફ્રેન્ડ આવે છે અને નીલ નું માથું પકડી એને પણ કેક પર લગાવી આપે છે. બધા લોકો હસવા લાગે છે અને સાથે અવની પણ. આમ બધા લોકો એક બીજા ના ચેહરા પર કેક લગાવે છે અને મસ્તી કરે છે.
થોડીવાર બાદ બધા કપલ ડાન્સ કરે છે, અવની અને નીલનો એક પર્સનલ ડાન્સ થાય છે. એકબીજાઓમાં ખોવાયેલા બંને પ્રેમીઓ એટલો જબરજસ્ત ડાન્સ કરે છે કે બધા લોકો એને તાળીઓથી વધાવી લે છે. થોડી વાર પછી મેનેજર આવે છે અને નીલ ને કહે છે.સર ડિનર ઇસ કમ્પ્લીટ.વેન વિલ યુ કમ ?
નીલ - અમે આવીએ જ છીએ તમે બધી તૈયારીઓ કરાવો. નીલ બધાને જમવાનું થઇ ગયું છે તો બધા જમવા ચાલો એવું કહે છે.
બધા લોકો પોતાના ચેહરા સાફ કરી જમવા માટે જાય છે.બધા કપલ ને એક એક ટેબલ આપ્યું છે, સાથે જ કેન્ડલ લાઈટ ડિનર પણ રાખેલું છે.ધીરે ધીરે સોન્ગ વાગી રહ્યા છે અને આ બધુ નીલ એ પ્લાન કર્યો હતો કારણ અવનીનો નીલ સાથે પહેલો જન્મદિવસ હતો એટલે નીલએ બધા ને પાર્ટી આપી હતી.અવની અને નીલ માટે એક ખાસ ટેબલ બુક હતું જેમાં ટેબલ ની વચ્ચે સુગંધીદાર ગુલાબો હતા, ટેબલની બાજુમાં જ એક મોટો કાચ હતો અને કાચની પહેલી સાઈડ સ્વિમિંગ પુલ અને ઘાસ હતુ. ચાંદામામા નું પ્રતિબિંબ ટેબલની બાજુ માં રહેલ સ્વિમિંગ પુલ માં પડી રહ્યું હતું.અવની આ બધું જોઈને ખૂબ ખુશ થઈ ગઈ હતી. નીલ અને અવની એક બીજાની આંખોમાં આંખો નાખી ને જમતા હતા અને કશું પણ બોલ્યા વગર બસ આંખોથી વાત કરી રહ્યા હતા. આમ ઘણો સમય જતો રહ્યો. બીજા બધા એક બીજા ને ગળે મળી છુટા પડી રહ્યા હતા.
બસ છેલ્લે હવે નીલ અને અવની બાકી રહ્યા હતા. હવે અવની પણ આંખો ના ઈશારે થી નીલ ને ઘરે જવાનું કહી રહી હતી અને સાથે જ નીલ પણ આંખ ના ઈશારે થી થોડી વાર રોકાઈ જવાનું કહી રહ્યો હતો. અવની ને ઘરે જવા માટે મોડું થઈ રહ્યું હતું એટલે એ વારંવાર જવાનું કહી રહી હતી અને નીલ અવની ને વારંવાર રોકી રહ્યો હતો.
અવની- નીલ સોરી પણ હવે મારે ઘરે જવું પડશે < સાથે તારે પણ હજુ હોટેલમાં રોકાવવાનું છે તો તું એક સારી હોટલ શોધી લે.આજે તે મારા માટે ઘણું બધું કર્યું છે, મને ખબર છે કે તું થાકી ગયો છે તો હવે તું જલ્દી થી હોટેલ શોધ અને આરામ કર પ્લીઝ. આજે તે મારી લાઈફ નો સૌથી યાદગાર દિવસ બનાવ્યો છે.આ દિવસ હું ક્યારેય નહિ ભૂલુ.
ThanknU So Much Neel, Thank U So Much For Everything. U Made My Day. I Love U So Much but Neel Plz.I Want To Go Right Now..
નીલ - I Love You To My Jaan. પણ દિકા થોડી વાર રોકાઈ જા.હું નથી થાક્યો.મારે મોડું નથી થતું. હું આરામથી હોટેલ શોધી લઈશ. તું ચિંતા ન કર. પણ તું જો અત્યારે જતી રહીને તો તારા વિના મને મન નહી લાગે યાર.હું શું કરીશ અહીં એકલો એકલો આ સીટીમાં? તું પ્લીઝ આજે મારા સાથે રહે ને..
( આમ નીલ જીદ કરવા લાગે છે ) ત્યાં જ અવની નીલ ને પોતાની તરફ ખેંચે છે અને હોઠ ઉપર એક તસતસતું ચુંબન કરે છે અને નીલ ને શાંત થઈ જા અમે કહીને એ નીકળી જાય છે.
નીલ ને થોડી વાર તો કશી પણ ખબર ન પડી. બસ અવનીના એ તસતસતા ચુંબન વિશે વિચારે છે.
થોડીવાર બાદ નીલ રેસ્ટોરન્ટનુ બધુ બિલને એવુ પૂર્ણ કરી ને પોતાના માટે હોટેલ શોધે છે અને ત્યાં પહોંચી જાય છે પણ હજી સુધી એના મન મા એજ વિચાર ચાલી રહ્યું છે કે અવની એ મને !!!!! ત્યાં જ અવની નો.મેસેજ આવે છે.
“ યાર નીલ આજે મને ખૂબ જ મઝા આવી. તે મારો દિવસ સ્પેશિયલ અને યાદગાર બનાવી દીધો. નીલ છેલ્લે જે કઇ થયું એ બદલ સોરી. આઈ હોપ કે તને કઇ ખોટુ નહીં લાગ્યુ હોય.બસ એ સમયે મારા મન મા જે આવ્યુ એ મેં કર્યું.
નીલ - અરે અવની. મને કઈ જ ખરાબ નથી લાગ્યુ. બસ થોડુ નવીન લાગ્યુ. અત્યારે કંઈક અલગ જ ફીલિંગ આવી રહી છે, તું અત્યારે સાથે નથી તો પણ મને એવુ લાગે છે કે તું મારા સાથે છે, બસ તારા જ વિચારો અને તારી જ યાદ આવી રહી છે.
આમ બંને જણા પોતાની ભાવનાઓ, પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને એકબીજાની ફીલિંગ વ્યક્ત કરે છે અને બંને વાતો કરતા કરતા સુઈ જાય છે.
સવારમાં નીલ અવની ને મેસેજ કરે છે કે તું મને મુકવા માટે અહીં રેલવે સ્ટેશન પર આવ અને અવની નીલ ને મુકવા માટે રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે. હવે અવની રેલવે સ્ટેશન પર પહોંચી તો ગઈ પણ નીલ કઈ જગ્યા એ ઉભો છે એ અવનીને ખ્યાલ ન હતો એટલે માટે એ નીલ ને કોલ કરે છે પણ ફોન માં નેટવર્ક ના હોવાને કારણે નીલનો ફોન લાગતો નથી. અવની આમ તેમ જુએ છે પણ નીલ એક પણ જગ્યા એ દેખાતો નથી. પણ નીલ તો અવનીની પાછળ સંતાઈ ને જોઈ રહ્યો છે. અવની આમ તેમ નીલ ને જોઇ રહી છે પણ નીલ ક્યાંય નજર ના આવતા એ એક બાકડા પર બેસી જાય છે અને નીલને ફોન કરવાનુ ચાલુ રાખે છે એટલા માં જ પાસે બેસેલી એક છોકરી અવની ને બોલાવી ને કહે છે. સાંભળો છો !! એક છોકરો તમે અહીં આવ્યા ત્યારથી તમને સંતાઈ ને જોઈ રહ્યો છે અને હસી રહ્યો છે. શુ આપ તેને ઓળખો છો ?
અવની પાછળ નથી જોઈતી કારણ કે અવનીને નીલ ની બધી આદત, એના કપડા અને સ્ટાઈલ વિશે ખબર છે તો એ પેલી છોકરી ને પૂછે છે કે શું એ છોકરા ના વાળ ટૂંકા અને ઉભા છે ?
પહેલી છોકરી હા પાડે છે.
શુ એ છોકરા એ જીન્સ અને ટી - શર્ટ અને જેકેટ પહેર્યું છે ? અવની એ કહ્યું.
હા હા તમે સાચા છો.
શુ એ છોકરા એક હાથ માં ફોન છે બીજા હાથ માં ચશ્મા છે ? અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એ એના જમણા હાથ ની આંગળીઓ હલાવી રહ્યો છે અને સાથે જ શુ એને જમણા હાથ માં ઘડિયાળ પેહરી છે?
હા હા તમે એક દમ સાચા છો પણ તમને એટલુ બધુ કેમ ખબર એમના વિશે ? પેલી છોકરી એ પૂછ્યુ !
અવની – માય ડીયર એ જે બોય છે એ મારો બોયફ્રેન્ડ છે અને એ અત્યારે ઘરે જઈ રહ્યો છે. હું એમને મુકવા માટે આવી છુ પણ એ અત્યારે મારી સાથે મસ્તી કરી રહ્યો છે.
ઓહ સોરી. મને ખબર ના હતી. ગર્લ એ કહ્યું.
અવની - અરે નો પ્રોબ્લેમ. ઇટ્સ ઑકે.
ત્યાંજ પેલી ગર્લ નો હસબન્ડ ઝરણા પાસે આવે છે. ( ઝરણા અવની સાથે બેઠેલી છોકરી )
અવની - ઝરણા આ કોણ છે ?
ઓહ ! આ મારા હબી છે માનવ.
અવની – સારું તો મારે તમારી એક મદદજોઈએ છે. શુ તમે મારી મદદ કરશો ?
ઝરણા - હા બોલો ને શુ હેલ્પ જોઈએ છે ?
અવની - મારે નીલ સાથે થોડીક મસ્તી કરવી છે તો તમે મને સાથ આપશો. મારે નીલ ને મારી સામે લાવવો છે.
(દૂર થી આ બધુ નીલ જોઈ રહ્યો છે અને વિચારી રહ્યો છે કે એની સામે આ બધુ શુ ચાલી રહ્યુ છે )
ઝરણા - હા કેમ નહિ ! બોલો શુ કરવાનુ છે ?
અવની : ઝરણા તુ એક કામ કર માનવ ને અહી મારી બાજુ માં બેસાડ. ( માનવ ઝરણાનો હસબન્ડ ) અને તુ મારી સામે ઉભી રહે પછી આપણે થોડી ઘણી વાતો કરીએ પછી હુ અને માનવ સામે વાળા કોફી કાફે માં જઈશુ અને ત્યાં બેસીશુ. તો નીલ ને જેલેસી થશે અને એ ઓટોમેટીકલી બહાર આવી જશે મારી સામે.તો ઝરણા અને માનવ તમને કઇ પ્રૉબ્લેમ તો નથી ને ?
ઝરણા અને માનવ : અરે ના ના. અમને તો આનંદ થશે. આમ પણ અમારા મેરેજ ના બે વર્ષ જ થયા છે પણ આવો મઝાક નહીં કર્યો કોઈ સાથે તો મઝા આવશે અને હા thank you for your trust કે અજાણ હોવા છતા તમે અમને તમારી સાથે શામિલ કરો છો. ઝરણા એ કહ્યું.
અવની - અરે એમા થેંક્યું ના કહેવાનું હોય. તમે મને જ્યારે પહેલી વાર કીધું ને કે એક બોય તમારી સામે જોઈ રહ્યો છે.ત્યાર થી જ મને તમારા પર વિશ્વાસ આવી ગયો હતો કે તમે કઇ રીતના માણસ છો.તો ચાલો હવે આપણે મસ્તી શરુ કરીએ ?
માનવ અને ઝરણા - હા ચાલો ચાલો.ઝરણા અવની પાસેથી ઉભી થઇ જાય છે અને માનવ અવનીની બાજુમાં બેસી જાય છે. ( દૂર થી આ બધુ નીલ જોઈ રહ્યો છે ) ત્રણેય થોડી ઘણી વાતો કરે છે.
થોડી વાર પછી માનવ અને અવની ઉભા થાય છે અને કોફી કાફે તરફ ચાલવા લાગે છે. માનવ અને અવની ઝરણા ને બાય કહી ને હાથ ને હવા મા લેહરાવે છે. દૂર ઉભેલા નીલ ને ગુસ્સો આવે છે કે અવની કોની સાથે કાફે માં જાય છે અને એટલી બધી ખુશ અને હસી હસી ને વાતો કોની સાથે કરી રહી છે. પહેલો વ્યક્તિને તો હુ પહેલી વાર જોઉં છુ. એ કોણ હશે ? નીલના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્દભવે છે પણ એ દૂર થી બધુ જોઇજ રહયો છે. અવનની અને માનવ કાફે માં પહોંચી જાય છે અને પાછળ નીલ ધીરે ધીરે એમની પાછળ ચાલે છે. માનવ અને અવની કાફે ના ટેબલ પર બેસી જાય છે અને નીલ ઝરણા પાસે જાય છે.
નીલ : Excuse Me તમે મને કહી શકો કે તમે અવની ને કઇ રીતે ઓળખો છો અને તમે કોણ છો ? અને સાથે જ પહેલો વ્યક્તિ કોણ છે ?
ઝરણા : ( મસ્તીમાં વધારાનું ઉમેરતા ) એ અવની નો બોયફ્રેન્ડ છે પણ તમે કેમ આ બધુ પૂછી રહ્યા છો ? તમે કોણ છો.
નીલ : હુ અવની નો બોયફ્રેન્ડ છુ તો એ ક્યાંથી આવ્યો ?
ઝરણા : અરે તમને નહી ખબર અવની અને માનવ તો છેલ્લા પાંચ વર્ષથી સાથે છે, બનેં ની સગાઈ પણ થવાની છે હમણાં. અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તો અવની એ મને તમારા વિશે કઇ જ નથી જણાવ્યુ તો પછી તમે શા માટે જૂઠુ બોલો છો કે તમે એના બોયફ્રેન્ડ છો ?
નીલ - અરે યાર. શુ કહુ તમને ? કઈ નહી છોડો હુ હમણાં જ અવની પાસે જાવ છુ અને બધુ જાણું છુ.
નીલ ગુસ્સામાં લાલ પીળો થઈ ને અવની અને માનવ પાસે જાય છે અને ટેબલ પર જોર થી હાથ પછાડીને અવની ને કહે છે
આ બધુ શુ છે અવની ? શુ કર્યું તે આ બધુ ? મારા પ્રેમ માં શુ ખામી હતી કે તુ અત્યારે આમના જોડે બેઠી છે. તને મારા કરતા પણ વધુ પ્રેમ કર્યો છે અને તે મારી સાથે આવુ કર્યું ?
વચ્ચે વાત નાખતા માનવ એ કહ્યું - ઓ હેલો કોની વાત કરી રહ્યા છો ? આ મારી ગર્લફ્રેન્ડ છે ઓકે. તમને કંઈક ગલતફેમી થઈ રહી છે. તમે અહીં અમને હેરાન ન કરો અને અહીં થી જાવ.
(માનવ અને ઝરણા આ બધા મજાક ની મજા લઇ રહી છે)
નીલ- ઓ ભાઈ . હું નહીં તમે મારી અને અવનીની વચ્ચે આવ્યા છો સમજ્યા .અવની તું કેમ અહીં ચૂપચાપ બેઠી છે ? તું તો કશું બોલ !!
અવની : અરે હું શુ બોલુ હવે ? જો તને ખબર પડી ગઈ છે તો હુ હવે નહીં છુપાવુ. હા માનવ મારો બોયફ્રેન્ડ છે અને હુ એને પ્રેમ કરુ છુ. તુ અહીં થી ચાલ્યો જા બસ.
આ બધું એટલુ સાંભળતા જ નીલ બાજુમાં પડેલી ખુરશી પર બેસી જાય છે.બંને હાથ માથા પર રાખી ને નીચે જોવે છે. અવની, માનવ અને ઝરણા આ બધુ જોઈને હસવા લાગે છે. આ હસવાનો અવાઝ નીલ ને સંભળાય છે. એ પોતાનુ માથુ ઊંચુ કરી ને ઉપર જોવે છે તો ત્યાં આજુ બાજુ માં અવની, માનવ અને ઝરણા ઉભા છે અને હસી રહ્યા છે.નીલ ને થોડી વાર કશુ સમજાતું નથી કે શા માટે આ બધા લોકો હસી રહ્યા છે ? એને લાગે છે કે આ બધા મારા પર હસી રહ્યા છે અને મારો મઝાક ઉડાવી રહ્યા છે.
નીલ - યાર અવની તે આ મારા જોડે ખોટુ કર્યું છે. તે આ આવુ શા માટે કર્યું એ મને ખબર નહી પણ ભગવાન તને હંમેશા ખુશ રાખે એવી દિલ થી પ્રાર્થના કરીશ. બસ એટલું જ કહીશ કે તારી ખુશી એમાં મારી ખુશી આવજે. ( એમ કહીને નીલ પાછળ ફરી ને ચાલવા લાગે છે. )
પાછળ થી એક હાથ આવે છે અને નીલનો હાથ ને પકડે છે અને નીલ પ્લીઝ ઉભો રહે એવો અવાજ સંભળાય છે. નીલ ત્યાં જ ઉભો રહી જાય છે.અવની નીલ ની સામે જઇ ને બંને હાથ થી કાન પકડે છે અને સોરી કહે છે અને સાથે જ આખી મસ્તી વિશે જણાવે છે. આ સાંભળી નીલ ખુશ થઈ જાય છે અને અવની ને ભેટી પડે છે.
માનવ અને ઝરણા - ઓ મારા પ્રેમી પંખીડાઓ આ રેલવે સ્ટેશન છે બગીચો નહીં. થોડું આજુબાજુ માં જુઓ. ત્યાર બાદ બધા લોકો સાથે બેસે છે. માનવ અને ઝરણા નીલની માફી માંગે છે કે તમને કશું ખોટું તો નથી લાગ્યુ ને ?
અરે ના ના એમાં ખોટું શુ લાગે ? હા પણ થોડી વાર ગુસ્સો તો આવ્યો હતો. એમ નીલ એ કહ્યું.
બસ આમ તેમ ચારેય જણા વાતો કરે છે. એક બીજા ના નંબર લે છે ત્યાં જ વાતો કરતા કરતા નીલ ની ટ્રેન આવી જાય છે.માનવ અને ઝરણા બીજી ટ્રેન ની રાહ જોઈ રહ્યા છે માટે એ બંને અને અવની નીલ ને ટ્રેનના ડબ્બા સુધી મુકવા જાય છે.
માનવ - અવની તારે નીલ ને કાંઈક આપવું હોય તો આપી શકે છે હો ! હું ને ઝરણા આંખ બંધ કરી દઈએ. હા હા હા
આ સાંભળી ઝરણા માનવ ને કહે છે કે શું તમે પણ.
બધા લોકો હસવા લાગે છે અને અવની નીલ ને હગ કરે છે અને ગાલ પર હાથ ફેરવી પોતાનું ધ્યાન રાખવાનું કહે છે. એટલામાં જ ટ્રેન ની સીટી વાગે છે. નીલ અવનીની સામે જુએ છે અને અવની નીલ અવનીની સામે. ટ્રેન ધીરે ધીરે ચાલવા લાગી છે. બધા લોકો એકબીજા ને હવા માં હાથ લહેરાવી બાય બાય કહી રહ્યા છે.
બસ આમ જ દિવસો વીતતા રહે છે.બંને પ્રેમી પંખીડાઓ એકબીજામાં મશગુલ થઈ ગયા છે.સમયનું ચક્ર આગળ આગળ વધી રહ્યું છે. બંને પોતપોતાના કામની અંદર આગળ વધી રહ્યા છે અને બંને એકબીજાની સાથે ખુશી થી રહી રહ્યા છે.જેમ દરરોજ સવારે અવની અને નીલ એક બીજા ને મેસેજ કરે છે એમ એક દિવસ સવારમાં અવની નીલ ને મેસેજ કરે છે પણ નીલનો કઈ જવાબ આવતો નથી. અવની ને થાય છે કે નીલ કદાચ કામમાં વ્યસ્ત હશે એટલે મેસેજ નહીં કરતો હોય, એમ વિચારીને અવની કામમાં લાગી જાય છે. ઘણો સમય વીતી જાય છે પણ અવનીને જે મેસેજ ની રાહ છે એ મેસેજ હજુ આવ્યો નથી. અવની એ હવે ચિંતા થાય છે અને એ નીલ ને કોલ કરે છે પણ નીલ કોલ રિસિવ નથી કરતો . અવની નીલ ને ઉપરા ઉપર છ થી સાત વાર કોલ કરે છે પણ નીલ કોલ રીસીવ નથી કરતો.આમ ઘણો સમય પસાર થઈ જાય છે અને નીલ નો મેસેજ આવે છે.
" સોરી અવની તારો કોલ રીસીવ ના કર્યો એ માટે. ઘરે અત્યારે મહેમાન આવ્યા છે તો કોલ પર ધ્યાન ના રહ્યું અને હા અવની મને જાણ ના થાય એમ પાપા એ એમના એક ફ્રેન્ડ ને બોલાવ્યા છે અને સાથે જ એમની વાઈફ પણ આવી છે અને નવીન વાત એ છે કે એમની એક ની એક છોકરી પણ આવી છે. સો એવું મને લાગે છે કે કદાચ પાપા મારુ એ પેલી છોકરી જોડે નક્કી કરી નાખશે.
* * *
જેમ આપણે સ્ટોરી માં જોયું તેમ ઘણી વાર કોઈ અજાણ્યુ પણ આપણા માટે ખાસ બની જાય છે.એકબીજા ને માન, સન્માન અને સાથ આપો અને સાથે રહો બસ આનુ નામ જ જિંદગી છે.