" એકવાર તને કહ્યું એમાં સમજાય કે નથી કરતી હું પ્રેમ તને, મને કોઈ જ લાગણીઓ નથી તારા માટે, તું જરાક પણ જરૂરી નથી મને, દૂર રે તું." અનિકા મો ફુલાવીને આંખોમાં ભરપૂર ગુસ્સા સાથે ઓમની સામે જોઇને બોલી.
શાંત જગ્યા હતી, પવન પણ અનિકાના ગુસ્સાથી ડરી ગયો હોય એમ ધીમે ધીમે લહેરાતો હતો, આજુબાજુ કોઈ જ ન હોઈ એવો સુમસામ રસ્તો હતો ને દિલથી બંધાયેલા બે વ્યક્તિ પણ આત્મા એક એવા અનિકા અને ઓમ બેઠા હતા. અનિકાના શબ્દો પરથી વાતાવરણ થોડું ગંભીર લાગતું હતું. થોડી વાર પછી ઓમ બોલ્યો, " શું ગમે એ બોલે છે, પ્રેમ નથી તો દિવસ રાત મારી જ ચિંતા શું કામ કરે છે, મને યાદ શું કામ કરે છે, મારી જોડે રહેવા કેમ માંગે છે, ખુશ કેમ નથી રહી શકતી મારા વિના... બોલ જવાબ આપ.."
અનિકા ચુપ હતી, ઓમ તેની સામે જોઇને જવાબની રાહ જોતો હતો. થોડી વાર બંને ચુપ રહ્યા અને થોડી વાર રહી અનિકા ઓમને ભેટી પડી અને આંખોમાં આંસુ સાથે બોલવા લાગી, " તું જ મારી જિંદગી છે ઓમ, હું દુર રહી પણ ન શકું આમ ..પણ એક ડર છે જે મનમાં ઘર કરીને બેસી ગયો છે, મારું દુનિયા જ તું છે પણ આ દુનિયા સાથે નહિ રહેવા દે આપણને, સાથે નહિ જીવવા દે હું ભવિષ્યને જયારે પણ વિચારું છું દુઃખી થાવ છું અને તારાથી દુર દુર ભાગું છું."
" આ કારણ.... ઓમ ચોંકીને બોલી ઉઠ્યો."
" હા, તારા માટે આ નાની વાત હશે પરંતુ આ બાબતે વિચારવું પણ જરૂરી છે, હા માન્યું આપણે બંને એકબીજાને ચાહીએ છીએ, મને ઘણી બધી ખુશી મળે છે તારામાં પણ આ ખુશી જીવનભર મળી જ રહેશે કે કેમ તે પણ વિચારવું પડે ને." અનિકા ઓમનો હાથ પકડીને બોલી.
" તો તું શું કહેવા માંગે છે, મને કઈ નથી સમજાતું, સાથે રહેવા મળે છે એટલું રહી લઈએ અને તને વિશ્વાસ છે ને મારા પર, હું નહિ તોડું ક્યારેય તને, તારી ખુશી જેમાં પણ હશે એ બધી જ બાબતો મંજુર હશે મને." ઓમ તેની પ્રેમભરી આંખોથી અનિકા સામે જોઇને બોલ્યો.
" તું નઈ સમજે, ચલ મારે ઘરે જવું છે હવે, ઘણો સમય થઇ ગયો, આપણે નીકળીએ." અનિકા ઉભી થઈને બોલી.
બંને ઘરે પહોચ્યા અને અનિકાના મનમાં બસ ઓમ જ હતો, તેના જ વિચારો આવતા હતા, ક્યારેક તેને વિચારીને ઘણું બધું હસતી અને રૂબરૂમાં ન મળે તો તસ્વીર જોઇને જ વ્હાલ વરસાવતી, તેના માટે તો ઓમ તેનું બધું જ હતું. ઉઠતા જ આંખ ખુલે ને મનમાં ઓમ, દિવસ રાત મનમાં બસ ઓમ જ.
ઓમ બહાર હોસ્ટેલમાં બી.સી.એ. કરતો હતો અને છેલ્લું વર્ષ બાકી હતું. થોડા દિવસની રજા હતી એટલે ઘરે આવ્યો હતો અને તેના જ ઘરથી થોડે જ દુર અનિકાનું ઘર હતું, આમ મળવાનું બહુ ન થતું કેમ કે ઓમ બહાર રહેતો એટલે જયારે પણ રજા પડે ઓમ ઘરે આવી જતો અને અનિકા ને મળવા જતો. અનિકા તેના સીટીની જ કોલેજમાં બી.કોમ કરી રહી હતી. બંને એકબીજાને ઘણો પ્રેમ કરતા, એકબીજાને ખુબ જ સમજતા અને બંનેનું રીલેશન ખુબ જ સારું હતું. વિશ્વાસ પણ ઘણો બધો. આમ તો ઘણા સબંધો હોય છે પણ સાચો સબંધ એ જ કહી શકાય જેમાં સબંધ પછી ને વિશ્વાસ પહેલા હોઈ, આમ બંનેને એકબીજા પર ઘણો બધો વિશ્વાસ હતો.
દિવસો આમ જ જતા હતા ઓમના ઘરમાં ઓમનો નાનો ભાઈ વેદ બારમાં ધોરણમાં ભણતો અને તેના મમ્મી પપ્પા. અનિકા એક જ બહેન , ઘરમાં ખુબ જ લાડકી. અનિકાના પપ્પા મિહિરભાઈ પણ અનીકાની બધી જ જીદ પૂરી કરતા અને તેના મમ્મી પીનલબેન પણ તેને ખુબ જ સાચવતા. નાનેથી લઈને મોટી થઇ ત્યાં સુધીના બધા જ તોફાનો ખુબ જ વ્હાલથી સહન કર્યા. દુનિયાની પરવા ને દુનિયા શું કહેશે એ બધું વિચારવાને બદલે તેઓ માત્ર અનિકાની જ ખુશી જોતા. કોઈ રોકટોક વિના ખુબ જ સારી રીતે અનિકાને સાચવતા. કઈ પણ તકલીફ હોઈ એટલે તેના પપ્પા તેની સાથે જ હોઈ. અનિકાને તેના પપ્પા સાથે એક મિત્ર જેવો જ સબંધ, કઈ પણ વાત હોઈ નાની કે મોટી બધી જ ખુલ્લા દિલે તેના પપ્પાને કહી દેતી.
ક્રમશઃ