પ્રકરણ 14
" હા ઈશિતા તમે લોકોએ મને પણ તમારા ગ્રુપમાં સ્થાન આપ્યું એ માટે thanks... guys...."
" નંદિની ફ્રેન્ડશિપમાં નો થેન્ક્સ... નો સોરી..." કાવ્ય પોતાના આગવા અંદાજ માં બોલ્યો અને બધા હસી પડ્યા.
કોલેજ છૂટયા પછી બધા જેમ આવ્યા હતા તેમ જ જતા હતા. લગભગ હવેનો એ રોજનો જ ક્રમ થઈ ગયો હતો ...વિરેન અને ઈશિતા.... અભિષેેક અને વિશ્વા..... શાંતનુુ અને સ્વાતિ ....કાવ્ય અને પ્રિયા ...લગભગ બધા બોયઝ રોજ ગર્લ્સને પીક અપ કરતા અને ડ્રોપ પણ...
રુદ્ર એકલો બાઈક પર હતો તેણે કોલેજ છૂટતા નંદિનીને પૂછ્યું...
" નંદિની ચાલ તને તારા ઘર સુધી ડ્રોપ કરી દઉં જો તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો...?"
" થેન્ક્સ રુદ્ર... પણ ડ્રાઇવર કાકા આવવાના છે મને લેવા માટે..."
" Ok... bye..."
" Bye..."
રુદ્ર એ બાઇક સ્ટાર્ટ કરી અને પોતાના ઘર તરફ મારી મૂકી, નંદિની ઘરે આવી ત્યારે સુભદ્રાએ પૂછ્યું ...
" નંદિની કેવો રહ્યો કોલેજ નો પહેલો દિવસ....?"
" ખુબ જ સરસ મમ્મી....!!! તને ખબર છે ....?જેવી રીતે સુરતમાં પહેલા જ દિવસે મારા ફ્રેન્ડસ બની ગયા હતા તેમ અહીંયા પણ પહેલા જ દિવસે મારા ઘણા બધા ફ્રેન્ડસ બની ગયા...."
" એમ ....?"કહીને ધનંજયે પણ આવી ને વાતોમાં પોતાનો સૂર પુરાવ્યો...
" હા પપ્પા ....સ્વાતિ ....વિશ્વા.. અભિષેક.. ઈશિતા... પ્રિયા... શાંતનુ.... વિરેન... અને રુદ્ર ....રુદ્ર...."
" રુદ્ર ....."બોલતાની સાથે જ નંદિની નો હાથ પોતાના ગળામાં પહેરેલા રુદ્રાક્ષ ની ચેઈન ઉપર ગયો જે સુભદ્રા એ તેને થોડા દિવસ પહેલા સોના માં મઢાવી દીધો હતો. રુદ્રાક્ષ ઉપર હાથ ફેરવતા ફેરવતા નંદિની ની સામે રુદ્રાક્ષ નો ચહેરો તરવરી રહ્યો.
ધનંજયે નોટિસ કર્યું આમેય પોલીસ ઓફિસર ગમે તેવા રીઢા ગુનેગારો ના ચહેરાના હાવભાવ પણ પારખી લઈને એમના મનમાં કઈ વાત ચાલી રહી છે એ વાંચી લેતા હોય છે. તો ધનંજય માટે તો આ એની નિર્દોષ અને પારેવડા જેવી નંદિનીનો ચહેરો હતો... ધનંજય ને એક ક્ષણ પણ ના લાગી એ વાત જાણતા કે નંદિની અત્યારે એના ભૂતકાળમાં ખોવાઈ ગઈ છે.... અને એવી કોઈ તો વાત છે જે એને ખુબજ પરેશાન કરી રહી છે. પણ તેણે અત્યારે નંદિનીને પૂછવાનું ટાળી દીધું.
" સારુ ચાલ ...તું ફ્રેશ થઈ જા પછી આપણે શાંતિથી વાતો કરીશું રાતે જમીને ગાર્ડનમાં બેઠા બેઠા...." ધનંજયે કહ્યું.
" Ok.... પપ્પા હું હમણાં જ આવી..." નંદિની શાવર લઈને એકદમ ફ્રેસનેસ અનુભવી રહી. એને ખૂબ જ સારું લાગ્યું... સુભદ્રા અને ધનંજય જમી ને ગાર્ડનમાં હિંચકા પર બેઠા હતા. એમનો ત્રણેયનો રોજનો આ નિત્યક્રમ હતો કે જમીને ગાર્ડનમા હિચકા પર બેસવું અને ગપ્પા મારવા.... નંદિની હજી એનાં રૂમમાં હતી....
ધનંજય હિંચકા પર બેઠો બેઠો કંઈક વિચારી રહ્યો હતો. સુભદ્રાએ પૂછ્યું ...." આજે પાછા તમે કંઈક વિચારો માં ખોવાઈ ગયા છો...! હું જોઉં છું કે જ્યારથી નંદિની કોલેજથી આવી ત્યારથી તમે પણ નંદિની ની જેમ વિચારોમાં ખોવાઈ ગયા શું વાત છે....?"
" સુભદ્રા... તને મારા મનમાં શું ચાલી રહ્યું છે એની કેવી રીતે ખબર પડી જાય છે....!!? અને એ પણ મારા કહ્યા વિના....!!!"
" કારણ કે.... આપણે જેને સાચા દિલથી પ્રેમ કરતા હોઈએ ને એના દિલની બધી જ ગડમથલ આપણે ઓળખી જઈએ છીએ ....!!! જેવી રીતે તમે નંદિનીના દિલની ગડમથલ ઓળખી લીધી.....!!!"
" તો તને એ પણ ખબર પડી ગઈ કે મેં નંદિનીના દિલની ગડમથલ ને ઓળખી લીધી ...!!? સુભદ્રા ...તું આ બધું કેવી રીતે જાણી લે છે.....!?"
"કારણ કે... તમે જેમ એક પિતા અને પતિ છો એવી જ રીતે હું એક માં અને એક પત્ની છું .તમને શું લાગે છે કે તમે જ એક હોશિયાર છો...? હું પણ એક બાહોશ પોલીસ ઓફિસરની પત્ની છું. મારામાં પણ એમના થોડા ઘણા ગુણો તો આવે જ ને ...?એમની સોબતમાં જો રહું છું રાત ને દિવસ....!!!"
હવે ધનંજય ખડખડાટ હસી પડ્યા....
"સુભદ્રા ...તારો જવાબ નથી....!"
" બસ હવે બહુ થયું... કહો જોઈએ.... શું વિચારો છો....?"
એટલામાં નંદિની પણ ત્યાં આવી. ધનંજય અને સુભદ્રા એ ખસીને પોતાની વચમાં જગ્યા કરી આપી. નંદિની હંમેશા તે બન્નેની વચ્ચે જ બેસતી ....અને...." તને ખબર છે મમ્મી....? તમને ખબર છે પપ્પા...?" એમ કરી કરીને પોતાની સાથે આજે શું થયું હતું એનો અથ થી ઇતિ સુધીનો અહેવાલ સંભળાવતી ,ત્યારે જ એના મનને શાંતિ થતી. પણ આજે નંદિની આવી અને ચૂપચાપ બેઠી રહી. જાણે હજુ પણ એ કોઈ વિચારોમાં જ અટવાયેલી હોય એવું લાગતું હતું.
સુભદ્રા થોડીવાર ધનંજય સામે અને થોડીવાર નંદિની સામે જોઇ રહી... અને એ બંનેના મનની ગડમથલ ને ઉકેલવાનો પ્રયત્ન કરતી રહી.... અંતે સુભદ્રાને પોતાનો પ્રયત્ન વ્યર્થ જતો લાગ્યો ત્યારે તેણે મૌન તોડ્યું..
" નંદિની... હવે બોલ...."
" શું મમ્મી...? શું બોલું...?"
" અરે આપણે જમતા પહેલા નક્કી કર્યું હતું ને કે હિંચકા પર બેઠા બેઠા બધી વાતો કરીશું.... તો બોલ આજે શું કર્યું કોલેજમાં...?"
ધનંજય નંદિની સામે જોઇ રહ્યો કે એની વાતમાં થી કંઈ જાણવા મળે....
નંદિની એ ગેટ માં એન્ટ્રી લીધી ત્યારથી વાત કરવાની શરૂ કરી.. હવે નંદિની પહેલાની જેમ જ વાતો કરવા લાગી હતી ...કેવી રીતે મજાકિયા અને તોફાની છોકરાઓ ના ટોળાએ તેને તેજસ નામના છોકરાને પ્રપોઝ કરવાનું કહ્યું... અને એને કેવી રીતે પોતાનો સેન્સ ઓફ હ્યુમર સાબિત કર્યો એ આખી વાત આ બંનેને કરી. ધનંજય તો પહેલા આ સાંભળીને ગુસ્સે થઈ ગયો હતો. પણ પછી જ્યારે તેને નંદિની દ્વારા જાણવા મળ્યું કે એ લોકોનો કોઈ ખરાબ કે ગંદો ઈરાદો નહોતો ....પણ હું આવી સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરું છું....? એ જ જોવાનો હતો... ત્યારે ધનંજય ને પણ પેલા તોફાની અને મજાકિયા છોકરાઓ ની ટોળી ઉપર હસવું આવ્યું .નંદિનીએ જે રીતે પેલા છોકરાને ભાઈ બનાવવાની દરખાસ્ત મુકી.... ભાઈ બનવાનું પ્રપોઝલ મૂક્યું....એ સાંભળીને તો ધનંજય અને સુભદ્રા બંને નંદિની ની બુદ્ધિ મતા અને તેની હોશિયારી પર વારી ગયા....
" તમને ખબર છે પપ્પા....? તેજસને રાખડી બાંધવા માટે નાડાછડી બતાવી, તો એણે સાચે જ હાથ લાંબો કરીને મારી પાસે રક્ષા પોટલી ની નાડાછડી રાખડી ના સ્વરૂપમાં બંધાવી લીધી."
" Good.... તો તને આજે તારા ફ્રેન્ડસ ની સાથે સાથે એક ભાઈ પણ મળી ગયો ...નંદિની....!" ધનંજયે પણ મજાકના સૂરમાં કહ્યું..
" Yes dad big bro....." એમ કહીને નંદિની પણ હસી પડી....
રીસેસમાં કેવી રીતે રુદ્ર અને વિરેન ના ગ્રુપમાં તેને પણ એ લોકોએ ઇન્વોલ્વ કરી તેની બધી વાતો કરી.
પપ્પા એ લોકોનું ગ્રૂપ... ઈનફેક્ટ હવે તો અમારું ગ્રુપ ખુબ જ સરસ છે.. બધા એકબીજાના મનની વાત કહ્યા વગર જ સમજી જાય છે .અને કેવી રીતે રુદ્ર એ આજે પોતાના કહ્યા વગર જ તેના દિલની વાત સમજી લીધી એ યાદ આવ્યું... અને પાછી વિચારોમાં ખોવાઈ ગઈ...
નંદિની બોલતી હતી ત્યારથી તેના ચહેરાને ધનંજય વાંચવાની કોશિશ કરી રહ્યા હતા. એમણે તરત જ એક બાહોશ પોલીસ ઓફિસર ની જેમ આ ક્ષણને પકડી લીધી અને નંદિની પાસેથી વાત કઢાવવા માટે પૂછ્યું....
" અરે નંદિની.... કોલેજથી આવીને બધાના નામ બોલતી હતી ને તને તો એક જ દિવસમાં બધાના નામ પણ યાદ રહી ગયા...!"
" હા પપ્પા... એ બધા છે જ એવા કે એમને તમે એકવાર મળો તો તમને પણ બધા યાદ રહી જાય નામ સાથે....."
"અચ્છા.....! શું નામ કહ્યા હતા તે બધાના...?"
સુભદ્રા... જે અત્યાર સુધી ફક્ત મૂક પ્રેક્ષક બનીને બધું સાંભળતી હતી એ બોલી. ધનંજય સુભદ્રા ની વાત પકડવાની આવડત પર ઓવારી ગયો. જે વાત એ કઢાવવા ઇચ્છતો હતો તે કેટલી આસાનીથી સુભદ્રાએ પુછી લીધી.
" મમ્મી છે ને ...નંદિની આંગળીના વેઢા ઉપર અંગુઠો મૂકીને ગણાવવા લાગી ....સ્વાતિ... પ્રિયા... અભિષેક... શાંતનુ.... વિશ્વા ...ઈશિતા .....કાવ્ય..... વિરેન... અને રુદ્ર...."
ધનંજય નોટિસ કર્યું કે બધાના નામ બોલતી વખતે નંદિની એકદમ નોર્મલ હતી. પણ છેલ્લું નામ "રુદ્ર..." બોલતી વખતે નંદિનીના દિલમાં જાણે કે એક પીડા ઉઠી હતી! અને નંદિની પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ હતી. તેણે હવે નંદિની સીધું જ પૂછી લેવાનો વિચાર કર્યો....
"નંદિની બેટા એક વાત પૂછું....?"
" હા પપ્પા પુછો ને..."
" તું તો અમને તારા બેસ્ટ ફ્રેન્ડ માને છે.. અને હું તો તારી સાથે તારી મમ્મીની વાત પણ શેર કરું છું... હું તો તને મારી બેસ્ટ ફ્રેન્ડ માનુ છું...."
" હું પણ તો તમને બંનેને મારા બેસ્ટ ફ્રેન્ડ જ માનું છું ...એટલે જ તો તમને મારા આખા દિવસની વાત કશું પણ છુપાવ્યા વગર કહી જ દઉં છું ને....?"
" ના બેટા...! રોજ કહી દે છે, પણ કદાચ આજે તું અમારા પૂછવાની રાહ જોઈને બેઠી છે શું વાત છે બેટા ....?તું કોલેજથી આવી ત્યારથી કંઈક ખોવાયેલી ખોવાયેલી લાગે છે... any problem....?"
"પપ્પા...! હું તમને બંનેને એટલે જ દુનિયાના બેસ્ટ મમ્મી-પપ્પા કહું છું ...તમે લોકો મારા દિલને... મારા મનમાં ચાલતા વિચારો ને.... તરત જ નોટીસ કરી લો છો... I love you mom and dad...."
" અચ્છા.... તો હવે બોલ કઈ વાત તને પરેશાન કરી રહી છે....?"
નંદિની જાણે કે ભૂતકાળમાં જતી રહી હોય એમ બોલી....." પપ્પા ...હું જ્યારે પ્રતાપ ગઢ માં રહેતી હતી ને....? ત્યારે ત્યાં મારો એક બેસ્ટ ફ્રેન્ડ હતો .રુદ્રાક્ષ.... જેની સાથે રમતી, હસતી ,ઝઘડતી ,મજાક મસ્તી કરતી, એને ચીડવતી, એની સાથે જ સ્કૂલે જતી અને આવતી..... એ વખતે મમ્મી પપ્પા પછી મારી નાનકડી દુનિયા રુદ્રાક્ષમાં વસતી હતી... જ્યાં સુધી અમે બંને એકબીજા સાથે રમીએ નહી.... ઝઘડીએ નહીં ...મસ્તી કરીએ નહીં....કે એક પણ દિવસ મળીએ નહીં.... તો જાણે કે અમારો દિવસ જ પૂરો નહોતો થતો .હું અને રુદ્રાક્ષ જાણે કે બંને ....." અને આગળ નું વાક્ય નંદિની ગળી ગઈ.... એ પણ ધનંજય નોટિસ કર્યું... પણ નંદિનીને આગળ બોલવા દીધી.
" એક દિવસ ખબર છે પપ્પા હું મંદિરમાં એના આવવાની રાહ જોતી રહી... એ ન આવ્યો. મને લાગ્યું કે સ્કૂલમાં મળશે... એ ત્યાં પણ નહોતો આવ્યો.... પાછું એવું લાગ્યું કે કદાચ એની તબિયત ખરાબ થઈ ગઈ હશે... સાંજે એના દાદાજી આરતી કરવા આવશે ત્યારે પૂછી લઈશ... હું મંદિરના મુખ્ય દ્વાર પાસે જ ઉભી હતી ....આખી આરતી પૂરી થઈ તો પણ રુદ્રાક્ષ કે એના દાદાજી ના આવ્યા.... છેવટે મેં પપ્પાને પૂછ્યું....' રુદ્રાક્ષ આજે કેમ નહીં આવ્યો હોય...?'
પપ્પાએ કહ્યું કે...." એ અને એનું આખું ફેમિલી બિઝનેસ માટે હંમેશા અમદાવાદ શિફ્ટ થઈ ગયું છે .મને ગુસ્સો આવ્યો. હું રડતી હતી .... રુદ્રાક્ષને જોવા તરસતી હતી.... એ જતાં જતાં એકવાર પણ મને મળવા કે કહેવા ન આવ્યો.... પપ્પા રુદ્રાક્ષને હું ક્યારેય માફ નહીં કરી શકું.... કારણ કે એ મને કહ્યા વગર જતો રહ્યો.... એને એવો વિચાર પણ નહીં આવ્યો હોય કે નંદિની એના વગર શું કરશે...? કેવી રીતે રહેશે...?"
નંદિની થોડીવાર અટકી એની આંખ માં આંસુ આવી ગયા હતા, પણ ધનંજય ની પારખુ નજર એ પામી ગઈ હતી કે હજુ વાત પૂરી નથી થઈ. એ નંદિની ની ફરી બોલવાની રાહ જોવા લાગ્યા અને સુભદ્રાને પણ ઈશારો કરીને ચૂપ રહેવા જણાવ્યું.
થોડીવાર પછી નંદિની બોલી ...."મમ્મી-પપ્પાના મૃત્યુ પછી હું સુરત આવી ગઈ .....મનમાં ઘણો ગુસ્સો હતો રુદ્રાક્ષ પ્રત્યે....! પણ હું ક્યારેય રુદ્રાક્ષને ભૂલી શકી નહીં...! મમ્મી મને થતું કે રુદ્રાક્ષ મને જરૂર મળશે.... અને જ્યારે મળશે ત્યારે તેને પહેલા તો એક થપ્પડ મારીશ , અને પછી પૂછીશ કે તને એકવાર પણ મને મળીને ....વાત કરીને .....જવાનું મન ના થયું.....!!?
પપ્પા.... પ્રતાપગઢ છોડ્યાના આટલા વર્ષો પછી પણ એક પણ દિવસ એવો નથી ગયો કે મેં રુદ્રાક્ષને યાદ ના કર્યો હોય.... એને યાદ કરવાની જરૂર જ નથી પડતી એની યાદ તો હર ક્ષણ આવી જાય છે... એક પણ ક્ષણ એવી નથી ગઈ કે જે મેં એના વગર જીવી હોય... આજે પણ મારી નજર સમક્ષ એનો ચહેરો તરવરી ઊઠે છે .એની વાતો.... એની મજાક મસ્તી કરવાની... અને મને ચિડવવાની ટેવ યાદ કરી કરીને હું હંમેશા મારા મનમાં એને વાગોળું છું.... પપ્પા આટલા વર્ષો આદિ સાથે રહી, એની સાથે ની દોસ્તી ...એની મારા પ્રત્યેની ફ્રેન્ડશીપ ....આટલી બધી મજબૂત હોવા છતાં, જ્યારે સુરતથી આપણે અમદાવાદ આવ્યા ત્યારે આદિની પણ આટલી યાદ નથી આવી, કે જેટલી રુદ્રાક્ષની આવે છે .હું તો કેટલા વર્ષોથી રુદ્રાક્ષને મળી પણ નથી... અત્યારે એ એવો દેખાય છે ....?ક્યાં રહે છે ....?એ પણ જાણતી નથી.... છતાં પણ જાણે કે મારા દિલના તાર હજુ પણ એની સાથે જોડાયેલા હોય એવું ફીલ થાય છે...."
" અને જ્યારે તું આજે તારા નવા ગ્રુપમાં રુદ્ર નામના છોકરાને મળી તો તને રુદ્રાક્ષની યાદ તાજી થઈ ગઈ .તને એવું લાગવા માંડ્યું અથવા તો એવી શંકા થઇ કે આ પ્રતાપ ગઢ વાળો રુદ્રાક્ષ તો નથી ને....? અને આ જ વિચારોમાં ખોવાયેલી છે ને મારી દીકરી...?"
" પપ્પા તમને પણ રુદ્રાક્ષની જેમ મારા દિલની વાતો કેવી રીતે ખબર પડી જાય છે.....? રુદ્રાક્ષ ને પણ કેવી રીતે ખબર પડી જતી હતી....? એ હજી સુધી સમજી શકી નથી ...!ખબર જ નથી પડતી કે એ કેવી રીતે હંમેશા મારા કહ્યા વગર જ મારુ મન વાંચી લેતો....!!?"
" કારણ કે ....તું અને રુદ્રાક્ષ બંને એકબીજા સાથે લાગણીના સંબંધથી જોડાયેલા હતા... અને એવું જ અમારી સાથે પણ છે. બેટા ...જેની સાથે લાગણી થી જોડાયેલા હોય ને ...એની બધી જ વાત એમના કહ્યા વગર જ ખબર પડી જતી હોય છે ....બોલ મેં કહ્યું એ સાચું ને....?"
" હા પપ્પા.... મેં રુદ્ર નો ચહેરો ઓળખવાની કોશિશ કરી, પણ કાંઈ ખબર જ નથી પડતી... એ વખતે તો અમે બંને કેટલા નાના હતા ....!?અને અત્યારે તો કોલેજમાં આવી ગયા ક્યાંથી ઓળખાય....??"
" તું કહે તો હું મારી રીતે તપાસ કરું..?"
" ના પપ્પા.... જે નર્મદેશ્વર મહાદેવે અમારી દોસ્તી કરાવી પછી અમને વિખુટા પાડ્યા, એ જ મહાદેવની ઈચ્છા હશે તો અમને ફરી મેળવશે. પ્લીઝ પપ્પા ...હું મારી રીતે જ બધુ હેન્ડલ કરીશ...."
" Ok...બેટા પણ આ વાત તે પહેલા કરી હોત કે તારો બચપણનો સાથી આ અમદાવાદમાં તને કહ્યા વગર જ આવતો રહ્યો હતો, તો આપણે અમદાવાદ આવ્યા પછી તરત જ તેને કાન પકડીને તારી પાસે હાજર કર્યો હોત ...."
આ સાંભળીને નંદિની હસી પડી.
" સાચું કહેજે બેટા ...અમદાવાદ આવ્યા પછી તો રુદ્રાક્ષને મળવાનું બહુ જ મન થતું હશે ને ....?"સુભદ્રાએ પૂછ્યું...
" હા મમ્મી ..અમદાવાદ આવ્યા પછી હું ઘણીવાર વિચારતી કે હું અને રુદ્ર એક જ શહેરમાં હોવા છતાં કેટલા બધા દૂર... અને એકબીજાથી કેટલા અજાણ છીએ ....!!!"
" મને વિશ્વાસ છે જે રીતે તે રુદ્ર નો.... એના સ્વભાવનો... અને એની મિત્રતાનો પરિચય આપ્યો ...એ જોતા રુદ્રાક્ષ પણ તને ભુલ્યો નહિ હોય .બની શકે કે એ પણ તને મળવા કે તને કહેવા માંગતો હોય... પણ સંજોગોને આધીન થઈને અમદાવાદ જતા પહેલાં કદાચ મળવા ન પણ આવી શક્યો હોય... બેટા તું રુદ્રાક્ષ થી નારાજ છે એ સ્વાભાવિક છે ,પણ જ્યારે તને રુદ્રાક્ષ મળે તો પહેલા એની પૂરી વાત સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરજે .એની ગાઢ મિત્રતા અને તારા પ્રત્યેના એના મનોભાવ નું વિશ્લેષણ કરતા હું એક વાત તો ચોક્કસપણે કહી શકું ....કે રુદ્રાક્ષ પણ તને ભુલ્યો નહીં હોય...."
" હા પપ્પા.... તમારી વાત મને પણ સાચી લાગે છે ,જોઈએ હવે અમે પાછા ક્યારે મળીએ છીએ...?"
" ખૂબ જ જલ્દી ...."સુભદ્રા એ હસીને કહ્યું.
" Ok good night.... મમ્મી... પપ્પા..."
" Good night... બેટા..."
નંદિની એના રૂમમાં સુવા માટે જતી રહી અને ધનંજય પાછો વિચારે ચડ્યો.
" તમે હવે પાછા ક્યા વિચારોમાં ખોવાઈ ગયા સુભદ્રા બોલી...."
" સુભદ્રા... નંદિની અને રુદ્રાક્ષના બચપણ ના પ્રેમ વિશે વિચારું છું...."
" પ્રેમ...?"
" હા સુભદ્રા.... પ્રેમ ...! નંદિની અને રુદ્રાક્ષે એ સંબંધને ત્યારે દોસ્તી નું નામ આપ્યું હશે, પણ અત્યારે નંદિનીના હૃદયમાં.... દિલમા....એ દોસ્તી એ પ્રેમનું સ્વરૂપ લઈ લીધું છે .તે જોયું નહીં એમના છુટા પડ્યા ને આટલા વર્ષોના વહાણા વાઈ ગયા હોવા છતાં ,નંદિની રુદ્રાક્ષને મળવા માટે ઝૂરે છે... એને જોવા માટે તરસે છે... ભલે એના મનમાં અત્યારે રુદ્રાક્ષ પ્રત્યે ગુસ્સો ભરેલો છે ,પણ એ ગુસ્સા પાછળ નું કારણ નંદિની નો રુદ્રાક્ષ પ્રત્યેનો પ્રેમ છે, જેને હજી સુધી તે ઓળખી શકી નથી..."
" હા ધનંજય ....તમારી વાત સાચી લાગે છે. મેં પણ નંદિનીના બોલતી વખતે તેની આંખોની ભાષા ઉકેલવાનો પ્રયત્ન કરેલો .એના દિલમાં રુદ્રાક્ષ પ્રત્યે લાગણી ભરેલી છે એ મેં એની આંખોમાં ડોકિયા કરતી જોઈ. મને લાગે છે કે કદાચ અત્યારે નંદિની એના દિલની લાગણીઓ ને પ્રેમ સ્વરૂપે સમજી શકી ન હોય ,પણ જો રુદ્રાક્ષ પણ નંદિની માટે આટલો જ સેન્સેટિવ હશે... તો કદાચ અત્યારના જમાના પ્રમાણે રુદ્રાક્ષે ખુબજ પરિપક્વ બની ને પોતાની લાગણીને પિછાણી પણ હોય... તમને શું લાગે છે....?"
" જોઈએ હજુ રુદ્રાક્ષ અને નંદિનીને મળવા તો દે... પછીની વાત પછી...." એમ કહીને ધનંજયે આ વાત ને ટાળી દીધી.
શું નંદિની અને રુદ્રાક્ષ બંને એકબીજાને ઓળખી શકશે..? શું નંદિની એના મનમાં રહેલા રુદ્રાક્ષ પ્રત્યેના પ્રેમને પિછાણી શકશે .....?કે પછી બંનેના મનમાં કંઈક બીજું જ રહેલું છે.... હવે શું થશે....?એ જાણવા માટે વાંચો " રુદ્ર નંદિની "નો આગળનો ભાગ......
ક્રમશઃ.....