Amar Prem - 17 in Gujarati Love Stories by Kamlesh books and stories PDF | અમર પે્મ - ૧૭

The Author
Featured Books
Categories
Share

અમર પે્મ - ૧૭

સુરસિંહજીને કોલેજના દિવસો યાદ આવે છે.મણીયાર સાહેબ અને સુરસિંહજી રતનપરની નિશાળમાં સાત ધોરણ સુધી સાથે ભણ્યા હતા અને આઠથી H.S.C સુધી બાજુના ગામ પણ સાથે આવ-જા કરતા હતા.H.S.C પછી સુરસિંહજી ભણવા માટે અમદાવાદ આવે છે.તેમને વકીલાતનો અભ્યાસ કરવો હોવાથી આટઁસમા એડમિશન લે છે.મણીયાર સાહેબને ગામની નિશાળમાં શિક્ષક તરીકે સેવા આપવી હતી તેથી B.A થઇ B.EDનું ભણવા અમદાવાદ આવે છે.તેમના બન્નેની દોસ્તી જળવાઇ રહે છે.

સુરસિંહજી જ્યારે કોલેજમા ભણવા આવે છે ત્યારે તેમના રુપ અને હાઈટના કારણે હેનંડસમ લાગતા હોવાથી ખાસું મોટું મિત્ર વર્તુળ બનાવે છે.તેમની પરસઁનાલીટીથી girlsમા પણ ખાસા આકર્ષિત થયા હતા.તેમની સાથે અભ્યાસ કરતી બરખા રાયસંઘાણી પણ તેમની પ્રસન્નનાલીટીથી આકષાઁય છે.

કોલેજમા સ્ટુડંટ ઈલેકસન આવે છે.student representatives માટે તેમના મિત્રોના આગ્રહથી તેઓ S.R માટે ઉમેદવારી નોંધાવે છે.બરખા પણ લેડીઝ રીપરેઝેનટેટીવ
તરીકે L.R માટે ઉમેદવારી નોંધાવે છે.બન્ને પોત-પોતાના વર્ગમાં પ્રખ્યાત હતા.ચુંટણી દરમ્યાન એકબીજાનો પરિચય ગાઢ બને છે.મિત્રતા વધતા બરખા તથા તેની સખીઓ તેમને સુરુ નામથી બોલાવતા થાય છે.બરખા તેના લેડીઝ ગુ્પમા
સુરુ માટે પણ પ્રચાર કરે છે સામે પક્ષે સુરુ પણ બરખા માટે પ્રચાર તેમના સ્ટુડંટમા પ્રચાર કરે છે.બોયઝ અને ગલઁસની મહેનતના કારણે બન્ને સારા મારજીનથી વિજયી થાય છે.

સુરુના ગુ્પમા ખાસા પ્રતિનિધિ ચુંટાયા હોવાથી બધાના આગ્રહથી G.S ના પદ માટે ઉમેદવારી નોંધાવે છે,બરખા તથા તેમના ગુ્પની મહેનતથી સુરુ જનરલ સેકરેટરી તરીકે બહુમતીથી વિજયી થાય છે.બધા મિત્રો તથા S.R ભેગા મળી તેમને વિજયી થવા બદલ અભિનંદન આપે છે અને હાર-તોરા પહેરાવી અબીલ-ગુલાલ ઉડાડી શાનદાર સરઘસ કાઢી કોલેજ કેંમપસમા ફેરવે છે.બધા S.R તથા G.S સાથે મળી પિ્નસીપાલ સાથે ચા-પાણી કરવા જાય છે.પિ્નસિપાલ સુરુને બહુમતીથી વિજયી થવા અભિનંદન આપે છે અને કોલેજની પ્રગતિ મા તથા વાર્ષિક સમારંભો અને ઇતર પ્વુતિમા સાથ અને સહકાર આપવા કોલેજ તરફથી ખાતરી આપે છે.બધા મિત્રો તથા બરખા સુરુને વિજયી થવા બદલ શાનદાર પારટી આપવા આગ્રહ કરે છે એટલે સુરુ બધાને હોટલમાં ડિનર આપે છે.

સમય સરકતો જાય છે અને કોલેજના વાર્ષિક ફંકશનો નજીક આવતા બધા ભેગા મળી ડા્મા ભજવવા સારું નાટક પસંદ કરવા સુચન આપવા તથા એક ડિબેટનુ આયોજન કરી તેનો સબજેકટ નક્કી કરવા મિટીંગ બોલાવે છે.મિટીંગમા જાતજાતના સુચનો થાય છે.આખરે બધાની સહમતીથી નાટક લૈલા-મજનુ અને ડિબેટનો વિષય લવ-મેરેજ સામે એરેંજ મેરેજ રાખવા સહમતીથી નિર્ણય કરવામાં આવે છે.જેને આ હરિફાઇમા ભાગ લેવો હોય તેમના નામ બોયઝના સુરુ પાસે અને લેડીઝના નામ બરખા પાસે નોધાવવા જણાવ્યું.સુરુ અને બરખાએ નાટક તથા ડિબેટમા ભાગ લેવા તેમના નામ લખાવ્યા.

સુરુ તથા બરખા નાટકની પ્રેકટીસ માટે રોજ કોલેજ પત્યા પછી મળવા લાગ્યા.સુરુએ મજનુનુ પાત્ર ભજવવાનું હતું અને બરખાને લૈલાનુ પાત્ર ભજવવાનું હતું.બન્ને મન દઇને તેમના પાત્રમા ઓતપ્રોત થઇ પે્કટીસ કરવા માંડ્યા હતા.ડિબેટના વિષયમાં સુરુએ એરેંજ મેરેજ પસંદ કર્યો અને સામે વિરુધમા બરખાએ લવ-મેરેજ પસંદ કર્યો.ડિબેટ માટે પોતે પોતાની રીતે અભિયાસ કરી તૈયાર થવાનું હતું .

સમય આવી પહોંચતા નક્કી કરેલ તારીખે કોલેજના ઓડિટોરિયમા નાટકની રજુઆત પો્ફેસરો તથા પિ્નસિપાલની હાજરીમાં કરવામાં આવી.બન્નેનો અભિનય ખુબજ સરસ હતો.કોણ ઇનામ લઇ જશે તે માટે બધાના મતો અલગ-અલગ પડતા હતા.પરિણામ જાહેર કરવા માટે પિ્નસિપાલને સ્ટેજ ઉપર બોલાવામા આવ્યા અને બધા મતોની ગણતરી કરી અજયને મજનુના પાત્ર માટે પહેલું પા્ઇસ આપવાની જાહેરાત થતા બોયઝ ખુસીથી ચિચયારીઓ પાડવા લાગ્યા અને ગલઁસ તરફ હાથ ઉંચા કરી ટાય ટાય ફિશ ની નિશાની બતાવી ચીડવવા લાગ્યા એટલે પિ્નસિપીલે આવી હરકત નહી કરવા અને દરેક હરિફાઇમા કેાઇની જીત થાય અને કોઇની હાર થાય.દરેકે સપોટઁમેન સ્પિરિટ બતાવી ભાગ લેનારાનો ઉતષાહ વધારવો જોઇએ.હવે પછીના રવિવારે કોલેજના ઓડિટોરિયમમા ડિબેટનુ આયોજન કરવામાં આવેલ છે તેથી જેને જેને ભાગ લીધો હોય તેઓ સમયસર હાજર રહે તેવી સુચના આપી સમારંભની પૂર્ણાહુતિ કરવામાં આવી.સમીરભ પત્યા પછી બરખાએ સુરુને દિલથી વિજયી થવા બદલ અભિનંદન આપ્યા .સુરુએ પણ તેના અભિનયના વખાણ કરી તેને નિરાશ નહી થવા દિલસોજી પાઠવી.બરખાએ કહ્યું કે હવેની ડિબેટ માટે તૈયાર થઇ જજે.આ વખતે તો ઇનામ હું જ લઇ જવાની છું.પડકાર ઉપાડવાની તૈયારી કરીને આવજે...........

મિત્રો હવેના પ્રકરણમાં ડિબેટમા બન્ને તરફની રજુઆત અને હરિફાઇ માટે વાંચો પ્રકરણ -૧૮