શિવ પૂજા બન્ને પોત પોતાના જવાબ આપવા રૂમની બારે એમના માતા પિતા બેઠા છે ત્યાં જાય છે.
હવે આગળ:
પૂજાના પપ્પા પૂજા સામે જુએ છે, પૂજા શરમાઈને નીચું જોઈ જાય છે, બીજી બાજુ શિવના પપ્પા ચિરાગભાઈ શિવની મરજી શિવનો જવાબ જાણવા ઉત્સુક હોય છે.
શિવ એમને કહેછે પપ્પા હું ઘરે જઈ ને તમને જવાબ આપુ તો? મારે થોડું સમય જોઈએ જવાબ માટે, તમને વાંધો ના હોય તો હું કહું ત્યારબાદ તમે કહી શકો છો. શિવની વાત સાંભળી પૂજાને જરા આશ્ચર્ય થાય છે, પણ પૂજાના પપ્પા વાત સાંભળી લે છે ને ચિરાગભાઈ ને કહે છે કે વાંધો નથી આવા નિર્ણય ઉતાવળે નાજ લેવાય,આમ બન્ને પરિવારે શાંતિથી પોતાની મીટીંગ પૂરી કરી, ચિરાગભાઈ હવે રજા લે છે ને ફોન કરી ને પોતાનો જવાબ જણાવશે એવું કહી ને પોતાના ઘરે જાય છે.
ચિરાગભાઈ શિવને ઘરે આવીને પૂછે છે કે તને સાચેજ સમય જોઈએ છે કે પછી પૂજા પસંદ નાં આવી?
શિવ નો જવાબ: પપ્પા એવું નથી કે પૂજા પસંદ નથી, ગમી મને પૂજા એની સુંદરતા, એનો સ્વભાવ, એની વાત કરવાની આત્મીયતા બધુજ ગમ્યું, પણ....
ચિરાગભાઈ: પણ શું?
જ્યારે બધુજ ગમ્યું પૂજા ગમી તો હજુ શું વિચારવું છે તારે? કોઈ બીજી છોકરી ને તો તું પસંદ નથી કરતો ને?જો એવું હોય તો સાંભળ મારી વાત બીજી કોઈ જ્ઞાતિની છોકરી આ ઘરમાં વહુ બની ને નહી આવે. પૂજા અમારી પસંદ છે આગળ તારી મરજી.
હવે શિવ મુંજાય છે કેમ કે તેને સાચેજ બીજી છોકરી પસંદ હતી. શિવની ઓફિસ ની સામે એક ડાંસ એકેડમી હતી એની કોરિયોગ્રફર કામિની. પંજાબી હતી કામિની, શિવ એને રોજ ડાંસ કરતા જોતો, જોતા જોતા ક્યારે આકર્ષણ થયુ ખબર ના પડી, ને આકર્ષણ ક્યારે ક્રશ બન્યું એ પણ શિવ સમજી ના શક્યો, એનેતો બસ કામિની નો ડાંસ કરવું, બોલવુ, એની અદા, એની સુંદરતા ચૂપચાપ જોતા રેહવાનું ગમતું હતું, શિવે ક્યારે કામિની સાથે વાત કરી નોતી બસ love at one side કરતો તો. પણ આજ પપ્પાની વાત સાંભળી એને યકીન થઈ ગયું કે કામિની થી એનો સંબધં ક્યારેય નહી થાય,
બસ એમજ વિચારતા વિચારતા શિવ સૂઈ જાય છે.
અહી પૂજાના ઘરે:
પૂજાના પપ્પા: બેટા શિવ ગમ્યો ને તને? તે તારે પૂછવાનું હતું એ પુછી લીધું ને? જો બેટા લગ્ન જીવન માં સાથીની પસંદગી સૌથી મહત્વની છે, જો એકવાર ખોટો પાત્ર મલી જાય તો જીવન નર્ક બની જાય છે, ને જો પાત્ર સાચો હોય તો જીવન ચકચકીત હીરાની જેમ ચમકી ઉઠે છે, જીવન માં પૈસા જ મહત્વના નથી, પૈસાની સાથે સાથે માન - સમ્માન, પ્રતિષ્ઠા, ઈજ્જત,પણ ઘણી જ મહત્વની છે, આપણી પાસે ભલે પૈસા ઓછા છે પણ સમાજમાં ઈજ્જત- માન- સમ્માન બઉ છે, એટલે તને કહું છું કે જવાબ આપવામાં ઉતાવળ ના કરીશ, સમજી વિચારીને તરો ફેંસલો જણાવજે.
પૂજા: પપ્પા હું તમારી વાત સમજી શકું છું ને મેં શિવને બધુજ પુછી લીધું છે એમના જવાબ જાણ્યા પછી જ મે હા કીધી છે, હા પપ્પા મને શિવ પસંદ છે પછી આગળ જેમ તમને યોગ્ય લાગે તેમ તમને કરજો. તમારો દરેક ફેંસલો મને માન્ય રેહશે. અને હા પપ્પા લગ્ન ખર્ચની કોઈ ચિંતા નાં કરતા મે થોડું ઘણું સાચવીને જમાં કરેલ છે એમાંથી થઈ જાસે.
પૂજાની વાત સાંભળી પૂજાના પપ્પા રડી જ પડે છે, એમની દીકરી આટલી સમજદારી ભરી વાતો કરતી જોઈ એમને પૂજા પર ગર્વ થાય છે, બન્ને બાપ દીકરી એકબીજાને જય શ્રી કૃષ્ણ કહી ને સુવા જાય છે.
પૂજા નો એના રૂમમાં એના પ્રેમી એના કૃષ્ણ સાથે સંવાદ:
કાના આજ શિવ સાથે વાતો કરી એમાં મને તારો અંશ દેખાયો, એના રૂપ મા તારી ઝાંખી દેખાઈ, એની આંખોમાં તારી પ્રીતિ દેખાઈ, ખબર નહિ કેમ જેટલી આત્મીયતા તારી સાથે છે એટલોજ આત્મીય કેમ મને શિવ લાગ્યો, તે મારા નસીબમાં શું લખ્યું છે એ તો તનેજ ખબર છે. જેવી તારી મરજી તે જે વિચાર્યું હશે એ સારું જ હસે. ચલ હવે સૂઈ જઈએ સવારે ઓર્ડર પર જવું છે. ને હજુ શિવ નો જવાબ પણ આવવાનો છે જાઉ તો ખરી તે શું લખ્યું છે મારા ભાગ્યમાં. જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
ક્રમશ:
શું લાગે છે મિત્રો શું હસે શિવનો જવાબ, શું લખ્યું છે કૃષ્ણ એ બંનેના નસીબ માં જાણવા માટે આવતા ભાગમાં મારો સાથ જરૂર આપજો.
તમારા અભિપ્રાય કોમેંટ્સ કરી ને જણાવજો જરૂરથી.
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏