riya shya - 21 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 21

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 21

ભાગ - 21
આપણે આગળના ભાગમાં જાણ્યું કે,
છેલ્લી રીંગે શ્યામે ફોન ઉઠાવ્યો છે.
રીયા બિલકુલ શાંત થઈ, વેદ અને શ્યામ વચ્ચે જે વાત થાય તે સાંભળવા અને શ્યામની હકીકત જાણવા અધ્ધર જીવે બેઠી છે.
શ્યામ : હલો
શ્યામનો અવાજ સાંભળતાજ, વેદના પૂરા શરીરમાં એક હળવી કંપારી છુટી જાય છે.
તેમજ થોડીવાર માટે, શ્યામના હલો નો રીપ્લાય આપવા વેદના મોઢેથી શબ્દો નથી નીકળી રહ્યા.
શ્યામના વિચારોમાં શૂન્યમનસ્ક થઈ વેદ, પલંગ પર પડેલ ફોન સામે, અને એજ વેદ જેવી સ્થિતિમાં રીયા વેદ સામે જોઈ રહી છે.
શ્યામના હલો નો વેદ તરફથી કોઈ રીપ્લાય નહીં આવતાં
ફરી શ્યામ...
શ્યામ : હલો વેદ, મારો અવાજ તો આવે છે ને તને ?
વેદ થોડો સ્વસ્થ થઈ...
વેદ : શ્યામ, તારા બોલેલા શબ્દો તો મને સંભળાય છે યાર, પરંતુ, તારા દિલની વાત હું ન સમજી શક્યો.
શ્યામ : શુ થયુ વેદ ? તુ શુ કહેવા માંગે છે ?
વેદ : શ્યામ, તું તો મારો સાચો ને પાક્કો મિત્ર બની શક્યો, અને એનું ઉદાહરણ પણ તે આપી દીધું.
પરંતુ, હું તારો સાચો દોસ્ત ન બની શક્યો.
શ્યામ : વેદ, શું બોલે છે તુ ? અને એ પણ આજે અને આ સમયે.
વેદ : શ્યામ, હું તારા દિલની વાત જાણી ન શક્યો, અને જાણી તો પણ..
વેદની વાત કાપતાં વચ્ચેજ શ્યામ.
શ્યામ : વેદ, તુ શું બોલે છે આ ?
શું થયું છે તને ?
કંઈ ખબર પડે તેવું બોલ યાર.
વેદ : શ્યામ, હું તને સોગન લેવાનું તો નહીં કહું,
કેમકે,
મને વિશ્વાસ છે કે, હું તને કંઈ પણ પૂછું, એનો તુ સાચો જવાબજ આપવાનો છે.
ભલે તારો સ્વભાવ ગુસ્સાવાળો છે, પરંતુ હું જાણું છું કે, લગભગ સાચું બોલવાવાળા થોડા ઉગ્ર હોય છે.
શ્યામ : વેદ, મારી તારીફ કરવાનું બંધ કરી, તુ મેઇન વાત કર યાર.
આજનો અત્યારનો તારો આ સમય, આ બધી વાતો કરવાનો નથી.
એવું તો શું થયું ?
કે તારે મને અત્યારે ફોન કરવો પડ્યો.
અને વેદ, જો ચાલે એવું હોય તો, આપણે બે-ચાર દિવસ પછી રૂબરૂ મળી વાત કરીશું યાર.
કેમકે...
અત્યારે તો તારે રીયાને સમય આપવાનો હોય, રીયા સાથે વાત કરવાની હોય.
વેદ : શ્યામ બે-ચાર દિવસ ની વાત કરે છે તુ, બે ઘડી પણ હવે હું લેટ થાવું, તો ચાલે તેમ નથી.
હું તને જે પૂછું, તેનો તુ ખાલી મને જવાબ આપ.
શ્યામ : હા પૂછ, હું તારી બધી વાતનો જવાબ આપું છું, પણ...વેદ, રીયા ક્યાં છે ?
વેદ રીયા સામે જોતા, રીયા મારી પાસેજ બેઠી છે, અને ફોન પણ સ્પીકર પર છે.
વેદના મોઢે ફોન સ્પીકર પર છે , અને રીયા પણ બાજુમાંજ બેઠી છે તેવું વાક્ય સાંભળતાજ શ્યામ ચોંકે છે.
શ્યામ વેદને એક મિનિટ ફોન ચાલુ રાખવાનું કહી,
વિચારે છે કે...
વેદને અત્યારે એવી કઈ વાત જાણવી છે કે, રીયા પણ બાજુમાં છે, અને ફોન પણ સ્પીકર પર રાખ્યો છે.
શ્યામને ચિંતા એ વાતની છે કે, જે પોતે પોતાની કિડનીનું દાન કરી રહ્યો છે, અને એ પણ વેદની જિંદગી માટે અને પાછું, દાન પણ એવી વ્યક્તિને કરી રહ્યા છે કે, જે વ્યક્તિને શ્યામ, તેના પિતા પંકજભાઈનાં જેટલીજ ઈજ્જત અને માન આપે છે. શ્યામને ચિંતા એ વાતની છે કે,
શ્યામ આ બધી વાત, કિડની અપાઈ ન જાય ત્યાં સુધી તે છૂપાવવા માગે છે.
કેમકે...
આ વાતતો શ્યામે હજી, તેના પપ્પાને પણ નથી કરી.
એટલે એને બીક એકજ વાતની છે કે, કદાચ વેદ ફોનમાં એવું કંઈ પૂછી લે, અને રીયાને આ બધી વાતની ખબર પડી જશે તો ?
છતાં શ્યામ સ્વસ્થ થઈ...
શ્યામ : હલો વેદ, બોલ યાર
તારે શું પૂછવું છે ?
વેદ : શ્યામ રીયા માટે, કે રીયા વિશે,
તારા મનમાં, તારા વિચારોમાં શું હતું ?
રીયાને લઈને તારું ભવિષ્યનું કોઈ સપનું હતું ?
અને જો હતું તો કેવું હતું ?
શ્યામને તો અત્યારે વેદની આ વાતથી થોડી નવાઈ લાગે છે, પરંતુ, તુરંત...
શ્યામ : કેમ શું થયું ?
વેદ : મારે આ વાતનો, તારા મોઢે અને અત્યારેજ જવાબ જોઈએ છે શ્યામ.
તુ વાત લાંબી ખેંચીશ, તો મારી પાસે તો સમય છે, તારી પાસે સમય નથી.
હમણાં ડોક્ટર આવી જશે, તો આપણી વાત અધૂરી રહી જશે.
માટે તુ જે હોય તે મને સાફ-સાફ કહી દે.
ડોક્ટરનું નામ સાંભળતા જ...
અત્યાર સુધી ચૂપચાપ શ્યામ અને વેદ વચ્ચે થઇ રહેલી વાત સાંભળી રહેલી, અને એ વાતને સમજવાની કોશિશ કરી રહેલી રીયા... અચાનક વેદને
રીયા : વેદ શ્યામ ક્યાં છે ?
શું થયું છે એને ?
કેમ એની પાસે સમય નથી ?
વેદ કંઈ જવાબ આપે એ પહેલા તો રીયા, ડાયરેક્ટ ફોનમાં શ્યામને...
રીયા : શ્યામ ક્યાં છે તું ?
અને આ વેદ ડોક્ટર ડોક્ટર કેમ કરે છે ?
અહીં વેદ ચૂપ છે.
ત્યાં શ્યામ પણ થોડીવાર માટે શું બોલવું ?
એના ટેન્શનમાં ચુપ છે.
એનો પણ અવાજ નથી આવી રહ્યો.
પરંતુ વેદ અને શ્યામને ચિંતાગ્રસ્ત જાણી...
રીયા : વેદ, શ્યામ તમે લોકો મારાથી શું છૂપાવી રહ્યા છો ?
જે વાત હોય તે, મને હમણાંજ જણાવો.
વધું ભાગ 22માં
શુભેચ્છા
માતૃભારતીની પુરી ટીમ અને માતૃભારતી સાથે જોડાયેલ તમામ લેખક અને વાચક વર્ગને
આવી રહેલ શુભ દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ
ઈશ્વરને પ્રાથના કે સમગ્ર સૃષ્ટિ પર એમની કૃપા વરસાવે, દરેકનું જીવન આનંદમય અને નિરોગી થાય.
તેમજ ધંધા રોજગારમાં ઉત્તરો-ઉતર પ્રગતિ થાય એવી શક્તિ અને આશિર્વાદ આપે.
હરેકનું જીવન મંગલમય, હર્યું-ભર્યું અને એકબીજા પ્રત્યે આદરભાવ તેમજ વિશ્વાસમય બની રહે
તેવી ભાવના, કામના સાથે ઈશ્વરને મારી હદય પૂર્વક પ્રાથના.
Happy Divali
Happy New year

શૈલેષ જોશી