અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૯
આરાધ્યાની ઘરે કોઈ આવ્યું. જેનાં લીધે બધાંએ પાછળ ફરીને જોયું. પાછળ ફરતાની સાથે જ બધાંને એક ઝટકો લાગ્યો. પાછળ સુજાતા કોઈ આદમી સાથે ઉભી હતી.
સુજાતાને અજાણ્યાં વ્યક્તિ સાથે જોઈને આદિત્યએ પૂછ્યું, "અરે તું અહીં? ને આ તારી સાથે કોણ છે?"
"આ વ્યક્તિ જ આપણને મારાં અને રાજુના પપ્પા સુધી પહોંચાડશે. આઠ વર્ષ પહેલાં જે થયું હતું. એ આ વ્યક્તિ જાણે છે. આ અરવિંદઅંકલની ઓફિસમાં કામ કરતાં."
"પણ આ વ્યક્તિ સાચું જ કહે છે. એ હું કેવી રીતે માની લઉં?" રાજુએ પૂછ્યું.
"એ સાચું કહે છે રાજુ. કેમકે, હું જ્યારે એ ઓફિસમાં કામ કરતી. ત્યારે આ પણ ત્યાં કામ કરતાં. પછી અચાનક તે દિવસે જે થયું. એ પછી આ પણ ગાયબ થઈ ગયાં હતાં." આરાધ્યાએ કહ્યું.
"જો તારે હજું બીજું સબૂત જોતું હોય્ તો પેલો ફોટો કાઢીને જો. જે મને મારાં ઘરે મળ્યો હતો. એ ફોટોમાં પણ આ વ્યક્તિ છે." સુજાતાએ તે વ્યક્તિ સાચું બોલી રહ્યો છે. તેનું બીજું સબૂત આપતાં કહ્યું.
"પણ તને આ વ્યક્તિ ક્યાં મળ્યો? ને તને અમે અહીં આરાધ્યાની ઘરે છીએ. એવું કોણે કહ્યું?" આદિત્યએ સુજાતાને પૂછ્યું.
"આજે હું સેન્ટ્રલ મોલમાં ગઈ. ત્યારે મને જસવંતઅંકલ મળ્યાં. ત્યારે જ તેમણે મને બધી વાતો કહી. જસવંતઅંકલ જ મને અહીં લાવ્યાં." સુજાતાએ સેન્ટ્રલ મોલમાં જે થયું. એ વિગતવાર જણાવતાં કહ્યું.
*****
આજે ચાર વાગ્યે (સેન્ટ્રલ મોલમાં)
સુજાતાને તેની મિત્ર અદિતિ નો શોપિંગ કરવા જવા માટેનો ફોન આવ્યો, "હેલ્લો, સુજાતા આજે મારી સાથે સેન્ટ્રલ મોલમાં શોપિંગ માટે આવીશ?"
સુજાતાને આમ પણ ઘરે એકલાં કંટાળો આવતો હતો. આથી તેણે એકવારમાં જ મોલમાં જવા માટે હાં પાડી દીધી. સુજાતાને એકલાં શોપિંગ કરવી નાં ગમતું. એવામાં અદિતિએ શોપિંગ માટે ફોન કર્યો. સુજાતાની પોતાની પણ શોપિંગ બાકી હતી. જેથી અદિતિનો પ્રસ્તાવ સુજાતાને ગમ્યો. અદિતિ સાથે જવાથી અદિતિની સાથે પોતાની પણ શોપિંગ થઈ જાત. એટલે સુજાતાએ હાં પાડી દીધી.
ચાર વાગ્યે સુજાતા અદિતિ સાથે સેન્ટ્રલ મોલમાં ગઈ. જ્યાં સુજાતા પોતાનાં માટે કપડાં જોવાં લાગી. ત્યારે તેની નજર જસવંતભાઈ ઉપર પડી. તેમને જોતાં જ સુજાતાને તેની ઘરે મળેલો ફોટો અને રિયલ પિઝ્ઝામાંથી નીચે આવતી વખતે, બેંકની બહાર જે વ્યક્તિ સાથે ટક્કર થઈ. એ યાદ આવ્યું. સુજાતા સીધી જસવંતભાઈ પાસે ગઈ અને પૂછ્યું, "અંકલ તમને તે દિવસે બેંક સામે આપણી ટક્કર થઈ હતી. એ યાદ છે?"
જસવંતભાઈએ થોડીવાર સુજાતા સામે જોયું. પછી કહ્યું, "હાં બેટા, મને યાદ છે. ફરી એકવાર તારો આભાર. તે દિવસે મને સહારો આપી ઉભાં કરવાં બદલ."
"અરે, અંકલ એમાં આભાર નાં હોય. જો ખરેખર તમારે મારો આભાર માનવો હોય. તો તમે મારી એક મદદ કરી આપો." સુજાતાએ કહ્યું.
"હાં, બોલને બેટા. હું તારી શું મદદ કરી શકું?" જસવંતભાઈએ નરમ અને પ્રેમાળ અવાજે કહ્યું.
"અંકલ તમે અરવિંદભાઈને ઓળખો છો ને? અરવિંદ ગુપ્તા." સુજાતાએ કહ્યું.
આજે કેટલાંય વર્ષો પછી અરવિંદભાઈનું નામ સાંભળીને જસવંતભાઈ થોડાં વિચારોમાં ખોવાઈ ગયાં. સુજાતા એક પ્રશ્નાર્થભરી નજરે જસવંતભાઈ સામે જોઈ રહી હતી. આથી જસવંતભાઈએ તેને પૂછ્યું, "તું તેને કેવી રીતે ઓળખે છે?"
"અંકલ, હું બધાંને ઓળખું છું. તમને નહીં ખબર હોય. હું કોણ છું. પણ મેં તમને ઓફિસનાં ફોટોમાં જોયાં હતાં. હું તમને પણ ઓળખું છું. કદાચ આજે ભગવાને જ મને ફરી તમારી સાથે મળાવી છે. જેથી હું મારાં પપ્પા સુધી પહોંચી શકું." સુજાતાએ કહ્યું.
સુજાતાને ઘણું જાણવાનું હોવાથી સુજાતાએ તેમને એક જગ્યાએ બેસી વાત કરવાનું કહ્યું. જસવંતભાઈ અને સુજાતા સેન્ટ્રલ મોલનાં ત્રીજા માળે, બ્લાસ્ટર ફેમિલી સ્પોટ રેસ્ટોરન્ટમાં ગયાં. ત્યાં જઈને સુજાતાએ કહ્યું, "હવે તમે મને આઠ વર્ષ પહેલાં જે થયું. એ બધું કહો. મારે જાણવું છે. મારાં પપ્પા અને અરવિંદઅંકલ ક્યાં છે?"
"તારાં પપ્પાને કિશનભાઈએ અમદાવાદમાં એક ગોડાઉનમાં કેદ કરીને રાખ્યાં છે. અરવિંદભાઈ રાજકોટ તેનાં બીજાં બંગલો પર રહે છે." જસવંતભાઈએ કહ્યું.
"પણ અરવિંદઅંકલ એ રીતે રાજુને છોડીને શાં માટે ગયાં? અને મારાં પપ્પાને કિશનઅંકલે શાં માટે કેદ રાખ્યાં છે? તેને આ બધું કરવાથી શું મળવાનું?" સુજાતાએ બધું જાણવાની તાલાવેલી બતાવતાં પૂછ્યું.
"બિઝનેસ અને રૂપિયા, કિશનભાઈએ એક રાતે ઓફિસની પાર્ટીમાં તારાં પપ્પા પર અરવિંદભાઈની પત્નીની છેડતીનો આરોપ લગાવી તેમને ઓફિસમાંથી કઢાવી મૂક્યાં.
"પછી તે બધી હકીકત કોઈને જણાવે નહીં. એ માટે કેશવ નામનાં આદમીને કહીને અમદાવાદમાં જ એક ગોડાઉનમાં કેદ કરી દીધાં.
"ત્યારબાદ અનુરાધાબેન કિશનની હકીકત જાણી ગયાં હોવાથી તેમને પણ માંરી નાખ્યાં." જસવંતભાઈએ કહ્યું.
"પણ આટલું બધું થયાં પછી પણ અરવિંદઅંકલનું રાજુને એકલાં મૂકીને, અહીંથી તેનાં બીજાં બંગલે રાજકોટ જતું રહેવું. એ મને સમજમાં નાં આવ્યું. જો કિશનઅંકલ અનુરાધાઆંટીને મારી શકે, તો રાજુને પણ મારી શકે ને?" સુજાતાએ બધું સાંભળ્યાં પછી અંદાજ લગાવતાં કહ્યું.
"નહીં, કિશનને અરવિંદભાઈની બધી મિલકત જોઈએ છે. જે અરવિંદભાઈ અને રાજુને મારવાથી નહીં મળે. જેનાં લીધે અરવિંદભાઈને બધી જાણ થતાં, તેઓ રાજકોટ જતાં રહ્યાં.
"જેથી જ્યાં સુધી રાજુ બિઝનેસ સંભાળતાં શીખી નાં જાય. ત્યાં સુધી તે સુરક્ષિત રહે." જસવંતભાઈએ સુજાતાને સમજાવતાં કહ્યું.
બધી વાત કર્યા પછી જસવંતભાઈને અચાનક એક વિચાર આવ્યો. તેમણે સુજાતાને કહ્યું, "આપણે માત્ર માધવભાઈ અને અરવિંદભાઈને જ બચાવવાનાં નથી. હજું પણ એક વ્યક્તિ છે. જેને કિશનથી ખતરો છે. તેને પણ આપણે બચાવવાની છે."
"અંકલ, તમે કોની વાત કરી રહ્યાં છો?" સુજાતાને કાંઈ સમજમાં નાં આવતાં તેણે જસવંતભાઈને પૂછ્યું.
"અરવિંદભાઈની ઓફિસમાં કામ કરતી આરાધ્યા. તેને પણ આપણે બચાવવાની છે. કિશન તેને પણ પોતાનો શિકાર બનાવી, તેને મારવાની તૈયારી કરી બેઠો છે." જસવંતભાઈએ કહ્યું.
"તમે ઓફિસના ફોટોમાં કિશનઅંકલ સાથે એક સ્ત્રી હતી. તેની તો વાત નથી કરી રહ્યાં ને?" સુજાતાએ પૂછ્યું.
"હાં, બેટા. હું તેની જ વાત કરી રહ્યો છું." જસવંતભાઈએ કહ્યું.
"અંકલ, તમને આટલી બધી ખબર હતી. છતાં તમે અત્યાર સુધી કોઈને શાં માટે કાંઈ કહ્યું નહીં?" સુજાતાએ પૂછ્યું.
"બેટા, ભગવાન જે કરે એ સારું જ કરતો હોય છે. મને બધી ખબર હતી. હું અરવિંદભાઈનાં કહેવાથી ચૂપ હતો.
"પણ બેટા હવે બધી હકીકતની તને ખબર પડી જ ગઈ છે. તો હવે એ સમય આવી ગયો છે કે, આપણે મળીને બધાંને એક કરવાનાં છે." જસવંતભાઈએ કહ્યું.
"અંકલ પહેલાં તો આપણે આદિત્ય અને રાજુને બધું જણાવવું પડશે. પછી જ આગળ કાંઈ કરી શકાશે."સુજાતાએ કહ્યું.
"તો ચાલ, આપણે અત્યારે જ તેમને બધી વાત જણાવી દઈએ. હવે આપણી પાસે વધું સમય નથી.
"કિશને ફરી કલ્પેશભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા માંગ્યા છે. હવે કદાચ એ આરાધ્યાને મારી અહીંથી ભાગવાની તૈયારીમાં જ હશે." જસવંતભાઈએ ઉતાવળ દર્શાવતાં કહ્યું.
"અંકલ, તમને કેમ ખબર કે, કલ્પેશઅંકલે કિશનઅંકલને પાંચ લાખ રૂપિયા આપ્યાં છે?" સુજાતાએ પાંચ લાખ શબ્દ પર ભાર આપીને પૂછ્યું.
"તને હજું એક વાતની ખબર નથી. અરવિંદભાઈ જ્યારે અહીંથી ગયાં. ત્યારે મને એક જવાબદારી સોંપીને ગયાં હતાં કે, અહીં જે કાંઈ પણ થાય તેની દરેક બાબતની જાણકારી મારે રાખવાની. જેનાં લીધે આઠ વર્ષથી હું આ કામ કરું છું.
"તેમનાં ગયાં પછી અહીં જે કાંઈ પણ થયું. એ બધી બાબતની મને જાણકારી છે. માત્ર કિશનભાઈ શું કરે છે? એજ નહીં. તમે લોકો શું કરો છો? એ પણ મને ખબર છે.
"તારું અને રાજુનું આદિત્ય સાથે તારાં ઘરે જવું, તને ફોટો મળવો., ચોકીદારનું મર્ડર થવું, આદિત્યનું બેહોશ થવાનું નાટક કરવું અને-"
જસવંતભાઈ આગળ કાંઈ બોલે એ પહેલાં જ સુજાતાએ તેમને અટકાવીને પૂછ્યું, "આદિત્યનું બેહોશ થવાનું નાટક! એ હું સમજી નહીં. તે હકીકતમાં બેહોશ થયો હતો. તો નાટક કેમ?"
"આદિત્ય ત્યારે તેનાં પપ્પા સાથે મળેલો હતો. તેણે જ ચોકીદારને મારી, બેહોશ થવાનું નાટક કર્યું હતું. જેથી તને તારાં પપ્પા સુધી પહોંચવાનું કોઈ સબૂત નાં મળે." જસવંતભાઈએ કહ્યું.
"તેનો મતલબ એ કે, ત્યારે મને ફોટો મળ્યો. એ જાણ આદિત્યને પણ હતી?" સુજાતાએ આંખો પહોળી કરીને પૂછ્યું.
"હાં, પણ હવે એ તમારો સાથ આપે છે. હવે તેને તેનાં પપ્પાની હકીકત ખબર પડી ગઈ છે. તેણે રાજુને પણ બધું કહી દીધું છે. અત્યારે તે અને રાજુ આરાધ્યાની ઘરે પણ પહોંચી ગયાં હશે." જસવંતભાઈએ કહ્યું.
"તો તેમને બધી જાણ હોવાં છતાંય મારાથી છુપાવ્યું?" સુજાતાએ એક નિઃસાસો નાંખતા કહ્યું.
"અત્યારે એ બધી વાતોનો સમય નથી. તેમણે તારાથી છુપાવ્યું છે. તો એ પાછળ કોઈ કારણ તો હશે જ. તો ચાલ આપણે અત્યારે આરાધ્યાની ઘરે જઈએ. ત્યાં જાશું એટલે બધી ખબર પડી જાશે." જસવંતભાઈએ સુજાતાને સમજાવતાં કહ્યું.
બંને મોલમાંથી આરાધ્યાની ઘરે જવા નીકળ્યાં. બધી વાત પૂરી થતાં, રાતના આઠ વાગી ગયા હતાં. સુજાતાએ કમલાબેનને ફોન કરી જણાવી દીધું કે, તેને આવવામાં હજું મોડું થશે. એટલામાં અદિતિ ત્યાં આવી. સુજાતાએ તેને કોઈ કામથી બહાર જવાનું છે, તો પોતે ઘરે ચાલી જાય, એમ કહી દીધું.
અદિતિનાં જતાંની સાથે જ સુજાતા જસવંતભાઈ સાથે આરાધ્યાની ઘરે જવા નીકળી.
*****
રાતનાં અગિયાર વાગ્યે (આરાધ્યાની ઘરે)
"તો આમ મને જસવંતઅંકલે બધી વાતો કહી. તેઓ જ મને અહીં લઈને આવ્યાં." સુજાતાએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું.
"તો હવે આપણે શું કરશું? કિશનઅંકલને રોકવા માટે કાંઈ તો કરવું જોશે ને?" રાજુએ કહ્યું.
"હવે આગળ શું કરવું? એ તમને તમારાં પપ્પા જ જણાવશે. તમારે અત્યારે જ રાજકોટ જવા નીકળવું પડશે. મેં તેમને બધી જાણ કરી દીધી છે. તેમણે જ તમને ત્યાં બોલાવ્યાં છે." જસવંતભાઈએ રાજુને કહ્યું.
જસવંતભાઈએ રાજુનાં રાજકોટ જવાની બધી વ્યવસ્થા અગાઉ જ કરી રાખી હતી. જસવંતભાઈનો આદેશ મળતાં એક કાર આવી, ને રાજુ તેમાં બેસી રાજકોટ જવા નીકળી ગયો.
રાજુના ગયાં પછી જસવંતભાઈએ આદિત્ય અને સુજાતાને કહ્યું, "આજે કિશનનો પ્લાન નિષ્ફળ ગયો છે. તો એ હવે કાલે પોતાનું કામ કાંઈ પણ કરીને પૂરું કરીને જ રહેશે.
"તો આદિત્ય, તારે તારાં પપ્પા ઉપર નજર રાખવાની છે. તે જેવાં આરાધ્યાની ઘરે આવવા નીકળે, એવી જ તારે મને અને સુજાતાને જાણ કરી દેવાની છે."
"ઠીક છે, અંકલ. હું પપ્પાની બધી હરકતો ઉપર ધ્યાન રાખીશ. હવે હું તેને કોઈપણ ખોટું કામ કરવાં નહીં દવ." આદિત્યએ જસવંતભાઈને ભરોસો અપાવતાં કહ્યું.
આદિત્યને તેનાં પપ્પા ઉપર નજર રાખવાનું કહી, જસવંતભાઈ તેનાં ઘરે જવા નીકળી ગયાં. ને સુજાતાને આદિત્ય તેની ઘરે મૂકીને, પોતાની ઘરે ગયો.
(ક્રમશઃ)