Premdiwani - 14 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | પ્રેમદિવાની - ૧૪

Featured Books
Categories
Share

પ્રેમદિવાની - ૧૪

મીરાંએ અમનને બેસાડીને કહ્યું, 'તું મારા મનને જીતી ગયો છે, મારા મનમાં તું એક અલગ જ સ્થાન જન્માવી ચુક્યો છે, મારા દરેક ધબકારે તને જે મેં સોગંધથી બાંધ્યો હતો એ મેં તારી વેદના અનુભવી છે. મને તારા પ્રેમનો સ્વીકાર છે.' એકદમ શાંત અને નરમાશથી પ્રેમ સભર અવાજે મીરાં અમનની આંખમાં આંખ મેળવી અમનને પોતાની લાગણી જતાવી રહી હતી.

મીરાં મનમાં રહેલ અમન માટેનો પ્રેમ એકચિત્તે સહર્ષ અમનને જણાવી રહી હતી અને અહીં અમનનો ગુંગળાયેલ જીવ જાણે સંપૂર્ણ રીતે બંધન મુક્ત હોય એમ એ અનુભવી રહ્યો હતો. અમનની આંખ જાણે આ સમયને થંભાવી રાખવા જ ઈચ્છતી હતી. અમનને અચાનક જ મળેલ ખુશી એટલી હદે ખુશ કરી ગઈ કે અમન એક કાલ્પનિક દુનિયામાં પહોંચી ગયો હોય એવું એ મહેસુસ કરવા લાગ્યો હતો.

મીરાં શબ્દો દ્વારા અમનને પોતાની લાગણી હજુ જણાવી જ રહી હતી ત્યાં અમને એને વચ્ચે અટકાવતા એ બોલ્યો, 'બસ મીરાં હું તો અનુભવતો જ હતો કે તું મને મનોમન પસંદ કરે જ છે, આજ તે મારા જ પ્રેમનો નહીં પણ આપણા પ્રેમનો સ્વીકાર કર્યો છે. મીરાં I Love You.'

મીરાંએ પણ આજ મંદિરના પટાંગણમાં બંનેના મનમાં રહેલ પ્રેમને સ્વીકારતા આજ એના પ્રતિઉત્તરમાં ઘીમાં પણ મક્કમ સ્વરે કીધું, 'અમન I Love You too..' આખી વાત મીરાં અમનના આંખને વાંચી રહી હતી. પણ હવે એ શરમના સંકોચથી પોતાની નજર નીચી કરીને મંદ મંદ હસી રહી હતી.

અમન મીરાંના પ્રતિઉતરથી એટલો ખુશ થયો કે જાણે આજ માતાજીએ એને જિંદગીની બધી જ ખુશી આપી દીધી હોય.

અમન અને મીરાંની વચ્ચે થયેલ સંવાદને દૂર બેઠો પ્રથમ નિહાળી રહ્યો હતો. પ્રથમને પણ અંદાજ આવી જ ગયો હતો કે મેં જે વિચાર્યું હતું એ સાચું જ પડ્યું...

આજ પ્રેમની જીત થઈ હતી મંદિરના પટાંગણમાં,
મીરાં અમનની બની ચુકી હતી મંદિરના પટાંગણમાં,
આજ વિધાતાના લેખ ખરા થઈ રહ્યા હતા મંદિરના પટાંગણમાં,
દોસ્ત! અંતે પ્રેમનો સ્વીકાર થયો જ મંદિરના પટાંગણમાં.

મીરાં અને અમન આજ ખુબ જ સંતોષ સાથે પોતપોતાને ઘરે ગયા હતા. બંનેના મન ખુબ જ શાંત હતા.

મીરાં કોઈ પણ બહાને અમનને થોડા સમય પૂરતી મળી આવતી હતી. આ મુલાકાતમાંએ બંને એકબીજાને ભેટ, ચોકલેટ, ફૂલ, એવું કંઈકને કંઈક આપી પોતાના પ્રેમને ગાઢ બનાવી રહ્યા હતા. મીરાની સ્કૂલ ચાલુ જ હતી આથી અઠવાડિયાની રજા કેમ પતિ ગઈ એ મીરાંને ખબર જ ન પડી.

મીરાં પોતાના ફઈને ત્યાંથી પણ હવે ક્યારેક અમન જોડે ફોન પર વાત કરી લેતી હતી. આમને આમ 12th પણ પતિ ગયું અને કૉલેજ પણ શરૂ થઈ ગઈ હતી. અને મીરાંને પોતાને એમ થયું બંનેના પ્રેમને પોતાનો પરિવાર સ્વીકારશે એ આશા પણ બંધાય રહી હતી, એનું મુખ્ય કારણ એ હતું કે અમનના મોટા ભાઈના લગ્ન પણ હિન્દૂ સમાજની છોકરી સાથે જ થયા હતા. અમનના ભાઈના લગ્ન થયા ત્યારે મીરાંને એ વાતનો પણ ખ્યાલ આવ્યો કે અમનના પરિવારમાં એમના કુટુંબમાં બીજા ૬ ભાભીઓ પણ હિન્દૂ જ છે. અમન પાસેથી આ વાત જાણી મીરાં એવું જ માની ચુકી હતી કે પોતાના પ્રેમનો સ્વીકાર માતાપિતા કરશે જ.. બહુ આશા બાંધીને મીરાં આગળ વધી રહી હતી.

સમયનું ચક્ર ખુબ ઝડપથી વહી રહ્યું હતું. ખુશીનો સમય આમ પણ ઝડપી જ વહી જાયને!...

સમય એનો ભાગ ભજવી રહ્યો હતો કે નિયતિ એના લેખ,
પણ પ્રેમ તો અમન અને પ્રેમદિવાની મીરાંનો વહી રહ્યો તેજ!

મીરાં અને અમનના પ્રેમને એક નવો વણાંક પ્રથમની મિત્રતાથી જ મળ્યો હતો. અને હવે એ પ્રથમ જ બંનેના પ્રેમને જુદો પાડવામાં ભાગ ભજવાનું મુખ્ય કારણ બનવાનો છે.

શું મીરાં અને અમનનો પ્રેમ પાંગરતો અટકશે?
શું એવું થશે કે પ્રથમ મીરાં અને અમનના પ્રેમને અડચણ પહોંચાડશે?

જાણવા વાંચતા રહો 'પ્રેમદિવાની'....