kapati shishy - 1 in Gujarati Mythological Stories by પટેલ મયુર કુમાર books and stories PDF | કપટી શિષ્ય - ભાગ 1

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

કપટી શિષ્ય - ભાગ 1

થોડા સમય પહેલાંની વાત છે. સાબરમતી નદીના પટમાં ઋષી શ્રી સોન મુનિ નો આશ્રમ હતો . આ ઋષિ ખૂબ જ પ્રભાવી વ્યક્તિ ધરાવતાં હતાં . સાથે સાથે તેમની પાસે અદ્ભૂત જ્ઞાન તેમજ ખૂબ જ શક્તિશાળી હતાં . આ શક્તિ નાં કારણે ઘણી વખતે તો મોટા મોટા રાજાઓ પણ તેની મરજી વગર પાણી પણ ગ્રહણ કરતા હતાં નહીં . આ પરથી આપણને આ ઋષિ નાં વ્યક્તિત્વની ઝાંખી મળી રહે છે . આ ઋષિ ને ચાર શિષ્યો હતાં જે પણ પોતાના ગુરુની જેમ ખૂબ જ પ્રભાવી તેમજ જ્ઞાની વ્યક્તિ ધરાવતા હતાં.આ શિષ્યોંમા વ્યોમ અને પ્રભાસ તથા મૂંનીર ગુરૂની અજ્ઞાનાં ચુસ્ત પાલક જ્યારે કમ્ડક એવો ન હતો .આ ચાર શીષ્યોંમાંથી ત્રણ શિષ્ય તો ગુરૂ ની આજ્ઞાને ખૂબ જ માન આપતાં હતા. અનેં પોતાના ગુરુને થોડુ પણ દુખ થાય આવુ કર્મ કરવા માંગતા ન હતાં.પણ કહેવાઈ છે ને કે "દિવા પાછળ અંધારૂ" આ વાક્ય મુજબ ચોથો શિષ્ય ખૂબ જ ખરાબ પ્રકૃતિ નો તેમજ લોભી માનસ વાળો હતો . જેથી તે ગુરુ પાસે જ્ઞાન મેળવવાની સાથે સાથે બીજી ઘણી ખરાબ પ્રવૃતિ તરફ મન રત રહેતું જેમકે તેં સતત દારૂ પીવાના વિચાર કર્યા કરતો આ સાથે તેં સતત પર સ્ત્રીને કામવાચાના ની નજરે જોતો હતો . પણ આ પ્રવૃત્તી કરી શકાઇ નહીં કેમકે ગુરુની આજ્ઞા વગર કાંઇ થઈ નઇ શકે. આથી તેં ગુરૂજી આ ચોથા શિષ્ય જેનું નામ કમ્ડક હતુ તેંને મનમાં ગુરૂ તરફ ઘણો જ ક્રોધ ભાવ હતો. કમ્ડક ગુરૂ ને મારીને તેની ગાદી લઇ તેનાં પર બેસી પાપ કરવા માંગતો હતો.તેથી સારા એવાં સમયની રાહ જોઇ રહ્યો હતો.તેને આ વાતની ખબર હતી કે ગુરૂ ને મારવા માતેં ગુરૂ સાથે વીશ્વાસઘાત જ કરવો જોશેં. આમ ગુરૂ ને મારવા અશક્ય છે કેમકે ગુરૂ પાસે જે શક્તિ છે તેનાથી કમ્ડક ઍક પળમા આ દુનિયામાંથી વિદાય લાઇ શકે છે. હવે ગુરુને મારવા માટે સારા મોકાં ની તલાશમાં હતો. આસો મહિનાની અમાવાસ આવી રહી હતી. આ રાત્રે ગૂરૂ એકલા જંગલ મા જઇ પોતાના ઇષ્ટદેવ એવાં ભોળા નાથને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. આ રાત્રે ગુરૂ એકલા તો હોઇ સાથે સાથે ઇષ્ટદેવ ની પૂજામાં બેઠા બાદ તેને આજુબાજુ પણ ધ્યાન નાં રહેતું આથી કમ્ડકને ગુરૂને મારવા માટે આ દિવસ ખૂબ જ યોગ્ય લાગ્યો . આ દિવસ કાલે હતો . હવે અમાવસની તૈયારી આશ્રમમા ખૂબ જ ઘૂમઘામથી થઈ રહી હતી પણ કોણે જાણે કે મોડી રાત્રે ગુરુની સાથે શુ થવાનું છે. હવે આજે અમાસની સાંજે આશ્રમ ની બધી પૂજા વ્યવસ્થા પતાવ્યા બાદ ગુરુજી જંગલમા ઇષ્ટદેવ શ્રી શિવની આરાધનામા લાગી જાય છે.એવામાં કમ્ડક હાથમાં તલવાર લઇને આવે છે અને ગુરુનું ગળું ધડથી જુદું કરી નાખે છે. આ બધુ ચિત્ર ગુરુની પાછળ છુપાઈ -છુપાઈને આવેલો મુનીર જોઇ જાય છે. તે કમ્ડકની પાસે જઇને તેને કહે છે આ તેં શુ કર્યું હુ વાત આશ્રમમાં બધાને કહીશ આટલુ સાંભળતા તો કમ્ડક તલવારથી મુનિર નું ગળું કાપી ને ડુંગર પર જઇ ભેખડ પરથી નીચે ફેંકી દેઇ છે. ત્યારબાદ આજ રીતે આશ્રમની ગાદી મેળવવા બાકી બંને સાથી મિત્રોને પણ મારી નાંખે છે . આમ હવે કમ્ડક આશ્રમમાં ગાદિપતિ બની જાય છે . હવે કમ્ડક ને જેવી આશા હતી . તેં બધુ હવે તેં કરી શક્તો હતો . તેને હવે આશ્રમ માં બધા જ પ્રકાર નાં પાપાચારમા ખૂબ જ વધરો કાર્યો હતો. તેં હવે દારૂ નું વ્યસન કરતો હતો સાથે સાથે આશ્રમની ઘણી સાધ્વીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતુ.તેં હવે કોઈનું પણ માનતો ન હતો અનેં આમ કરવામાં જે કોઈ આડું આવતું તેનો તેં જીવ લઈ લેતો હતો. હવે કમ્ડકે આશ્રમની કોઈ પણ સાધ્વી સાથે રાત ન ગુજારી હોઇ તેવું ન હતુ . તેથી તેને હવે કોઈ બહારની સ્ત્રી ભક્તો સાથે રાત ગુજારવાની આશા હતી .તેથી તેં આ માટે પોતાના આશ્રમના બધા જ સાધુ - સાધ્વીને આ કામ કરવાનું ચોપે છે અને જો કોઈ ન માને તો તેને મારી નાખવાની ધમકી આપે છે. આથી કોઈ તેની સામે બોલવાની હિમંત તો શુ વીચાર પણ કરી શક્તો નહીં.પણ ઍક સાધુ જે ખૂબ જ સારી વિચાર શક્તિ ધરાવતો હતો તેં કમ્ડક ને પાઠ ભણાવવા માટે આગળ આવે છે. આ સાધુ શિવન ઋષિ તેમણે વિચાર કર્યો કે પહેલા કોઇ મહિલા પોલીસને આ વાતની માહીતી ત્યારબાદ તેની સાથે મળી આનો લોકો સામે ખુલાસો કરીએ જેથી લોકો તેના ડર થી બહાર આવી જાય તે પોતાના વિચાર મુજબ નજીક નાં પોલીસે સ્ટેશન મા જઇને આ વિશે પોલીસે કોન્સ્ટેબલને કહે છે આ વાત મહિલાના સન્માન ની હોવાથી મહિલા પોલીસે આવવાની તરત જ હ પાડી દીઘી અને શીવન ઋષિએ કમણ્ડક પાસે સાદા ડ્રેસમા તૈયાર થઇ આવવા માટે કહે છે અને તે બન્ને કમ્ડકને પકડવા યોજના પણ ઘડે છે. આથી સાંજના 12 વાગ્યે પોતાની યોજના મુજબ તે કોન્સ્ટેબલને કમ્ડક સામે લાવે છે. આ જોતાં કમ્ડક તેણીની સુંદરતા જોઇ આકર્ષાય છે અને તેનો હાથ પકડી ખરાબ વ્યવહાર કરે છે. આથી મહિલા કોન્સ્ટેબલે તેની ધરપકડ કરી ને સબુત માટે ટેબલ પર મુકેલા કેમેરામાં આ બધા દ્રશ્યો કૈદ થઈ જાય છે. આ દરષ્યોં ગામનાં લોકોને બતાવતાની સાથે ગામનાં લોકો તેને ખૂબ મારી ને ગામની બહાર મુકી આવે છે. આમ ઍક વાર ફરીને આ આશ્રમ માથે ધર્મનું શાસન આવે છે .