જય શ્રી ગણેશાય નમ:
આ રચના મારા પોતાના વિચારો થી લખેલી છે આ કાલ્પનિક છે આ રચના નો કોઈ ની સાથે વાસ્તવિક સંબંધ નથી.
એક દીકરી જેનું નામ છે રચના એના લગ્ન પછી એ દીકરી સાસરે જાય એટલે ઘરની બધી જવાબદારી હવે એની જ એવાત મને થોડી તકલીફ આપે છે જે ઘર આટલા વર્ષો થી જે વ્યક્તિ ચલાવતું આવ્યું છે અચાનક બિલકુલ આ ઘર માટે એ વ્યકિત ની બધી જવાબદારી પૂર્ણ થઈ જાય છે. નવી પરણીને આવેલી પુત્રવધૂ માટે હજુ બધું નવું છે એને તમારા ઘરના રીત રિવાજો રૂઢિ બધું શીખતા હજુ સમય લાગે અને ત્યાં સુધી તમારે ધીરજ થી એને બધું શીખવાડવાનું છે જેના બદલે તમે સંપૂર્ણ જવાબદારી એને આપી દયો એ થોડું અજુગતું લાગે પણ રચના ખૂબ હોશિયાર હતી એ બધી જવાબદારી સારી રીતે નિભાવતી ક્યારેય ફરિયાદ નો કોઈ મોકો ન આપતી.
રચના એ થોડા મહિના પછી સારા સમાચાર આપ્યા કે એના ઘરમાં નવું મહેમાન આવવાનું છે જેથી એની સાસુ ની જવાબદારી કે ફરજ જે ગણો તે રચના પ્રત્યે વધુ હોવી જોઈએ. પણ એના સાસુ ઘણા સમય થી ક્યાંય બહાર ફરવા કે પોતાના ભાઈ ના ઘરે રોકાવવા નો જઈ શકવાથી રચના નાં આવવાથી એ વધુ બધે હરવા ફરવા જાય જ્યારે રચના ઘર સંભાળે ક્યારેક તો તબિયત ખરાબ હોય તો પણ ઘર કામ કર્યા વગર તો ચાલે જ નહીં એટલે ઘણી મુશ્કેલીઓ પડતી છતાં કોઈ પણ ફરિયાદ વગર હમેશા ઘર સાંભળ્યું.
થોડા મહિના પછી રચના એ એક સુંદર બાળક ને જન્મ આપ્યો. રચનાં નાં ઘર માં વર્ષો પછી બાળક આવવાથી બધા ખૂબ જ ખુશ થયા. એ બાળક નાં જન્મ સમયે રચના નાં મમ્મી રસીલા બહેન એમની દીકરી ને સાચવવા અને રચના નાં સાસુ કાશ્મીરા બહેન ઘર કામ કરવા માટે એકલા હોવાથી એમની મદદ કરવા આવ્યા.થોડા દિવસો પછી રચના એના પિયર ગઈ ત્યાં પણ બધાનો સમય બાળક ને આખો દિવસ રમાડવામાં જ પસાર થઈ જાય.
રચના નાં પરિવાર માં સાસરે સાસુ સસરા બે ભાઈઓ અને એક બહેન જેમાં બહેન નાં લગ્ન થઈ ગયા હતા મોટો ભાઈ એટલે રચના નાં પતિ વીરેન્દ્ર અને નાનો ભાઈ રોનિક હજુ કુંવારો હતો હવે રોનિક માટે ઘણી છોકરીઓ જોઈ પછી એક ગામમાં જ રહેતી અને જ્ઞાતિ ની છોકરી સાથે એનું સગપણ નક્કી થયું અને લગ્ન થયા એના લગ્ન પછી ઘર માં ઘણી વાર કોઈ બાબતે બોલવા નું થતું.
રચના નાં દેરાણી ભૂમિ ને પણ લગ્ન ને વર્ષ જેટલો સમયગાળા માં એક દીકરા નો જન્મ થયો હવે બાળકો લઈ ને ઘરમાં વિવાદ વધુ થવા લાગ્યા અને રચના ને ફરી એક વખત એમના જીવન માં નવું બાળક આવશે એવા સમાચાર આપ્યા.
રચના ને આ વખતે એક બાળકી આવી જોકે આ વખતે એ પ્રસૂતિ કરવા એના પિયર આવેલી.
રચના નાં બંને બાળકો પ્રિયાંક અને પ્રીતિ બંને થોડા મોટા થઈ ગયા અને એના દિયર રોનીક ભાઈ નો દીકરો રંગેશ પણ થોડો મોટો થઈ ગયો. આમ બાળકો મોટા થવાથી તેમના રમકડાં કે બીજા અન્ય કારણોસર ઝગડા થવા લાગ્યા જેની અસર આખા ઘરમાં વર્તાય. અમુક દિવસ પછી એક વાર રચના નાં સાસુ એ ઘરના બધા સદસ્યો ને ભેગા કરી અને બે માંથી એક દીકરા ને અલગ રેહવાં જવા જણાવ્યું જેથી દીકરાઓ વચ્ચે મનભેદ થતો અટકે અને ઘર માં થોડી શાંતિ જળવાઇ રહે.
રચના વીરેન્દ્ર અને એમના બે બાળકો પ્રિયાંક અને પ્રીતિ ચારેય અલગ ઘરમાં રહેવા જતા રહ્યા.વીરેન્દ્ર ને જે કંપની માં જોબ હતી એમાં એના સાથે એના સાહેબ સાથે ઘણી વાર બીજા ના કામ ને લીધે એને સાંભળવાનું થતું એટલે એણે ત્યાંથી જોબ છોડી અને બીજે કંપની જોઇન્ટ કરી.
બીજી કંપની માં પેલી કંપની કરતા વધુ સમય લાગે નોકરી માં પરિણામે ઘર થી વેલા જવાનું અને મોડા આવવાનું લગભગ બાર કલાક જેટલો સમય થાય એટલે રચના ને બંને બાળકો સંભાળવાના અને ઘરનું કામ પણ એકલા કરવાનું.
રચના અને પરિવાર ના કેહવાથી એમને ઘર નું ઘર લઈ લીધું એટલે એના હપ્તા કપાય અને ઘરની તમામ જરૂરિયાત અને બાળકો નાના એટલે અવાર નવાર માંદા પડે તો એ ખર્ચ અને રચના ને બાળકો ની જવાબદારી એટલે ઍ પણ જોબ નો કરી શકે તેથી એકના પગાર માં બધો ખર્ચ કાઢવાનો હોવાથી કામ કરાવવા માટે બહેન રાખવા પોસાય નહિ એટલે બધું કામ તે જાતે જ કરતી.
બંને બાળકો અંગ્રેજી માધ્યમ નિશાળ માં ભણવા મૂક્યા એટલે બનને નાં અભ્યાસ માં પણ વધુ પડતું ધ્યાન આપવું પડે અને બાળકો તોફાન પણ કરે એટલે રાત પડે ત્યાં રચના ખૂબ થાકી જાય.
વીરેન્દ્ર જોબ પર થી આવે એટલે એ પણ થાકેલા હોય ક્યારેક રચના એમને બાળકો ના અભ્યાસ માં ધ્યાન આપવાનું અથવા એમના અભ્યાસ ને લગતું કોઈ કામ જેમકે પ્રોજેક્ટ બનાવવો અથવા એમને સવાલ ના જવાબ પૂછવા એવા કોઈ કામ કરવાનું કહે તો એ એમાં ખાસ રસ નો દાખવે અને એનું સંપૂર્ણ ધ્યાન એના મોબાઇલ માં હોય અઠવેમનું કોઈ કામ હોય તો એમાં હોય એમાં ઓછામાં વધુ ક્યારેક તો બાળકો પણ વીરેન્દ્ર પાસે નો ભણે પરિણામે રચના એ રાતે જ્યારે બધું કામ પૂર્ણ થાય ત્યારે અથવા ક્યારેક કામ બાકી રાખીને બાળકો ને પેલા ભણાવે પછી કામ કરે.
બાળકો ને ભણાવવા બાળકો તરફ ધ્યાન આપવું માતા પિતા બનને ની જવાબદારી છે તો એ કોઈ એક ને જ કેમ નિભાવવાની? શું વીરેન્દ્ર જોબ કરી અને પૈસા કમાય એનો મતલબ એવો તો નથી કે ઘરની બીજી બધી જવાબદારી માં એમનો થોડો પણ સાથ નો મળે રચના ને?
રચના ને પણ જોબ કરવી છે પણ બાળકો ની જવાબદારી નિભાવવા ની અને ઘરના કામ ઉપરાંત ઘરમાં કોઈ પણ વસ્તુ લાવવી , બાળકો માંદા પડે તો બધું કામ મૂકી ને એમને દવાખાને લઇ જવા પછી દવાખાને થી આવીને રસોઈ નો બની હોય તો પેલા રસોઈ બનાવવી કપડાં ધોવાનો સમય નાં મળ્યો હોય તો એ ધોવા, વાસણ સાફ કરવા બધું કામ કરવું અને બાળકો ની હાજરી માં પણ રહેવાનું આ બધી જવાબદારી શું રચના ની એક ની જ વીરેન્દ્ર ની જવાબદારી ફક્ત પૈસા કમાવવાની જ છે ?
આ બધી જવાબદારી નિભાવતા રચના ઘણી વાર બીમાર પડતી એને કમર માં દુખાવો થાય ઘણી વાર તાવ આવે તો પણ બધું જ કામ રચના એ જ કરવાનું એમાં પણ એના સસરા જ્યારથી સાથે રહેવા આવ્યા ત્યારથી એમના ભાગ નું કામ પણ વધી જાય રચના નાં સાસુ ક્યારેય રચના ને મદદ કરવા એના ઘરે નો આવે એ ફક્ત ત્યારે જ રચના નાં ઘરે આવે જ્યારે ભૂમિ એમના પિયર ગયી હોય ભૂમિ ને તો ગામમાં જ પિયર હોવાથી દર શનિવાર અને રવિવાર એ એના પિયર રોકાવા જાય જ્યારે રચના ને તો એના પિયર જવામાં સાત થી આઠ કલાક જેટલો સમય થાય એટલે એને વેકેશન પડે ત્યારેજ જઈ શકે એમાં પણ હવે પ્રીતિ એના પપ્પા ને મૂકીને એકલા ક્યાંય જવાની ના પાડે એટલે રચના લગભગ બે વર્ષ થી પિયર પણ નથી ગયી કેમકે વીરેન્દ્ર ને ઓફિસ થી રજા મળે નહિ એટલે એને પિયર જવા પણ નો મળે.
હવે એમાં પણ કોરોના નાં કારણે લોકડાઉન આવ્યું અને ઘર ની બહાર નો જઈ શકવાથી બાળકો આખો દિવસ ટીવી અને મોબાઇલ જોવે આખો દિવસ એમના તોફાન અને કામ થી ખુબ કંટાળી ગઈ રચના. ફરિયાદ કરે તો સંભાળે પણ કોણ ?
મારો સવાલ દરેક પતિ ઓ ને છે શું બાળકો સાચવવા એમને ભણાવવા એ બધી સંપૂર્ણ જવાબદારી એક માતા ની જ છે પિતા નું એમાં કોઈ યોગદાન નહિ ? બાળક બનને નું છે એમનો ઉછેર બનને એ મળીને કરવો જોઈએ.
જો મારી વાર્તા સાચી લાગી હોય તો અભિપ્રાય આપવા વિનંતી અને એમાં કંઈ ખોટું લાગ્યું હોય તો પણ જણાવવા વિનંતી તમારો જે અભિપ્રાય હોય સાચો કે ખોટો બનને જણાવવા. જેથી મને વાર્તા લખવા માહિતી મળે.