પ્રકરણ-13
ઈશિતા બોલી..." I am sorry વિરેન... મારે તમારા બંનેની એકદમ પર્સનલ વાતો આવી રીતે નહોતી સાંભળવી જોઈતી ને....?"
" સાચું કહું ને ઈશિતા તો એક રીતે સારું જ થયું કે તે અમારા બંનેની વાતો સાંભળી લીધી!"
"કેવી રીતે સારું થયું ...? હું કાંઈ સમજી નહીં...."
" સારું જ થયું ને....? નહીંતર મારા અને રુદ્રના માથાનો દુખાવો બની જાત આ ઈશિતા સંઘવી... કેવી રીતે અમે એને સમજાવી શક્યા હોત એ હજી સુધી અમને ખબર નહોતી પડતી..."
" માથાનો દુખાવો....? એટલે કે ...હું ઈશિતા સંઘવી.... તમારા બંનેના માટે માથાનો દુખાવો છું એમ....?"
આમ બોલતી બોલતી ઈશિતા વિરેન ને ધબ્બા મારવા લાગી. અને વિરેન હસવા લાગ્યો...
" Ok... ચાલ હવે... કોલેજ જવાનું મોડું થાય છે બધા રાહ જોતા હશે...."
" હા ચાલ જઈએ...." અને બંને ગાર્ડન માં થી બહાર આવ્યા, વિરેને બાઇક સ્ટાર્ટ કરી અને ઈશિતા તેની પાછળ બેસી ગઈ.
આ વખતે વિરેને જોયું કે ઈશિતા એ તેના ખભા પર હાથ મુકતા ખચકાટ અનુભવ્યો ,ઈશિતા ના મનમાં ક્યાંક તો એવું થતું હતું કે વિરેન ના દિલમાંથી ઈશિતા પ્રત્યેનું માન કદાચ ઓછું થઈ ગયું હોય..... પણ આ વાત ક્લિયર થઈ જવાથી તો વિર ઈશિતાને વધારે ચાહવા લાગ્યો હતો.... તેને આજે ઈશિતા ના દિલ ની સચ્ચાઈ..... તેની ઈમાનદારી..... સબંધો પ્રત્યેની તેની સમજણ ....અને તેની પરિપક્વતા ઉપર માન થયું.
" કેમ કંઈ બોલતી નથી ઈશિતા ? શું વિચારે છે....?"
" એક વાત કહું વિરેન....?"
" હા... બોલને....!!!"
" હું રુદ્ર અને નંદિની વિશે જાણી ગઈ છું..... એવી તું રુદ્ર ને આજે વાત નહીં કરતો.... પણ જ્યારે તને યોગ્ય સમય લાગે ત્યારે કરજે.... અને...."
" Don't worry.... ઈશિતા મને ખબર છે કે તું શું કહેવા માંગે છે. હું યોગ્ય સમયે તેને જણાવી દઉં જ્યારે અમે બંને એકલા હોઈએ ત્યારે એમ જ ને....?"
" ઈશિતાને થયું કે વીર તેને કેટલો બધો સમજે છે....!!!"
અત્યારે બાઈક પર ઈશિતા થોડી પાછળ બેઠી હતી વિરેન જાણીજોઈને સીટ ની પાછળ સરક્યો ,જેથી તે ઈશુ ને ટચ કરીને બેસી શકે .પણ ઈશિતા તો અત્યારે વિચારોમાં ખોવાઈ ગયેલી હોવાથી તેનું ધ્યાન નહોતુ . કોલેજ આવી ઈશિતાને ઉતારી વિરેન બાઈક પાર્ક કરવા ગયો .બધા તેમની રાહ જોઇને ઊભા હતા. હજુ લેક્ચર શરૂ થવાની વાર હોવાથી બધા બહાર જ ઉભા હતા .અત્યારે સિનિયર્સ નવા આવનારા ફ્રેશર્શ ની ફિરકી લઇ રહ્યા હતા.
આગળના વર્ષમાં ભણતા થોડાક મસ્તીખોર અને તોફાની છોકરાઓ નું ટોળું ભેગું થયું હતું .નવી નવી ફ્રેશર્સ ગર્લ્સની મજાક મસ્તી કરી રહ્યું હતું .સ્વાતિ , પ્રિયા ,ઈશિતા અને વિશ્વા તો બધા boys સાથે આવતી હોવાથી તેઓની હિંમત નહોતી થઈ એમની મજાક કરવાની પણ એકલદોકલ આવતી ગર્લ્સ એમના મજાક-મશ્કરી નું કેન્દ્ર બની જતી, અને તેઓ આનંદ ઉઠાવતા.... આ તોફાની અને મસ્તીખોર છોકરાઓનું ટોળું ભલે બધી ગર્લ્સ ની મશ્કરી કરતુ પણ એ મજાક અને મસ્તી નિર્દોષ હતી. તેથી તેનો આનંદ મજાક મસ્તી નો ભોગ બનેલા પણ ઉઠાવતા હતા, તે જોઈને રુદ્ર અને વિરેન પણ હસવા લાગ્યા....
તોફાની ટોળકી માંથી એક છોકરો બોલ્યો.... " હવે આ ગેટમાંથી જે પહેલી છોકરી આવે તેની પાસે આ હેન્ડસમ... એન્ડ સ્માર્ટ બોય... તેજસને પ્રપોઝ કરાવવાનું..."
" ઓય... કેવી વાત કરે છે તું ...!?આ બધું થોડું વધારે અને ચીપ થતું જાય છે....." તેજસ ગુસ્સાથી બોલ્યો....
રુદ્ર અને બીજા boys ને તેજસ નો આમ વિરોધ કરવો ગમ્યો.... એના વિરોધમાં તેની સંસ્કારિતા પ્રકટ થતી દેખાતી હતી...
તેજસ તું જ ખાલી સંસ્કારી છે ....? અને અમે બધા તો તને ગુંડા જેવા લાગીએ છીએ ને...? અમે અહીંયા રેગિંગ નથી કરતા બ્રો.... ફક્ત થોડી મજાક કરીએ છીએ... જેમાં આવનારી ફ્રેશર્શ માં સેન્સ ઓફ હ્યુમર પણ કેટલું છે તે દેખાય આવે છે ...સો રિલેક્સ બ્રો આપણે કાંઈ કોઈની સાથે જબરજસ્તી નથી કરવાની. આપણે આપણી અને આપણા કોલેજની ઈજ્જતનો પણ ખ્યાલ રાખવાનો છે.... I know.... but... જો તો ખરો કે શું થાય છે ....?નવી નવી ગર્લ્સ આ બાબતને કેવી રીતે ટેકલ કરે છે....?"
પહેલી નજરે તમને આ ટોળકી એકદમ બિન્દાસ અને ગુંડાઓ જેવી લાગે ,પણ તેમના વિચારો અને તેમના સંસ્કારો સારા હતા. તેમને કોલેજની reputation ની સાથે સાથે એમની પોતાની ઈજ્જતનો પણ ખ્યાલ હતો. રુદ્રને આ ટોળકી એકદમ નિખાલસ અને ખુબ જ મસ્તીખોર લાગી .હવે શું થાય છે....? તે જોવા લાગ્યા બધાની નજર કોલેજના ગેટ ઉપર સ્થિર થઈ ગઈ કે હવે કઈ છોકરી કોલેજમાં એન્ટર થાય છે....?
પણ કોલેજના ગેટમાંથી જેવી એ છોકરી એન્ટર થઈ કે બધાની નજર એના ઉપરથી હટવાનું નામ નહોતી લેતી ...એકદમ નિર્દોષ અને ચંચળ આંખો.... લાંબુ અને તીખું નાક.... કાન ઉપર ઝુમખા.. એક હાથમાં બ્રેસલેટ.... અને બીજા હાથમાં વોચ.... ગળામાં એકમુખી રુદ્રાક્ષ ને મઢાવીને પહેરેલી સોનાની ચેઇન... લાંબી ...પાતળી અને નાજુક કમર... નિતંબ સુધી ના લાંબા અને લહેરાતા વાળ... અને એવી જ લહેરાતી નાગણી જેવી ચાલ... ઓરેન્જ અને પર્પલ ના કોમ્બિનેશનમાં પહેરેલા ચૂડીદાર ડ્રેસનો દુપટ્ટો હવામા લહેરાઈ રહ્યો છે...ખભા પર બેગ ભરાવીને એ તો પોતાની મસ્તીમાં ,અને પોતાના આગવા અંદાજમાં ચાલી આવે છે
તેજસ અને તેની આખી ટોળકી આંખો ફાડીને એને જોઈ જ રહી ....ધીમે ધીમે એ એમની પાસેથી પસાર થઈ ત્યારે એમને ભાન આવ્યું...
" Wait... wait.. beautiful girl... wait...."
"તમે અંદર નહીં જઈ શકો..."
"કેમ.....? શું થયું...?"
" પહેલા અમે જેમ કહીએ એમ તારે કરવાનું અને પછી જ...."
" ઓહો.....! તો અહીંયા રેગિંગ ચાલે છે....!!"
" No ....no.… miss.....? તેજસ એનું નામ જાણવાના ઇરાદાથી મિસ બોલીને પ્રશ્નાર્થ નજરે એની સામે જોઈ રહ્યો ,પણ સામે કોઈ રિસ્પોન્સ ન મળવાથી તે આગળ બોલ્યો.
" રેગિંગ નહીં આતો ફક્ત મજાક મસ્તી જ છે, અને એ બહાને અમે નવા ફ્રેશર્સ ની સેન્સ ઓફ હ્યુમર પણ જોઈએ છીએ કે તેઓ આવી સિચ્યુએશન ને કઈ રીતે હેન્ડલ કરે છે ...? કોઈ કમ્પલસરી નથી .જો તમને એમ લાગે કે તમારા માટે આ શક્ય નથી તો તમે એમ જ જઈ શકો છો . Ok...? કાંઈ કમ્પલસરી નથી...."
" Ok ...બોલો તો કેવી રીતે જાણવો છે તમારે મારો સેન્સ ઓફ હ્યુમર...?"
તેજસ તો આ છોકરીનો કોન્ફિડન્સ અને તેની બોલવાની છટા જોઈને આભો જ બની ગયો .એક તો તેનું સૌંદર્ય જ જાણે કે અદ્ભુત હતું ....!!તેમાં તેનો આ એટીટ્યુડ ...!!!તેજસ જ નહીં ઈનફેક્ટ રુદ્ર વિરેન અને બીજા બોયઝ ની સાથે સાથે, બધી ગર્લ્સ પણ આ છોકરી ના અદભૂત સૌંદર્ય અને તેની વાક્ છટા ને નિહાળી રહ્યા.
ટોળકી માંથી જે છોકરા એ પ્રપોઝ વાળી વાત મૂકી હતી એ આગળ આવ્યો... અને બોલ્યો...." તારે અમારા આ ડેશિંગ ...... હેન્ડસમ એન્ડ સ્માર્ટ બોય.... ને પ્રપોઝ કરવાનું છે...!!
" What nonsense....? તમે આ શું બોલો છો તેનું તમને કંઈ ભાન છે કે નહીં....? "તેના કોન્ફિડન્સે હવે ગુસ્સાનું સ્વરૂપ લઇ લીધું હતું....
" આ તો જસ્ટ મજાક છે ....તમે આ સિચ્યુએશન ને કેવી રીતે હેન્ડલ કરી શકો છો બસ એટલું જ... જો તમારી ઇચ્છા ન હોય તો કાંઈ નહીં....."
" Ok.... what's your name....?"
" તેજસ...."
રુદ્ર અને વિરેન અપલક નયને તેની સામે જોઇ રહ્યા કે હવે આ છોકરી કેવી રીતે આમ ની મજાક નો જવાબ આપે છે.
એ છોકરીએ પોતાના વાળ , દુપટ્ટો, ડ્રેસ એ બધું સરખું કર્યું .જાણે કે કોઈ નાટકનો સીન ભજવવાનો હોય...! એ થોડે દુર ચાલતા ચાલતા ગઈ.... અને પોતાની બેગમાંથી કશુંક કાઢ્યું. પછી પાછી ફરી .સામે તેજસ ઉભો હતો તેની પાસે ધીરે ધીરે ચાલતી ચાલતી આવવા લાગી. આ બધાને એવું થઈ ગયું કે ખરેખર આ તેજસ ને પ્રપોઝ કરશે કે શું ....? જે ગર્લ્સ તેજસને પસંદ કરતી હતી તેમના દિલની ધડકનો તો જાણે કે થોડીવાર માટે થંભી ગઈ... એમને પણ લાગ્યું કે આ છોકરી સાચે જ તેજસ ને પ્રપોઝ કરશે અને જો તેજસ પણ સામે તેના પ્રપોઝ ને એક્સેપ્ટ કરશે તો...?
તેજસ હતો પણ એવો જ ...બધાને ગમી જાય એવો.. એની સામે આ છોકરી પણ કાંઈ કમ નહોતી ...અત્યાર સુધી કોલેજમાં એક પણ છોકરી આના જેટલી સુંદર. નહોતી બધા ના શ્વાસ થંભી ગયા પેલી છોકરી આવીને તેજસ થી થોડી દુર ઉભી રહી અને પછી બોલી
" મારે તમને એક વાત કહેવી છે."
બધા ધ્યાન દઈને સાંભળી રહ્યા કે એ હવે આગળ શું બોલશે.
" મે અત્યારે તમને જોયા ત્યારથી મારા મનમાં તમારા પ્રત્યે એક ભાવ ઉત્પન્ન થયો છે તેજસ ...!!! અને હું એ ભાવને સંબંધનું સ્વરૂપ આપવા માંગું છું."
હવે તો તેજસ ના દિલ ની ધડકન પણ તેજ થઇ ગઈ .એને લાગ્યું કે આ છોકરી... એકદમ નિર્દોષ અને ભોળી છે આ છોકરી ક્યાંક ના બોલવાનું બોલી ના દે તો સારુ.. એ એને અટકાવવા જતો હતો ત્યાં પેલા છોકરાએ એને હાથ દબાવી ને ઈશારો કર્યો અને બોલતા રોક્યો.
એ આગળ બોલી...." સંબંધનું સ્વરૂપ ફક્ત પ્રેમી પ્રેમિકાનું કે કે પતિ પત્નીનું જ નથી હોતું ઘણા બધા સંબંધમાં એકદમ પવિત્ર પ્રેમ છુપાયેલો હોય છે .પણ એને જોવાની દ્રષ્ટિ બધા ની અલગ અલગ હોય છે. મેં તમને અત્યારે જોયા ત્યારે તમારા પ્રત્યે પણ મારા મનમાં એક ભાવ ...એક પ્રેમ... ઉત્પન્ન થયો આ ભાવ....આ પ્રેમને મારા અને તમારા વચ્ચે સંબંધ સ્વરૂપે વિકસાવવા માંગુ છું....." પછી એ તેજસ ની સાવ સામે આવી ને ઉભી રહી ગઈ અને બોલી ...." તમે મારા મોટાભાઈ બનશો તેજસ....? મારે કોઈ ભાઈ નથી બ્રો....!!!"
તેજસ જોતો જ રહી ગયો. તેની સામે પેલી છોકરી હાથમાં રક્ષા પોટલી ની નાડાછડી લઈને ઉભી હતી..... તેજસ ને બાંધવા માટે.... તેજસ ના મનમાં આ છોકરી પ્રત્યે અદમ્ય ખેંચાણ થયું... તેણે પોતાનો જમણો હાથ લાંબો કર્યો અને આ છોકરી એ તેજસને રક્ષા પોટલી ની નાડાછડી બાંધી...
હજુ પણ બધા એમ જ ઉભા હતા પાછી એ બોલી.
"પ્રપોઝ ફક્ત પ્રેમી અને પ્રેમિકા વચ્ચે જ નથી થતું હોતું... એને જોવાની બધાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે.. guys...!!!"
અને એ છોકરી પહેલા કરતા પણ વધારે કોન્ફિડન્સ સાથે ચાલવા લાગી. તેજસ અને એની મજાકિયા ટોળકી તો બબૂચક ની જેમ એને જોતી ઊભી જ રહી, તેમને આ છોકરી ખરેખર કંઈક હટકે લાગી...
"અલ્યા તેજસ......! એણે તો કહ્યું પણ તે કેમ રાખડી બંધાવવા હાથ લાંબો કર્યો...? "
" ખબર નહીં કેમ....? પણ મને લાગ્યું કે તેણે જે કહ્યું છે તે પોતાના સેન્સ ઓફ હ્યુમર ને સાબિત કરવાના ભાગ સ્વરૂપે નહીં, પણ પોતાના દિલના ઊંડાણમાંથી કહ્યું... અને મને પણ એ મારી નાની બહેન જેવી લાગી .આમેય મારે કોઈ બહેન નથી તો બંધાવી લીધી રાખડી. મારા માટે તો એ હવે આજથી મારી નાની બહેન જ છે ,અને મારી બહેન એટલે તમારા બધાની બહેન .ખબરદાર જો.... અને તેજસે વાક્ય અધુરું છોડ્યુ પેલી ટોળકી સમજી ગઈ....
રુદ્ર અને વિરેન ને હવે એક અલગ જ તેજસ ના દર્શન થયા, કે જે ફક્ત મજાક મસ્તી કે ટોળ ટપ્પા કરવાવાળો તેજસ જ નહીં ,પણ સંબંધોને માન આપવા વાળો તેજસ પણ હતો...
રુદ્ર અને તેનું ગ્રુપ પણ આ છોકરી ની જ વાતો કરતું કરતું ક્લાસમાં ગયું ....અને જોયું તો એમના ક્લાસમાં જ એ બેઠેલી હતી ...લગભગ બધાની વાતનો વિષય પણ અત્યારે એ જ હતી.
લેક્ચર પત્યા પછી બધા કેન્ટીનમાં નાસ્તો કરવા ગયા .ત્યાં એક ટેબલ પર પેલી છોકરી એકલી બેઠી હતી.
વિરેન.. શાંતનુ બધા ટેબલ પાસે એક્સ્ટ્રા ચેર લઈને ગોઠવાઈ ગયા. વિરેને જોયું કે પેલી છોકરી એકલી બેઠી છે. તેણે ઈશિતાને ઈશારો કર્યો એ સમજી ગઈ અને ઉભી થઈને એની પાસે ગઈ....
"Hi .... .I am Ishita ....Ishita Sanghavi......આપણે એક જ ક્લાસમાં છીએ. તો જો તને કાંઈ પ્રોબ્લેમ ના હોય તો તું અમારા ગ્રુપમાં જોઈન થઇ શકે છે. અમે લોકો ત્યાં બેઠા છીએ please come....
" Sure... why not....?"
એ ઊભી થઈ ને એમના ગ્રુપમાં આવીને બેઠી. ઇશિતા બધાનો intro કરાવવા લાગી મારું નામ તો તને ખબર જ છે... આ સ્વાતિ ...વિશ્વા... પ્રિયા.... અભિષેક... શાંતનુ.... વિરેન... અને રુદ્ર..." રુદ્ર.... નામ સાંભળતા જ એ છોકરીએ એની સામે ધ્યાનથી જોયું રુદ્ર પણ ક્યારનો એનો face વાંચી રહ્યો હોય એમ એની સામે જોઈ રહ્યો હતો ,
" અને તારું નામ.....?" ઈશિતા એ પૂછ્યું.
" Hi guys ....I am Nandini...."
નંદિની નામ સાંભળતા જ રુદ્ર અને વિરેને એકબીજાની સામે જોયું, ઈશિતા પણ સમજી ગઈ એણે વધુ પૂછ્યું...." નંદિની તારું આખું નામ તો જણાવ.... ક્યાં રહો છો તમે....?" જેવા પ્રશ્નો પૂછવા લાગી જેથી રુદ્ર અને વિરેનને કોઈ klu મળે.....
"નંદિની ધનંજય પ્રસાદ શાસ્ત્રી. મારા પપ્પા અત્યારે અમદાવાદમાં DCP છે..."
" Oh....! very nice.... એટલે આટલા બધા કોન્ફિડન્સ થી વાત કરતી હતી પેલા લોકો સાથે નહીં ....? "રુદ્રાક્ષે કહ્યું... એને થોડી વાર તો એવું જ લાગ્યું હતું કે આજ મારી નંદિની છે ...પણ એના પુરા નામ અને એના પપ્પા વિષે જાણી.... એની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
" અભિષેક... બધા માટે ઓર્ડર આપી દે ...બોલો શું ખાવું છે બધાને.....?" વિરેને પૂછ્યું.
"આજે નંદિની આપણા ગ્રુપની નવી મેમ્બર બની છે ,તો એને જે ખાવું હોય તે જ બધા માટે ઓર્ડર કર... ઓકે નંદિની.....?" ઈશિતા એ કહ્યુ ...
" અરે ...!!! મને તો કંઈ પણ ચાલશે. જે તમે લોકો મંગાવો તે મારા માટે પણ...."
"નંદિની ....આજે તો તારે જ જે ઓર્ડર કરવો હોય તે કરી દે...."
" Ok.... તો અભિષેક.. બધાને માટે ચીઝ સેન્ડવીચ.... બધાને ફાવશે ને....?"
" હા બધાને ભાવે છે...."
અભિષેકે બધા માટે ચીઝ સેન્ડવીચ નો ઓર્ડર આપ્યો. ખાતા ખાતા બધા પાછા મજાક મસ્તી કરવા લાગ્યા. નંદિનીને એની સુરતની સ્કૂલનો પહેલો દિવસ યાદ આવી ગયો. આમ જ તે આદિ ની સાથે અને તેના ગ્રુપની સાથે તે દિવસે કેવી રીતે નાસ્તો કરી રહી હતી તે....!!! તેને એ બધું યાદ આવવા લાગ્યું.... નંદિનીને એના ફ્રેન્ડ્સની યાદ આવવા થી એની આંખમાં આજે પાછી ભીનાશ પ્રસરી ગઈ.
રુદ્ર એ નંદિની ની આંખો ને નોટીસ કરી અને પૂછ્યું ...શું થયું નંદિની....? કેમ પાછી ઉદાસ થઈ ગઈ.....? અમારા ગ્રુપમાં ન ફાવ્યું કે શું....?"
નંદિનીને થયું કે આને કેવી રીતે મારા મનની ફીલિંગ્સ ની જાણ થઈ ગઈ ?મારા બોલ્યા વગર તો પહેલા રુદ્રાક્ષ અને પછી આદિ જ મારી બધી જ વાત સમજી જતા હતા.. પણ આ રુદ્રની સાથે તો મારે કંઈ વધારે પરિચય પણ નથી, અને ફક્ત આટલા અડધો કલાક જેટલા સમયમાં તો એ મારા મનની ફીલિંગ્સ ને પણ પિછાણવા લાગ્યો કેવી રીતે.....
નંદિની એ વાતને ટાળવાની કોશિશ કરી ....." કાંઈ નહીં બસ એમ જ...!!!"
" જો નંદિની તારે ના જ કહેવું હોય તો હું ફોર્સ નહીં કરું, પણ તારા દિલમાં અત્યારે તને કંઇક તો ડંખ્યુ કે જે તારી આંખોમાં પાણી લાવી ગયું... તારા દિલની વાત તું અમને બધાને શેર કરી શકે છે ..એટલીસ્ટ જો તને અમને લોકોને જણાવવા જેવું લાગે તો....?"
રુદ્ર ને અત્યારે પોતાના આવા વર્તન ઉપર આશ્ચર્ય થયું. તે ક્યારેય કોઈની પર્સનલ મેટરમાં માથું મારતો નહીં, અને આવી રીતે એક અજાણી વ્યક્તિ કે જેની સાથે હજી તો પૂરો કલાકનો પણ પરિચય નથી... તેને આવી રીતે એની પર્સનલ વાત કેવી રીતે પૂછી બેઠો....? પણ પછી તરત જ બોલ્યો...
" Oh ...I am sorry Nandini.... મારે તને આવી રીતે નહોતું પૂછવું જોઈતું...!!!"
" નહિ રુદ્ર It's ok... બીજું કાંઇ નહીં તમને આવી રીતે મજાક મસ્તી કરતાં જોઈને મને પણ મારા ગ્રુપ ની યાદ આવી ગઈ. તમે લોકો ખૂબ જ લકી છો કે તમારુ આખુ ગ્રુપ અત્યારે કોલેજમાં પણ સાથે છે .જ્યારે હું મારા ગ્રુપ થી અલગ થઈ ગઈ ....."એમ વાત કરતા કરતા નંદિની આંખમાં વધારે આંસુ આવી ગયા.
" Sorry.... નંદિની.... મારો ઇરાદો તને વધારે દુઃખી કરવાનો નહોતો.... મારા લીધે તારા દિલને વધારે હર્ટ થયું ... sorry.. મારે તને આવી રીતે નહોતું પૂછવું જોઈતું....!!!"
"નહિ રુદ્ર ...in fact તમારા લોકોની સાથે વાતો કરવાથી મારુ દિલ હળવું થઈ ગયું...."
" નંદિની તું તારા ગ્રુપમાં જે રીતે તારી ફીલિંગ્સ શેર કરતી હતી, તેવી જ રીતે અહીંયા અમારી સાથે પણ શેર કરી શકે છે. અમે તો તને પૂરા દિલથી અમારા ગ્રુપની મેમ્બર તરીકે એક્સેપ્ટ કરી લીધી છે....." વિરેન બોલ્યો....
" વિરેન મને પણ તમારું ગ્રુપ મળ્યું એનો ખૂબ જ આનંદ છે.... હું પણ તમને લોકોને સાચા દિલથી ફ્રેન્ડ માનીશ... but you know નવી જગ્યાએ નવા લોકો સાથે ભળતા થોડોક ટાઈમ લાગે છે...."
"હા નંદિની.... અમને પણ લાગે છે કે તું અમારા લોકોની સાથે અને અમે તારી સાથે જલ્દી ખૂબ જ જલ્દી થી ભળી જઇશું ...અને એટલા બધા ભળી જઇશું કે તું અમને તારી કોઈ પણ વાત કરતા અચકાઈ નહીં... જેમ તું તારા ગ્રુપમાં તારા દિલની ઘણી બધી વાત કરી શકતી હતી એમ અહીંયા પણ અમારી સાથે કરી શકીશ.... કારણ કે અમારા બધાનો નેચર જ એવો છે.. હું અભિમાન નથી કરતી નંદિની... પણ અમારું ગ્રુપ છે જ એવું ....એટલું બધુ નિખાલસ ...અને એકબીજા પ્રત્યે ખૂબ જ લાગણીશીલ... કે જયા અમે બધા અમારી કોઈપણ પર્સનલ મેટર... અરે અમારી ફેમિલી મેટર પણ અમે શેર કરી શકીએ છીએ....." ઈશિતા બોલી..
"હા ઈશિતા મને પણ તમે લોકોએ તમારા ગ્રુપમાં સ્થાન આપ્યું એ માટે thanks guys....!!!"
" નંદિની... ફ્રેન્ડશિપમાં.... No thanks ... No sorry.... " કાવ્ય પોતાના આગવા અંદાજમાં બોલ્યો.... અને બધા હસી પડ્યા..
શું વિરેન અને ઈશિતા ના સંબંધો આગળ વધશે કે પછી ઈશિતા હવે પાછા પગ ભરશે...? રુદ્રાક્ષ અને નંદિની એકબીજાને ઓળખી શકશે....? એમને એકબીજાની હકીકત ની ખબર પડશે કે હજી પણ બંને અજાણ જ રહેશે....? જાણવા માટે વાંચો" રુદ્ર નંદિની "નો આગળનો ભાગ.....
ક્રમશઃ............