આગળના ભાગમાં આપે જોયું કે પરિમલ હોટેલમાં પ્રિયાને જૂએ છે.. અચાનક પોતાને જોઈ રહ્યું છે એ જાણીને પ્રિયા ખીજાય છે,પણ સુગંધા બધું સંભાળી લે છે.. પ્રિયાએ પોતાના જીજાજી નહોતા જોયા અને પરિમલ પણ પહેલી વખત પ્રિયાને જોઈ રહ્યો હતો..પ્રિયા ચંકીની પાર્ટી વિશે જાણ કરે છે.. સુગંધા પ્રિયાની જગ્યાએ પોતે એ પાર્ટી એટેન્ડન્ટ કરવાની વાત કરે છે.. હવે આગળ..
પરિમલ વિચારે છે કે ગમે તેમ કરીને મારે સુગંધાની સાથે જવું છે પણ કેમ જાય??સુગંધાની અને પ્રિયાની ચોખ્ખી ના હતી..આખરે પરિમલે પોતાનું મન વાળી લીધું..
પરિમલે એના પિતાને બધી જાણ કરી દીધી..સુગંધા હોટેલમાં જવાની છે એ વાત જાણ્યા બાદ એ ઘેર આવ્યા..
પરિમલ આજે રાજી હતો. એના પિતા ઘરે ક્યારેક જ આવતા હતા.. પરિમલને એના પિતા પ્રત્યે અપાર લાગણી હતી,પણ પોતાનું બાકી જીવન એ સમાજસેવામાં વ્યતીત કરશે એ એમની પ્રતિજ્ઞા હતી..એટલે પરિમલ પણ વિવશ હતો.. પરિમલના પિતા પોલીસખાતામાં ઉચ્ચ હોદ્દા પર હતા.. આખી જિંદગી એમણે ઈમાનદારીથી નોકરી કરી હતી..કહેવાય છે ને કે પ્રામાણિકતા જેના જીવનમાં હોય એ વ્યક્તિ કદાચ શરૂઆતમાં હેરાન થાય પણ અંતે એના જીવનમાં બધું સારૂ જ થાય છે.. પરિમલ જેવો પુત્ર મળ્યો એ એમની ઈમાનદારીનું ફળ હતું.. જ્યારે એમણે પરિમલ સામે કોઈ વાત રાખી હોય એ વાત પરિમલે પોતાના જીવના ભોગે પૂરી કરી હતી..
જમ્યા બાદ એમણે કહ્યું"જો બેટા તુ ત્યાં જાય એમા મને કોઈ પરેશાની નથી..મને તારા પર પૂરો ભરોસો છે,તુ ચોક્કસ સફળ બનીશ.. પણ ખરેખર તારે કરવાનું શું છે એ વાત કર.."
"પપ્પા હજુ સુધી ચંકી કોણ છે એ કોઈને ખબર નથી..પોલીસ પણ એના પર એક્શન નથી લઈ શકતી એનું કારણ એ જ છે.. કાલે પણ પાર્ટીમાં એ આવવાનો છે,પણ પોલીસ કદાચ ત્યાં જાય તોય છૂપા રસ્તે એ પોતાની આખી ટોળકી સંતાડી દે એટલો ચબરાક છે.. એની ટીમનો કોઈ સભ્ય એને મારી શકે એવી સ્થિતિમાં છે નહીં..એ મરે નહીં અને એના પર હુમલો કરનાર પોતે જ મરણને શરણ થઇ જાય..હવે એક જ રસ્તો છે.. એ પોતાના ઘરે તો આટલા પ્રોટેકશન વચ્ચે નહીં રહેતો હોય.. એ પોતાનો ચહેરો કોઈને બતાવતો નથી એનો મતલબ એ છે કે એ સમાજની વચ્ચે કોઈ સામાન્ય નાગરિકની જેમ જીવતો હોવો જોઈએ..કોઈપણ ગુનેગાર પોતાની ઓળખ છૂપાવતો નથી,પણ ચંકીનું સાચું નામ, એનો ચહેરો કોઈએ જોયો નથી એટલે કદાચ એ સમાજમાં કોઈ સન્માનનીય વ્યક્તિ છે.. મારે સૌથી પહેલા એ કોણ છે એ જાણવું છે.. પછી એના પર કોઈ એક્શન લઇ શકાય."સુગંધાએ કહ્યું..
જો બેટા મારી નોકરીમાં કેટલાય ગુનેગાર સાથે મારે પનારો પડ્યો છે,પણ આવો ભેજાબાજ મેં ક્યારેય નથી જોયો.. આ આતંકવાદી કરતા પણ વધું ખરાબ ગુનેગાર છે.. ઘણાય ગુનો કર્યા પછી પ્રાયશ્ચિત કરવા માટે સારા માણસ બને છે.. અરે ડાકુ જેવા ડાકુ પણ સામાન્ય માણસની જીંદગી જીવતા થયા હતા.. એમાં ઘણા ગુનેગારોની સજા પણ મેં માફ કરાવેલી છે,પણ જો હજું મને તક મળે કામ કરવાની તો મારા જીવનની પ્રથમ ગોળી હું એના શરીરની આરપાર કરી નાખું એટલી હદે મને એના પર ક્રોધ છે..પણ તુ તારી જાત સંભાળીને રહેજે અને જરૂર પડ્યે મને કહેજે તો હું તારી મદદ માટે તારે જેટલા પોલીસની જરૂર હોય એટલા મોકલીશ..આ મિશન તારે ગમે તે ભોગે પૂર્ણ કરવાનું છે..જે મદદ જોઈએ એ હું કરવા તૈયાર છું."
"હા પપ્પા અત્યાર સુધી તમે મને બધી મદદ કરી છે અને એ મદદને લીધે હું ચોક્કસ આ નરાધમોને પકડી શકીશ એ મને ભરોસો છે.. કદાચ હું એમને પકડવા જતા મરી જાઉં તો એમ સમજજો કે હું તમારો દીકરો હતો અને શહીદ થઈ ગયો.. એક શહીદ પાછળ રોવાનું ન હોય.. એના ઉપર ગર્વ લેવાનો હોય..મને આશિર્વાદ આપો કે એમને હું પકડી શકું.."સુગંધા બોલી..
"મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે બેટા.."
પરિમલતો બાઘાની જેમ આ બંનેનો સંવાદ સાંભળી રહ્યો..શું બોલવું એ એને સૂઝતું ન હતું..
સુગંધા એક કોલગર્લને છાજે એવા કપડા પહેરીને તૈયાર થઈ..અતિશય મેકઅપ પણ કર્યો.પરિમલ તો સવારથી જ દુકાને ગયો હતો.. અવની શાળાએ હતી..સુગંધા પર ફોન પણ આવ્યો પરિમલનો, કે હું આવુ છું..પણ સુગંધાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી..
ટેક્સી કરીને સુગંધા પ્રીતમ હોટેલ જવા રવાના થઇ ગઇ.પહેલેથી નક્કી થયા મુજબ પ્રિયા હોટેલમાં વહેલી ગઈ હતી..થોડીવાર બાદ એણે બહાર જવાનું બહાનું કાઢીને નીકળી જવાનું હતું..એણે હોટેલના માલિક તેજપાલ ચૌધરીને કહ્યું"હું થોડીવાર બહાર જવા માંગુ છું,હમણા આવી જઈશ."
"પછી હમણા ચંકી સર આવશે ત્યારે એમને હું શું જવાબ આપીશ?? " તેજપાલે કહ્યું..
તારે કંઈ કહેવાની જરૂર નહીં પડે..હું ચંકી સર આવે એ પહેલા આવી જઈશ..
પહેલાથી બહાર સુગંધા એની રાહ જોઈને ઊભી હતી.. બંને બહેનો અદલાબદલી થઇ ગઇ..પ્રિયા આ દોજખભરી જીંદગીમાંથી ઘડીક બહાર નીકળી તોય એવો અનુભવ થયો જાણે વર્ષોથી કોઈ પંખી ઉડવા માટે તરફડતું હોય અને અચાનક એનું પીંજરૂ કોઈએ ખોલી નાખ્યું હોય.. રાહતનો દમ ભરી એણે સુગંધાને પોતાની જગ્યા પર મોકલી.પણ એ હજુ ડરતી હતી..કદાચ ચંકીને ખબર પડી જાય તો?? સુગંધાને એ ક્યાંય સુધી ભેટી પડી..
સુગંધા પ્રિતમ હોટેલની અંદર પ્રવેશી..આજની રોનક કંઈક ઓર હતી.. હોટેલની અંદર એકદમ ચહલપહલ વધી ગઈ હતી..ચંકી આવે એટલે અગાઉ બધી તૈયારીઓ થઈ જતી હોય..
આખરે પાર્ટીનો સમય શરૂ થયો.. સુગંધા પોતાની બાજનજરે ચારે તરફ નાખવા લાગી, પણ એને ક્યાંય કોઈ માસ્ક વાળું દેખાયું નહીં..એણે વિચાર કર્યો,કદાચ ચંકી નહીં આવવાનો હોય??ના... ના... ના.. તો એ પાર્ટીનું આયોજન કરે જ નહીં.. તો આમાથી જ કોઈ ચંકી હશે?? ના તો તો આ બધા લોકોમાંથી કોઈને તો ખ્યાલ આવી જ ગયો હોય.. પણ પાર્ટીમાં એણે જોયું કે ફક્ત 10 કોલગર્લ અને અમિત હતો.. એના સિવાય ચાર પાંચ એના સાગરિતો હતા..પોતે પકડાઈ ન જાય એ માટે એ તમામ કોલગર્લના ફોટા,એમના નામ, સ્વભાવ વગેરે વિશે પ્રિયા પાસેથી એણે બધી જાણકારી મેળવી લીધી હતી..બધા એક દિશામાં ચાલવા લાગ્યાં.. હવે તેજપાલે બધાની આંખે પાટા બાંધી દીધાં.. એકદમ અંધારુ છવાઈ ગયું.. થોડીવાર એજ સ્થિતિમાં રાખ્યા પછી તેજપાલે પાટા છોડવા કહ્યું..પણ સુગંધાને આશ્ચર્ય એ વાતનું થયું કે હોટેલમાં એકદમ અંધારૂ હતું.. એમા કોઈ વસ્તુ જોઈ શકાતી ન હતી.. ત્યાં સુધી કે પોતાના અંગો પણ જોઈ શકાતા ન હતા.. તેજપાલે કહ્યું સીધા ચાલો.. બધા એના આદેશને અનુસર્યા.. અચાનક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો પણ અંદર પણ કશું જોઈ શકાતું ન હતું.. વાતાવરણમાં એકદમ નિરવ શાંતી વ્યાપી ગઈ હતી..એકદમ પીન ડ્રોપ સાઈલેન્ટ..
થોડું ચાલ્યા બાદ દરવાજો બંધ થયો.. અચાનક લાઈટો ચાલું થઈ..બધાની આંખો અંજાઈ ગઈ..થોડીવાર બાદ એમને અજવાળામાં એક નાનકડી કેબીન દેખાણી.. આ બધી વસ્તુ બધાને ખબર જ હતી પણ સુગંધા હજુ નવી હતી એટલે એને થોડું આશ્ચર્ય થાય એ સ્વાભાવિક હતું!!એણે સામે જોયું તો લગભગ 70 જેટલી અન્ય યુવતીઓ ત્યાં ઊભી હતી..દર મહીને આવી રીતે છોકરીઓ સપ્લાય થતી એ સૌથી પહેલા ચંકી પાસે મુલાકાત કરવા લાવવામાં આવતી... એમને ડરાવી ધમકાવીને એમના પર પોતાની ધાક બેસાડી દેવામાં એ પાવરધો હતો.. પ્રિયા હજુ સુધી ચંકીને વફાદાર રહી હતી એટલે એ ચંકીના ગુડ લીસ્ટમાં હતી..ચંકીનો પડ્યો બોલ એ ઝીલવા તૈયાર રહેતી હતી,એટલે ચંકીની એ ખાસ હતી..અમિત પણ એને સૌથી વધું ફાયદો કરાવતો હતો એટલે એ પણ એનો ખાસ હતો.. એના અંગરક્ષક સિવાય પ્રિયા જ એક એવી હતી જે ચંકીની નજીક જઈ શકતી હતી..સુગંધાએ આજે તકનો ફાયદો ઉઠાવવાનો હતો.. જોખમ પણ ઘણું હતું.. યોગ્ય મોકાની તલાશમાં સુગંધા ઊભી હતી..એ હજુ ચંકીથી થોડી દૂર હતી..
"હેલ્લો માય બિઝનેસ પાર્ટનર..કેમ છો બધા??અહીં તમને બધાને શા માટે લાવવામાં આવે છે એ તમે બધા જાણો જ છો.. આશા છે આપ મને કોઓપરેટ કરશો..ઘડીક કોઈને મજા આપો અને ખુદને પણ મજા આવે એ મારી નજરે પુણ્યનું કામ છે..જીસ્મ ભગવાને આપ્યું છે એનો ભરપુર ફાયદો ઉઠાવો,પૈસા કમાઓ અને મને પણ કમાઇ લેવા દો.. તમારામાં છે કોઈ એવું જે આ ધંધો કરવા માંગતી ન હોય?"ચંકી બોલ્યો..
"હા મારે નથી કરવો આ ધંધો.. એક છોકરી બોલી..હું ક્યારેય આવુ અધમ કૃત્ય નહી કરૂ..મને ફસાવવામાં આવી છે.. મને છોડી દો નહીંતર હું હમણા રાડો પાડીને લોકો ભેગા કરીશ.."
તરત એના તરફ બંદૂક તાકવામાં આવી..ચંકીએ એક નજર એ છોકરી તરફ ફેરવી,અને કહ્યું"રિલેક્સ બોય્ઝ..આવું તો કાયમ બને છે..એમા બંદૂક થોડી બતાવાય?? લાગે છે એને ચમત્કાર બતાવવાનો સમય આવી ગયો છે.. છોકરી તારો ભાઈ અત્યારે ઓફીસથી ઘરે જાય છે.. મેં ખરૂ કહ્યું ને??"
"હા ને એ મારા ભાઈને જો ખબર પડી તો તારૂ તો આવી જ બનશે. માટે મને અહીંથી જવા દે.."પેલી છોકરી ગુસ્સાથી બોલી..
ચંકીએ તરત વીડિયો કોલ કર્યો"હા શફીક ગાડીમાં છો?? અહીં જાગૃતિને એના ભાઈ સાથે વાત કરવી છે.. જરાક એનો ભાઈ બતાવ..."
જાગૃતિનો ભાઈ સ્કુટર પર સુમસામ રસ્તેથી પસાર થતો હતો.. ગાડી બીલકુલ એની પાછળ હતી.."ચંકી સર ઉડાડી દઉં??"ડ્રાઈવર બોલ્યો..
"અરે ડફોળ,એને તુ મારી નાખીશ તો મારી કમાણી ઓછી થશે.. બસ ખાલી એના હાથપગ ભાંગે એટલી ટક્કર મારજે.."ચંકી બોલ્યો..
ડ્રાઈવરે ગાડી એકદમ જાગૃતિના ભાઈના સ્કુટરની નજીક લીધી.. જાગૃતિ ફફડી ઉઠી..
"મારા ભાઈને કશું ન કરતા..પ્લીઝ..હું તમને છોડીશ નહીં..જાગૃતિ બોલી..
"સારુ હવે હાથપગ નથી ભાંગવા પણ એને એવી ટક્કર માર કે એ જીવતો ન રહે.."ચંકી એ કહ્યું..
ડ્રાઈવરે ટક્કર મારી.. જાગૃતિનો ભાઈ ફંગોળાઈને દુર ફેંક્યો.. જાગૃતિ ચીસ પાડી ઉઠી..
"હજુ હાથપગ જ ભાંગ્યા છે.. ચાલ હવે ગાડી માથે ફેરવી દે..એને યમસદન પહોંચાડી દે પછી આ જાગુને આખી રાત જાગવાનું જ છે.."
ડ્રાઈવર ગાડી એ તરફ લઇ ગયો..
"ના.મારા ભાઈને કાંઈ ન કરતા..તમે જે કહેશો એ કરવા હું તૈયાર છું..મારા ભાઈને છોડી દો.."
"શફીક રહેવા દે.. આ કબૂતરી તો ફફડી ગઈ..જા જતો રહેજે.."ફોન કટ કરી એ બોલ્યો.."મારા માણસો હજારોની સંખ્યામાં છે.. એ તમારા કુટુંબીજનોની આસપાસ જ છે.. કોઈને મારી નાખવામાં એમને બહુ મજા આવે છે.. તમે ઈચ્છો તો હું એમ કરીશ,પણ એવું તમે કોઈ નહી ચાહો..તમને હું ક્યાં બોર્ડર પર લડવા મોકલું છું..બસ તમે કોઈને રાજી કરો, વાસના સંતોષો,તમે પણ રાજી ગ્રાહક પણ રાજી અને હું પણ રાજી.. છે બીજુ કોઈ એવું જેને આ ધંધો નથી કરવો??"
ચારે તરફ સન્નાટો છવાઈ ગયો..
"આ મારૂ રાજ છે.. અહીં જે આવે છે એ મારી મરજીથી આવે છે..જે જાય છે એ પણ મારી મરજીથી જાય છે.. તમને પકડીને લાવવામાં આવી છે.. તમે કોઈ તમારી મરજીથી નથી આવી,એટલે મને મળવાનો મોકો મળ્યો છે.."
પોતાના અંગરક્ષકને હુકમ કર્યો અને જાગૃતિને બોલાવી..જાગૃતિના કપડા ઘડીકમાં જમીન પર ફાટેલા પડ્યા હતા..બધાની હાજરીમાં એ ભોળી પારેવડા જેવી જાગૃતિની આબરૂના લીરેલીરા ઉડી ગયા.. જાગૃતી ચીંખતી રહી, પણ એની ચીખો આ બંધ રૂમમાં દબાઈને રહી ગઈ..એ અંગરક્ષક એટલો હેવાન હતો કે જ્યાં-ત્યાં બચકાં પણ ભર્યા હતા.. એના તિક્ષ્ણ નખ વડે એણે જાગૃતિના શરીર પર ઉઝરડા પાડવાની કોશિશ પણ કરી, પણ ચંકી બોલ્યો"સાલા કોઈ દિવસ કોઈ છોકરી સાથે નથી સૂતો કે શું??એના શરીરથી એ આપણને કમાઈને દેશે.. એના શરીરને સાચવવાનું છે,એમા દાગ પણ ન પડવો જોઈએ,નહીતર કોણ એનો ગ્રાહક બનશે??"
આખરે નર્કની યાત્રા કરી જાગૃતિ હોશમાં આવી.. પોતાનો આંસુથી ખરડાયેલો ચહેરો એણે સાફ પણ ન કર્યો..
સુગંધાને એટલો ક્રોધ આવ્યો કે એણે પોતાની મુઠ્ઠી જોરથી દાબી દીધી..એના હાથમાં બંદૂક હોત તો અત્યારે જ એણે ચંકી અને એના તમામ સાગરિતોને ભડાકે દઈ દીધા હોત. પણ એ લાચાર હતી..
"ચંકીએ સુગંધાને પ્રિયા સમજીને પોતાની પાસે બોલાવી.. કેમ આજે આટલી ઢીલી છો?? કંઈ તકલીફ છે?? કેમ આજે મારી પાસે નથી આવી??ચંકીએ કહ્યું..
"કંઈ નહીં,બસ થોડી તબીયત ઠીક નહોતી લાગતી એટલે,બસ બીજુ કાંઈ નથી.."એમ કહી સુગંધા ચંકી પાસે ગઈ..
ચંકીએ એને પોતાની બાહોમાં લીધી અને કહ્યું" એક મહીને તુ મળશ,પણ તારાથી હું ધરાતો જ નથી..એ કિસ કરવા જતો હતો ત્યાં સુગંધાની પોતાની પીન ચંકીના માથામાં ભરાણી..
"સોરી બોસ મારી પીન તમારા માથામાં ભરાઈ ગઈ છે.. હું કાઢી લઉં..."એમ કહી એણે પોતાની પીન કાઢી લીધી..
ચંકીની આંખમાં વાસનાનો કીડો સુગંધા જોઈ ગઈ હતી..ચક્કર ખાઈને પડવાનું એણે નાટક કર્યુ જેથી એ ચંકીની ચુંગાલમાંથી છટકી શકે.. "સોરી બોસ પણ મને મજા નથી..તમે કહો ત્યારે હું મારા આ દેહને તમારી સમક્ષ ધરી દઈશ,પણ આજે રહેવા દો.. મને સારૂ થઇ જશે એટલે હું જાતે જ આવીશ.."
"ઓકે ડાર્લિંગ,તને મજા ન હોય તો દવા લઇ લેજે ને નેક્સ્ટ ટાઈમ તારી મજા માણીશ.."
"શ્યોર બોસ, હું એવી તો મજા કરાવીશ કે એટલી મજા તમને કોઈએ નહીં કરાવી હોય!!"પોતાના હોઠ ભીંસી સુગંધા બોલી..
જતી વખતે પણ એજ પ્રોસેસ કરવામાં આવી..સુગંધાને અવાજ ક્યાંક સાંભળ્યો હોય એમ લાગતું હતું..પણ કોણ હતું આખરે ચંકી સર એ નક્કી કરી શકાય એમ ન હતું...
નક્કી કર્યા મુજબ બંને બહેનો અદલ-બદલ પણ થઈ ગઈ..રાત ઘણી થઇ ચૂકી હતી..અત્યારે કોઈ સાધન પણ મળે એમ લાગતું ન હતું..એક કિલોમીટર ચાલે પછી જ એને સાધન મળે એમ હતું..પરિમલ સૂઈ ગયો હશે કે જાગતો હશે?? એણે પોતાના પર્સમાં હાથ નાંખ્યો,પણ ફોન તો એ ઘરે છોડીને આવી હતી એ પછી ખ્યાલ આવ્યો..એણે ચાલતા જ જવામાં પોતાની ભલાઈ સમજી..
ચારે તરફ રાતની કાળાશ ફેલાઈ ગઈ હતી.ક્યાંક-ક્યાંક કૂતરાના ભસવાના અવાજ અને તમરાનો ત્રમ-ત્રમ અવાજ એના કાનને સંભળાતો હતો..ક્યાંક કોઈ દૂર લાઈટ દેખાતી હતી..એમા એના કાનને બીજો કોઈ અવાજ સંભળાયો!!
એણે તરત પાછું વળીને જોયું..પણ કોઈ દેખાયું નહીં!!પોતાના મનનો વહેમ હશે એમ સમજીને એ ચાલવા લાગી..થોડીવાર બાદ એને લાગ્યું કે જાણે કોઈ એનો પીછો કરી રહ્યું છે,પણ કોણ હશે?? એણે ઊભા રહીને ચારે તરફ નજર ફેરવી.. થોડીવાર બાદ એક બીલાડી નીકળી,,મ્યાઉં..ઓહ એનું હ્રદય એના હાથમાં આવી જાત.. ઘડીક ઊભી રહી એણે રાહતનો શ્વાસ લીધો..એ બિલાડી એની પાછળ આવતી હતી જેનો અવાજ સુગંધાને સંભળાતો હતો.. હવે ચિંતામુક્ત થઇ સુગંધા ઝડપથી ચોકડી પર આવી પહોંચી..એક ઓટો કરી એ ઘેર આવી..પરિમલ બહાર જ બેઠો હતો એની રાહ જોઈને..
સુગંધાને જોઈ એટલે એ તરત ઊભો થઈ ગયો..એણે ગેટ ખોલ્યો અને સુગંધાને અંદર આવવા દીધી..એણે ઘરનો મેઈનગેટ પણ બંધ ન કર્યો અને સુગંધાને પોતાની બાથમાં લઇ લીધી..સુગંધાને ચુમીઓ ભરતો એ કહેવા લાગ્યો"આજે તો હું ભગવાન જોઈ ગયો હો.. તારી કેટલી ચિંતા થતી હતી!!હાશ તુ હેમખેમ આવી ગઈ એટલે મને શાંતિ થઇ.."
"હું મારી રક્ષા કરી શકુ છું..મારી ચિંતા વધુ કરશો તો હું આ મિશન કેમ પુરૂ કરી શકીશ??મારે હવે એમની વચ્ચે અવારનવાર જવાનું થશે.. હું ચંકીને પકડીશ નહીં ત્યાં સુધી મારી જાતને કશું નહીં થવા દઉં.."
"બસ હવે તારા દિવસો અને સપના પૂરા થયા હો.. મારી સાથે રમત રમી તુ?? યાદ નથી રહ્યું કે શું??તારી બેનને તો નગરવધૂ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું,પણ લાગે છે તને તો સીધી ઊપર જ મોકલવી પડશે.."કોઈએ સુગંધા અને પરિમલ પર બંદૂક કાનપટ્ટી પર મુકી હતી.. પરિમલની આંખે એક ક્ષણ માટે અંધારપટ છવાયો..પોતાનું આયખું હવે પૂરૂ થયું એમ માની એણે આંખો બંધ કરી દીધી..ગનનો સ્પર્શ સુગંધાને સ્પષ્ટ થયો.. એણે જોયું તો સામે 5 લોકો હતા.. જેમા બે લોકો પોતાની ગન એમની તરફ તાકીને ઊભા હતા..
શું થશે પરિમલ અને સુગંધાનુ??
સુગંધા કે પરિમલ કોણ મરશે??
બંદૂકધારી કોણ હશે??!
સુગંધા હવે શું કરશે??
કે આગળ કોઈ રહસ્ય રાહ જોઈ રહ્યું છે??
જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે