આગળ ના પ્રકરણમાં જોયું કે અવનીના નારાઝ થવાથી ક્યાંકને ક્યાંક મયંક પણ ઉદાસ થઈ ગયેલો..હવે આગળ....,
મયંક દરરોજની જેમ આજે પણ ગુજરાતીના લેક્ચર માટે કોમર્સ રૂમમાં આવે છે. પરંતુ આજે વાતાવરણ કંઈક અલગ હતું. એક તો બોયસ ઝગડાના લીધે અલગ-અલગ ગ્રુપમાં વહેંચાઈ ગયા હતા એટલે ના કોઈ જાજુ બોલ્યા કે ના કંઈ મોજ મસ્તી કરી.
એથી, વિશેષ મયંક માટે અવનીનું ખુશ રહેવું હતું કેમ કે ઝગડા પછી ના તો અવની એ એક પણ વાર મયંક સામું જોયું, બસ ચહેરો ગંભીર કરીને પોતાનું કામ કર્યા કરે છે. મયંક અવનીના ચહેરા પર એક સ્માઈલ જોવા માંગે છે, અંદરથી એને એજ વધુ ખૂંચતું હતું કે મારા લીધે મારી બીટ્ટુ દૂર થઈ ગઇ એજ વિચારોમાં એ બેંચ પર માથું મૂકીને સૂતો હોય છે, ત્યાંજ સ્કૂલના પટ્ટાવાળા કાકા આવે છે અને અવનીને કહે છે કે પ્રિન્સિપાલ સર તમને બોલાવે છે.
અવની : હું અંદર આવું સર?
પ્રિ. સર : હા બેટા.( અવની અંદર જાય છે)
અવની: સર શુ કામ છે ?
પ્રિ.સર : તમને ખબર જ છે કે હવે ૧૫મી ઓગષ્ટ આવે છે., તો એની તૈયારી માટે તમને બોલાવ્યા છે . જે પણ કાર્યક્રમ કરવાનો હોય એ માટે તૈયારી ચાલુ કરી દો અને તમને જે યોગ્ય લાગે એવા ગીત સિલેક્ટ કરજો. પ્રેક્ટિસ નો ટાઇમ 3:30 to 5 રહેશે..બાકી તો તમને બધી ખબર જ છે.. ( સર એક સાથે બધું બોલી ગયા)
અવની : ઓકે સર.. ( અવની એટલું કહી ઓફીસ માંથી બહાર આવી જાય છે.)
અવની એની સહેલીઓ ક્રિષ્ના અને જિજ્ઞાને મળવા એમના કલાસરૂમમાં જાય છે., અને કહે છે કે 15મી ઓગેસ્ટ આવે છે તો એની ચર્ચા માટે સ્કૂલની બધી જ છોકરીઓને બ્રેક ટાઇમ માં મારા કલાસરૂમ માં આવવાનું કહી દેજો.બસ એટલુ અવની ક્રિષ્ના અને જિજ્ઞાને કહી નીકળે છે અને પોતાના રૂમમાં આવે છે, પણ વાતાવરણ કંઈક અલગ જ હતું ,જે બધા ઝગડાના લીધે બોલતા જ ન હતા એ બધા સાથે મસ્તી કરતા હતા.
અવની પણ આશ્ચર્ય પામી કે 15 મિનિટમાં તો શુ થઈ ગયું કે આ બધા એક થઈ ને મસ્તી કરે છે.., પણ સાચી વાત તો એ હતી કે મયંક એ ઇન્દ્ર પાસે માફી માંગી હતી અને બધા પાછા એક થઈ ગયા.. જેથી અવની ખુશ રહે...
બપોરે 10 મિનિટનો બ્રેક પડે છે અને બધી જ છોકરીઓ અવનીના કલાસરૂમમાં આવી છે,
અને સોંગ કેવા રાખવા એ બધી ચર્ચા કરે છે..બધું નક્કી થઈ ગયા પછી બધી છોકરીઓ પોત પોતાનાં કલાસરૂમમાં જાય છે..
દરરોજ બસ એવું જ ચાલે છે સ્કુલ, પ્રેક્ટીસ.જ્યારે બધી છોકરિયો પ્રેકટીસ કરતી અવની બધા ને શીખવાડતી ત્યારે મયંક છુપાઈ ને બારી પાસેથી અવનીને જોયા કરતો,અવની એના ડાન્સમાં મસ્ત હોય અને મયંક એને જોવામાં મસ્ત રહે..એક દિવસ અવની ડાન્સ રૂમમાં એકલી જ હતી બીજી કોઈ છોકરીઓ હજુ નો હતી આવી.ત્યાંજ મયંક રૂમમાં આવી જાય છે ,
મયંક : બહુ સારો ડાન્સ કરો છે.
અવની : તમે ક્યારે જોઈ મને?
મયંક : જોવા માટે આંખોની નહિ દિલની જરૂર હોય છે.
અવની : તો તમારું દિલ અને આંખો સાંભળીને રાખો જે આમ તેમ ભટકયા કરે છે..
મયંક : આંખોની તો ખબર નથી પણ દિલ જેના પર આવ્યું છે એ તો બેમિસાલ છે..
અવની બસ નીચું જોઈને ઊભી રહી ત્યાં જ ક્રિષ્ના અને જિજ્ઞા આવે છે, એટલે મયંક ત્યાંથી જતો રહે છે.
ક્રિષ્ના : અવની આ મયંક અહિયાં શુ કરતો હતો..?
જિજ્ઞા: અમે થોડા દિવસોથી જોઈએ છીએ કે એ તને જ જોયા કરે છે..
અવની : અરે યાર તમે બંને પણ શું વાત લઇને બેઠા છો, એવું કંઈ નથી અમારી વચ્ચે...
બધી છોકરીઓ આવે છે તેથી ડાન્સ પ્રેક્ટિસ ચાલુ થાય છે. જોત જોતામાં તો 15મી ઑગસ્ટ આવી જાય છે.. એ સવારે સ્કૂલના મેદાનમાં બહુ ભીડ જોવા મળે છે, ગામના બહુ લોકો ત્યારે પ્રોગ્રામ જોવા માટે આવે છે.. રાષ્ટ્ર ધ્વજવંદન પુરા થયા પછી ડાન્સ ના પ્રોગ્રામ ચાલુ થાય છે...,
ત્યાંજ અવની અને એના ગ્રુપનો વારો આવે છે અને આ બાજુ મયંક અવનીનો આ અંદાજ જોવા બેતાબ બન્યો હતો.. મ્યુઝિક ચાલુ થાય છે બધી છોકરીઓ મ્યુઝિક પર ડાન્સ કરે છે પણ ક્યાંય અવની દેખાતી નથી... મયંક ને વિચાર આવે છે કે આ ક્યાં રહી ગઈ અવની કેમ ના આવી હજુ., ત્યાંજ અવની આવે એક રાધાનો સાજ શણગારમાં જાને કોઈ અપ્સરા હોય એવી લાગતી હતી ચણીયા ચોલીમાં...
મયંક તો અવની ને જોતો જ રહી ગયો અવની સ્ટેજ વચ્ચે આવી ડાંસ શરૂ કરે છે...,
जो है अलबेला मद नैनो वाला
जिसकी दीवानी ब्रीज की हर बाला
वो कृष्णा है.......
આખો ડાન્સ પૂરો કરી અવની ચેન્જ કરવા આવે છે બાકીની બધી છોકરીઓ બીજી સ્કૂલના ડાન્સ જોવા હોલમાં જ બેસી જાય છે..,
જેવો અવની રૂમ બંધ કરવા જાય છે ત્યાં જ કોઈક દરવાજો પકડી લે છે..
* ક્રમશ....