આગળ જોયું એ મુજબ શ્યામલી અને વીરસંગનું વેવિશાળ નકકી થાય છે..અને હવે જુવાનસંગ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરાવવાની વાત કરે છે...)
ચતુરદાઢી અને વીરસંગ બેય જમીનની સોદાબાજી માટે નજીકના નગર જવા માટે નીકળે છે. રસ્તામાં આવતા એક મોટા પહાડના રસ્તે બેય જણ ઘોડેસવારીની મજા માણતા માણતા વાતો કરતા જાય છે કે........
વીરસંગ : મારા બાપુ પણ આપની સાથે આવી રીતે કયારેક નીકળ્યા હશે ને ????
ચતુર દાઢી : હા, કયારેક જ નીકળતા..તારી જેમ તારા કાકા જ બધું સંભાળતા.
વીરસંગ : " જેમનો કોઈ આધાર ન હોય એની જમીન છીનવી લેવાય અને એ બચેલા સદસ્યોને અલગ રહેવા મજબૂર કરી એ પરિવારની માતા કે બહેનો વિધવા થાય એમની સંપતિ પર હક જતાવી આપણે લીલાલહેર કરી એવા રિવાજ શું કામનાં ??? આ બધા રિવાજોમાં બિચારી વિધવાઓને શું ભોગવવાનું આવો વિચાર તમને ન આવે કયારેય ??"
ચતુર દાઢી : (થોડીવાર વિચારીને) "તારી માતાનું વિચારીને કહે છે કે બધાનું ??"
વીરસંગ : "હું પણ કાલ સવારે કાકાની જગ્યાએ આવું તો હું નહીં સહન કરી શકું."
ચતુર દાઢી : "વડવાઓની રસમ આપણે નિભાવવી તો પડે ."
વીરસંગ : "ક્યાં સુધી ??"
ચતુર દાઢી : "તું ગાદી પર આવીશ તો ને !!!! " ( મનમાં)
વીરસંગ : "હા, બધી માતાઓને હું સન્માનિત જીવન જીવવા મળે એવું ઈચ્છું છું.."
ચતુર દાઢી :" કદાચ , આવતા જન્મે સંભવ થશે એટલું અઘરૂં છે."
વીરસંગ : "હું જમીનદાર સાથે વાત કરીને જોઈશ..એટલે મારી માતાને પણ શ્યામલી સાથે રહેવા મળે ને........"
ચતુર દાઢી વિચારે છે કે જો આ વાત શક્ય બનશે તો .....તો..... કેટકેટલા કપટ અને પાપ ખુલ્લા પડશે. જમીનદારની અનિતી પણ છતી થશે અને મારૂં પણ ક્યાંક સ્થાન છીનવાશે જે જમીનદારની નજરમાં બનાવ્યું છે એ....
આમ ને આમ બેય પોતાનું કામકાજ પતાવીને ઘર તરફ પાછા વળે છે સાથે સાથે એક વ્યક્તિને સારા કાર્ય કરવાની ઉમ્મીદ જાગે છે અને બીજાને પોતાનો સિક્કો ટકાવવાની ભાવના જાગે છે. બન્ને સાથે જ જમીનદારને મળવા જાય છે અને જમીનદાર પોતાના વર્ચસ્વ વધારવા માટે બે સહયોગી મળ્યાનો આનંદ છે.
શ્યામલી પણ વીરસંગની માતાનું વર્ણન ચંદા સામે કરે છે અને કહે છે કે "મા, વીરસંગના પિતાનું સ્થાન અને હક જો વીરસંગને મળે તો એ કોઈ સ્ત્રીને દુઃખી નહીં થવા દે. સમજાતું નથી કે આ સ્થિતિમાં એ બધી માતાઓ કેમ જીવતી હશે? એ જીવતા દોજખમાં સ્ત્રીઓ જ શા માટે રહે? એ પણ એક એવી જગ્યાએ જ્યાં સૂરજને પણ પ્રકાશ પાથરવા અનુમતિ લેવી પડે. હું તો આ વાતને જરા પણ પચાવી નથી શકતી. ત્યાં સવાર સાંજ ખાલી દુઃખના ડુસકા અને લાગણીઓનો મૌન ધોધ ખાલી ઊપરથી નીચે પડ્યાં કરે પણ વહેવાની છૂટ ક્યાંય પણ નહીં. આવું ક્યાં સુધી ચાલશે? એ પણ ભગવાનના ઘડેલા જીવ જ છે ને ! તો આવા આંખ દેખે અને કાન સાંભળે એવા ભેદભાવ કેમ? "કાળી રાત પછી પણ સવાર પડવાના સંકેત મળે પણ ત્યાં હવેલીમાં તો દિવસે દિવસે એક એક શ્વાસ લેવો પણ મુશ્કેલ
હશે ને ??????
ચંદા પણ કહે છે કે દિકરી એટલું ન વિચાર .. હમણાંથી
કારણ કે આ સમાજ રૂપિયાનો દીવાનો છે. આપણે એમાં તણખલું ન હલાવી ન શકીએ. તું પણ ચૂપચાપ બધા જ નિયમમાં રહી સંસાર નિભાવજે....આમ કહી માથે હાથ ફેરવે છે શ્યામલીના.
આ બાજુ વીરસંગ અને શ્યામલી એક જ વાતને વિચારી દુઃખી થાય છે... બાકીનું હવે આવતા ભાગમાં....
---------- ( ક્રમશઃ) -----------
લેખક : શિતલ માલાણી
૮/૧૦/૨૦૨૦
ગુરુવાર