પરાગિની – ૧૮
ડોરબેલ વાગવાંથી પરાગ દરવાજો ખોલે છે અને જોઈ છે તો ટીયા હોય છે. ટીયાને જોઈને પરાગનું મોં બગડી જાય છે.
પરાગ- સવાર સવારમાં કેમ આવી ગઈ?
ટીયા- (કટાક્ષમાં) કદાચ મેં તને ડિસ્ટર્બ કરી નઈ?
પરાગ- હા, સાચી વાત...! અને મારે તારી સાથે કોઈ વાત નથી કરવી જતી રહે અહીંયાથી..!
આટલું કહી પરાગ દરવાજો બંધ કરવા જાય છે પણ ટીયા દરવાજો રોકી અંદર આવી જાય છે.
ટીયા- જે વાત કહેવાની છે તે કહીને જ જઈશ..!
પરાગ અને ટીયાનો અવાજ રિનીને છેક ઉપર સુધી સંભળાય છે તેથી તે નીચે દાદર માં જ ઊભી રહે છે.
ટીયા- હું પ્રેગ્નન્ટ છુ...!
પરાગ- (નવાઈ પામતાં) વોટ??!!
ટીયા- મેં ટેસ્ટ કરાવ્યો છે અને તે પોઝીટીવ છે.
પરાગને તો કંઈ જ ખબર નથી પડતી.. રિની આ વાત સાંભળી જાય છે અને તે અંદરથી તૂટી જાય છે.. તે દાદર પર જ બેસીને રડી પડે છે.
પરાગ- તું કેટલી વખત જૂઠ્ઠું બોલીશ?
ટીયા- હું સાચું કહું છું..!
પરાગ- આપણું રિલેશન બે મહિના પહેલા જ પૂરું થઈ ગયું હતું... અને જ્યાં સુધી મને ખબર આપણા બંને વચ્ચે ક્યારેય શારિરીક સંબંધ તો હતા જ નહીં..!
ટીયા- (નાટક કરતાં) તને તો આમ પણ ક્યાં કંઈ યાદ હોય છે.. આ વખતે હું જૂઠ્ઠું નથી બોલતી..!
પરાગ- બહુ થયાં તારા નાટક મારા ઘર માંથી હમણાં જ નીકળ..!
ટીયા- (નફ્ફટાઈથી) હું તો ક્યાંય નથી જવાની..!
પરાગ- તું આમ નહીં માને..!
પરાગ ટીયાનો હાથ પકડી તેને ધક્કો મારી કાઢી મૂકે છે અને કહે છે, આજ પછી મારી લાઈફથી દૂર રહેજે.
ટીયા- તું આ ઠીક નથી કરી રહ્યો તને પસ્તાવો થશે આનો..
પરાગ- એ તો જોઈ લઈશ હું...
પરાગ જોરથી દરવાજો બંધ કરી દે છે.
ટીયા બબડતી બબડતી જતી રહે છે.
પરાગ અંદર આવીને જોઈ છે તો રિની દાદર પર બેઠી હોય છે અને રડી રહી હોય છે.
પરાગ- તું ક્યારે આવી નીચે?
રિની- મેં બધું સાંભળ્યું...
પરાગ- તે ખોટું બોલી રહી હતી....
રિની ઊભી થઈ ઉપર પરાગના રૂમમાં જતી રહે છે અને તેના કપડાં બેગમાં ભરવા લાગે છે. પરાગ પણ રિનીની પાછળ જાય છે.
પરાગ- કેમ કપડાં ભરે છે તું?
રિની- હું ઘરે જઉં છું...
પરાગ- તને ખબર છે એ કેટલું જૂઠ્ઠું બોલે છે તે... એક વખત મારી વાત તો સાંભળી લે....
રિની બેગ બંધ કરી શૂઝ પહેરી નીચે ઊતરવા લાગે છે... પરાગ પણ તેના પાછળ પાછળ ઊતરે છે તેને સમજવવાની કોશિશ કરે છે પણ રિનીને ખોટું લાગ્યું હોવાથી તે પરાગની એક વાત પણ સાંભળવા રાજી નથી..
પરાગ- પ્લીઝ રિની એક વખત મારી વાત સાંભળી લે...
રિની- હા, બોલો શું કહેવું છે તમારે??
પરાગ- તે ખોટું બોલી રહી છે... તને ખબર છે પહેલા પણ ખોટું બોલી છે એ...
રિની- અને આ વાત સાચી નીકળી તો..?
પરાગ કંઈ નથી બોલતો...
રિની- જોયુ... તમારી પાસે પણ જવાબ નથીને... તમને તમારા પર જ ભરોસો નથી...!
રિની બેગ લઈ બહાર નીકળી જાય છે.. બહાર જઈ રિક્ષાની બોલાવી તેમાં બેસી છે અને પરાગ આવે છે... રિની મારી વાત તો સાંભળી લે...
રિની- પ્લીઝ પરાગ.... તમે ટીયા પાસે જાઓ ... એને જરૂર હશે તમારી... આટલું કહી રિની જતી રહે છે...
પરાગ ઘરે જઈ ગાર્ડનમાં સોફા પર જઈને સૂનમૂન થઈને બેસી રહે છે..
રિની રિવરફ્રન્ટ પર જઈને એકલી બેસી રહે છે. આ બાજુ એશા રિનીને ફોન કરતી હોય છે પણ તે ફોન નથી ઉપાડતી... બે-ત્રણ ફોન આવ્યા પછી રિની ફોન ઉપાડીને એશાને બધુ કહે છે.. એશા અને નિશા બંને ફટાફટ ગાડી લઈને રિની પાસે પહોંચે છે અને રિનીને ઘરે લઈ જાય છે.
સમર પરાગને ફોન કરે છે પણ પરાગનો ફોન સ્વીચ ઓફ આવે છે.. સમરને નવાઈ લાગે છે કે ભાઈનો ફોન કોઈ દિવસ સ્વીચ ઓફ નથી હોતો ને આજે કેમ બંધ કર્યો છે? સમર પરાગના ઘરે જવા નીકળે છે. ઘરે જઈને સમર જોઈ છે તો ગાર્ડનનાં સોફાનું સેન્ટર ટેબલ ઊંધું પડ્યું હોય છે.. તૂટેલા કાચ પડ્યાં હોય છે.. સમર નીચે ઊતરીને જોવા જતો હોય છે કે તેનું ધ્યાન લોહીનાં ટીપા તરફ જાય છે.. બધાં દાદર પર લોહીનાં ટીપા હોય છે જે ઉપર ઘરની અંદર સુધી જતા હોય છે. સમરને અંદરથી ડર લાગી જાય છે કે ક્યાંક ભાઈને તો કંઈક નથી થયું ને? તે ફટાફટ અંદરની તરફ ભાગે છે. નીચે કિચન, હોલમાં જોઈ પરાગ નથી હોતો.. સમર ઉપર પરાગનાં રૂમમાં જાય છે તો જોઈ છે પરાગ નીચે બેઠો હોય છે બેડને ટેકો આપીને અને એક હાથમાંથી લોહીનાં ટીપા પડતાં હોય છે. સમર ફટાફટ પરાગ પાસે જઈ તેનો હાથરૂમાલ પેન્ટનાં ખિસ્સા માંથી કાઢી પરાગના હાથમાં બાંધી દે છે. સમર નીચે જઈ ફર્સ્ટ એઈડનું બોક્સ લાવીને પરાગને ડ્રેસીંગ કરી આપે છે.
સમર- શું થયું ભાઈ? શું હાલત બનાવી રાખી છે તમે?
પરાગ- કંઈ નથી થયું મને.. હું ઠીક છું..!
સમર- ભાઈ.. પ્લીઝ કંઈ કહો.. મને ટેન્શન થાય છે હવે....
પરાગ- બહુ લાંબી કહાની છે....
સમર- મારી પાસે ટાઈમ જ ટાઈમ છે...
આ બાજુ રિની એશા અને નિશાને બધુ સવિસ્તાર જણાવે છે કે બે દિવસ તે પરાગ સાથે ફરી અને સાથે સમય વિતાવ્યો.. સાથે એ પણ કહે છે કે આલ્કોહોલ ટ્રાય કરવાંમાં તેને ચડી જાય છે અને પછી શું થયું તે યાદ નથી... ટીયા પ્રેગ્નન્ટ છે તે પણ કહે છે... પછી રિની રડવાં લાગે છે.. એશા અને નિશા રિનીને શાંત કરાવી નાસ્તો કરાવે છે.. નાસ્તો કરી બહાર ગાર્ડનમાં બેસે છે.. એશા અને નિશા બંને રિનીને સમજાવે છે... પણ એશા અને નિશા બંનેના મંતવ્યો જુદા છે કે રિનીએ પરાગ સાથે બોલવું જોઈએ કે નહીં....? એશા રિનીને બધુ ભૂલી મૂવ ઓન કરવાંનું કહે છે જ્યારે નિશા રિનીને સમજાવે છે કે કદાચ ટીયા નાટક પણ કરતી હોય તો તારે હમણાં એવું કંઈના કરવું જોઈએ... રિની અસમંજસમાં છે કે શું કરવું શું નહીં?
આ બાજુ પરાગ સમરને બધુ કહે છે કે તેમની ટ્રીપ કેમની કેન્સલ થઈ.. તે અને રિની બહાર ફરવાં ગયા... બધુ કહે છે ફક્ત ગઈકાલ રાત વાળી વાત છૂપાવે છે.. રિનીને તેના મનની વાત કહી હોય છે તે... સવારે ટીયા આવીને જે બોમ્બ ફોડીને ગઈ તે પણ સમરને કહે છે.
સમર- (આશ્ચર્યમાં) ના, ભાઈ... ઈમ્પોસિબલ...! તમે મજાક નથી કરતાંને?
પરાગ- સમર... હું કોઈ દિવસ મજાક કરું છું?? પણ મને લાગે છે કે એ ફરી જૂઠ્ઠું બોલી રહી છે..
સમર- એ વાત જૂઠ્ઠી નહીં હોય તો શું કરશો ભાઈ?
પરાગ- આનો જવાબ તો મારી પાસે પણ નથી..!
બંને ભાઈઓ નીચે ગાર્ડનમાં જઈ વિખરાઈ ગયેલું સાફ કરે છે.
સમર- ભાઈ.. આપણે ટીયા પાસે જઈ એક વખત વાત કરી લેવી જોઈએ કે આ વાત સાચ્ચી છે કે નહીં..!
પરાગ- મારો અત્યારે કોઈ મૂડ નથી... તારે જે કરવું હોય એ તું કરી શકે છે..
એટલાંમાં જ માનવ પણ ત્યાં આવે છે... સમર માનવને પરાગનું ધ્યાન રાખવાંનુ કહી ટીયાને મળવાં જવાં માટે નીકળે છે.
માનવને પણ જાણ થાય છે કે ટીયા પ્રેગ્નન્ટ છે.. માનવ પરાગને પૂછે છે.. ટીયાની વાતથી સમજ્યાં કે તમને ગુસ્સો આવ્યો પણ તેની સાથે હવે કંઈ લેવા દેવા જ નથી તો ગુસ્સો કેમ આવ્યો... અને ટીયાથી કંઈ ફરક નથી પડતો તો આટલો ઉદાસ કેમ છે?
પેલી તરફ રિની પણ એટલી જ ઉદાસ છે... કોઈ સાથે વાત પણ નથી કરતી... તો તમે મને કહેશો કે આખરે વાત શું છે?
પરાગ- (શાંતિથી) જો... એ મારા માટે શું ફિલીંગ્સ રાખે છે કે એની લાઈફમાં મારી શું જગ્યા છે એતો મને ખુદને જ નથી ખબર.. મારા મનને જે દુ:ખ પહોંચ્યું છે તે ખાલી હું જ જાણું છું અને મને નથી ખબર આગળ હું શું કરીશ...
માનવને ખ્યાલ આવી જાય છે કે પરાગને રિની સાથે પ્રેમ થઈ ગયો છે પણ ટીયાની વાત સાંભળી હવે કંઈ થાય એવું નથી..!
પરાગ અને રિની બંને દુ:ખી છે... દુ:ખ ટીયા પ્રેગ્નેન્ટ છે વાતનું નથી પણ પોતાનો નવો સફર શરૂ થતાં પહેલા જ તેઓ અલગ થઈ ગયાં...!
સમર પહેલા જૈનિકાને ફોન કરે છે અને પૂછે છે કે શું આ વાત સાચી છે?
જૈનિકા- હા, મને ટીયાએ જ વાત જણાવી... પણ મને પરાગ માટે લાગી આવે છે કે એ હવે શું કરશે?
સમર- હા, ભાઈ ખૂબ જ અપસેટ છે આ વાતથી... કોઈ સાથે વાત પણ નથી કરતાં...
જૈનિકા- બિચારો પરાગ... આ ટીયા તો પરાગના ગળે જ પડી ગઈ છેને... સાવ ચીપકૂની જેમ.. ‘બબલગમ’!
સમર- હા, ભાઈને પોતાનો કરવાં માટે કંઈને કંઈ નવા પ્લાન રેડી જ હોય છે.. પણ તને શું લાગે છે ટીયા સાચું બોલે છે?
જૈનિકા- એ તો ખબર નહીં પણ ખોટું બોલી હશે તો આ વાત આગળ જતાં સામે આવી જ જશે.
સમર- સારૂં ચાલ હું ટીયાને મળવાં જઉં છું પછી વાત કરું..! બાય..!
સમર ફોન મૂકી ટીયાને કેફેમાં મળવાં જાય છે.
સમર- બોલ ટીયા... તું બધાને જે કહી રહી છે તે સાચું છે?
ટીયા- હું ખરેખર માં બનવાની છું... પરાગ જ આ બાળકનો પિતા છે.. એ સાચું માને કે ના માને..!
સમર- એ બધુ છોડ... આપણે પ્રેગ્નન્સીનાં ટેસ્ટ ફરી કરાવીશું..!
ટીયા- મેં બધા ટેસ્ટ કરાવ્યા છે અને તે પોઝીટીવ આવ્યા છે..
સમર- મને અને ભાઈને તારા પર વિશ્વાસ સહેજ પણ નથી... એતો તને ખબર જ છે..
ટીયા- (આત્મવિશ્વાસથી) સારૂં હું રેડી છું બીજી વખત ટેસ્ટ કરાવવાં માટે...
સમર- આ વખત માટે જ નહીં પરંતુ દરેક ટેસ્ટ વખતે હું તારી સાથે આવીશ..
ટીયા થોડી ગભરાઈ જાય છે પણ મોં પર તે દર્શાવતી નથી અને કહે છે, કેમ બધી વખતે? તું થોડી કંઈ મારી જેમ પ્રેગ્નન્ટ છે?
સમર- જો ટીયા મેં પહેલા જ તને કહ્યું કે મને અને ભાઈ બંનેને તારી પર વિશ્વાસ નથી..!
ટીયા- સારૂં... કાલે સાથે હોસ્પિટલ જઈશું..!
સમર અને ટીયા બંને છુટ્ટા પડી પોત પોતાના ઘરે જાય છે.
રાતના બાર વાગ્યાનો સમય...
પરાગ ગાર્ડનમાં બેસી રહ્યો છે અને રિની તેના બેડ પર સૂઈ રહી છે પણ તેની આંખોમાં ઊંઘ તો જાણે છે જ નહીં... બંને એકબીજા વિશે વિચારતાં હોય છે.. બંને હાથમાં પોતાનો ફોન લે છે અને એકબીજાને ફોન કરવાનું વિચારે છે પણ ફોન કરતાં ખચકાય છે. આખરે રિની હિંમત કરી પરાગને મેસેજ કરે છે કે મારે અત્યારે મળવું છે.. મારે થોડી વાત કરવી છે..!
પરાગના ફોનમાં મેસેજ આવતાં તે જોઈ છે કે રિનીનો મેસેજ છે તે તરત વાંચી જવાબ આપે છે કે હા, બોલ ક્યાં મળીશું..? રિની જગ્યાનું નામ પરાગને મેસેજ કરી કપડાં બદલી નીકળે છે.
બંને રિવરફ્રન્ટ પાસે મળે છે. પહેલા બંને માંથી કોઈ કંઈ બોલતું નથી..
પરાગ- બોલ રિની... શું વાત હતી?
રિની- સવારનું મન બેચેન છે.. મારે ખાલી એટલું પૂછવું હતું કે કાલે રાત્રે આપણી વચ્ચે શું થયું હતું? મને કંઈ જ યાદ નથી આવતું.
પરાગને હતું કે રિની ટીયા વિશે પૂછશે.. તેમના વચ્ચે જે પ્રેમ છે તેની કંઈ વાત હશે પણ રિનીના આવા સવાલથી પરાગ મનમાં થોડો અકડાઈ છે...
પરાગ- તે ખાલી આવું પૂછવા માટે મને અહીં બોલાવ્યો?
રિની- હા, કેમ?
પરાગ- (અકડાઈને) તને કંઈ યાદ નથી તો કહી કઉં કે આપણી વચ્ચે એવું કંઈ જ નથી થયું જેવું તું વિચારી રહી છે...બસ તને થોડી ચડી ગઈ હતી અને મેં તને નાઈટડ્રેસ પહેરાવ્યો હતો... એનાથી વધારે આપણી વચ્ચે કંઈ નથી થયું...!
આટલું કહી પરાગ ગાડીમાં બેસી નીકળી જાય છે અને રિની તેને જોતી જ રહી જાય છે..
થોડી વાર બાદ એશાના ફોન પર કોઈનો ફોન આવે છે. એશા ઊંઘમાં જ ફોન ઉપાડે છે.. વાત ચાલુ થતાં જ એશા સફાળી ઊંઘમાંથી બેઠી થઈને બોલે છે.. શું થયું રિની ને??
શું થયું હશે રિનીને?
શું સાચેમાં જ ટીયા પ્રેગ્નન્ટ હશે કે નાટક કરતી હશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ- ૧૯