સમય સમય સાથે ચાલવા લાગ્યો. કંકુપગલાની રસમ પુરી કર્યો પછી સ્નેહા કેટલી વખત અમદાવાદ જ્ઈ આવી ને શુંભમ પણ કેટલી વખત સુરત આવી ગયો. પરિવાર વચ્ચેનો સંબધ ઘર જેવો સંબધ બની ગયો હતો. સ્નેહાની સાથે તેના પરિવારના વિચારોમાં પણ પરિવર્તન આવવા લાગ્યું.
બધું બદલાઈ રહયું હતું અહીં. જે ઘરે છોકરીઓ માટે આઝાદ જિંદગીની ઉડાન ના હતી તે ઘરે હવે સ્નેહાને અમદાવાદ એકલા જવાની પરમિશન આપવા લાગયા. ખરેખર માણસના વિચારોને બદલતા વાર નથી લાગતી. બસ કોઈ તેના વિચારને બદલવા વાળું હોવું જોઈએ. સંગાઈ પછીનું એક વર્ષ પુરું થઈ ગયું. હજું લગ્નમાં સમય હતો. સ્નેહાનો પ્રેમ દિવસે દિવસે વધતો જતો હતો. અહીં સંગાઈ પછી લગ્ન કેટલા વર્ષ થાય તેનું કોઈ જ નકકી ના હતું. કોઈને પાંચ વર્ષ પણ નિકળી જતા તો કોઈને એક વર્ષમા પણ લગ્ન થઈ જતા. સ્નેહા અને શુંભમની લગ્નની તારીખ સંગાઈ પછીના બે વર્ષ પછીની નકકી થઈ.
એક વર્ષ તો નિકળી ગયું હતું. બીજું વર્ષ લગ્નની તૈયારીઓમા શરૂ થઈ ગયું. કેટકેટલી તૈયારી હજું બાકી હતી. દિવસો બસ એમ જ ભાગતા હતા. કરિયાવરના નામે ના જાણે એક છોકરીને કેટલું તૈયાર કરવું પડે. એ બધી જ તૈયારીઓમાં સ્નેહા લાગી ગઈ હતી.
એકબાજું ઓફિસનું વધતું કામ ને બીજી બાજું લગ્નની તૈયારી. તેમા પણ દિવસ રાત શુંભમ સાથે થતી વાતો. પંદર દિવસમાં એક વખત બંનેનું મળવું ફિક્સ હતું. કોઈના કોઈ બહાને બંને મળી જરૂર લેતા. કયારેક મુવી જોવા જવું તો કયારેક એમ જ ગાડૅનમાં બેસી વાતો કરવી. તો કયારે એમ જ દરિયા કિનારે જ્ઈ કલાકો બેસી રહેવું. તો કયારેક એમ જ ઘરમાં એકલું બેસી વાતો કરવી. આ બધું જ નોર્મલ બનતું જ્ઈ રહયું હતું.
આ ખુબસુરત જિંદગીની રાહ સ્નેહા અને શુંભમ બંનેની જિંદગીમા એક અનેરી ખુશી લઇ ને આવી હતી. બંને વધારે નજીક આવતા જતા હતા. એક પળ નહીં પણ એવી દરેક પળ સ્નેહા અને શુંભમ એકબીજાની સાથે જીવવા માગતા હતા. જન્મોજન્મો તો ખબર નહીં પણ આ જન્મ તે એકબીજા ને ગળાડૂબ પ્રેમ કરવા માગતા હતા.
સ્નેહાની જિંદગી સાથે શુંભમની જિંદગી પણ બદલાઈ રહી હતી. ખરેખર આ સંગાઈ પછીની લાઈફ કેટલી ખુબસુરત હોય છે તે આ બંનેને જોતા સમજાય રહયું છે. સાથે ફરવું, સાથે ચાલવું, કલાકો સુધી ફોનમાં વાતો કરવી. આ બધું જ બિદાશ ચાલે છે. જયારે મન થાય ત્યારે સ્નેહાનું અમદાવાદ જવું, શુંભમનું સુરત આવવું આ બધું જ તેની આ સફર દરમિયાન ચાલતું રહે છે.
સ્નેહાની જિંદગી તો ખરેખર ખુશ કિસ્મત છે કે તેને લવની સાથે તેના પરિવારનો સાથ મળ્યો. બાકી સંગાઈ પછીનો સમય ખાલી એકબીજાને જાણવા અને સમજવામાં જતો રહે છે. જયારે સ્નેહા અને શુંભમને આ પળને મન ભરી જીવવા મળ્યો. બધાના જીવનમાં આ પળ આવવી જરૂરી છે. પણ બધાના નસીબ સ્નેહાના નસીબ જેવા નથી હોતા.
જિંદગીની આ પ્રેમભરી ક્ષણ શાયદ સ્નેહાના વિચારો કરતા વધારે ખુબસુરત બનતી જ્ઈ રહી છે. ઉછળતા દરીયાના મોજાની જેમ જ જિંદગીની ખુશી પણ ઉછળતી હસ્તી કુંદતી જ્ઈ રહી છે. સમય તેની ગતીએ ચાલે છે ને સ્નેહા અને શુંભમનો પ્યાર અહેસાસ અને લાગણીમા વધું જ મજબુત બનતો જાય છે.
હવે લગ્નના ખાલી છ મહિના બાકી વધયા. જેમાં પણ તેનું મળવાનું શરૂ જ છે. આ છ મહિનાની સફર કેમ પુરી થઈ તે બંનેમાંથી કોઈને ખ્યાલ ના રહયો. પંદર દિવસ ઉપર જો કયારેક દિવસો વિતી ગયા હોય ને બંને મળ્યા ના હોય તો જાણે એવું લાગે કે તે વર્ષોથી ના મળ્યા હોય. આ પ્રેમરુપી સાગરમાં હવે કોઈ લહેરની જરૂર નહોતી. બધું જ બરાબર ચાલતું જ્ઈ રહયું છે.
જિંદગી ખરેખર એક અજીબ જ પહેલી છે. જે જયારે ખુશી લઇ ને આવે છે ત્યારે બધી જ જગ્યાએ ખાલી ખુશી જ નજર આવે છે. પ્રેમની આ સફર એક યાદનો મહાસાગર બની રહયો હતો. રોજ સ્નેહા ઉઠતાની સાથે જ શુંભમને ગુડમોનિગનો મેસેજ કરે ને ઓફિસે જતા રસ્તામાં બંનેની ફોનમાં વાતો શરૂ થાય. આખો રસ્તો તેમની વાતો બસ ચાલ્યા જ કરે. ઓફિસે પહોંચી તે કામમાં વ્યસ્ત થઈ જાય ને શુંભમ તેમના કામમા. જો ફ્રી થાય તો બંને વચ્ચે થોડી વાતો થાય નહીંતર છ વાગ્યે જયારે સ્નેહા છુટે ત્યારે તેમની વચ્ચે વાતો થાય.
રસ્તાની વાતો, ઓફિસની વાતો, કયારે શું કર્યું, હવે શું કરવું છે બધી વાતો આખો દિવસ ચાલતી ને રાતે સુતી વખતે બંને વચ્ચે પ્રેમ ભરી વાતોનો સિલસિલો શરૂ થતો. આખી જિંદગી કંઈ રીતે વિતશે તે બધું પ્લાનિંગ ફોનમાં જ થઈ જતું. આમ થશે તો આપણે આમ કરીશું. પહેલી છોકરી આવશે તો તેનું નામ આ રાખીશું તેને આ સ્કુલમાં ભણાવિશું, છોકરો આવે તો તેને આમ કરીશું. લગ્ન પછી આપણે અહીં જ્ઈશું. આ બધી જ વાતો ફોન પર પુરી થઈ જતી. જિંદગી હજું ચાલે છે ત્યાં જ વિચારોમાં, સપનામાં તે જિંદગી પુરી થઇ જાય છે. છોકરા માટા થશે પછી આપણે આવી રીતે રહેશું, તે સાથે ના રાખે તો આપણે આમ કરીશું. વગેરે વાતો આખી જિંદગી જીવી દેતી.
માણસની એક જરૂરિયાત પુરી નથી ત્યાં જ તે બીજા વિશે વિચારવા લાગે છે. જે જિંદગી હકીકતમાં નથી મળતી તે જ જિંદગી સપનામાં જીવાય જાય છે. આ સફર જ એટલી હસીન હોય છે જયા જિંદગીની બધી જ પળો જીવાય જતી હોય છે. સૌથી ટુકી આ સફરમાં આખી જિંદગી જીવવાના સપના સજાવાય જાય છે. કેટલી રોમાંચક હોય છે આ સફર. જયારે બે દિલ એકબીજાની બાહોમા બેસી એકસાથે આવનારી નવી જિંદગી જીવવાનું વિચારતા હોય છે.
કોઈ નથી જાણતું કે કાલે શું થશે છતાં પણ દિલના અરમાનો પળપળ નો સંગાથ બની આગળ નું વિચારી લેઈ છે. કેટકેટલા સપના પળમાં જ સાથે જોડાઈ જાય છે. અહેસાસની લાગણી પ્રેમમાં એટલી તરબોળ બની જાય છે કે હવે બસ આ જિંદગી ને આ જ પળ સિવાય બીજી કોઈ પળની હવે જરુર જ નથી. આ અજીબ પળ છે. જયાં બાળપણ સિવાયની બધી જ જિંદગી જીવાય જતી હોય છે વાતોથી. સ્નેહા અને શુંભમની જિંદગીની આ ખુબસુરત પળ એક હસીન રાહ લઇ ને આવી હતી.
જે પળ હંમેશા સ્નેહાને જોતી હતી તે પળ તેની જિંદગીની સૌથી ખુબસુરત પળ બનીને આવી. દિવસ રાત બસ હવે શુંભમ સાથે જોડાયેલ હતી. આ બધામાં તેનો સમય પરિવાર સાથે થોડો ઓછો થઈ ગયો હતો. રવિવારનો એક દિવસ મળતો તેમા પણ તે ક્યારેક અમદાવાદ હોય તો શુંભમ અહીં આવ્યો હોય. બસ જાણે જિંદગી ખાલી બે લોકો સુધી સિમિત હોય તેમ સ્નેહાને શુંભમ ને શુંભમને સ્નેહા આ બંને સિવાય ત્રીજું કોઈ ના દેખાતું.
સમય સાથે જિંદગી બદલી રહી હતી. લગ્નના હવે થોડો મહિના જ બાકી રહયા હતા. તૈયારી વધું જોરદાર જામી ગઈ હતી ને તેમા બંનેની વાતો થોડી ઓછી થઈ રહી હતી. આખા દિવસના થાક ને કારણે રાતે નિંદર પણ જલદી આવી જતી. આખો એક મહિનો બંને વચ્ચે એમ ચાલતું રહયું. આ એક મહિનામાં પહેલાં કરતા થોડું બદલાઈ ગયું હતું. પણ બંનેનો પ્રેમ અંતુટ હતો જે સમય કરતા વધારે લાબો થઈ ગયો હતો.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
જિંદગીના આ પ્રેમસફરમા બંનેના જીવનમાં એક અનેરી ખુશી છે શું આ ખુશી તેમના લગ્ન સફર સુધી આમ જ રહી શકશે..?? હદ થી વધારે પ્રેમ હંમેશા તકલીફનું કારણ બનતું હોય છે તો શું આ બંનેનો અતુટ પ્રેમ કોઈ તકલીફનું કારણ બની જશે..?? શું થશે આ પ્રેમસંબધનું..?? શું સ્નેહા અને શુંભમે સજાવેલા સપના પુરા થશે કે તે પહેલાં જ વિખેરાઈ જશે તે જાણવા વાંચતા રહો.. "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ "