The color of mood in Gujarati Short Stories by અમી books and stories PDF | મિજાજ નાં રંગ

Featured Books
Categories
Share

મિજાજ નાં રંગ

વાહ !! શું મિજાજ છે ???
મિજાજ તો વાણી, વર્તન અને વ્યવહાર પરથી ઓળખાય છે, વાણી સુમધુર હોય જ્યારે સારો મિજાજ, વર્તન સારું તો સારો મિજાજ, વ્યવહાર સારો તો મિજાજ સારો. કર્કશ વાણી, ગેર વર્તન, ખરાબ વ્યવહાર તો ખરાબ મિજાજ કહેવાય. આપણે ખુદને પણ અને બીજાને પણ મારો મૂડ મતલબ મિજાજ નથી સારો આજે કંઈ નવું નથી કરવું એમ કહેતા હોઈએ છે. મિજાજ ને સારો રાખવા સારો કાર્યો કરવાં, સારી વાતો કરવી, મનને ગમે એવી પ્રવૃત્તિ કરવી... મિજાજ સારો રહે..

મિજાજે મિજાજે ફેર હોય છે.કોઈ ઉદાસી વાળો હોય તો નકારાત્મકતા જ ફેલાવે, વાતાવરણ ખુશનુમા હોય તો ડહોળી નાખે અને હકારાત્મક વાળો હોય તો તેના ચૈતન્યથી વાતાવરણમાં આનંદ ભરી દે. ખુમારીથી જીવી લે અને બીજાને પણ ખુમારી શીખવે.

કેવો છે મિજાજ નો પ્રકાર ???
મિજાજ પણ જાતજાતનાં હોય છે, ઇશ્ક મિજાજી, તુન્ડ મિજાજી, સ્વતંત્ર મિજાજી,મોજીલો મિજાજી,

સમય, સંજોગો, વાતાવરણ પર હોય મિજાજના રંગ,
આનંદનું વાતાવરણ હોય, ખુશીની છોળો ઊડતી હોય, હાસ્ય સતત ગુંજતું હોય, શબ્દોની સરવાણી વહેતી હોય, પ્રેમ આસપાસ હોય તો દિલને ઇશ્ક કરવાનું મન થાય અને દિલ ઇશ્ક મિજાજી બને. શેરો શાયરીથી ઇશ્ક મિજાજી દિલની વાત કહી દે, જે ના બોલી શકતા હોય એ મૌનથી આંખો આંખો માં રમે. ઇશ્ક મિજાજી ક્યાંય છુપા ના રહે... ઇશ્ક મિજાજી દિલનાં હોય તે ગમે ત્યાં દિલ ફેંકે પણ લપસે ના..😊
તુન્ડ મિજાજી ને દૂરથી નમસ્કાર, અભિમાન થી ભરેલો, હું કંઈક છું વાળો, હું કહું એમ જ કરવાનું કહેવાવાળો......☹️
સ્વતંત્ર મિજાજી એટલે પોતાનામાં પૂરો વિશ્વાસ.
કોઈની પાસેથી કંઈ અપેક્ષા નહીં, પોતાનાં કાર્યો આપબળે કરે, પોતાનામાં મસ્તરામ.., મનમાં આવે એ કરવાનું, સ્વતંત્ર ને પરાધીન રહેવું બહુ આકરું લાગે,🤗 પુરુષ સ્વતંત્ર મિજાજી હોય તો ચાલે, અને હોવા જોઇએ એ સ્વીકાર્યું પણ જો સ્ત્રી સ્વતંત્ર મિજાજી હોય તો સીધી એના ચરિત્ર પર આંગળી ચીંધાય, કપડાં પહેરવાથી માંડીને વિચારો થકી એની સ્વતંત્રતા કોઈને ગમતી નથી, બધાં ઘરમાં કહ્યા કરે કે એને તો બધી છૂટ છે એની મરજીની માલિક છે પણ કેટલા સમય સુધીની. ઘર હોય કે બહાર સ્વતંત્રતા સ્ત્રીની કોઈને પસન્દ નથી. કેમ કેમ ??? સ્ત્રીને પણ સ્વતંત્ર મિજાજ છે ઉભરાવા દો એને, દિલ છે એને અરમાન ઘણા છે, સ્વતંત્ર મિજાજ થી નિખરવા દો. મોકો આપી જુવો જુઓ પછી એના સ્વતંત્ર મિજાજની કમાલ જુઓ.ઘર માં જ સાક્ષાત સ્વર્ગ લાગશે...

સ્વચ્છંદ મિજાજ એટલે પોતાનું ધાર્યું જ કરનાર, કોઈની શેહશરમ નહીં, કોઈની આમન્યા નહીં, બધાંને હેરાન કરવા.. સ્વતંત્ર અને સ્વચ્છંદતા વચ્ચે એક પાતળી ભેદરેખા છે. જો સ્વતંત્રતા ની જ્યાં હદ આવે ત્યાં સ્વચ્છંદતા ચાલુ થાય.

સખત મિજાજ અને કુણો મિજાજ નાં માનવીઓનો તોટો નથી. બંને એકબીજાના વિરોધાભાસ છે.
સખત મિજાજી હોય તે ક્યારે કોના પર ગુસ્સો કરે નક્કી નાં હોય. વાતમાં કંઈ દમ ના હોય પણ ગુસ્સો નાક પર હોય.આવા મિજાજી ને દૂરથી સલામ. કુણો મીજાજી ગમે તેટલું કહો, ગમે તેટલો ગુસ્સો કરો, હાંસી ઉડાવો પણ પથ્થરની લકીરની જેમ શાંત જ રહે.

મોજીલો મિજાજી એટલે પોતે મોજ કરે અને બીજાને પણ કરાવે, જિંદગીના દુઃખોને ગોળીને પી ગયો હોય, દુઃખ તારે જેટલું આવવું હોય તે આવ સ્વીકારવા તૈયાર છું, મોજથી હું દુઃખને તરી જઈશ એટલો આત્મવિશ્વાસ વાળો, એની મોજમાં જ મસ્ત રહે.એની આજુબાજુ પણ મોજીલું વાતાવરણ જ રાખે. મોજીલો બધાને હસાવે પણ એના દુઃખ દર્દ ક્યારેય કોઈને નાં બતાવે, મુખ પર હંમેશા એક મુસ્કાન હોય, બીજાના મુખ પર પણ જોવા માંગે.મોજીલા લોકો ખૂબ ઓછા હોય છે જો મળે, અથવા તમે બનવાની કોશિશ કરશો તો જિંદગી નાં બધાં મોજ કરી શકશો. હસતાં હસતાં જિંદગી કપાઈ જશે.....

""અમી"