Prem Nu Prakaran - 5 in Gujarati Love Stories by Bharat Prajapati books and stories PDF | પ્રેમ નું પ્રકરણ - ભાગ 5

Featured Books
Categories
Share

પ્રેમ નું પ્રકરણ - ભાગ 5

હું બહાર નીકળ્યો અને પૂછ્યું, “ શું કામથી આવ્યા છીએ?”

‘તારા માટે છોકરી જોવા માટે આવ્યા છીએ.’

શું...? ”

‘હા, છોકરી જોવા માટે આવ્યા છીએ અને છોકરી ખૂબ સુંદર અને સુસીલ તેમજ સંસ્કારી છે.’

“છોકરી ગમે તેટલી સુંદર હોય, પણ હું નહીં આવું. મારે જોવીજ નથી.”

‘તું એક વખત જોવા માટે તો આવ અંદર પછી તું જ સામેથી હા કહીશ.’ મમ્મી બોલી.

" પણ મારે હમણાં લગ્ન કરવા ની કોઈ ઇચ્છા નથી "

" તું હવે આવે છે કે નહી " - મમ્મી ગુસ્સા માં બોલી.

“ઓકેય, ચાલો હું આવું છું.”

( અમે ગયા તેમના ઘરે અને ઘર તો સારું હતું. પણ હજી મે છોકરી જોઈ નથી. મમ્મી અને પપ્પા છોકરીના પેરેન્ટ્સ થી વાતો કરતાં હતા. )

પપ્પા એ મને એમાંના મિત્રની ઓળખ આપતા કહ્યું કે, “ આ કમલેશભાઈ છે અને અમે બંને ખૂબ જૂના મિત્રો છીએ અને અમે બાલમંદિર થી માંડીને કોલેજ સુધીનો અભ્યાસ સાથે જ કર્યો હતો. પછી કામ ના કારણે કમલેશભાઈ મુંબઈ જતાં રહ્યા અને જ્યારે પણ તેઓ અહી અમદાવાદ આવે ત્યારે ત્યારે અમે લોકો જરૂર મળીએ અને શાંતિ થી વાતો કરીએ. એક દિવસ વાતમાં ને વાતમાં લગ્ન ની વાત નીકળી અને કમલેશભાઇએ કહ્યું કે,‘ છોકરી મોટી થઈ ગઈ છે અને હવે લગ્ન માટે જલદી કોઈ સારો છોકરો શોધવોનો છે તો, ધ્યાનમાં હોય તો કહેજો’ અને પછી મે કહ્યું કે, ‘મારો છોકરો પણ મોટો થઈ ગયો છે જો બંનેને એકબીજા પસંદ આવે તો મોં મીઠું કરી દઈએ.’ ”

સ્વીટું ની મમ્મી સ્વીટું ને કહો ચા લઈને આવે. ” – સ્વીટું ના પપ્પા બોલ્યા.

ચા – નાસ્તો લઈને આવી એકદમ હિંદી ફિલ્મ નો સીન ચાલી રહ્યો હોય એવું લાગતું હતું. અને સ્વીટું પણ ફિલ્મની હિરોઈન જેવી જ સુંદર હતી પરંતુ મને તેના તરફ જરાય આકર્ષણ થયું નહીં. એને ચા ટેબલ ઉપર મૂકી અને મારા સામે રહેલા સોફા ઉપર બેઠિ.

અમારી સ્વાતિ અને અમે એને લાડથી સ્વીટું કહીએ છીએ અને અત્યારે એ બી.એડ ના છેલ્લા વર્ષ માં છે અને હા! એને ડ્રોઇંગ નો બહું શોખ છે અને ડ્રોઇંગ પણ ખૂબજ સુંદર બનાવે છે. ” કમલેશભાઈ બોલ્યા.

તરત જ આ સાંભળીને સ્વીટું બોલી " ચાલો મારા રૂમ માં હું તમને મારા ડ્રોઇંગ બતાવું. "

પછી સ્વાતિએ મને એની ડ્રોઇંગ બતાવી અને હું બોલ્યો કે, " આ બધા ચિત્રો તમારા જેટલા જ સુંદર છે. "

( મારી વાતનો મર્મ સમજી ગઈ હોય તેમ સ્વીટું બોલી ) " તમે જેને જોવા આવ્યાં છો એ હું નહિ પણ મારી મોટી બહેન છે. એ બહાર ગઈ છે હમણાં જ આવતી હશે. "

ઓહ! એમ.. ઓકેય તો બી.એડ કરો છો એમ ને? ”

" હા, છેલ્લા વર્ષ માં છુ અને તમે? "

" હું કોમ્પ્યુટર કંપની માં જૉબ કરું છું. "

ત્યાં સ્વાતિ ની મમ્મીએ બૂમ પાડી કે, " સ્વીટું બહાર આવ તારી દિદિ આવી ગઈ. "

હું અને સ્વાતિ બહાત આવ્યાં અને બહાર એક છોકરી બેઠિ હતી પરંતુ એ એવી રીતે બેઠિ હતી કે મને તેનુ મોઢું દેખાયું નહિ.

" બેટા આ છોકરીને જોવા માટે આવ્યા છીએ. " પપ્પા બોલ્યા.

પછી હું ધીમેથી આગળની બાજું આવ્યો અને જોયું તો કોણ... " અરે...! આ તો અવની છે. પણ આ અહીયાં શું કરે છે? " હું મન માં બોલ્યો.

કમલેશભાઇ બોલ્યા, " આ અવની છે અને આના સાથે તારી સગાઇ નક્કી કરવાની છે. "

હું તો વિચાર માં જ પડી ગયો કે આ બધું શું થઈ રહ્યું છે. હું તો બસ અવની ની તરફ જોઇ જ રહ્યો.

" કેવી લાગી છોકરી?.. તારે કંઈ પૂછવું હોય તો પૂછ બેટા " પપ્પા બોલ્યા.

" પપ્પા ચાલો આની તો સગાઈ બીજા કોઈ છોકરા સાથે થવાની છે. મને ખબર છે. "

" શું બોલે છે બેટા..!? કોના સાથે? અને તને કેવી રીતે ખબર? "

" પપ્પા તમને ખબર છે ને કે હું રોજ ઓફીસ થી મોડો આવું છુ.."

" હા... ખબર છે. તને રોજ રાત્રે કોફી પીવા ની આદત છે. પણ એનાથી આને શું લેવા દેવા? "

" તો મારી સાથે આ અવની પણ આવતી હતી. અને આજ મારી કૉફી પાર્ટનર હતી અને એને ખુદ જ મને કહ્યું હતું કે, એક આકાશ નામનો છોકરો હમણા તને જોવા આવ્યો હતો અને એ છોકરો આને પસંદ પણ પડ્યો હતો. "

વાત સાંભળી ને બધા હસવા માંડ્યા અને મે કહ્યું કે, " આ વાતમાં હસાવા જેવું શું લાગ્યું તમને બધાને કે હસવા લાગ્યા..? "

પછી પપ્પા અને તેમના મિત્ર સાથે બોલ્યાં કે, " આ કોઈ ઇત્તફાક નથી આ બધું અમે પહેલેથી જ ગોઠવી રાખ્યું હતું. " અને પછી કમલેશકાકા, પપ્પા, મમ્મી, અવની બધા હસવા માંડ્યા અને હું અવાચક બનીને બસ આ બધું જોતો જ રહ્યો.

હું મૂંઝવણમાં પડી ગયો અને પ્રશ્ન કર્યો " એટલે?... પહેલેથી ગોઠવેલું હતું એટલે શું?.. મને કંઇ સમજાયું નહિ "

" દેખ સાંભળ... આજકાલ ના જુવાનિયાઓ ને એમના મા-બાપ બતાવેલ છોકરી ગમે એટલી સુંદર, સુશીલ અને સંસ્કારી હોય પરંતુ તેમને પસંદ પડતી નથી અને એટલેજ મે અને કમલેશભાઈ એ નક્કી કર્યું કે મોર્ડન જમના ની રીતે પહેલા તમે મિત્ર બનો અને પછી એકબીજા ને પસંદ કરો. "

મને જણે એક હજાર વોલ્ટ નો કરંટ લાગ્યો હોય તેવી મારી સ્થિતિ બની ગઈ હતી ત્યાં પપ્પા બોલ્યાં ,"બેટા તને જો અવની પસંદ હોય તો જ હા કહેજે. " એમ કહીને પાછા બધા હસવા લાગ્યા.

મારી તો હા જ હતી અને અવની જેવી સુંદર અને સુસીલ છોકરી સાથે લગ્ન થાય એતો નસીબ ની વાત કહેવાય અને આમ, અહીયાં અમારું પ્રેમનું પ્રકરણ પુરું થાય છે.

જો તમને મારી વાર્તાઓ ગમતી હોય તો યોગ્ય પ્રતિભાવ ચોક્કસ જણાવજો કે જેથી મારો લખવાનો ઉત્સાહ વધતો રહે. ફરી મળીશું એક નવી જ કથા સાથે. ધન્યવાદ..🙏


🌸🌸🌸🌸🌸🌸🌸 આભાર 🌸🌸🌸🌸🌸🌸🌸