For the first time in life - 9 in Gujarati Love Stories by Nidhi Parmar books and stories PDF | For the first time in life - 9

Featured Books
Categories
Share

For the first time in life - 9


અભિનવ માટે ની મારી Feelings દિવસે ને દિવસે વધતી જતી હતી. એને મને મેસેજ કર્યો હતો .એમાં પણ એણે મને Canteen મા મળવા માટે બોલાવી હતી.
હું બેઠી બેઠી વિચારી રહી હતી કે અભિનવ ને શું કામ હશે..? કે અચાનક મને આમ બોલાવી.

એટલા મા Adi જાગી જાય છે.
Happy Birthday Adi એણે જાગતા ની સાથે જ wish કરું છું.
Thank you કહી ને પૂછે છે મારો Birthday Gift....?
મેં પણ જોશ માં ને જોશ માં કહી દીધું તારે જે જોઈતું હોય એ. બસ તું મને કે તારે શું જોઈએ છે...?
અભિનવ ને તારી Feelings કહી દે. ( આદિ એ કહ્યું)

મેં Adi ને કહી તો દીધું પણ હવે દુવિધા મા આવી ગઈ હતી કે
અભિનવ ને મારી Feelings કઈ રીતે કહીશ. Adi એ માંગ્યું છે એટલે હવે કહેવું તો પડશે જ .પણ કઈ રીતે કરીશ હું....?

Situation થોડું મારો સાથ આપી રહી હતી
અભિનવ ને એમ પણ Canteen માં મળવા નું હતું તો ત્યાં એને કહી દઉં "મેરા હાલ એ દિલ "

Adi College મા બહુ જ પ્રખ્યાત હતી તો એનો birthday હોય ને Clg મા કાંઈ ખાસ ના થાય..?
કોલેજ ના દરવાજા મા દાખલ થયા ની સાથે જ Adi લોકો થી ઘેરાઈ જાય છે.બધા એને Wish કરી રહ્યા હતા



Wish નો આ સિલસિલો Canteen પહોંચવા સુધી ચાલુ જ હતું
Adi ને એના friends એ canteen માં થોડું party જેવું કર્યું હતું.
બધા ચા ની ચુસ્કીયો સાથે સાથે વાતો કરી રહ્યા હતા.

થોડી વાર પછી Adi ને હું Free થઈ ને અભિનવ ના Tabel બાજુ જઈ રહ્યા હતા.Adi મને યાદ કરાવી રહી હતી કે કહી દે કહી દે તારા મન ની વાત કહી દે.હું પણ થોડું Mentally Prepare થઈ ગઈ.

અભિનવ એકલો નહોતો બેઠો એની સાથે કોઈકBeautiful છોકરી બેઠી હતી.એની આંખો બહુ જ સુંદર હતી એની ગોળ ગોળ વાદળી આંખો હતી.એની આંખો ને ઊંડાઈ તો જાણે સમુદ્ર થી પણ વધારે
એની આંખો એની વાતો કરતા ઘણું બધું કહી જાય છે.
તમે કેટલું પણ પોતાની જાત ને રોકી લ્યો પણ અંતે એમાં ખોવાઈ જ જશો. એ આમ હસ્તી હતી ને ત્યારે એના ગાલ પર Dimple પડી રહ્યા હતા.જાણે કોઈ કલાકાર ની અદ્ભુત કલાકૃતિ હોય
મે અને Adi એ વિચાર્યું કે એની કોઈક Friend હશે.એમને જોઈ ને એવું લાગતું હતું કે જાણે એ બંને એક બીજા માટે જ બન્યા હોય.બન્ને ના ચહેરાઓ પર Wide Smiles હતી.

હું અને Adi અભિનવ ને રહસ્યમય છોકરીની સામે બેસી જઈએ છીએ. હું અને Adi કાંઈક બોલીએ એ પહેલાં જ અભિનવ બોલે છે
ધ્યાની અને આદિ આ મારી ગર્લફ્રેન્ડ છે આનું નામ શ્રેયા છે.
આટલું સાંભળતા ની સાથે જ મારું હૃદય થંભી જાય છે.
મારી નાનકડી એ દુનિયા જે અભિનવ ની આસપાસ ફરતી હતી એ હવે તૂટવા માંડી છે. અચાનક જ જાણે સમય એક દમ થોભી ગયું હોય એવું લાગી રહ્યું હતું જે અભિનવ ની સાથે સમય વિતાવ્યો હતો એ મારી આંખો સમક્ષ કોઈ ફિલ્મ ની જેમ આવી રહ્યું હતું.
ફર્ક બસ એટલો હતો કે દરેક પળ મા હું એકલી હતી.

Adi જોર થી મારો હાથ પકડી લે છે ને મારી સામે જોવે છે જાણે
એ બધું જાણતી હતી કે હું કેવી પરિસ્થિતિ માંથી ગુજરી રહી છું. હું અને આદિ એકબીજા ની સામે જ જોઈ રહ્યા હતા અમારા જોડે અભિનવ અને શ્રેયા ને કહેવા માટે કોઈ શબ્દો જ ન હતા . હું બેબસ થઈ ગઈ હતી અને મારી આંખો ભરાઈ ગઈ હતી હું અભિનવ ની સામે જોયું તો એ શ્રેયા ની આંખો માં ખોવાયેલો હતો.હું કઈ કહું એના પેલા જ મારા Daddy નો Call આવે છે મારી Mom ની તબિયત થોડી લથડી પડી હતી તેથી મારા પપ્પા એ થોડા દિવસ માટે મને ઘરે બોલાવા માટે Call કર્યું હતું. એમને મારા અવાજ પરથી ખબર પડી ગઈ કે મને કઈ થયું છે એટલે એમને કહ્યુ કે તુ ઠીક તો છે...?કાંઈ થયું છે કે શું.?
મે પણ ખોટું બોલતા કહ્યું ના Daddy .Mom બીમાર છે એટલે થોડું Tension થઈ રહ્યું છે.
બેટા ટેન્શન ના લે બધું બરાબર થઈ જશે અને હા
જો તારે કાંઈ પણ share કરવું હોય તો બેજિજક તારા Daddy ને કહી દેજે તારા પપ્પા હમેશા તારા જોડે છે જે પણ થાય તારા જોડે જ ઊભા રહેશે.
Take care
love you. ( આટલું કહી ને એમને ફોન કટ કરી નાખ્યો).
હું કઈ બોલ્યા વગર જ ત્યાથી ઉભી થઇ ને જવા લાગી ત્યાં પાછળ થી અભિનવ અને આદિ બોલાવવા લાગ્યા.પણ જે થયું એના પછી હું સીધી મારા Room પર જતી હતી. Adi ને Msg કરી ને સીધી ત્યાં થી નીકળી ગઈ.
Room પર જઈ ને હું Packing કરી રહી હતી એટલા મા Adi આવે છે ને આવતા ને સાથે જ મને એકદમ Tight Hug કરી લે છે.
Hug કરતા ની સાથે જ હું Adi સામે રડી પડું છું. થોડી વાર સુધી તો હું એમજ Adi સાથે રડતી રહું છું.
થોડી વાર બાદ એ મને ચૂપ કરાવે છે અને સમજાવે છે કે
જો ધ્યાની તુ ઘરે જઈ રહી છો તો આવા ઉદાસ મોઢા સાથે ના જા થોડું Smile કર.
હું જાણું છું કે તારા માટે અત્યારે smile કરવું કેટલું અઘરું છે પણ
તું આવી રીતે જઇશ તો કાકા ને ખબર પડી જશે. ખોટા એ વધુ ચિંતા કરશે.
એમ પણ હાલ તારા ઘર મા થોડું tension નું માહોલ હશે તારે જ બધા ને સાંભળવાનું છે .અત્યારે તારે તારી Family ને સાથઆપવાનું છે તારી એમને જરૂર છે. ચાલ હું તારી મદદ કરું પણ પહેલા તું તારા મોઢા પર એજ Smile લાવ. એનું માન રાખવા મે થોડી smile કરી
હા બસ એજ. ( આદિ એ કહ્યું)
આદિ બરોબર કહી રહી હતી.કે મારે મજબૂત બનવું પડશે

*Wish All Things Become Normal Tomorrow*