Vihvad - 3 in Gujarati Love Stories by Dipkunvarba Solanki books and stories PDF | વિહવળ ભાગ-૩

Featured Books
Categories
Share

વિહવળ ભાગ-૩

ગયા અંક માં જોયું તેમ નિયતી ઘરના એ મૂકેલા પ્રસ્તાવ ને કારણે અસમંજસમાં હતી. તેનું મન રાજી ન હતું અને હજૂ તે તૈયાર પણ ન હતી. તે ઘરના ની વાતનું માન રાખીને અને મમ્મી ના સમજવ્યાં પછી હા તો પાડી દે છે.

મમ્મી સાથે વાત કર્યા બાદ નિયતી તેના રૂમ માં ચાલી જાય છે અને બારી માં આવી ને બેસી જાય છે.બપોર નો સમય હતો સુર્ય બરાબર માથા પર હતો અને અગન જ્વાળા વરસાવી રહ્યો હતો.જેટલો તાપ સૂર્ય નો હતો બહાર તેટલો જ નિયતી ના દિલ માં ઉત્પન્ન થઈ રહ્યો હતો. જાણે તેનું દિલ શાંત પડેલો જવાળમુખી જે જાગૃત થઈ રહ્યો હોય.બળતા બપોરે બારી ખોલી નિયતી જાણે સુર્ય ને સવાલ કરી રહી છે.તેના સપના જે હજુ જોવાના તેને ચાલુ જ કર્યા હતા.પિતા ના વ્યવસાય માં તેને હસ્તક્ષેપ કરવાની પ્રબળ ઈચ્છા જો લગ્ન કરશે તો બાજુ પર રહી જશે અને નવી જવાબદારી તેના માથે આવી જશે.નવું ઘર નવા લોકો નવું જીવન ...!! બધું જ બદલાઈ જશે.અંતર માં સવાલો નું વાવાઝોડુ ત્રાટકી રહ્યું હતું.પોતાની વ્યથા ઠાલવવી ક્યાં, બધા વિચારો માં મગ્ન નિયતી ના આખો માં આંસુ આવી ગયા. આંખોની કિનારી આંસુ થી ભરાઈ ગઈ હતી.એટલા માં જ વિશ્વા નો અવાજ આવ્યો.બધા ને મળીને વિશ્વા નિયતી વિશે પૂછી રહી હતી.તેના મમ્મી એ વિશ્વા ને બધી વાત જણાઈ દીધી.વિશ્વા પણ નિયતી ના પરીવારની સદસ્ય જ હતી.તેના મમ્મી એ શુભ સમાચાર વિશ્વા ને આપ્યા.અને કહ્યું નિયતી ઉપર તેના રૂમ માં છે અને હું હમણાં જમવાનું પિરસુ છું બંને વાતો કરીને આવી જજો સાથે જમીશું એટલું કહી તેના મમ્મી રસોડા માં ગયા અને વિશ્વા સારું અમે આવીએ કહીને નિયતી ને મળવા તેના રૂમ માં ઉપર આવી.વિશ્વાનો આવવાનો અવાજ સાંભળતા નિયતી સવસ્થ થઈ ગઈ.આવતા સાથે જ વિશ્વા એ કહ્યું ખૂબ ખૂબ અભિનંદન અને ગાવા લાગી " મેરી પ્યારી બેહનીયા બનેગી દુલ્હાનીયા" વિશ્વા ની આ વાત પર નિયતી એ ખૂબ ફિકી લાગે તેવી પ્રતિક્રિયા આપી. અને વિશ્વા પણ નિયતી જોડે આવી ને બારી માં બેસી ગઈ. નિયતી કઇ જ બોલી ના વિશ્વા તેની પર સવાલો નો વરસાદ કરી રહી હતી પરંતુ નિયતી મૌન હતી. થોડીવાર સુધી વિશ્વા ના બોલ્યાં બાદ નિયતી એ પૂછ્યુ
આજે તો શું વાત છે માતાજી સવાર સવાર માં આ બાજુ કેમના ભૂલા પડ્યા. એટલે વળતા જવાબ માં વિશ્વા આ જણાવ્યું માસીનો ફોન આવ્યો હતો એમને કહ્યું નિયતી માટે શુભ સમાચાર છે અને જમવાનું પણ અહી જ જમજે તો હું આવી ગઈ.નિયતી હજુ પણ બારી માં જ જોઈ રહી હતી એટલે વિશ્વા અકળાઇ ને બોલી એક તો એટલા બળતા તાપ મ બારી ખૂલ્લી રાખીને બારીમાં બેઠી છું અને ઉપર થી સામે પણ નથી જોતી.હુ તો જાવ છું નીચે જમવા તારે ના બોલવું હોય તો હજુ વિશ્વા ની વાત પૂરી પણ માં થઇ હતી કે નિયતી વિશ્વા ને ભેટી પડી અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.પહેલા તો વિશ્વા થોડી ડરી ગઈ પછી તેને કહ્યું હું તો મજાક કરતી હતી મારી વાત નું ખોટું લગાડે છે વિશ્વ બોલતી રહી અને નિયતી તેને ભેટી ને રડતી રહી થોડી વાર રડવા દીધા પછી ધીમે ધીમે નિયતી શાંત થઈ પછી વિશ્વા એ તેને બેસાડી અને પાણી લાવી આપ્યું. થોડી વાર આખા રૂમ માં સન્નાટો છવાઇ ગયો.વિશ્વા ને લાગ્યું હવે નિયતી સવસ્થ છે એટલે તેને પૂછ્યુ શું થયું કમ આજે અમારી હસતી રમતી નિયતી આટલી નબળી થઈ રહી છે.નિયતી એ વિશ્વા ને બધી પોતાના મન ની વ્યથા સંભળાવી.બધું સાંભળ્યા બાદ વિશ્વા એ નિયતી ને કહ્યું હજુ કશું ક્યાં નક્કી થયું છે.હજુ તો વાત આવી છે તેને ગમે તો હા પાડજે નઈ તો ના પાડી દેજે માસી ને હું જાણું છું સારી રીતે આ તારી ખુશી અને મરજી ના હોય તેમ ના કરે.તુ શાંતી રાખ આટલી ચિંતા કરવાની જરૂર નથી.બધું સારું જ થશે.જા તું મોઢું ધોઈને આવ.માસી આપણી જમવા મટે રાહ જોવે છે.

પળવાર મા વિશ્વા સાથે વાત કરીને નિયતી સ્વસ્થ થઈ ગઈ.અને બંને વાતો કરતા કરતા જમવા આવ્યા.બધા જમીને બેઠા હતા.બંને બહેપણીઓ પાછી ઉપર રૂમમાં આવીને વાતો કરવા લાગી.હવે નિયતી ને પહેલા કરતાં સારું લાગતું હતું.


પણ હજુ નિયતી ના મનમાં સવાલો અને અસમંજસ તો હતા જ.નવા એહસાસ તેને બેચેન કરી રહ્યા હતા.વિશ્વા ના ગયા પછી તે ફરી વિચારો ની પોતાની દુનિયા માં ચાલી જાય છે.