लग जा गले - 14 in Gujarati Fiction Stories by Ajay Nhavi books and stories PDF | લગ જા ગલે - 14

Featured Books
Categories
Share

લગ જા ગલે - 14

નિયતિ ખૂબ જ ટેન્શનમાં છે. છેલ્લે છેલ્લે બધું બગડવાનુ હતું. એ માથે ઓશિકું મૂકી સૂઇ જાય છે.

તન્મય નિયતિ ને કહે છે,"દેવદાસ બનકે કયું બેઠી હૈ....? કઇ નહી થાય." તન્મય નિયતિ ને ગલીપચી કરવાં લાગે છે. નિયતિ પણ તન્મય ને કરે છે અને બંને મસ્તી કરવા લાગે છે.

મસ્તી કરતા કરતા અચાનક એ ઉભી થાય છે. એને એક તરકીબ સૂઝે છે. એ ફટાફટ એના ભાઇને ફોન કરતી બાલ્કની માં જાય છે. ભાઇને કહે છે કે,"બે નંબર હું તને સેન્ડ કરૂં છું. હમણાં જ મમ્મી પપ્પા નો મોબાઇલ લઇ આ બંને નંબર બ્લોક કરી દે."

નિયતિ નો ભાઇ ફોન લેવા જાય છે પરંતુ ત્યાં સુધીમાં એમની મમ્મી પર ફોન આવી ગયો હોય છે અને મમ્મી વાત કરવા લાગે છે.

ભાઇ નિયતિ ને કહે છે, "મમ્મી પર કોઇ નો ફોન આવ્યો છે અને એ ફોન પર વાત કરે છે." આ સાંભળી નિયતિ ની ધડકન વધી જાય છે. એ પ્રાર્થના કરવા લાગે છે, "હે ભગવાન, આ બીજા કોઈ નો ફોન હોવો જોઇએ.."

નિયતિ આમ થી તેમ આંટા મારી રહી છે. થોડી વાર પછી ભાઇ નિયતિ ને મેસેજ કરે છે કે એ બીજું કોઈ હતું. તું ચિંતા ના કરીશ હું કરી દઇશ. થોડી વાર પછી મેસેજ આવે છે કે એણે બંને નંબર બ્લોક કરી દીધા છે.

આ સાંભળી નિયતિ રાહતનો શ્વાસ લે છે. નિયતિ રૂમમાં આવી આ વાત તન્મય ને કહે છે.

તન્મય એ કહ્યુ, "વાહ... શું તરકીબ શોધી....પણ ઘરે જઇને મારા મમ્મી પપ્પા નો નંબર પહેલાં બ્લોક લીસ્ટમાંથી કાઢજે." નિયતિ એ કહયું, "હા... કાઢી દઇશ."

પછી ધીરે રહીને તન્મય એ એની એક્ષ ગર્લફ્રેન્ડ ની વાત કરી.

તન્મય એ કહ્યુ,"આજે તો મારી એક્ષ ગર્લફ્રેન્ડ સાથે વાત થઇ."

નિયતિ ને એની ઍક્ષ ગર્લફ્રેન્ડ ની વાત આવતા જ મનમા જાણે આગ બળવા લાગે. નિયતિ એ પૂછ્યું, "હા, તો શું કહે છે? તમારી એક્ષ.?"

તન્મય એ કહ્યુ, "કઇ નહી ઘણા સમય પછી ફોન આવ્યો તો વાતો કરતા હતાં. એની નાની છોકરી છે એનો ફોટો મોકલ્યો હતો."

નિયતિ એ તન્મય ને આટલો લાગણીશીલ કયારેય નહોતો જોયો. જાણે હજુ પણ એના દિલ ના એક ખૂણામાં એની ગર્લફ્રેન્ડ માટે એ લાગણી પડી હતી. નિયતિ ને હજુ જાણવાની જીજ્ઞાસા થઇ. એણે પૂછ્યું, "તમે એને છોડી કેમ દીધી?"

તન્મય એ કહ્યુ, "એને મારી સાથે લગ્ન કરવા હતા અને હું કમાતો પણ ન હતો, મારૂ કરિયર સેટ ન હતું. એમણે તરત લગ્ન કરવા હતાં. જે થઇ શકે એમ ન હતું. એ ઘણી જ સારી હતી. મારો ઘણો જ ખ્યાલ રાખતી. સ્વભાવ પણ ઘણો જ સારો હતો. એ મારી સાથે ઓછા પગાર માં પણ ખુશ રહી જાત. પણ એ એના માટે નહી બની. એ જેવી છોકરી હતી એ પ્રમાણે એ વધારે deserve કરતી હતી જે હું એને નહી આપી શકતે. પણ આજે મને ખુશી છે કે એ જેની સાથે પણ છે. ખૂબ ખુશ છે."

નિયતિ એ કહયું, "તો તમે કેમ એમની સાથે વાત કર્યા કરો છો. Divorce કરાવવાનો ઇરાદો તો નથી ને?"

તન્મય એ કહ્યુ, "ના રે ના, હું શું કામ એની life બગાડું? ઘણા મહિનાઓ પછી એનો ફોન આવ્યો એટલે વાત કરી અને મેં તો એનો નંબર પણ save નથી રાખ્યો."

નિયતિ એ મજાક કરતા કહયું, "સારૂં સારૂં, એમજ હું તો મજાક કરૂં છું. બાકી આજે તો ગર્લફ્રેન્ડ નો ફોન આવ્યો એટલે પાર્ટી ફોમ માં છે... "

તન્મય એ કહ્યુ, "હા, તું ઉડાવી લે મારી."

નિયતિ એ હસતાં કહ્યું, "બીજી બધી ફ્રેન્ડ ની વાત કહોને મને." તન્મય એ બીજી બે ત્રણ ગર્લ ના નામ આપ્યા. નિયતિ ને એક વાત ખબર ના પડી કે બધી ફ્રેન્ડ ના નામ કીધા પણ કયાંય પલકનું નામ ન આવ્યું. એમજ શંકા કરતી હતી એમ વિચારી વાત ટાળી દે છે.

વાત કરતાં કરતાં અચાનક નિયતિ ની નજર તન્મય ના ગાલ પર જાય છે. એ તન્મય ને પૂછે છે,"આ તમારા ગાલ પર શું થયું? થોડો કાળાશ પડતો ડાઘ દેખાય છે."

તન્મય એ કહ્યુ, "મને કશી જ ખબર નથી કે એ કઇ રીતે થયો. આજે હું પલક ને મળ્યો હતો તો એ પણ કહેતી હતી. એને તો આ લવ બાઇટ જેવું લાગતું હતું અને એ તારા પર શક કરતી હતી." આમ કહી તન્મય થોડું હસે છે.

નિયતિ એ કહયું,"મારા પર... મે... કઇ જ નથી કર્યું. ઘણા દિવસથી હું તમને અડી પણ નથી.. "

તન્મય એ કહ્યુ,"જો.. આ ચિન્હ જયારે હું રાતે સૂતો ત્યારે ન હતું અને સવારે આવી ગયું. આ સમય દરમ્યાન મારી સાથે ખાલી તું જ હતી."

નિયતિ એ કહયું,"વાહ... આ તો વગર વાંકે મારૂં નામ આવી રહયું છે. ના કરવા છતા પણ મારૂં નામ આવે એના કરતાં કરી જ લેવું સારું." આમ કહી એ પણ તન્મય ને મહેણા મારે છે.

તન્મય એ કહ્યુ,"મે તને કયારેય કઇ જ નથી કીધું."

નિયતિ એ કહયું,"કઇ જ નથી કીધું એ જ તો તકલીફ છે."

આમ બંને હસવા લાગે છે. ત્યાં જ નિયતિ પર એની મમ્મી નો ફોન આવે છે. નિયતિ ફોન પર વાત કરતી બહાર જાય છે. થોડી વાર વાતચીત કર્યા બાદ ફરી અંદર આવે છે.

તન્મય એ નિયતિ ને પૂછયું,"શું થયું?"

નિયતિ એ કહયું, "કઇ નહી.. ઘરની વાતો માં એક જ તો વાત હોય છે, લગ્ન ની."

તન્મય એ કહ્યુ, "તારે કરવા હોય તો કરી લે."

નિયતિ એ કહયું, "કરવા તો છે પરંતુ કોઇ ગમતુ નથી."

તન્મય એ કહ્યુ,"તું મગજથી કેમ લગ્ન નું વિચારે છે? દિલ થી વિચારને."

નિયતિ ફિકકુ હસે છે અને કહે છે, "દિલ... દિલ થી ના વિચારાય."

તન્મય એ પૂછ્યું,"કેમ??"

નિયતિ એ કહયું, "કારણ કે મારૂ દિલ શું કહી રહયું છે એ મને ખબર છે."

તન્મય એ કહ્યુ,"જો..એમ પણ મને નથી લાગતું કે તારા ઘરે ઇન્ટરકાસ્ટ મેરેજ ને લઇને વધારે પ્રોબ્લેમ થઇ શકે છે અને તું જે રીતે લાઇફ જીવી રહી છે એવો છોકરો તને તારા સમાજમાં તો મળવાથી રહયો. એના કરતાં તને પસંદ આવે એવો જાતે શોધી લે."

નિયતિ એ કહયું, "હા.. થોડે અંશે તમારી વાત સાચી તો છે. પરંતુ એવો છોકરો હું કયાં શોધવા જઇશ??"

તન્મય એ કહ્યુ,"તારા આટલા બધા ફ્રેન્ડ છે. કોઇ તો હશે ને એવું. થોડી આજુબાજુ નજર તો કર."

આજુ બાજુ મતલબ?? આજુબાજુ તો હમણાં તન્મય જ છે. નિયતિ આ સાંભળી થોડી વાર માટે સ્તબ્ધ થઇ ગઇ. શું તન્મય પોતાની વાત કરી રહયો છે??

હવે, તન્મય કયા છોકરાની વાત કરી રહયો છે એ પછીના ભાગમાં જોઇશું. મને અનુસરવાનું અને અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં. ગમે તો બીજા ને પણ મોકલજો. આભાર.