હેલો મિત્રો બહુ વધારે રાહ નથી જોવડાવી ને. ..?
હાતો આજે આપણે આગળ ની મુલાકાત માં શુ થયું એ વાત કરવી છે.
બરોબર ૧૩ માં દિવસ ની સવાર પડી અને નક્કી કરી લીધું કે આજે તો બસ જલ્દી થી કોલેજ જવા નીકળી જવું છે, ફટાફટ તૈયાર થઇ ગયો અને બસસ્ટેન્ડ પહોંચી ગયો આજે ઘરે થી જરા થોડો વહેલો નીકળ્યો એટલે વહેલી બસ માંજ જતો રહ્યો.
મનમાં વિચાર આવ્યો કે એક કામ કરીયે તો " જે સ્ટેન્ડ થી પેલા મેડમ ચઢે છે ત્યાં જ ઉતરી જવ અને પછી એમની સાથે જ બસ માં ચઢીશુ", મારા આ વિચાર ને જતા વાર લાગે એ પહેલા તો સ્ટૅન્ડ આવી ગયું અને હું ઝડપ થી ત્યાં ઉતારી ગયો.
હું થોડો વહેલો આવી ગયો હતો એટલે પેલા મેડમ દેખાણા નહિ, મનમાં ટેન્શન થવા લાગ્યું કે આજે આવશે તો ખરાને. ...?
મારા વિચાર ને મેં એકદમ ફગાવી દીધો જેમ જજ પહેલી તારીખે જ કેસ ફગાવી દે એમ. અને મનને બનાવતા વિચાર કર્યો કે જરૂર આવશે.
હું મારા આ વિચારો ના વમળ માં અજુતો ડૂબકી ઓ લાગવતો હતો ત્યાંજ મારી નજર રોડ ની સામે પડી...એજ દુપટ્ટો....એજ આંખો....એજ નજારો....તે છોકરી હવળે હવળે મારી તરફ આગળ વધી રહી હતી. ...એ જેમ જેમ મારી તરફ આવી રહી હતી તેમ તેમ મારા હૃદય ની ધડકન પણ તેજ થયી રહી હતી,
મારી નજર એના તરફ થી હટી જ નહિ...એકદમ નજીક માત્ર ૫- ૭ ડગલાં ની દુરી પર આવીને એ ઉભી રહી ગયી, અને બસ ની રાહ જોવા લાગી.
થોડીક વાર થયી અને એણે મારી તરફ નજર કરી, હું એનેજ જોતો હતો તો એને નજર ફેરવી લીધી. આવું એને ૨ - ૩ વાર કર્યું એટલે મને થયું કે શુ એ મને ઓળખી ગયી હશે. .?
મને તો મનમાં થોડો ડર લાગ્યો કે કદાચ એને એમ થશે કે આ મારો પીછો કરે છે !
હું તો ઘડીક એને જોવું ઘડીક બસ તરફ જોવું, મનમાં થયું લાવ ને અત્યારે જ વાત કરી લવ. પણ આજુ બાજુ માં ઘણી પબ્લિક હતી, બહુ મક્કમ તાથી એની તરફ ડગલાં માંડ્યા.....જેવા મેં ૨ - ૩ ડગલાં ભર્યા કે બસ આવી ગયી, અને બધું પુબ્લીક બસ માં બેસવા માટે દોડવા લાગ્યું એટલે મારો બધો જુસ્સો પાણી માં વહી ગયો.
બસ જેવી સ્ટેન્ડ પર આવી ને ઉભી રહી કે હું તો દોડ્યો, આમતો આપડે ચડવા માં પાક્કા કેમ કે ગમે એટલી ભીડ હોઈ વાર ન લાગે, પણ તે દિવસે જરા અલગ બન્યું, જેવો હું ચડવા દોડ્યો કે પેલા મેડમ ભીડ માં ચડતા હતા તો અચાનક જ કોઈક નો ધક્કો વાગ્યો અને મેડમ સીધાજ મારી તરફ નમ્યા, જો હું ના હોત તો તે સીધા દરવાજા માંથી બહાર આવી ગયા હોત.
પણ મેં અમને પકડી લીધા એટલે એ પડ્યા નહિ. અને પછી આગળ જઈ ને એમની રોજ ની જગ્યા એ ઉભા રહી ગયા.
ચાલો પડ્યા નહિ એનો આનંદ હતો પણ મેડમ તો થેંક્યુ પણ ના બોલ્યા, એમ તો આપડે કઈ આભાર ના ભૂખ્યા નહિ પણ આ તો એમજ.
પછી હું આગળ વધ્યો, બસ માં આગળ ભીડ હતી એટલે હું એમની જોડેજ ઉભો રહી ગયો.
સાહેબ નસીબ જબરા જોર કરતા હશે કે અમે બંને આજે જોડે ઉભા હતા, અમદાવાદ ની આ બસ ની ભીડ માં અમે બંને એકબીજા ને અડી ના જાઈએ એમ ઉભા રહેવા ની કોસીસ ચાલુ હતી પણ ડ્ર્રાઈવર જાણે મારા દિલ ની વાત જાણતો હૉય એમ થોડા સમયે બ્રેક લગાવતો એટલે એ મેડમ સીધા જ એમના હાથ નો ટેકો મારા હાથ પર રાખતા ( પણ મારી એવી કોઈ જાતની મનસા નોતી, એ તો ડ્ર્રાઈવર ની વાત છે.)
આવું ૨ થી ૩ વાર બન્યું એટલે મેડમ અકળાના, એમની આંખનો ભ્રમર ફર્યો જાણે કોઈ નું ખૂન કરવું હોઈ એમ, મને લાગ્યું કે આજ તો આવી બન્યું આપણું,
પણ મેડમ તો બોલ્યા, " આ તો કઈ રીત કેવાય બસ ચલાવા ની..કેવી રીતે બસ ચલાવે છે. ? "