📅 તા. ૧૮/૫/૨૦૨૦.સોમવાર.📅
✒📖 લેખક :- ભરત રબારી
(માંગરોળ,જી. જુનાગઢ)
💝શીર્ષક :- ઉમરનો ઉન્માદ 💝
મારી આ ટૂંકી વાર્તા વાંચી યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી.
જાનવી ના મોબાઇલ ની રીંગટોન રણકી અને જાનવી મોબાઈલ તરફ દોડી એ જાણતી હતી કદાચ કોનો મેસેજ હશે. તે ફટાફટ પોતાનો મોબાઇલ લઇ અને એકલતા માટે પોતાના રૂમમાં ચાલી ગઈ અને મેસેજ જોવા લાગી. જોયું તો એના ધાર્યા મુજબ જ વિનય નો મેસેજ હતો.
"જાનવી, તું હવે વધુ પડતી છૂટછાટ લેતી હોય એવું લાગે છે. મને લાગે છે તારા મનમાં મારા પ્રત્યે થોડી વધારે પડતી લાગણીઓ ઉત્પન્ન થઇ છે. તું જાણે છે હું વિવાહિત છું અને તારાથી ઉંમરમાં મોટો પણ. મેં ક્યારેય તને એ દૃષ્ટિએ જોઈજ નથી. તું મારી નાની બહેન સમાન છે. તારા મનમાં જે લાગણીઓ છે એ માત્ર અને માત્ર આ તારી કાચી ઉંમરના કારણે છે. સમય રહેતા સમજી જાય તો સારું છે,નહિતર તું વાત કરવાનો હક પણ ખોઈ બેસીશ."
મેસેજ વાંચીને જાનવીની આંખોના ખૂણાઓએ ભીનાશ પકડી અને તેણે ફટાફટ ગુસ્સા અને નારાજગીના ઇમુજીઓનો વિનયના ચેટબોક્ષમાં ઢગલો કરી દીધો.
ખરેખર છોકરીઓ આવી જ હોય છે વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે અને વાતવાતમાં રાજી થઈ જાય. ખાસ કરીને જાનવી જેવડી ઉંમરની છોકરીઓને ક્યારે ખુશ થવું કે ક્યારે નારાજ થવું તે વાતની ખબર જ નથી હોતી.
જાનવી અને વિનય એક સોશ્યલ મીડિયાના માધ્યમથી એક સાહિત્ય ગ્રુપમાં મળ્યા હતા. જાનવી અને વિનય બંને સારા લેખક હતા અને તેઓ લેખનની ચર્ચાઓ હંમેશા ગ્રુપમાં કરતા રહેતા. વિનય સ્વભાવે મળતાવડો અને રમૂજી સ્વભાવનો એટલે ગ્રુપમાં બધાને હંમેશા હસાવતો રહેતો.થોડા સમયના ગ્રુપ ડિસ્કશન પછી જાનવી સાથેની મુલાકાત થોડી પર્સનલ થઈ. શરૂઆત તો ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ ના મેસેજ થી થઈ પરંતુ ધીરે ધીરે જાનવી આ સંબંધમાં આગળ વધતી જતી હતી.
વિનય ઉંમરમાં જાનવી થી આશરે દસેક વર્ષ મોટો હતો જ્યારે જાનવી એ માંડ બસ હમણાં જ અઢારમું પાર કર્યુ હતું. સ્કૂલ પૂરી કરી અને કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. જવાનીના ઉંબરે આવીને ઉભેલી જાનવી ના મનમાં વિનય પ્રત્યે કોમળ ભાવનાઓ પ્રગટ થઈ હતી પરંતુ કહી શકતી ન હતી.
થોડા સમયમાં વિનય આ વાતને જાણી ગયો કે ઉભરતી જવાનીના ઉન્માદમાં જાનવીના હૃદયમાં કોમળ ભાવનાઓ જન્મ લઇ રહી છે પરંતુ વિનય જાણતો હતો કે આ માત્ર એક પ્રકારનું એટ્રેક્શન છે. પરંતુ જો સમય રહેતા એ સમજી જાય તો સંબંધો જળવાઈ રહે જેથી એ ચુપ હતો.
પરંતુ આજે તો હદ થઈ ગઈ જાનવી એ આજે સવારથી જ થોડા રોમેન્ટિક ટાઈપના મેસેજો અને જોકસો ની ભરમાર કરી હતી. અને તેના બોલવાના લહેકામાં પણ ફરક પડી ગયો હતો. વિનય સમજી ગયો કે જો સમય રહેતા આ વાતને અટકાવવામાં નહીં આવે તો તે મોટું સ્વરૂપ લે છે. જાનવી ઉંમરમાં મારાથી નાની છે જ્યારે હું વિવાહિત. જાનવીના મનમાં જે ભાવનાઓ જન્મ લઈ રહી છે તે માત્ર તેની ઉંમરના કારણે છે અને મારે તેને એક નાદાન છોકરી સમજી સમજાવી જ રહી. વિનય ફટાફટ મોબાઈલ લીધો અને તને ઉપર મુજબ મેસેજ કરી દિધો.
મેસેજ વાંચીને જાનવીને સમજાતું નહોતું કે શું કરવું અને શું નકરવું જે પોતાના રૂમમાં જઈ અને રોતા રોતા ઊંઘી ગઈ.ઊંઘીને ઉઠી અને થોડું શાંત ચિત્તે વિચારતા તેમને તેમની ભૂલ સમજાઈ અને તેણે વિનયને સોરી નો મેસેજ કર્યો અને અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું.
🌹-© ભરત રબારી (માંગરોળ,જી. જુનાગઢ )🌹