ફક્ત તું ..!
ધવલ લીંબાણી
૬
નીલ - અવની શુ થયું ? શા માટે તું આમ બોલે છે ? કઈ પ્રોબ્લેમ હોય તો મને કહે હું તને હેલ્પ કરું.
પ્લીઝ તું જે હોય એ મને કહે પણ આમ એકબીજાને છોડવાની વાત ના કર.
અવની - ( ગુસ્સામાં ) નીલ પ્લીઝ . મારે તારા જોડે કોઈપણ પ્રકારની વાત નથી કરવી.તારા જેવા છોકરા જોડે વાત તો શુ, હું સામુ પણ ના જોવ. મને અત્યારે ખૂબ ખરાબ ફિલ થઈ રહ્યું છે કે મેં તારા જોડે પ્રેમ કર્યો અને તારી સાથે રહી . તારી તો ઘણી બધી ફ્રેન્ડ તો છે જ ને એની પાસે જા. તારે ક્યાં કઈ કમી છે છોકરીઓની. તું તો છો જ હેન્ડસમ, તને તો મળી જ રહેશે ઘણી બધી.
નીલ - તું મને કહીશ કે શું થયું છે ? શા માટે આ બધું બોલી રહી છે, અને શા માટે ગુસ્સે છો ?
અવની - હા તને તો કેમ કાંઈ ખબર જ ના હોય એમ તુ વાત કરે છે. મને ખબર પડી કે તારા ઘરે પૂજા આવી હતી અને તે મને કીધું પણ નહી.મને ભૂલીને તું તો રહ્યો હશો ને પૂજા સાથે આખો દિવસ. કોણ જાણે એકબીજા સાથે શું શું કર્યું હશે !
નીલ – વોટ ડુ યુ મીન ? તું શું બોલે છે ? પાગલ થઇ ગઈ છે કે શું ?
અને વાત રહી પૂજાની તો સાંભળ, પૂજા મારી બેન સમાન છે અને હા એ મારી ભૂલ કે પૂજા આવી અને મેં તને ના કહ્યું. તો આવી નાની અમથી વાતમાં એટલો મોટો ઇસ્યુ બનાવવાની કઈ જરૂર નથી.
અવની – વાહ બીજું કશું નથી ભુલાતું બસ આવું જ ભુલાઈ જાય છે ? એ મને કેમ ખબર કે તારી બેન છે ? તમે બધા બોયસ યાર એક જેવા જ હોવ છો. બસ એક ને જોવે એટલે એ ગમે, પછી બીજી જોવે એટલે એ ગમે. એક થી તો તમને શાંતિ જ ના થાય ને ?
નીલ - અરે યાર. તને શું થયું છે ? કેમ એટલો બધો ગુસ્સો કરે છે. યાર પૂજા મારી બેન સમાન જ છે અને બીજું એ કે જ્યારે પૂજા આવી હતી ત્યારે મારા મમ્મી, પાપા અને મારી બહેન એ બધા મારી ઘરે જ હતા.હું ઘરે એકલો પૂજા સાથે નહતો અને તને શું મારા પર એટલો પણ વિશ્વાસ નથી ?
અવની - ના નથી વિશ્વાસ મને તારા પર. મારે બસ તારા સાથે રહેવું જ નથી અને ના સંબંધ રાખવા છે..મને મેસેજ ને એવું કંઈ ના કરતો પ્લીઝ. તારા જેવા છોકરા સાથે રહીને મેં ભૂલ કરી.
નીલ - અરે પણ મારાથી તને ખાલી એટલું નથી કહેવાયુ કે પૂજા મારા ઘરે આવી હતી. એમા આ નાની એવી વાત ને શા માટે એટલી આગળ વધારે છે. યાર મારા પર એટલો તો વિશ્વાસ કર. તું એટલા છોકરા સાથે બોલે છે, વાત કરે છે, મેસેજ કરે છે, મેં ક્યારેય તને કઈ કીધું છે.તને નથી ગમતું એટલે હું કોઈ છોકરી જોડે વાત પણ નથી કરતો. મારી પેલા જે ફ્રેન્ડ હતી એમને પણ હું નથી બોલાવતો કારણ કે તને નથી ગમતું હું તારા માટે કેટલું કરું છું એ મારે તને કહેવાની કઈ જરૂર નથી ( નીલ એ પણ ગુસ્સામાં કહ્યું )
અવની : હા સારું. તું તો છો જ ને. બસ મારે તારા સાથે નથી રહેવું. અને હા હવે મને એ પણ ખબર છે કે આપણા અને મારા ફોટોઝ નો તું મિસ્યુજ કરીશ અને મને બ્લેકમેલ કરીશ. મને હેરાન કરીશ.
નીલ : ઓ હેલો ! તું શું બોલે છે ? તને કઈ ભાન છે ? તને શું થયું છે આજે ? તને લાગે છે કે હું આવું બધું કરી શકું એમ ? તને જો એવું જ લાગતું હોય ને તો હું આપણા બધા જ ફોટોને ડીલીટ કરી નાખું છું.
( નીલ ચાલુ ફોન પર મોબાઇલ અને લેપટોપમાંથી બધા જ ફોટોઝ ડીલીટ કરે છે અને સ્ક્રીન શોર્ટ લઇને અવનીને મોકલે છે )
નીલ : ( ગુસ્સામાં ) સાંભળ. મેં તને સ્ક્રીન શોર્ટ મોકલી દીધા છે. શાંતિથી બધા જોઈ લે જે.
અવની - આભાર તારો.. તને તો હમણાં કોઈ નવી છોકરી મળી જશે અને એના જોડે પાછો શરુ થઈ જશે.
( આવી ઘણી વાતો નીલ અને અવની વચ્ચે થાય છે. અવની નીલને બોવ જ ખરાબ શબ્દો સંભળાવે છે. નીલ ઘણી કોશિશ કરે છે કે અવની વાત સમજવાની કોશિશ કરે પણ અવની સમજતી જ નથી. આખરે વાત બ્રેકઅપ સુધી પહોંચી જાય છે )
અવની - નીલ આજથી આપણું બ્રેકઅપ. હવે થી તું મને ક્યારેય ના બોલવાતો .આપણી વચ્ચે બધું ઓવર. ગુડ બાય.
નીલ – અવની એક વાર તું ફરી વિચારી લે અને મને સમજવાની કોશિશ કરજે. મારી ભૂલ શુ છે એ કહે અને પછી તું મને છોડીને જઇ શકે છે. હું તને નહીં રોકુ ( નીલે ઘણું સમજાવ્યા હોવા છતાં અવની નથી માનતી )
અવની – નીલ મારે બસ તારા સાથે નથી રહેવું . આમ પણ તને શું ફર્ક પાડવાનો. હું નહિ તો કોઈ બીજી. તું તો તૈયાર રાખીને જ બેઠો હશો.
નીલ - ( ગુસ્સા માં ) હવે બસ યાર તારું બોવ સાંભળ્યું. તારે જવું હોય તો જા ! પણ મારા વિશે આમ તું ખોટું તો ના જ બોલ.
આખરે બનેં ઝઘડો કરે છે બંને એકબીજા સાથે બ્રેકઅપ કરી લે છે. નીલ અવનીને પોતાના સારા ભવિષ્ય માટેની શુભકામના આપે છે અને છેલ્લી વાર ગુડ નાઈટ કહે છે.)
સવારમાં નીલ મોડો ઉઠે છે. આજે એવો પ્રથમ દિવસ છે જ્યારે નીલ પોતાનો ફોન પહેલી વાર હાથમાં નથી લેતો અને પોતાના કામ માટે નીકળી જાય છે. નીલની અંદર ઘણા પ્રકારના પ્રશ્નો છે, અંદર થી ઘણો દુઃખી છે પણ એ પોતાના ચહેરા પર મૃદુ હાસ્ય રાખે છે. બપોરે નીલ પોતાના કામ માટે ફોન હાથ માં લે છે અને નેટ ને ચાલુ કરે છે. ત્યાં જ ઘણા બધા મેસેજ ની નોટિફિકેશન આવે છે નીલ એ મેસેજ ને ઓપન કરે છે અને એ જોતાં જ નીલ પોતાનો ફોન ટેબલ પર મૂકી દે છે. થોડીવાર બાદ નીલ પોતાનો ફોન હાથમાં લે છે અને અવનીના મેસેજ જોવે છે.
યાર નીલ મને માફ કરી દે.
મારી જ ભૂલ છે, મેં તારા પર વિશ્વાસ ન કર્યો.
તું ખૂબ જ સારો છે અને મારા માટે કેટલું બધું કરે છે.
હું મારી લાઈફમાં બધી રીતે આગળ વધીશ પણ તારા વિના તો હું કશું જ નહી હોય.
નીલ તું મારા માટે બહુ જ અમૂલ્ય છે અને મારા માટે બધું તું જ છે.
તારા વિના હું કંઈજ નથી .પ્લીઝ મને માફ કરી દે. મને છેલ્લી વાર એક મોકો આપ.
હું ક્યારેય તારા પર ગુસ્સો નહીં કરું અને હમેશા તારી સાથે રહીશ. નીલ પ્લીઝ મને એકવાર મોકો આપ પ્લીઝ.
હું તારા માટે બધુ મૂકી દઈશ પણ પ્લીઝ તું મારી સાથે રહે પ્લીઝ . મારા થી દુર ના જા પ્લીઝ.
I Love You So Much.
I love U very Much.
I m Nothing Live Without you.
નીલ સામે અવનીને મેસેજ કરે છે.
નીલ : કઈ રીતે માફ કરું અવની તને ? ગઈ કાલે બોલેલા તારા શબ્દો હજી સુધી મારા મન અને મગજ માંથી નીકળ્યા નથી.તું કેટલુ બધુ બોલી ગયેલી. મારા પર વિશ્વાસ કરવા માટે પણ તુ તૈયાર ના હતી.મે તને કેટલી સમજવવાનો પ્રયત્ન કર્યો પણ તુ મને સમજવા તૈયાર જ ના હતી તો હવે તુ જ મને કહે હુ તને કહી રીતે માફ કરું ?
અવની - નીલ યાર ( રડતા રડતા) હુ તને કેમ સમજાવુ.
હુ માનુ છુ કે મારી ભૂલ છે. શુ તુ એક વાર તારી આ અવનીને માફ નહીં કરે ?
શુ તું એક પણ વાર આપણે સાથે જોયેલા આપણા સપનાઓ વિશે નહીં વિચારે ?
શુ તું એક વાર પણ મારા અંદર રહેલી લાગણી વિશે નહીં વિચારે ?
નીલ અવનીનો આ મેસેજ વાંચે છે અને મોબાઈલ બાજુમાં મૂકી ને ઘણુ બધુ વિચારે છે. થોડી વાર એને એવુ થાય છે કે અવનીને હા પાડી દવ અને થોડી વાર અવની દ્વારા બોલાયેલા શબ્દો ને વિચારી ના પાડવાનો વિચાર કરે છે. આખરે નીલ અવનીને મેસેજ કરે છે.
નીલ - અવની યાર. તને ખબર છે કે હુ તને કેટલો પ્રેમ કરું છુ. તારા માટે કેટલુ બધું કર્યું છે, તને કઇ કઈ રીતે સપોર્ટ કર્યો છે, તારા માટે ના મેં ટાઈમ જોયો છે ના તો દિવસ યા રાત પણ અવની એટલુ બધુ કરવા છતા તુ જો મને પેલુ બધુ કહી દેતી હોય તો ભવિષ્યમાં કદાચ મારા થી તારી ઓછી સંભાળ લેવાય, સપોર્ટ ઓછો થાય,ટાઈમ ના અપાય તો ત્યારે તુ શુ કરીશ એના વિશે મને વિચાર આવે છે. તુ જ કહે હુ કેમ માની જાવ ?
અવની - નીલ પ્લીઝ. બસ એક વાર માફ કરી દે. પ્લીઝ. તારા વિના હું કંઈજ નથી .પ્લીઝ મને માફ કરી દે. મને એકવાર મોકો આપ.હું ક્યારેય તારા પર ગુસ્સો નહીં કરું. મારી જ ભૂલ છે હું માનું છું, મેં તારા પર વિશ્વાસ ન કર્યો. તું ખૂબ જ સારો છે અને મારા માટે કેટલું બધું કરે છે.
I love U very Much.
નીલ અવનીનો મેસેજ વાંચે છે થોડુ વિચારી અવની ને કહે છે “ અવની મારે થોડો સમય જોઈએ છે વિચારવાનો. તું મને આપીશ?
અવની - નીલ હવે તારે ટાઈમ જોઈશે આપણા બંને વિશે વિચારવા માટે ? હુ જાણુ છુ કે તારા પર શુ વીતી રહી છે.
હું એ પણ જાણું છું કે તું બીજા છોકરા જેવો નથી. કે જેમ છોકરી કહે એમ તુ કરે, તું તારા પોતાના વિચારો દ્વારા ચાલે છે અને મને તારા માં એ જ ગમે છે કે તુ તારી રીતે આગળ વધે છે પણ મને સમજ અને એક વાર મોકો આપ. તે મારા માટે જેટલુ કર્યું છે એટલુ તો કોઈ પણ ના કરી શકે અને ના કોઈ કરશે યાર. સમજ ને પ્લીઝ.
નીલ - સાંભળ અવની. જો હુ ભાવ નથી ખાતો કે તુ આટલુ બધુ કહે છે ને હુ માનતો નથી પણ તું એક વાર વિચાર. મારી જગ્યા એ તું હોત તો તુ શુ નિર્ણય આપણા સંબંધ માટે લેત.
અવની - ગુસ્સામાં. યાર નીલ પ્લીઝ હુ માફી માંગુ છુ ને,મારી ભૂલ માનુ છુ, તારી લાગણીની કદર કરુ છુ અને બધુ સમજુ છુ પણ મને હવે તુ બસ મને તારો જવાબઆપ. જો તારો રીપ્લાય આવશે તો હુ સમજીશ કે તારી “ હા “ છે અને જો રીપ્લાય ના આવે તો હું તારો જવાબ “ ના “ છે એમ સમજીશ.
નીલ આ મેસેજ વાંચે જ છે ત્યાં જ ઓફીસમાંથી કોલ આવે છે અને એ કોલ પર પોતાના સર સાથે કામ ની વાતચીતમાં લાગી જાય છે. જેથી નીલ અવનીને જવાબ નથી શકતો . આથી અવની ને લાગે છે કે નીલની “ના “છે તેથી તે નીલ ને મેસેજ કરે છે.
અવની - Thank You So Much Neel For Everything. I Love You So Much. I always Love You.
મેં ભૂલ કરી છે તો મને સજા તો મળવાની જ છે પણ કઈ નહીં હું તારી યાદો સાથે જીવી લઈશ. Thank you So Much મને દરેક જગ્યાએ સપોર્ટ કરવા માટે. તારું ધ્યાન રાખજે અને સમય સર જમી લેજે અને જીવન માં ખૂબ આગળ વધે એવી શુભકામના . Bye Take Care, once Again Love U So Much Till My Last Breath. આટલુ લખતા લખતા અવની આંખમાંથી આંસુ સરે છે. નીલ અને પોતાએ સાથે માળેલા સમય વિશે વિચારે છે, નીલે આપેલા ટેડી ને પોતાની પાસે પોતાની બાંહો માં લઇ લે છે અને આ બધુ વિચારતા વિચારતા અને રડતા રડતા અવનીને નીંદર આવી જાય છે.નીલ તો પોતાના સર સાથે વાતચીતમાં વ્યસ્ત છે તો એ બધા મેસેજથી અજાણ છે. થોડીવાર બાદ નીલનો એના સર જોડે વાત પૂરી થાય છે અને અવનીના મેસેજ જોવે છે. નીલ અવનીએ મોકલેલા બધા વિશે વિચાર કરે છે.
સવાર નો સમય છે, સુરજની કિરણ સીધી અવનીના ચહેરાપર પડે છે. અવની નિંદર માંથી ઉઠે છે. આસપાસ પક્ષીઓનો કલરવ,
હવા ની મંદ મંદ લહેર અને પાડોશમાં ધીરે ધીરે વાગી રહેલા બૉલીવુડના સોન્ગ અનુભવ કરે છે. પથારીમાંથી ઉભી થઈને અવની પોતાનો મોબાઈલ શોધે છે અને ચાર્જિંગમાં મુકવા માટે જાય છે. ત્યાંજ એને નીલનો મેસેજ દેખાય છે એ જોઈ અને વાંચીને થોડી વાર થંભી જાય છે અને વિચારમાં પડી જાય છે અને હીબકાં ભરતી ભરતી અવની રડવા લાગે છે. અવની ને સમજમાં નથી આવતુ કે હુ શુ કરું .બસ નીલ એ આપેલા ટેડીને ભેટી પડે છે.
* * *
મિત્રો આપણને દરેક વખતે એવું લાગે છે કે વાંક હંમેશા છોકરાઓનો હોય છે. કોઈ પણ સંબંધ તિરાડ આવે એટલે વાંક હંમેશા છોકરાઓનો નીકળે છે.અવની એ નીલ ને ઘણું ખરાબ સંભળાવ્યું, સૌથી ખરાબ માણસ કીધું, ના બોલવાનું બોલી ગયેલી. નીલ પર જરાય વિશ્વાસ પણ નથી રહ્યો. અને આવું તો એ કેટલું બધું બોલી ગયેલી.હવે સામેથી અવની એ મેસેજ કર્યો છે નીલ ને.એટલુ બધુ સાંભળ્યુ, ગુસ્સો સહન કર્યો, વાંક વગર ખોટા આક્ષેપો સહન કર્યા.
મિત્રો આ નવલકથા છોકરી અને છોકરા એમ બંને ના તરફ થી લખાઈ રહી છે. વાંક હંમેશા છોકરીનો નથી હોતો એમ જ દરેક વખતે વાંક છોકરાઓનો પણ નથી જ હોતો. બસ વાંક હોય છે સમય નો, સમજ નો અને પરિસ્થિતિ નો.મિત્રો ઘણી વાર આપણે એક વ્યક્તિ ને મનાવતા હોઈએ છીએ અને એ માની પણ જાય છે પણ અમુક વખતે દિલ પર લાગેલા ઘાવ અને બોલેલા કડવા શબ્દો દિમાગ પર હાવી થઈ જાય છે. આ સ્ટોરીમાં ભૂલ કોની ગણવી નીલ કે પછી અવની ?
આ માં બંને વ્યક્તિઓ સાચા છે . અવની પોતાની ભૂલ ને સ્વીકારે છે અને નીલ પોતાના પર લાગેલા દાગ, ખોટા શબ્દો, બીજું ઘણું બધું. એના કારણે એ વિચાર કરવા માટે પ્રેરાય છે. મિત્રો ઘણી વાર દિલ પર લાગેલા ઘા અને બોલાયેલા શબ્દો આપણને વિચારમાં મૂકી દેતા હોય છે. નીલ માટે અવની બધું જ હતી, એને ખૂબ જ પ્રેમ કરતો હતો, એને સપોર્ટ કરતો હતો પણ અવની દ્વારા બોલાયેલા શબ્દો એના માટે મીઠા ઝેર સમાન હતા. કેમ કે બાણ માંથી છૂટી ગયેલા તિર ને ગમે તેમ રોકી શકાય અથવા તો બચી શકાય પણ બોલી ગયેલા શબ્દો ક્યારેય પાછા પણ નથી આવતા અને રોકી પણ નથી શકાતા માટે જ્યારે પણ આપ તમારા સ્નેહીજનો સાથે વાત કરો, ગમે એટલા ગુસ્સા માં હોવ પણ હંમેશા મોં માંથી સારા શબ્દો જ નીકળવા જોઈએ.
પ્રેમ કરવો સહેલો છે પણ એને સમજવો, માનવો, અને નિભાવવો ખૂબ જ અઘરો છે.