આ વાર્તા છે એક કોમન મેન ( આમ આદમી ની ) જે નાનપણ થી જ ગરીબી માં જમ્ન્યો અને ઉછર્યો છે. હવે પારિવારિક માણસ બની ગયો છે અને સામાન્ય જીવન જીવવા માટે પણ તેને આવક ઓછી પડે છે. અને કઈ રીતે તે શોર્ટ કટ પકડે છે અને ખુબ જ ઓછા સમય માં તે ધનવાન બની જાય છે. અને કઈ રીતે મોટી મોટી સરકારી એજેંસીઓ તેની પાછળ પડે છે. તો ચાલો થાય જાવ આ રોમાંચક વાર્તા માં મારી સાથે રોમાંચ ને અનુભવવા માટે આ નાનકડી વાર્તા બેન્ક નોટ: ઘી સ્ટોરી ઓફ કૉમન મેન સાથે.
સાહેબ અમે જણાવેલી લોકેશન પર પહોંચી ગયા છીએ અને તમારા ઓર્ડર ની રાહ જોઈ રહ્યા છીએ. વાયરલેસ વોકી ટોકી પર આ સંદેશો કમાન્ડિંગ ઓફીસ ને આપવામાં આવી રહ્યો હતો.
"અત્યારે નહિ હજુ બીજી ટીમ તેની પોઝિશન જણાવશે ત્યારે જ તમારે હરકત કરવાની છે ત્યાં સુધી સ્ટેન્ડ બાઈ રહો અને આગળ ના ઓર્ડર ની રાહ જુવો..ઓવર એન્ડ આઉટ " સામે છેડે થી એક કડક અવાજ માં સખ્તાઈ હોય તેવો આદેશ આપવામાં આવ્યો.
" અત્યારે આપડે કોઈ પણ એકશન લેવાની નથી જ્યાં સુધી આપણને આગળ નો આદેશ આપવામાં ના આવે" હરીશ રાવત એ આ વાત તેની ટીમ ને જણાવી અને બધા ને સ્ટેન્ડ બાઈ રહેવા આદેશ કર્યો.
શિયાળા ની શુરુઆત થઈ ગઈ હતી અને ધીમી ધીમી ઠંડી ની અસર વાતાવરણ માં જોવા મળી રહી હતી અને તેમાં પણ રાતરાણી ના ફૂલો ની સુવાસ હવા માં ફેવાઈ રહી હતી અને મોસમ ને વધુ આહલાદક બનાવી રહી જેનો અનુભવ સ્ટેન્ડ બાઈ રહેલી ટિમ છેલ્લા 2 કલાક થી મેહસૂસ કરી રહી હતી. રાત્રી ના 1:45 વાગવા આવ્યા હતા ત્યારે અચાનક વાયરલેસ પર સંદેશો મળ્યો અને બધા હરકત માં આવી ગયા.
"ટીમ મિસળ પાવ તૈયાર થઈ ગયા છે હવે સમય છે નાસ્તો કરવાનો" આ રીતે વાયરલેસ પર કોડવર્ડ માં સંદેશો આપવામાં આવ્યો.
"જી સાહેબ અમે પણ તડકો મારવા તૈયાર છીએ" કહીં ને ટિમ ધીમે ધીમે રોડ ની સામે ની પાર આવેલી સરકારી ક્વાર્ટર્સ તરફ ધીમે ધીમે સાવધાની પૂર્વક આગળ વધી રહી હતી.
દરેક ટીમ ના સભ્યો પાસે એક ફોટો અને સાથે સરનામું આપવામાં આવેલું હતું જ્યાં તેમણે પહોચવાનું હતું. ફોટો જોતા લાગે કે કોઈ આધેડ ઉમર ની વ્યક્તિ હશે, દેખાવે થોડો શ્યામ અને લાંબી કાઠી, ચેહરા પર સફેદ દાઢી પાર દેખાતી હતી અને આંખો ના નીચે કાળા કુંડાળા પણ દેખાઈ આવતા હતા. અને સરનામાં માં બિલ્ડીંગ નંબર સી માં પાંચમો માળ એવા નિર્દેશો લખવામાં આવ્યા હતા.
આ એક મેગા કોમ્બિંગ ઓપેરશન હતું જેમાં એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ, ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ, અને સિબિઆઇ આ બધા સાથે મળીને આ ફોટા માં દેખાતા એક સામાન્ય માણસ ને પકડવા પાછળ પડી હતી.
થોડી જ વાર માં વાયરલેસ પર સંદેશો આપવામાં આવ્યો કે ટિમ ઇડી પાર્સલ ને પહોંચાડવા માટે ગાડી સાથે તૈયાર છે, આ સંદેશો મળતા ની સાથે જ ટિમ સિબિઆઇ એ ગણતરી ની મિનિટો માં જ પાંચમા માળે પહોંચી ગયા અને ધીમે થી દરવાજો ઠપકાર્યો.
"ઠક ઠક... ઠક ઠક…ઠક ઠક ઠક ઠક…ઠક ઠક"
સતત ચાર વખત દરવાજો ઠપકાર્યો ત્યાર બાદ અંદર થી ધીમા અવાજે કોઈ બોલતું હોય તેવો અવાજ સાંભળવા મળ્યો"
"સાંભળો છો.. કોઈ બહાર દરવાજો ઠોકી રહ્યું છે ઉભા થાવ અને જઈને જુઓ કે આટલી રાત્રે કોના ઘરે આગ લાગી છે" મહેશ કાનડેકર ની પત્ની એ ગુસ્સા માં બૂમ પાડી અને આદેશ આપ્યો.
મહેશ ઊંઘ માં ને ઊંઘ માં ડર ના માર્યો ધીમી ગતિ એ દરવાજો ખોલવા તરફ આગળ વધ્યો.
થોડી જ વાર માં અંદર થી દરવાજો ખુલ્યો અને બધા ત્યાં સુધી માં તૈયાર થઇ ચૂક્યા હતા, જેવો મહેશ એ દરવાજો ખોલ્યો કે તે સામે ઉભેલા બધા ડ્રેસ અને માસ્ક પહેરેલા, હથિયારો થી સજ્જ એવા લોકો ને જોઈ ને ગભરાઈ ગયો અને તેણે બની શકે તેટલી ઝડપે દરવાજો બંધ કરવાની કોશિશ કરી પરંતુ તેની આ કોશિશ સામે ઉભેલા ખડતલ બાંધા ના જવાને દરવાજા પર જોર થી લાત મારીને તેની આ નકામી કોશિશ પાર પૂર્ણ વીરામ મૂકી દીધું.
ઘર માં ઘુસ્તા ની સાથે જ તમામ લોકો એ બધા ને બાન માં લઇ લીધા અને બધા કઈ સમજે મૂકે તે પેહલા જ બધા ના મોઢા પાર સેલો ટેપ મારી દેવામાં આવી અને કાળા રંગ ના માસ્ક થી બધા ના મોઢા ઢાંકી દેવામાં આવ્યા.
ગણતરી ની મિનિટો માં જ આ ઓપેરશન પાર પડી દેવામાં આવ્યું, મહેશ, તેની પત્ની અને તેના બે 15 અને 17 વર્ષ ના દીકરાઓ ને ત્યાં થી બહાર કાઢી કોઈ અજાણી જગ્યા એ લઇ જવામાં આવ્યા.
ઓપરેશન પત્યા ના 2 કલાક બાદ
વહેલી સવાર ના 4:00 વાગી રહ્યા હતા અને સિબિઆઇ ઓફિસ ના ઇન્ટરોગેશન વિભાગ માં મહેશ ને બેસાડવામાં આવ્યો હતો અને આજુ બાજુ કુલ મળીને પંદર જેટલા અધિકારીઓ ટોળું વળીને ઉભા હતા અને એક પછી એક અધિકારીઓ તેના પાર સવાલોનો મારો ચલાવી રહ્યા હતા.
"આ પૈસા ક્યાં થી આવ્યા"??
"આ રકમ કોણે આપી"??
"આ રકમ નો કોઈ આધાર છે, કોઈ આવક ના સ્ત્રોત છે"??
બધા અધિકારીઓ એક પછી એક સવાલો નો મારો કરી રહ્યા હતા પણ મહેશ હતો કે તેને કોઈ ફેર જ નહોતો પડી રહ્યો, બધા અધિકારીઓ છેલ્લા બે કલાક થી પૂછી રહ્યા હતા પણ તે હતો કે મગ નું નામ મારી પાડવા તૈયાર જ નહોતો.
આ કોઈ આપડો જમાઈ નથી કે કાકા દાદા નો ભાઈ નથી. આ એક ગુનેહગાર છે જેની સાથે થોડી સખ્તી રાખો અને તેના હાથ પગ તોડી નાખો પછી હું બેઠો છું આગળ નું જે કઈ પણ હશે એ બધું હું જોઈ લઇસ. પાછળ થી આવતા સ્પેશ્યલ ઓફિસર કુલકર્ણી એ ગર્જના કરી. તેનો અવાજ સાંભળી ને ત્યાં હાજર રહેલા બધા ઓફિસર્સ અટેંશન ની મુદ્રા માં આવી ગયા અને બધા એ એક સાથે સલામ ભરી.
લાંબી કાઠી અને મજબૂત કસાયેલું શરીર અને હાથ જાણે હથોડો હોય તેવા કુલકર્ણીએ સીધા આવી ને મહેશ ને ધડાધડ ઉપરા-છાપરી ચાર તમાચા ઝીંકી દીધા.. મહેશ કઈ પણ સમજે એ પેહલા તેને તેની ગરદન થી પકડી ને તેનું માથું સામે રહેલા ટેબલ પર અફાળ્યું. ફક્ત બે મિનિટ અંદર જ મહેશ ની હાલત અધમુઆ કરી નાખી. ત્યારબાદ કુલકર્ણી હાથ માં ડંડો લઇ ને આગળ વધી રહ્યો હતો તેને જોઈ ને મહેશ ને યમરાજ દેખાઈ ગયા હોય તે રીતે હાથ જોડી ને બોલી પડ્યો અને કરગરવા લાગ્યો.
" સાહેબ.સાહેબ.સાહેબ.. હવે મને મારતા નહિ.."
"તમે જે પણ કહેશો તે હું કરવા તૈયાર છું.. તમારા બધા સવાલો ના જવાબ આપવા માટે હું તૈયાર છું"
"પૂછો..તમારે શું જાણવું છે? હું બધા જવાબ સાચા સાચા આપીશ"
આટલું બોલતા બોલતા મહેશ ઉભો થવા ગયો અને સીધો ચક્કર ખાઈને જમીન પર પાછો પટકાઈ પડ્યો.
મહેશ ની આંખ ખુલી ત્યારે તે હતો તે જ જગ્યા એ ખુરશી પર બેસેલો હતો અને તેના ચેહરા પર અને માથા પાર માર ના લીધે થોડું ભારે ભારે લાગી રહ્યું હતું, તેની નજર સીધી સામે બેસેલા કુલકર્ણી પર ગઈ અને તે તરત હેબતાઈ ને સીધો બેઠો થઈ ગયો.
"મને વધારે વાત કરતા નથી આવડતી એટલે હું સીધે સીધું જ પૂછીશ અને તું પણ સીધે સીધો જ જવાબ આપજે નાઈ તો તારી પત્તર ખાંડી નાખીસ" કુલકર્ણીએ ધારદાર અવાજે મહેશ ને જણાવ્યું.
"તારા ઘર ની તપાસ કરવામાં આવી.. અને તારા ઘરમાંથી બેનામી સંપત્તિ નો ખજાનો મળ્યો છે.. ક્યાંથી આવ્યા આ બધા પૈસા તારી પાસે??
તને ખબર પણ છે તારા ઘર માંથી કેટલી મોટી રકમ બરામદ કરવામાં આવેલ છે??
"હા, મને ખબર છે. મારા ઘર માંથી કુલ 350 કરોડ રૂપિયા બરામદ કરવામાં આવ્યા હશે અગર જો તમારા કોઈ અધિકારીઓએ તેમાં કટકી નહિ કરી હોય તો આ આંકડો આવશે." મહેશે નિસાસો નાખતા જવાબ આપ્યો.
મહેશ નો આ જવાબ સાંભળી ને કુલકર્ણી અકળાઈ ઉઠ્યો અને મહેશ ના વાળ પકડી ને નાક પર જોરદાર મુક્કો માર્યો અને ગાળ બોલ્યો " સાલા માં@@@@@.. બ@@@@@... તે બધાને તારી જેવા જ સમજી રાખ્યા છે કે શું?? કીધું હતું ને કે સીધે સીધો જવાબ આપજે.
નાક માં મુક્કા ના માર ના લીધે મહેશ ની નસકોરી ફૂટી ગઈ અને તેની નાક માંથી ધડાધડ લોહી વહેવા લાગ્યું.. અને જોત જોતામાં તેનો આખો શર્ટ લોહી લુહાણ થઇ ને ખરડાઈ ગયો.
"મારતા નઈ સાહેબ... બોલું છુ.. બોલું છુ.. બધું બોલું છુ."
"આ પૈસા મને કોઈએ આપ્યા નથી.. ના તો મેં આ પૈસા મેં કસે થી ચોરી કર્યા છે.. આ બધા મેં મારી મહેનતે અને તરકીબ થી બનાવ્યા છે."
" હા, તો આ તારી મેહનત અને તરકીબ વિષે અમને પણ જણાવ કે તે આ કર્યું કઈ રીતે અને આટલો મોટો માલ તે કઈ રીતે ભેગો કર્યો" કુલકર્ણી એ અવાજ માં થોડી સખ્તી ઓછી કરતા પૂછ્યું.
આ આખો કિસ્સો શરુ થયો હતો એક વર્ષ પેહલા જયારે હું ઓફિસ થી ઘરે આવતો હતો અને લોકલ ટ્રેન માં ચર્ચગેટ થી વસઈ સાંજે ઘરે જઈ રહ્યો હતો.
*****એક વર્ષ પેહલા*****
યાત્રી કૃપયા ધ્યાન દે ચર્ચગેટ સે વસઈ તક જાનેવાલી 10:30 કી આખરી લોકલ ટ્રેન પ્લેટફોર્મ નંબર પાંચ પે આયેગી, યાત્રીઓ સે અનુરોધ કી પ્લેટફોર્મ નંબર દો કી બજાય પાંચ પે પહુંચે.
"આ સાલી..લોકલ ટ્રેન નું કઈ નક્કી નથી હોતું.. જયારે હોય ત્યારે પત્નીઓ નિ જેમ જ આમ તેમ મિજાજ બદલતું રહેતું હોય છે" લોકલ ટ્રેન અને પત્ની ને કોસ્તો કોસ્તો એક મિડલ ક્લાસ આદમી 45 ની ઉમર નો સેકન્ડ ક્લાસ પાસ ધારક ના ડબ્બા માં બેઠો, સાથે રહેલા ટિફિન અને બીજા શાકભાજી ના થેલા ને પણ જગ્યા મળી ત્યાં મૂકી ને સીટ મળી ત્યાં ઍડ્જષ્ટ થઈ ગયો. અને પોતાના હાથ માં રહેલા છાપા ને વાંચવાનું શરુ કર્યું"
"મહેશ...એ મહેશ... બહેરો થઈ ગયો છે કે શું?? પાછળ થી આવાજ આવ્યો એટલે પેલો છાપું વાંચતો માણસ નજર પાછળ વાળીને જોવાની કોશિશ કરી"
"અરરે..માણેકરાવ.. શું થયું?? આટલું કેમ ચિલ્લાઓ છો?? મહેશ એ હસતા હસતા પૂછ્યું.
"મેં તમને માર્કેટ માં બૂમ પાડી જયારે તમે શાકભાજી લેતા હતા.. પ્લેટફોર્મ પર બુમ પાડી પણ તમે તો ખરા છો સાંભળતા જ નથી ને" માણેકરાવ એ નેણો ને ઊંચા ચઢાવતા ચઢાવતા કહ્યું.
" મિત્ર માણેકરાવ તમને તો ખબર જ છે કે મારુ બયરુ કેટલું માથાભારી છે, બધું મારે જ લઈને જવાનું હોય છે.. જો હું સમયસર નહિ પહોંચું તો તે આખું ઘર અને આખી શેરી ને માથે લેશે અને બધા ની રાત બગાડશે, અને એમાં પણ વળી હું આજે ઓફીસ થી નીકળતા મોડો થઈ ગયો છું." મહેશ એ લાચાર સ્વર માં જવાબ આપ્યો.
માણેકરાવ ને ખબર હતી કે મહેશ ની પત્ની ખુબ જ નકટી અને લડાકુ સ્વભાવ ની છે એટલે તેણે આગળ કઈ પણ બોલ્યા વગર તેને કહ્યું " ચાલો છોડો એ બધું લો ચણા ખાવ", એક કલાક સુધી રસ્તા માં ગપ્પા માર્યા અને વાત વાત માં ઘર આવી ગયું અને બંને છુટા પડી પોતપોતાના ઘર તરફ વળી ગયા.
મહેશ હજુ ઘરે પહોંચ્યો જ હતો ત્યાં ઘર નો દરવાજો ખટખટાવે ત્યાં જ અંદર થી જોર જોર માં ચિલ્લાવાનો અવાજ આવ્યો.
"તમારો બાપ નથી લાવ્યો આ ટીવી કે આખો દિવસ આની સામે બેસી રહો છો, સળી ના બે કટકા પણ નથી કરવા અને મોફ્ત નું ખાધા કરો છો" મહેશ ની પત્ની તેના બંને દીકરાઓને ધમકાવી રહી હતી અને ગાળો આપી રહી હતી.
"તમારો બાપ કઈ મહિને લાખ રુપિયા નથી કમાતો કે તમે મન ફાવે એ બધું કરો, આ તો મારા બાપે આપ્યા છે પૈસા એટલે ઘર ચાલે છે બાકી તારા બાપા ને ક્યાં ત્રેવડ છે ઘર ચલાવવાની" નાગણ ની જેમ મહેશ ની પત્ની આ બધું તેના જુવાન દીકરાઓને બોલી રહી હતી અને મહેશ ઘર ની બહાર ઉંબરે ઉભો ઉભો સાંભળી રહ્યો હતો.
જેવું મહેશ ની પત્નીએ બોલવાનું બંધ કર્યું કે મહેશ ઘર માં પ્રવેશ્યો અને બધો સમાન જે તે જગ્યા એ મુક્યો અને હાથ મોં ધોઈ ને જમવા બેસ્યો.
"છોકરાઓ ના એડમિસન કરવાના છે, હવે આ લોકો નાના નથી રહ્યા અને વર્ષ ની ફી 1 લાખ રૂપિયા છે, ક્યાં થી લાવશો આટલા બધા રૂપિયા?? ઘર પણ હવે નાનું થઈ ગયું છે એકાદ ના લગ્ન થશે તો ક્યાં સુવા જઈસુ આપડે બધા?? કઈ વિચાર્યું છે કે બધું બંધ મુઠ્ઠી માં રમવાનું છે અને જે થાય તે જોયા કરવાનું છે.
મહેશ ની ક્યારેય તેની પત્ની સામે બોલવાની હિમ્મત નહોતી થઈ તેથી તેણે દર વખત ની જેમ આ વખતે પણ હકાર માં મુન્ડી હલાવી ને તેની વાત ને માન્ય રાખી અને સામે એક પણ શબ્દ ના બોલી શક્યો.
મહેશ મુંબઈ માં આવેલી આરબીઆઇ ના પ્રિન્ટિંગ વિભાગ માં કામ કરતો હતો જ્યાં તે ચલણી નોટો છાપકામ કરવામાં આવતું તે વિભાગ માં ફરજ બજાવતો હતો. આખાં પ્રિન્ટિંગ મશીન માં ડાઇ લગાડવાની અને સાંજે લોકર માં મુકવાની જવાબદારી તેના માથે હતી એટલે રોજ સવારે 9:00 વાગ્યે પહોંચી જવાનું અને રાત્રે 9:00 વાગ્યે નીકળવાનું આ તેનું નિત્યક્રમ હતું, અને આ કામ બદલ તેને મહિને ત્રીસ હજાર પગાર મળતો હતો જે મુંબઈ જેવા મેટ્રો શહેર માં જીવન નિર્વાહ કરવા માટે ખુબ જ ઓછો હતો. આ બધી બાબતો તે રોજ રાત્રે વિચારતો અને મન માં અનેક વિચારો ના ઘોડાપૂર ને આટોપી ને સુઈ જતો અને આજે પણ તેણે આજ કર્યું અને ચૂપ ચાપ પત્ની ની ગાળો ખાઈ ને ચાદર ઓઢી ને સુઈ ગયો.
સાંભળો છો સવાર ના 7:00 વાગ્યા છે અને હજુ તમે બધા સુતા છો.?? ક્યારે કામ પરવરીસુ અને ક્યારે પૂજા કરીશું, આજે ગુડી પડવો હતો જે દરેક મહારાષ્ટ્ર વાસી માટે નવું વર્ષ હોય છે. ઘર ના બધા લોકોએ નવા કપડાં પેહેર્યા હતા પણ મહેશે તેના રોજિંદા કપડાં જ પેહેર્યા હતા અને સાદાઈ થી જ નવું વર્ષ ઉજવ્યું. રોજ ની જેમ ઓફિસ જવા માટે તે 8:00 વાગ્યે ઘરે થી નીકળી ગયો.
"નવું વર્ષ પણ શરુ થઈ ગયું, અને હજુ પણ હું ગરીબી માં જીવું છું, છોકરાઓ પણ મોટા થઈ રહ્યા છે, જવાબદારીઓ પણ વધી રહી છે" આ બધા વિચાર કરતા કરતા તે ઓફિસે પહોંચી ગયો અને ત્યાં હાજર રહેલા લોકો ને તેણે મીઠાઈ ખવરાવી ને દિવસ ની શુરુઆત કરી.
"મહેશ..આપડે આજે 2000 ની નોટ છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે તો તરત ડાઇ લાગવો અને પ્રિન્ટિંગ કામ ચાલુ કરાવો" મેનેજર તરફ થી આ આદેશ આપવામાં આવ્યો.
મહેશે ફટાફટ વોલ્ટ માંથી 2000 ની ડાઇ કાઢી ને બધા મશીન ને શરૂ કર્યા. આખા દિવસભર માં કુલ બે લાખ નોટ નું છાપકામ કરવામાં આવ્યું જે ઇતિહાસ માં પેહલી વાર કરવામાં આવ્યું હતું, અને બધા લોકો થાક્યા પાક્યા ઘરે જવા માંડ્યા હતા. પરંતુ મહેશ ના દિમાગ માં કોઈ શેતાની વિચાર ચાલી રહ્યા હતા કે હું થોડુંક મારા માટે પણ કંઈક કરી લઉ તો?
તેણે આમ તેમ નજર ફેરવી અને જોયું કે આજુ બાજુ માં કોઈ નથી તો તેને બધી ડાઇ વોલ્ટ માં મૂકી અને તેમાં થી એક ડાઇ તેને પોતાના બેગ માં મૂકી દીધી અને ધીમે થી તે રોજ ની જેમ ઘરે જવા માટે નીકળી ગયો.
"સવારે પણ હુંજ આવું છું જલ્દી..અને રાત્રે પણ હું જ જાઉં છું તો કોઈ ને કશી ખબર નહિ પડે અને હું ક્યાં કોઈ ચોરી કરું છું" આવા બધા વિચારો કરતો કરતો તે લોકલ ટ્રેન ના ડબ્બા માં બેઠો હતો તે ત્યાં થી સીધો તેના ઘર પાસે આવેલા જુના ઘરે ગયો જ્યાં 20 વર્ષ પેહલા તેના બાપ દાદા રહેતા હતા તે મકાન સાવ બિસમાર હાલત માં પડેલું હતું અને લોકો ની ચહેલ પહેલ પણ ત્યાં ઓછી રહેતી હતી. તેને ઘરે ફોન કરી ને જણાવી દીધું કે તે આજે નાઈટ ડ્યુટી કરવાનો છે અને તે ત્યાં જ રોકાઈ ગયો અને તેણે આ ડાઇ નો ઉપયોગ ક્યાં કરવો તે બાબતે વિચારવા માંડ્યું.
દસ વર્ષ પેહલા પીતા ઘરે થી જે છાપા નું પ્રિન્ટિંગ કરતા હતા તે મશીન યાદ આવ્યું અને સમય વેડફયા વગર તેણે તે મસીન માં આ ડાઇ લગાડી અને એક સેમ્પલ તરીકે નોટ છાપી ને જોઈ.
"વાહ.. મારી ગરીબીના દિવસો હવે ગયા અને તેની આંખો માં ખુશી ના આંસુ આવી ગયા" મહેશે આબેહૂબ 2000 ની નોટ ની નકલ બનાવી હતી પણ તેણે આ નકલ સાદા કાગળ અને કાળી સાહી પર બનાવી હતિ. હવે સવાલ હતો કે કાગળ અને આ કલર લાવવા ક્યાંથી, તો તેણે તરત જ કીમિયો શોધી લીધો કે આ બધું તે ધીમે ધીમે પ્રિન્ટિંગ પ્રેસ ના સ્ટોર રૂમ માંથી ધીમે ધીમે લઇ આવશે અને આ કામ આગળ વધારશે.
ધીમે ધીમે રાત ખુબ થઇ ગઈ હતી ને અડધી રાત ના 4 વાગ્યા હતા. ત્યાંથી તે ધીમેથી ધ્યાન પૂર્વક બહાર નીકળ્યો અને સીધો ઘરે જતો રહ્યો અને અવાજ કર્યા વગર ચૂપ-ચાપ સુઈ ગયો. આખી રાત સપના માં તેને લક્ષ્મી માતા દેખાતી હતી ને પૈસા ના મહાલ માં તે સુઈ ગયો.
"કેમ રાત્રે તો ફોન માં કેહતા હતા કે નાઈટ ડ્યુટી છે, તો આ સુતા કેમ છો" મહેશની પત્ની નિર્મળા એ બૂમો પાડતા પાડતા કહ્યું.
"કામ જલ્દી પતિ ગયું એટલે બધા ઘરે જતા રહ્યા તો હું પણ આવી ગયો" મહેશે આંખો ચોળતા-ચોળતા બગાસું ખાઈ ને જવાબ આપ્યો.
"ઉભા થાવ અને ટિફિન લો આ અને હા સાંજે ઘરે આવો ત્યારે તેલ નો ડબ્બો લેતા આવજો કાલે તેલ પતિ ગયું છે અને આજનું જમવાનું તેલ વગર નું જ બનાવ્યું છે, જો રાત્રે તેલ વગર નું ના ખાવું હોય તો ભૂલતા નહિ" નિર્મળા એ કટાક્ષ ભર્યા અંદાજ માં ઓર્ડર આપી દીધો.
"મારે કદાચ આજે પણ નાઈટ ડ્યુટી હશે તો તમને લોકો ને જે ખાવું હોય તે ખાઈ લેજો અને સુઈ જજો મારી રાહ ના જોતા" આટલું જણાવી મહેશ નહાઈ ને પૂજા કરી ને ઓફિસે જવા માટે નીકળી ગયો.
" રજીસ્ટર માં તો કાગળ નો લોટ ખુબ વધારે છે એટલે હું એકાદ કિલો કાઢી લઈસ તો કોઈ ને ખબર નહિ પડે અને રહી વાત સ્યાહી ની તો તે હું જે ઘરે થી નાની બાટલી લાવ્યો છું તો તેમાં ભરી લઈસ" મહેશ આ બધા વિચાર સ્ટોર રજીસ્ટર ચેક કરતા કરતા મન માં આયોજન કરી રહ્યો હતો.
"અરે...મહેશ ભાઉ.. તમે આજે અમારા વિભાગ માં, શું વાત છે કોઈ ચેકીંગ ચાલે છે કે શું?" પાછળ ઉભેલા કિરણ સાલુંકે એ ખભા પર હાથ મૂકતા પૂછ્યું.
અચાનક પાછળ થી આવેલા અવાજ અને ખભા પાર કોઈ એ હાથ મુક્યો તેના કારણે મહેશ ડઘાઈ ગયો અને તરત જ પોતાના હોશ ને સાંભળી ને હસતા મોઢે પાછળ ફરી ને જવાબ આપ્યો.
" ના ભાઈ ના.. હું તો આ જોતો હતો કે કેટલો સ્ટોક છે અને આજે કેટલું કામ કરવાનું છે પરંતુ મને લાગે છે કે આ આખો મહિનો આપડે નવરા જ નથી પાડવાના એટલા પ્રમાણ માં આપડી પાસે કાગળ અને સ્યાહી નો સ્ટોક પડેલો છે" મહેશે જવાબ આપ્યો.
"હા હા હા હા.. એ અંદાજ તો તમે સાચો લગાવ્યો.. ચાલો તો તમે આજે આવી જ ગયા ચો મારી કેબીન માં તો ચા પીવા જઇયે. અને બંને હસતા હસતા ચા પીવા કેન્ટીન માં જતા રહ્યા"
ચા પીતા-પીતા મહેશે કિરણ પાસે થી ધીમે ધીમે બધી માહિતી બહાર કઢાવી લીધી અને બંને ત્યાર બાદ કામે લાગી ગયા.
રાત્રી ના 9:00 વાગી ગયા હતા અને બધા ઘરે જવા માટે નીકળી ગયા હતા અને આ જ મહેશ પાસે ખરો મોકો હતો કે તે બધો થોડો થોડો સામાન ભેગો કરી લે અને તે પોતાના કામે લાગે, જોત જોતા માં તેને કાગળ અને સ્યાહી બંને લઇ લીધા ને ત્યારબાદ વોલ્ટ માંથી એક ડાઇ કાઢી ને તેના બેગ માં મૂક્યા અને સીધો તે તેના જૂના ઘરે ગયો જ્યાં તેને આગલી રાત થી જ મસીન ને તૈયાર કરી ને રાખ્યું હતું, હવે વાર હતી તો ખાલી કાગળ અને કલર ને મશીન માં લગાડવાની અને ડાઇ ને મૂકી ને પ્રિન્ટિંગ ને ચાલુ કરવાની.
"પૂરા 5 લાખ...લક્ષ્મી માતા આલી.. ખુશિયાં લાવલી" પોતાની મરાઠી ભાષા માં ખુશ થઈ ને મહેશ પૈસા હાથ માં લઇ ને ઝૂમી રહ્યો હતો અને તેની આ ખુશી નો કોઈ પતો જ નહોતો.
સવાર ના પાંચ વાગી રહ્યા હતા અને તેને ડાઇ ને ફટાફટ બેગ માં મૂકી અને ત્યાં થી ઘર ભેગો થઈ ગયો. ઘરે જઈ ને તેણે સ્નાન કર્યું અને બધા માટે તે ગરમા ગરમ મિસળ પાવ લઇ ગયો અને બધા ને નાસ્તો કરાવ્યો.
સીધા પૈસા વાપરવાના બદલે તેને પેહલા સવારે દૂધ માં વાપર્યા જ્યાં તે નોટ ચાલી ગઈ કેમકે અસલી અને નકલી માં કોઈ પણ જાત નો ફરક જ માલૂમ નહોતો પડતો અને પકડવાનો કોઈ જ ચાન્સ નહોતો કેમ કે આ બધી વસ્તુ આરબીઆઇ ના પ્રિન્ટિંગ પ્રેસ ની જ હતી. તે થી તેને ડર પણ ઓછો લાગી રહ્યો હતો.
ત્યારબાદ તે રોજ માફિક સમય પેહલા ઓફીસ પહોંચી ગયો અને ડાઇ ને કોઈ આવે તે પેહલા જ વોલ્ટ માં સહી સલામત મૂકી દીધી,
આ ઘટનાક્રમ સતત ત્રણ મહિનાઓ સુધી ચાલ્યો અને કોઈ ને કશી પણ ખબર ના પડી, સ્ટોર રૂમ ના સ્ટોક રજીસ્ટર માં પણ આની અસર જોવા મળી પણ કોઈ ને આનો તાળો મળી રહ્યો નહોતો કે આ સ્ટોક માં હલકી એવી અછત ક્યાં થી વર્તાઈ રહી છે. અને કોઈએ આ વાત ને વધારે ગંભીરતા થી નહિ લઇ ને બગાડ ના મથાળા હેઠળ નોંધતા ગયા.
મહેશ રોજ સવાર સાંજ તેના નિત્યક્રમ પ્રમાણે આ કરતો ગયો અને જોત જોતામાં તેણે કુલ 351 કરોડ રૂપિયા છાપી લીધા હતા.
"સાહબ...ઓ સાહબ... કુછ દો ના.." એક ભિખારી ચર્ચગેટ લોકલ સ્ટેશન પર તેની પાસે ભીખ માંગવા આવી ચડ્યો
"છુટ્ટા નહિ હે, કલ દૂંગા" કહી ને મહેશે તેના થી પીછો છોડાવવાનો પ્રયત્ન કર્યો
"મેં દૂંગા ના છુટ્ટે.. મેરે પાસ બહોત છુટ્ટે હે" ભિખારીએ ગૌરવ સાથે જવાબ આપ્યો
"આ સારો મોકો છે 2000 ની નોટ ના છુટ્ટા કરાવવાનો..એમ વિચારીને તેને 2000 ની નોટ બહાર કાઢી અને કહ્યું લે વિસ રૂપિયા લઇ લે અને બાકીના છુટ્ટા આપી દે"
ભિખારી એ હોંશે હોંશે આખો વહીવટ પતાવી દીધો અને ખુશ થઈ ને ત્યાં થી જતો રહ્યો.
થોડા દિવસો બાદ ફરી વાર મહેશ નો ભેટો આ ભિખારી સાથે તે જ જગ્યા પર થયો અને તેણે તેની પાસે ભીખ માંગી, ફરી વાર મહેશે કહ્યું કે તેની પાસે 2000 ની નોટ છે, પરંતુ ભિખારી આ વખતે પૂર્ણ તૈયારી સાથે આવ્યો હતો તેણે સીધા જ 1980 રૂપિયા મહેશ ને આપ્યા અને કહ્યું કે લો સાહેબ આ તમારા બાકી ના રૂપિયા લાવો લાવો 2000 ની નોટ.
મહેશ પણ આશ્ચર્યચકિત થઇ ઉઠ્યો અને વિચારવા લાગ્યો કે આ ભિખારીઓ પણ હવે પેહલા જેવા નથી રહ્યા ઘણા અડવાન્સડ થઈ ચુક્યા છે.
ત્યારબાદ ભિખારી અને મહેશ બંને પોતપોતાના ઘરે જતા રહ્યા.
લાગે છે મારા તો દિવસો જ બદલાઈ ગયા છે.. છેલ્લા કેટલા સમય થી 2000 ની નોટ કોઈ ભીખ માં નહોતું આપતું અને એકલું ચિલ્લર જ આવ્યા કરતુ હતું હમણાં તો ઉપરા ઉપર ત્રણ-ત્રણ 2000 ની નોટ આવી ગઈ છે, હવે કાલે જ સવારે જઈને પોસ્ટ ઓફીસ માં બચત ખાતું છે તેમાં જઈ ને ભરી આવીશ એટલે આ વપરાઈ ના જાય. એવા વિચારો કરતો કરતો એ ભિખારી 2000 ની નોટ ને છાતી સર્પી ચાંપી ને સુઈ ગયો.
"કેમ છો મેડમ.." તાત્યા ભિખારી એ કાઉન્ટર પર બેસેલી આધેડ ઉમર ની સ્ત્રી ને બોલાવી.
"ઘણા સમય પછી આવ્યો ને ભાઈ" મેડમે મોઢું બગાડતા જવાબ આપ્યો.
" હા... હમણાં બિઝનેસ થોડો ઠંડો ચાલે છે" ભિખારી એ શેખી મારતા જવાબ આપ્યો.
"ભીખ માંગવી અને એ પણ બિઝનેસ" કેશિયરે મન માં ને મન માં બબડી.
" તમે થોડી વાર બેસો, હું આવું છું કહીને કેશિયર અંદર મેનેજર ની કેબીન માં ગઈ અને થોડી જ વાર માં મેનેજર અને સિક્યુરિટી ગાર્ડ ને સાથે લઇ ને આવી અને તાત્યા ભિખારી ને અંદર આવવા જણાવ્યું "
તાત્યા ભિખારી કઈ સમજી ના શક્યો કે આ બધું શું ચાલી રહ્યું છે અને થોડી જ વાર માં નજીક માં આવેલા પોલીસ સ્ટેશન માંથી પીઆઇ પણ આવી પહોંચ્યા
"આ 2000 ની નોટ તારી પાસે ક્યાં થી આવી??" પીઆઇ એ તાત્યા ભિખારી ને પૂછ્યું
"મારો તો ધંધો છે ભીખ માંગવાનો, મને લોકો ભીખ માં આપે એ હું લઇ લઉં"
"એવા તો કેવા લોકો છે કે તને 2000 ની નોટ ભીખ માં આપે" પીઆઇ એ તાત્યા ભિખારી ને પૂછ્યું
" દુનિયા માં બધા મારા જેવા નથી હોતા, અમુક લોકો ભગવાન જેવા હોય છે જે આપે"
" તને ખબર છે આ નોટ નકલી છે?? કેમ કે આ બધી નોટ ના નંબર એક જ છે અને સરકાર ના નિયમ મુજબ બધી નોટ ના નમ્બર અલગ અલગ હોય છે" પીઆઇ એ તાત્યા ભિખારી ને કહ્યું.
પોલીસ નો આ જવાબ સાંભળી ને તાત્યા ભિખારી ના પગ નીચે થી જમીન સરકી ગઈ કેમકે તે એટલો પણ અભણ ના હતો કે તેને આ સામાન્ય જ્ઞાન ના ખબર હોય.
"સાહેબ મને તો આ પેલા ચર્ચગેટ વાળા કાકા એ આપી છે અને આ બધી નોટ તેમણે મને છેલ્લા 15 દિવસ માં આપી છે" તાત્યા ભિખારી એ પોલીસ ને જણાવ્યું.
"તું એ માણસ ને ઓળખી કાઢશે?? જો કોઈ ચાલાકી કરી તો સમજી જજે કે આજીવન જેલ ની પાછળ બેસીને સળિયા ગણવા પડશે" પીઆઇ એ સખ્તાઈ થી તેને કહ્યું.
"સાહેબ હું મદદ કરવા માટે તૈયાર છું મને તો કઈ પણ ખબર નથી પડતી કે આ બધું થઈ શું રહ્યું છે" તાત્યા ભિખારી એ રડમસ અવાજે કહ્યું.
તો ઠીક છે સમય અને સ્થળ જણાવ આપડે તે વ્યક્તિ ને રંગે હાથ પકડવાનો છે અને તેની કુંડળી કાઢવાની છે, આટલું કહી ને પીઆઇ અને તેની ટિમ તાત્યા ભિખારીને પોસ્ટ ઓફીસ થી ઉઠાવીને લઇ ગઈ. અને બેન્ક મેનેજર ને કોઈ ને પણ આ બાબતે ક્સુ પણ ના જણાવવા કહ્યું.
જયારે આ બાજુ મહેશ આ બાબત થી બિલકુલ અજાણ પોતાની ખુશી માં તલ્લીન હતો અને તેને ખબર નહોતી કે તેણે જે આ બધી નોટો છાપી છે એ બધી એક જ સિરિયલ નંબર વળી હતી. અને તે આ આવનારી સમસ્યા થી બિલકુલ અજાણ હતો અને પોતાની ફેમિલી સાથે નજીક માં આવેલી રેસ્ટોરાં માં ડિનર કરી રહ્યો હતો.
બીજા દિવસે જયારે મહેશ ચર્ચગેટ સ્ટેશન પહોચ્યો ત્યારે પેલા તાત્યા ભિખારીએ તેને ઓળખી કાઢ્યો અને તેણે તરત સિવિલ ડ્રેસ માં રહેલા પોલીસ ને ઈશારા માં જાણ કરી દીધી.
પીઆઇ અને તેના એક કોન્સ્ટેબલે તેની ઘર સુધી ફિલ્ડિંગ ભરી અને રેકી કર્યા બાદ તેમને તેની કુંડળી કાઢી અને સીધી જ પોલીસ કમિશ્નર અને ઇન્કમ ટેક્સ વિભાગ ને જાણ કરી.
ઇન્કમ ટેક્સ અધિકારીઓ એ આ વાત ની જાણ મુંબઈ પ્રિન્ટિંગ પ્રેસ આરબીઆઇ ને જાણ કરી અને છેલ્લા છ મહિના ના સીસીટીવી ફૂટેજ અને કામદારો ની માહિતી આપવા જણાવ્યું. જેમાં મહેશ પર થોડો થોડો શક જઈ રહ્યો હતો. કેમ કે તે આવતો અને જતો તે સમયે તેના બેગ માં કંઈક અજીબો ગરીબ શંકાશ્પદ હિલચાલ જોવા મળી રહી હતી. અને આ વાત ને ગુપ્ત રાખવામાં આવી અને સમય અને મોકો જોઈ ને તેના ઘરે રેડ પાડવાનું નક્કી કરવામાં આવ્યું.
અને થોડા જ દિવસો ની અંદર જ મહેશ ના ઘરે ઇડી, ઇનકમ ટેક્સ અને સિબિઆઇ એ રેડ પાડી અને ડુપ્લીકેટ નોટ સાથે તેને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી.
*****સિબિઆઇ ઇન્ટરોગેશન રૂમ માં*****
"તને ખબર છે તે કેટલું મોટું ક્રાઇમ કર્યું છે હલકા??" કુલકર્ણી એ ગુસ્સા માં બે ગાળો બોલતા કહ્યું.
"મહેશએ પોતાનું માથું નીચું કરતા હલાવી ને કહ્યું. હું ગરીબ છું એ જ મારા માટે સૌથી મોટો ગુનાહ છે" નિસાસો નાખતા તેણે જવાબ આપ્યો.
"ગરીબ જન્મ થી નહિ પણ કર્મ થી હોય છે લોકો, અને તારા આ કર્મો એ તમે હંમેશા માટે ગરીબ બનાવી દીધો છે, હવે તો બેટા તું બોવ લાંબા સમય સુધી અંદર જઈશ યાદ રાખજે તું આ મારા શબ્દોને" આટલું કહી ને ઓફિસર કુલકર્ણીએ સ્ટેટમેન્ટ પર તેની સહી કરાવી અને તેના માટે ચા ની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું અને ત્યાં થી એ રવાના થઈ ગયા.
આ સમાચાર વાયુવેગે બધે ફેલાઈ ગયા અને સવાર પડતા ની સાથે જ આ મુદ્દો ટોક ઓફ ઘી ટાઉન બની ગયો હતો. અને મહિના ની અંદર જ મહેશ ને આઇપીસી 420/318 અને નેશનલ સિક્યુરિટી એક્ટ અંતર્ગત આજીવન કારાવાસ ની સજા આપી દેવામાં આવી અને પુણે સ્થિત યરવડા જેમ માં મોકલી આપવામાં આવ્યો.
******સમાપ્ત******
આ વાર્તા હું મારા પ્રિય નાના ભાઈ અશોક ને અર્પણ કરવા માંગુ છું જે હંમેશા મને ડગલે ને પગલે પ્રોત્સાહિત કરતો રહેતો હોય છે. આશા રાખું છું કે તમને આ વાર્તા છેલ્લે સુધી જકડી રાખવામાં સફળ થઈ હશે. આવનારા સમય માં ઘણી બધી વાર્તાઓ સાથે ફરી મુલાકાત થશે. અગર જો આપણા કોઈ અભિપ્રાય હોય તો જરૂર થી જણાવશો અને મને તે આગળ કૈક સારું લખવા માટે પ્રેરણા પુરી પાડશે. આપ આપનો અભિપ્રાય રેટિંગ આપીને અને RATILAL013@GMAIL.COM પર ઇમેઇલ દ્વારા પણ જણાવી શકો છો.